અનુયાયીઓ

શુક્રવાર, 15 જૂન, 2012

ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ વિષય પર ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ૧૬મી જૂને સેમિનાર

નવા ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટના કાયદા અંગે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ
એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા તા.૧૬ જુન, ૨૦૧૨ના રોજ સાંજે ૫-૩૦ વાગ્યે
ચેમ્બરના હોલમાં સેમિનાર યોજાનાર છે. કેન્દ્ર સરકાર દ્વારા તા.૫-૮-૨૦૧૧
રોજથી અમલમાં આવેલ નવા ફૂડ એકટનો સેમિનારમાં રાજ્યના ફુડ અને ડ્રગ્સ
કમિશનરશ્રી એચ.જી.કોશિયા તેમના અધિકારીગણ સાથે ઉપસ્થિત રહેશે. રાજ્યભરના
ફુડબિઝનેસ સાથે સંકળાયેલા વ્યવસાયકારો તેમના પ્રતિનિધિઓ તેમજ સંબંધિત
એસોસીએશનો, ફેડરેશનોના પ્રતિનિધિઓને ઉપસ્થિત રહેવા ગુજરાત ચેમ્બર ઓફ
કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની યાદીમાં જણાવાયું છે.

ટિપ્પણીઓ નથી: