અનુયાયીઓ

શુક્રવાર, 15 જૂન, 2012

ગુજરાત રાજય મહિલા આયોગનું પુનઃગઠન કરાયુઃ ચાર નવા સભ્યોની નિમણૂંક

રાજ્ય સરકારના મહિલા આયોગના બાળવિકાસ વિભાગ દ્‍ારા ગુજરાત રાજ્ય મહિલા
આયોગનું પુનઃગઠન કરી ચાર નવા સભ્યોની નિમણૂંક કરી છે, એમ ગુજરાત રાજ્ય
મહિલા આયોગની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં જણાવ્યા મુજબ જે ચાર નવા સભ્યો નિમાયા છે તેમાં મહેસાણા જિલ્લાના
લીંચના સામાજીક કાર્યકર શ્રીમતિ અંજનાબેન પટેલ, જામનગરના શ્રીમતી હંસાબેન
પીપળીયા, ડાંગ જિલ્લાના શીવારીમાળના શ્રીમતી ઉર્મિલાબેન ખૈરાડ, રાજકોટના
સુશ્રી મહેશ્વરી જે. ચૌહાણનો સમાવેશ થાય છે. જ્યારે આયોગના અધ્યક્ષા
શ્રીમતી લીલાબેન અંકોલીયાને અધ્યક્ષ તરીકે પુનઃ નિમણૂંક અપાઇ છે. રાજ્ય
મહિલા આયોગના સંપર્ક નંબર ૦૭૯-ર૩ર-પ૧૬૧૩, પ૧૬૦ર, પ૧૬૦૪ અને પ૧૬૦૮ પર
સંપર્ક કરવા જણાવાયું છે.

ટિપ્પણીઓ નથી: