અનુયાયીઓ

રવિવાર, 17 જૂન, 2012

શાળા પ્રવેશોત્સતવ એ બાળકોના જીવનનું યાદગાર સંભારણું છે. -ધારાસભ્યતશ્રી ગોવિંદભાઇ પટેલ સફળતા મેળવવા માટે શિક્ષણનો મહત્તમ લાભ લેવાનો અનુરોધ કરતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉપાધ્યાોય

શાળા પ્રવેશોત્સતવ એ બાળકોના જીવનનું યાદગાર સંભારણું છે. -ધારાસભ્યતશ્રી
ગોવિંદભાઇ પટેલ
સફળતા મેળવવા માટે શિક્ષણનો મહત્તમ લાભ લેવાનો અનુરોધ કરતા જિલ્લા વિકાસ
અધિકારીશ્રી ઉપાધ્યાોય
રાજકોટ તાલુકાના ધો.૧ના તમામ બાળકો માટે રૂ. બે લાખ આપનાર દાતાશ્રી
પૃથ્વી રાજસિંહ જાડેજાનું વિશેષ સન્માાન રાજકોટ તાલુકાના માઘાપર ગામે
યોજાયેલો શાળા પ્રવેશોત્સમવ
રાજકોટ
રાજય વ્યાલપી શાળા પ્રવેશોત્સ વના અંતિમ ચરણ અન્વ યે રાજકોટ તાલુકાના
માઘાપર ખાતે યોજાયેલા શાળા પ્રવેશોત્સુવ કાર્યક્રમમાં ઘારાસભ્ય‍શ્રી
ગોવિંદભાઇ પટેલે જણાવ્યુા હતુ કે ધો-૧માં પ્રવેશ મેળવનાર બાળકને રાજયના
અધિકારીઓ અને ગામના અગ્રણી નાગરિકો આવકારે તે બાબત બાળક માટે જિદગીભરનું
સંભારણું બની રહે છે. ધારાસભ્યછશ્રી ગોવિંદભાઇએ આ પ્રસંગે ગોંડલના
મહારાજાશ્રી ભગવતસિંહજીની શિક્ષણ પ્રત્યે ની દીર્ધદ્રષ્ટિ્ને બિરદાવતાં
જણાવ્યુશ હતુ કે ગોંડલ તાલુકાની ૯૦ વર્ષની વૃધ્ધાન પણ શિક્ષિત છે જે
ભગવતસિંહજી જેવા રાજવીને આભારી છે.

રાજયને સો ટકા સાક્ષર કરવા રાજય સરકારે ૧ લાખ ૩૩ હજાર શિક્ષકોની ભરતી કરી
શાળાઓને શૈક્ષણિક સાધનોથી સુવિધાસભર બનાવી છે. અનુસૂચિત જાતિ વિકાસ
નિગમના અધ્યવક્ષશ્રી ઝવેરભાઇ ચાવડા
રાજકોટ તાલુકાના વાવડી, કણકોટ, વીરડા વાજડી, મોટામવા, અને મુંજકા ગામોમાં
યોજાયેલ શાળા પ્રવેશોત્સમવ કાર્યક્રમમાં ૧૦૭ બાળકોનું પ્રથમ ધોરણમાં
નામાંકન કરાયું
રાજકોટ
ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમના ચેરમેનશ્રી ઝવેરભાઇ ચાવડાએ રાજકોટ
તાલુકાના વાવડી, કણકોટ, વીરડા વાજડી, મોટામવા અને મુંજકા ગામોમાં
ધોરણ-૧માં પ્રવેશપાત્ર ભૂલકાઓને આવકારી નામાંકન કર્યુ હતું. દરેક ગામોમાં
બાળકોને શાળા પ્રવેશોત્સકવ પ્રસંગે અભ્યાતસ કીટ અર્પણ કરી રંગેચંગે
પ્રવેશ અપાયો હતો. અધ્યોક્ષશ્રી ઝવેરભાઇ ચાવડાએ આજના સમયમાં શિક્ષણની
આવશ્યેકતા પર ભાર મુકતા જણાવ્યુ્ હતુ કે રાજયના મુખ્યયમંત્રીશ્રી
નરેન્દ્ર ભાઇ મોદીએ રાજયનો સુશિક્ષીત વિકાસ કરવો હશે તો રાજયને સો ટકા
સાક્ષર કરવું જ પડશે જે ધ્યેીયને ધ્યામનમાં રાખી છેલ્લાશ દશ વર્ષથી
ગુજરાત સર્વ શિક્ષા અભિયાન કાર્યક્રમ હેઠળ રાજયને સો ટકા સાક્ષર કરવા
શાળા પ્રવેશોત્સાવ, કન્યા્ કેળવણી રથ મહોત્સવવ, ગુણોત્સાવ જેવા અનેક
કાર્યક્રમો લોક ભાગીદારીને જોડી શરૂ કર્યા છે, એટલું જ નહિ રાજયમાં
પ્રાથમિક શિક્ષણ મફત આપવા સાથે અનેક શૈક્ષણિક સવલતો સહાય પણ આપી છે.
શાળામાં ૧ લાખ ૩૩ હજાર શિક્ષકોની ભરતી કરવા સાથે ધોરણ-૮ના તજજ્ઞ ઉંચી
શૈક્ષણિક ડીગ્રી ધરાવતા શિક્ષકોની પણ ભરતી કરી છે. શાળાઓના શિક્ષણમાં
સુધારો લાવવા સાથે શાળાના સુવિધાવાળા મકાનોના બાંધકામ કરી, તેમાં વીજળી,
પંખા, કોમ્યુરો ટર લેબ, પ્રયોગશાળા સહિતની સુવિધા ઉભી કરાઇ છે. ત્યા,રે
વાલીઓ ખાનગી શાળાઓનો મોહ છોડી પોતાના બાળકોને સરકારી શાળામાં શિક્ષણ
અપાવવું જોઇએ અને સાથે સરકારના આ સો ટકા સાક્ષરતાના કાર્યક્રમમાં
પ્રત્યેીક બાળકને શિક્ષણ અપાવી સહયોગી બને તેમ જણાવ્યુર હતું. તેમણે
શિક્ષિત કન્યા‍ઓએ આજે અનેક ક્ષેત્રે પોતાની પ્રતિભા પ્રતિપાદીત કરી છે
તેમ જણાવી કન્યાર કેળવણી ઉપર ખાસ ભાર મુકયો હતો.
આ પ્રસંગે જિલ્લા્ ગ્રામ વિકાસ એજન્સી્ના નિયામકશ્રી કે.કે.વાગડીયાએ દરેક
વાલીઓ પોતાના બાળકને શિક્ષણ આપવા સાથે બાળક પુરુ શિક્ષણ મળેવે તેની કાળજી
લે તે જરુરી છે તેમ જણાવ્યુો હતું.


સાક્ષરતાદર વધારવા અને ડ્રોપ આઉટ રેશીયો ઘટાડવાના રાજય સરકારના
પ્રયત્નોદમાં નાગરિકોનો સહકાર ખૂબ જરૂરી
-ગ્રામ વિકાસ રાજયમંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયા
ટંકારા તાલુકાના પાંચ ગામોએ ૫૩ બાળકોને મંત્રીશ્રીએ શાળા પ્રવેશ કરાવ્યો્.
રાજકોટ
રાજયવ્યાજપી શાળા પ્રવેશોત્સાવના અંતિમ ચરણમાં આજે ટંકારા તાલુકાના
બંગાવડી ગામે ગ્રામવિકાસ રાજયમંત્રીશ્રી મોહનભાઇ કુંડારિયાએ ચૌદ બાળકોને
શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીએ ગ્રામજનોને સંબોધતાં
જણાવ્યું હતું કે, રાજયસરકાર દ્વારા છેલ્લાબ દશ વર્ષથી રાજયભરમાં યોજાતા
શાળા પ્રવેશોત્સ વનો આશય સાક્ષરતાદર વધારવાનો અને ડ્રોટ-આઉટ રેશીયો
ઘટાડવાનો છે. આ ભગીરથ કાર્યમાં નાગરિકોનો સહકાર ખૂબ જ જરૂરી છે, એમ
જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે, ગ્રામજનોના સહકાર થકી જ પ્રાથમિક
શિક્ષણનું ચિત્ર ઉજળું બન્યું છે. ઢોલ-નગારાના તાલે ૭ કુમારો અને ૭
કન્યા્ઓને ધોરણ-૧માં મંત્રીશ્રી કુંડારિયાએ વાજતે-ગાજતે પ્રવેશ કરાવ્યોક
હતો. અને ઉપસ્થિ ત વાલીગણને સંબોધતાં જણાવ્યુંધ હતું કે, એકવીસમી સદી
વિજ્ઞાનની સદી છે, જેમાં ઉચ્ચ્ શિક્ષણ મેળવનાર બાળકો જ ટકી શકશે. આ
દિશામાં આગળ વધવા માટે રાજયસરકાર દ્વારા તાલીમબધ્ધશ શિક્ષકોની પ્રાથમિક
શિક્ષણ ક્ષેત્રે નિયુક્તિ કરવામાં આવી છે, જેથી ગ્રામ્ય્ બાળકો પણ તેમના
જીવનમાં તબક્કાવાર ઉચ્ચષ શિક્ષણ મેળવી શકે. આ માટે ગામલોકોએ પોતાના
બાળકોને શાળામાં અચૂક મોકલવા જોઇએ, અને ગામનું કોઇ પણ બાળક અધવચ્ચેિથી
શાળા ન છોડી જાય, તેનું ધ્યાબન રાખવું જોઇએ, એમ મંત્રીશ્રીએ વધુમાં
જણાવ્યુંમ હતું.


અનુસૂચિત જનજાતિના યુવાનો માટે યોજાનારો સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ
રાજકોટ
ગુજરાત રાજયના ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતાં અનુસૂચિત જનજાતિનાં
વિદ્યાર્થી, બિનવિદ્યાર્થી યુવક-યુવતીઓને સાગરકાંઠા વિસ્તારની પરિભ્રમણ
કાર્યક્રમમાં ભાગ લેવાની તક આપી પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી રાજય
સરકારના કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના ઉપક્રમે
સરકારશ્રીના ખર્ચે સાગરકાંઠા વિસ્તારર પરિભ્રમણ કાર્યક્રમ સંભવતઃ ઓગસ્ટ
-૨૦૧૨માં યોજાશે, જેમાં રાજયભરના ૧૦૦ યુવક-યુવતીઓ ભાગ લઇ શકશે
રાજકોટ ગ્રામ્યત વિસ્તાલરના માત્ર અનુસૂચિત જનજાતિના જે યુવક-યુવતીઓ
તા.૩૧.૭.૨૦૧૨ના રોજ ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય, અને આ
કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છાતા હોય, તેઓએ પોતાની અરજી જિલ્લા રમત-ગમત
અધિકારીશ્રી, રાજકોટ(ગ્રામ્યમ), ૫/૫ બહુમાળી ભવન, રેસકોર્સ, રાજકોટને
તા.૧૦.૭.૨૦૧૨ સુધીમાં મોકલી આપવાની રહેશે.
અરજીમાં સાદા કોરા કાગળમાં(૧) પુરૂ નામ (ર) સરનામું (૩) જન્મ તારીખ/ઉંમર
(૪) એન.સી.સી., પર્વતારોહણ, રમત ગમત સ્પાર્ધામાં ભાગ લીધો હોય તેની વિગત
(૫) અગાઉ આ પ્રકારના કાર્યક્રમોમાં ભાગ લીધો હોય તો તેની વિગત, વ્યવસાય
(૬) શારીરિક તંદુરસ્તી ધરાવતા હોવાનું દાકતરી પ્રમાણપત્ર (૭) અનુસૂચિત
જનજાતિના દાખલા અંગેની નકલ (૮) તાજેતરમાં પડાવેલો પાસપોર્ટ સાઇઝનો
ફોટોગ્રાફ (૯) વાલીનો સંમતિપત્ર (૧૦) શૈક્ષણિક લાયકાત અને (૧૧)
વ્યવવસાયની વિગતો મોકલવાની રહેશે.
રાજયભરમાંથી મળેલ અરજીઓમાંથી પસંદગી સમિતિ દ્વારા યોગ્યતા ધરાવતા ૧૦૦
ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ફકત પસંદ થયેલ યુવક યુવતીઓને જ આ બાબતની
જાણ કરવામાં આવશે, તેમ રાજકોટ(ગ્રામ્યલ)ના જિલ્લાા રમત-ગમત
અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.


ગૌ-પેદાશ આધારિત ઉદ્યોગો અંગે સેમિનાર યોજાશે. રાજકોટ
ગૌ-પેદાશ આધારિત ઉદ્યોગોની શકયતાઓ, તેનાથી થનાર સામાજિક અને આર્થિક
ફાયદાઓ, અને આ ઉદ્યોગોથી થનાર અર્થતંત્રની કાર્યપાલક વિષે આગામી તા.૨૦
જુને પી.ડી.યુ. મેડીકલ કોલેજના ઓડીટોરીયમમાં સાંજે ૪ થી ૭ દરમિયાન
યોજાશે. ગુજરાત સરકારના ગૌસેવા આયોગ, ગાંધીનગર અને જિલ્લાથ ઉદ્યોગ
કેન્દ્રક-રાજકોટના સંયુકત ઉપક્રમે યોજાનાર આ સેમિનારમાં ગૌ-પેદાશ આધારિત
ઉદ્યોગો બાબતે વિવિધ તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. બાયોગેસ,
ગૌમુત્ર અને ગૌ-પેદાશોના ઔષધીય ઉપયોગો, તથા આવી વિવિધ પેદાશો અંગેની
રસપ્રદ જાણકારી ક્ષેત્રનિષ્ણાપતો દ્વારા આપવામાં આવશે. રાજય સરકારના
ઉદ્યોગ ખાતા દ્વારા અપાતી વિવિધ સહાયની માહિતી પણ આ સેમિનારમાં આપવામાં
આવશે, જેનો જાણકારોને લાભ લેવા રાજકોટના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રપના જનરલ
મેનેજરશ્રી બારહટની યાદીમાં જણાવાયું છે.


ગામડાને બેઠા કરવા આ સરકારે અનેક પગલાં લીધા છે;
શ્રી કનુભાઇ ભાલાળા, કૃષિ રાજ્ય મંત્રી
જામકંડોરણા તાલુકાના સાતોદડ, બરડિયા, ગુંદાસરી, કાનાવડાળા, દડવી ગામમાં
શાળા પ્રવેશોત્સવની ઉજવણી, ત્રણ દિવસમાં ૭૪૯ બાળકોનો વિદ્યામંદિરોમાં
નામાંકન કરાયું
રાજકોટ
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રાના અંતિમ તબક્કામાં કૃષિ
રાજ્ય મંત્રી શ્રી કનુભાઇ ભાલાળા જામકંડોરણા તાલુકામાં સાતોદડ, બરડિયા,
ગુંદાસરી, કાનાવડાળા, દડવી ગામમાં યોજાયેલા કાર્યક્રમમાં સહભાગી બન્યા
હતા અને બાળકોને વિદ્યામંદિરોમાં પ્રવેશો અપાવ્યો હતો. આ ત્રણ દિવસ
દરમિયાન જામકંડોરણા તાલુકામાં ૩૮૪ કુમાર અને ૩૬૫ કન્યા મળી કુલ ૭૪૯
બાળકોનું નામાંકન કરવામાં આવ્યું હતું. તેની સાથે ગ્રામ્ય વિસ્તારનો
મહોત્સવ પૂર્ણ થયો હતો. આ તકે રાજ્ય મંત્રી શ્રી ભાલાળાએ રાજ્ય સરકારે
ગામડાને બેઠા કરવા અનેક પ્રકારના પગલાં લીધા હોવાનું કહ્યું હતું.


શાળામાં સો ટકા નામાંકનની સાથોસાથ શાળાની શૈક્ષિણક ગુણવત્તા ઉંચી આવે તે
જરૂરી -પ્રભારી સચિવશ્રી રાજગોપાલ
પ્રભારી સચિવશ્રી રાજગોપાલે જેતપુર તાલુકાનાં ખીરસરા અને સ્ટેંશન વાવડી
ગામોમાં બાળકોને શાળા પ્રવેશ કરાવ્યોા ધારાસભ્યબશ્રી જશુમતિબેન કોરાટનો
વાલીઓને બાળકોની શૈ્ક્ષણિક કારકીર્દીના ઘડતર માટે જાગૃત રહેવા અનુરોધ

રાજકોટ
રાજયવ્યાેપી શાળા પ્રવેશોત્સનવના ત્રીજા દિવસે આજે ગુજરાત રાજય વાહન
વ્યતવહાર નિગમના વાઇસ ચેરમેનશ્રી અને રાજકોટ જિલ્લારના પ્રભારી સચિવશ્રી
રાજગોપાલે જેતપુર તાલુકાના ખીરસરા અને સ્ટે શન વાવડી સહિતના પાંચ ગામોની
પ્રાથમિક શાળામાં ભૂલકાઓને રંગેચંગે શાળામાં પ્રવેશ કરાવ્યોલ હતો. આ
પ્રસંગે ધારાસભ્યચશ્રી જશુમતી કોરાટ પણ સાથે રહ્યા હતા અને શાળામાં પા પા
પગલી કરતાં ભુલકાઓના વધામણા કર્યા હતા અને તેઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી
હતી. જયારે આંગણવાડીમાં દાખલ થયેલા બાળકો માટે રમકડાની કીટ અને ખુરસી
અર્પણ કરી હતી. બાળકોને પોષણક્ષમ ચોકલેટ પણ આપી તેઓને ખુશ કર્યા હતા.


રાજકોટ જિલ્લાકના મતદાર જોગ જરૂરી સુચના રાજકોટ
આથી રાજકોટ જિલ્લાીના મતદારોને જાણ કરવામાં આવે છે કે ભારતના ચૂંટણી પંચ
તરફથી મતદારયાદી ખાસ સંક્ષિપ્તલ સુધારણા કાર્યક્રમ તા. ૧/૬/૧૨ થી તા.
૨૭/૬/૧૨ દરમ્યામન મતદારોએ તેમના નામ ઉમેરવા, નામ કમી કરવા કે સુધારા કરવા
બાબતે વિગતવાર કાર્યક્રમાં થયેલ સુધારા મુજબ મતદાન મથકે તા. ૧૦/૬/૧૨ તથા
તા. ૧૭/૬/૧૨ રવિવાર ઉપરાંત તા. ર૪/૬/૧૨ રવિવવારે મતદાન મથકે સ્વીમકારશે
જેની સર્વએ નોંધ લેવા કલેકટર અને જિલ્લાા ચૂંટણી અધિકારી ડો.
રાજેન્દ્રરકુમારની યાદીમાં જણાવાયું છે.

સમાજમાંથી શિક્ષણના અભાવને દૂર કરવા લોકોએ શિક્ષણના કાર્ય સાથે તેમનો
'ભાવ' જોડવો પડશે
નાણા મંત્રીશ્રી વજુભાઈ વાળા
ધ્રાંગધ્રા તાલુકાના રાજચરાડી, ભારદ, ગંજેળા, ડુમાણા અને પ્રતાપપુર ગામની
શાળાના બાળકોને પાટી-પેન-દફતર આપી શાળા પ્રવેશ કરાવતાં નાણા મંત્રીશ્રી
વજુભાઈ વાળા
ધોરણ – ૮ માટેના નવા વર્ગખંડોનું મંત્રીશ્રીના હસ્તેે ખાતમુર્હત – લોકાર્પણ
સુરેન્દ્રળનગર,
સુરેન્દ્રળનગર જિલ્લામાં યોજાયેલા ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ
કાર્યક્રમના આજના ત્રીજા દિવસે રાજ્યના નાણા મંત્રીશ્રી અને
સુરેન્દ્રજનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી વજુભાઈ વાળાએ જિલ્લાના
ધ્રાંગધ્રા તાલુકાના રાજચરાડી, ભારદ, ગંજેળા, ડુમાણા અને પ્રતાપપુર ગામો
ખાતે ઉપસ્થિાત રહી શાળામાં પ્રવેશપાત્ર કુમાર – કન્યાાઓને પાટી-પેન-દફતર
આપીને તેમને શાળા પ્રવેશ કરાવ્યો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત રાજચરાડી ગામે યોજાયેલા આ શાળા પ્રવેશોત્સવ
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિ.ત રહેલા બાળકોના વાલીઓને
શિક્ષણયજ્ઞના આ કાર્યક્રમમાં ઉપસ્થિોત રહેવા બદલ અભિનંદન આપતાં
નાણામંત્રીશ્રી વજુભાઈ વાળાએ જણાવ્યું હતુ કે, ગુજરાતની ભૂમિ એ
સંસ્કાઆરોની ભૂમિ છે, આ ભૂમિ ઉપર જન્મેલી પ્રત્યેક વ્યક્તિ શિક્ષીત બને
તે માટે રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ આહલેખ જગાવી દિકરાની સાથે દિકરીઓ પણ
ભણે તે માટે કન્યાક કેળવણી રૂપી યજ્ઞ આરંભ્યો છે.


રાજય સરકારે શિક્ષણ ક્ષેત્રે આમુલ પરિવર્તનો દ્વારા ગુજરાતમાં શિક્ષણને
ધબકતુ કર્યુ છે
- ચેરમેનશ્રી રતિલાલ યાદવ
વઢવાણ તાલુકામાં ડાંગસીયા વસાહત, માળોદ, ખોલડીયાદ, ખેરાળી અને મુંજપર
ગામોની શાળામાં ઉજવાયો શાળા પ્રવેશોત્સ વ
સુરેન્દ્રળનગર:- સુરેન્દ્રાનગર જિલ્લાન શાળા પ્રવેશોત્સભવ. કાર્યક્રમ
અંતર્ગત ગઇકાલે સુરેન્દ્રભનગર જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના
ચેરમેનશ્રી રતિલાલ યાદવે વઢવાણ તાલુકાની ડાંગસીયા વસાહત, માળોદ,
ખોલડીયાદ, ખેરાળી અને મુંજપર ગામોની શાળામાં જઇ પ્રવેશપાત્ર બાળકોને
પાટી- પેન- દફતર આપી શાળા પ્રવેશ કરાવ્યો, હતો.
આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ઉદ્દબોધન કરતાં ચેરમેનશ્રી રતિલાલ
યાદવે જણાવ્યુંશ હતુ કે, રાજય સરકારે છેલ્લાપ એક દસકામાં શિક્ષણ ક્ષેત્રે
આમુલ પરિવર્તનો દ્વારા ગુજરાતમાં શિક્ષણને ધબકતું કર્યુ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, ૧૦ વર્ષોમાં રાજયમાં ૭૫,૮૪૮ શાળાના
ઓરડાઓનું નિર્માણ કર્યુ છે, સાથોસાથ ૨૦,૫૦૦ ઉચ્ચંતર પ્રાથમિક શાળાઓમાં
કોમ્યુારા ટર અને ટીવી સેટ આપીને શાળાઓને આધુનિક સુવિધાઓથી સજજ કરી છે.
ચેરમેનશ્રી યાદવે વધુમાં ઉમેર્યુ હતુ કે, રાજ્ય સરકાર દ્વારા ૫૦૦૦
આચાર્યોની ભરતીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. અને આગામી દિવસોમાં બીજા
૧૦,૦૦૦ આચાર્યની ભરતી પણ કરવામાં આવનાર છે. આ ઉપરાંત છેલ્લાર બે વર્ષમાં
૨૧,૬૨૫ જેટલા ગણિત-વિજ્ઞાન અને ભાષાના શિક્ષકોની ભરતી કરીને શિક્ષણને
સાચા અર્થમાં સંસ્કારરીત કર્યુ છે. જેના કારણે રાજયમાં સાક્ષરતાનો દર
નોંધપાત્ર વધ્યોિ છે.

પ્રાથમિક શિક્ષણ એ વ્યકિતના વિકાસનું પ્રથમ પગથિયું છે -નાયબ વન
સંરક્ષકશ્રી જોષી લીંબડીના ગોપાલનગર, જામડી, બોરાણા, પાદરી અને સૌકા
ગામોએ પ્રવેશપાત્ર ભૂલકાંઓનો ધોરણ -૧ માં રંગેચંગે પ્રવેશ
ઉમરડા વાડી વિસ્તાીરનું પુનરાવર્તન કરતું લીંબડીનું ગોપાલનગરઃ ૩ બાળકોના
શાળા પ્રવેશ માટે ભરવાડ સમાજનું આખેઆખું ગામ હાજર રહીને ભાવિ પેઢીના
વિકાસ માટેની જાગૃતિના દર્શન કરાવ્યાં
સુરેન્દ્રેનગર,
સુરેન્દ્રેનગર જિલ્લા માં શાળા પ્રવેશોત્સ વ- કન્યાય કેળવણી રથયાત્રાના
ભાગરૂપે ગઇકાલે લીંબડી તાલુકાના ગોપાલનગર, જામડી, બોરાણા, પાદરી અને સૌકા
ગામોએ યોજાયેલા શાળા પ્રવેશોત્સવવના કાર્યક્રમમાં નાયબ વન સંરક્ષકશ્રી
જે.બી.જોષીએ પ્રવેશપાત્ર ભૂલકાંઓને ધોરણ-૧ માં પ્રવેશ કરાવી પેન, પાટી,
દફતરનું વિતરણ કરી બાળકોને પ્રોત્સાનહિત કર્યા હતાં.
ગોપાલનગર ખાતે યોજાયેલા કાર્યક્રમને દિપ પ્રાગટય દ્વારા ખુલ્લોશ મૂકતાં
શ્રી જોષીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક શિક્ષણ એ વ્ય કિતના વિકાસનું
પ્રથમ પગથિયું છે. રાજય સરકાર દ્વારા શિક્ષણને પ્રોત્સામહન આપી તેનો
વ્યાયપ વધારવા લેવાયેલાં અનેકવિધ પગલાંઓની જાણકારી આપતાં ઉમેર્યું હતું
કે, રાજયમાં ૨૦,૫૦૦ થી પણ વધુ શાળાઓમાં કોમ્યુધાર ટરના સાધનોની સુવિધા
પુરી પડાઈ છે. આજના વૈશ્વિક સ્પરર્ધાના યુગમાં શિક્ષણનું મહત્વજ ખૂબ જ
વધ્યુંા છે, ત્યાોરે દિકરાઓના શિક્ષણની સાથે-સાથે દિકરીઓ માટે પણ
કસ્તુારબા ગાંધી સ્કૂવલ છાત્રાલય જેવી અનેકવિધ સુવિધાઓનો લાભ મેળવી
બાળકોના ઉજજવળ ભાવિ ધડતરના કાર્યમાં સહાયરુપ થવા તેમણે ઉપસ્થિકત વાલીઓને
અનુરોધ કર્યો હતો. મુખ્યમમંત્રીશ્રીને મળતી ભેટ-સોગાદોની હરાજીની રકમ
કન્યાશ કેળવણી નીધિમાં જમા કરાવીને દિકરીઓના શિક્ષણને અપાતા
પ્રોત્સારહનની પણ તેમણે જાણકારી આપી હતી. લીંબડી તાલુકામાં કાર્યરત ૮૦
જેટલી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૮ ના અભ્યા‍સક્રમની સુવિધા ચાલુ વર્ષના અંત
સુધીમાં પ્રાપ્તડ થઇ જશે.

કલસ્ટમર બેઇઝ ડ્રીપ ઈરીગેશન ઇન કોટનમાં કલસ્ટમર બનાવી ટપક પધ્ધઅતિનો લાભ
લેવા અનુરોધ
સુરેન્દ્રોનગર;- નાયબ ખેતી નિયામક (વિ), ખેડુત તાલીમ કેન્દ્રઇ
સુરેન્દ્રાનગરની યાદી જણાવે છે કે વર્ષ ૨૦૧૧-૧૨ એન્હે્સ્મેરન્ટગ ઓફ્
પ્રોડકિટવિટિ ઓફ્ કોટન ન્યુ સ્પેનશિયલ ઇન્સિદએટિવ ફોર ડ્રીપ ઇરીગેશન
કલસ્ટાર બેઇઝ અંડર આર.કે.વી.વાય યોજનામાં કપાસનુ વાવેતર કરતા ખેડુતો પાસે
જી.જી.આર.સી દ્વારા ડ્રીપ વસાવવા માંગતા ખેડુતોને ૫૦ ટકા ઉપરાંતની હેકટર
દીઠ રૂ.૨૦,૦૦૦ મુજબ વધુમાં વધુ ૨ હેકટરના લાભ માટે અરજીઓ મંગાવવામાં આવેલ
અને તે મુજબ અંદાજે ૩૩૦૦/- ખેડુતો એ અરજીઓ કરેલ છે, અને તે મુજબ અંદાજે
૫૩૦૦/- હેકટર માટે સહાય મંજુર કરવા અત્રેથી ભલામણ કરવામાં આવેલ તે પૈકી આ
યોજનાથી ઘણા બધા ખેડુતોએ આર.કે.વી.વાય યોજનાની વધારાની સહાયનો લાભ મેળવી
ડ્રીપ વસાવેલ છે જે ખેડુતો અભિનંદનને પાત્ર થાય છે.
ચાલુ વર્ષે ૨૦૧૨-૧૩ માં પણ આર.કે.વી.વાય યોજના હેઠળ ઇંક્રીઝીંગ ક્રોપ
પ્રોડ્કશન એન્ડા વોટર યુઝ એફીશીયન્સીુ થ્રુ. એમ આઇ એમ કલસ્ટ ર બેજ કોટન
ગ્રોવીંગ એરીયા એન્ડમ લો વોટર ટેબલ એરીયા યોજના અંતર્ગત સુરેન્દ્ર નગર
જિલ્લાટનો નવો લક્ષાંક અત્રેની કચેરીને મળેલ છે. આથી આ યોજના અંતર્ગત ૫૦
ટકા ઉપરાંતની વધારાની સહાય મેળવી કલસ્ટિર બેઇઝ ડ્રીપ ઇરીગેશન ઇન કોટનમાં
કલસ્ટળર બનાવી (ઓછામાં ઓછું પ હેકટર લાભાર્થીઓ) તમામ તાલુકાના ખેડૂતોને
અરજીઓ રજુ કરવા જણાવવામાં આવે છે. આ ઉપરાંત આર.કે.વી.વાય. યોજનાની આ જ
યોજનાની અમલીકરણના શરતોને ધ્યાુને લઇ વોટર રંક તૈયાર કરવા ખેડૂતોને
૨૫,૦૦૦/- મુજબ સહાય મળવાપાત્ર થાય છે. તો તે માટે પણ અરજીઓ મંગાવવામાં
આવી છે.


સુરેન્દ્રતનગર જિલ્લામાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્તસ સુધારણા કાર્યક્રમની
મુદ્દતમાં વધારો : હવે તા. ૨૭ મી સુધી સુધારણા કામગીરી ચાલશે
જિલ્લાવાસીઓને મતદાર યાદીમાં નામની ખરાઈ તથા હક્ક-દાવા રજુ કરી
આ મતદાર યાદી ખાસ સંક્ષિપ્તં સુધારણા કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ
સુરેન્દ્રાનગર,
સુરેન્દ્રાનગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રીની એક
અખબારી યાદીમાં જણાવ્યાર પ્રમાણે અધિક મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી –
ગાંધીનગરની સૂચના પ્રમાણે અને ભારતના ચૂંટણી પંચના આદેશ અનુસાર
સુરેન્દ્ર્નગર જિલ્લામાં તા. ૧/૧/૨૦૧૨ ની લાયકાતની સ્થિ તિએ મતદાર યાદી
ખાસ સંક્ષિપ્તક સુધારણા કાર્યક્રમ તા. ૧/૬/૨૦૧૨ થી શરૂ થઈ તા. ૧૮/૬/૨૦૧૨
સુધી ચાલનાર હતો, જેની મુદ્દતમાં વધારો કરીને આ કાર્યક્રમ હવે તા.
૨૭/૬/૨૦૧૨ સુધી લંબાવવામાં આવ્યો છે.
મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અન્વયે તેની મુદ્દતમાં
કરાયેલા સુધારા મુજબ આ કાર્યક્રમ આગામી તા. ૨૭ મી જુન – ૨૦૧૨ સુધી
ગ્રામસભા/શહેરી મતદાર યાદીના સબંધિત ભાગોનું વાંચન થશે. તા. ૧૭ અને ૨૭ મી
જુન – ૨૦૧૨ ના રોજ નિયોજીત સ્થ૧ળોએ હક્ક – દાવા, વાંધા સ્વિનકારવા માટેની
ખાસ ઝૂંબેશ હાથ ધરાશે. હક્ક-દાવા અને વાંધાઓ નિકાલ કરવાની છેલ્લી તારીખ
૨૦ મી જુલાઈ – ૨૦૧૨ તથા પુરવણી યાદીઓ તૈયાર કરવી, છાપકામની તથા ડેટા
એન્ટ્રી બાદ ચકાસણી સહિતની તમામ કામગીરીની છેલ્લી તારીખ ૯ મી ઓગષ્ટદ –
૨૦૧૨ રહેશે. જ્યારે તા. ૧૪/૮/૨૦૧૨ ના રોજ ફોટાવાળી મતદાર યાદીની આખરી
પ્રસિંધ્ધિટ કરવામાં આવશે.
આ કાર્યક્રમ દરમિયાન નામ નોંધણી માટે, નામ કમી અને નામની વિગતમાં સુધારા
માટેના હક્ક-દાવા અને વાંધા રજુ કરવા મતદારોને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી
અને જિલ્લા કલેકટરશ્રી પ્રદીપ શાહ તરફથી અનુરોધ કરવામાં આવ્યોર છે.


લીંબડી તાલુકામાં મધ્યાલહન ભોજન કેન્દ્રોે માટે મહિલા સંચાલકની જગ્યા
માટે અરજી કરો

સુરેન્દ્રલનગર,
સુરેન્દ્રલનગર જિલ્લા ના લીંબડી તાલુકાના આણંદપર, રોજાસર, શિયાણી,
રામરાજપર, સમલા, દોલતપર અને કમાલપુર ખાતે મધ્યારહન ભોજન યોજના કેન્દ્ર
માટે મહિલા સંચાલકની ખાલી જગ્યા્ ભરવાની થાય છે. આ ખાલી જગ્યાુના કેન્દ્ર
માં સંચાલક તરીકે ફરજ બજાવવા ઇચ્છિતા હોય તેવા ફકત મહિલા ઉમેદવારોએ નિયત
નમૂનામાં અરજી ફોર્મ મામલતદાર કચેરી- લીંબડી ખાતેથી રૂબરૂ મેળવી સંપૂર્ણ
વિગતો સહિતની અરજી કચેરીના કામકાજના દિવસો દરમિયાન તા. ૭ મી જુલાઈ-૨૦૧૨
સુધીમાં મામલતદારશ્રી, લીંબડી કચેરીને મળે તે રીતે મોકલી આપવા
મામલતદારશ્રી, લીંબડી ની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

ત્રણોલ ગામે શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી અગ્ર સચિવ મહેશ્વર શાહુÞë હસ્તે ૫૪ બાળકોનું થયેલ શાળા નામાંકન

આણંદ તાલુકાના ત્રણોલ ગામે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-૨૦૧૨
અંતર્ગત ઉઘોગ અને ખાણ વિભાગના અગ્ર સચિવ મહેશ્વર શાહુના હસ્તે ૨૯ કુમાર
અને ૨૫ કન્યાઓ મળી કુલ ૫૪ બાળકોને કુમકુમ તિલક કરી, ચોકલેટ ખવડાવી મોંઢુ
મીંઠુ કરાવી દફતર આપી વિધિવત રીતે પહેલા ધોરણમાં દાખલ કરાવી શાળામાં
નામાંકન કરાવ્યું હતું.
આ પ્રસંગે ૧૪ બાળાઓને સરસ્વતિ સાધના યોજના અંતર્ગત સાયકલનું વિતરણ
કરવામાં આવ્યું હતું.
પ્રાસંગિક ઉદબોધનમાં શ્રી મહેશ્વર શાહુએ શાળા પ્રવેશોત્સવ અને કન્યા
કેળવણીની ઉજવણીનો હેતુ સમજાવી બાળકોના શિક્ષણમાં રસ લઇ નિયમિત શાળામાં
મોકલવા અનુે પુરેપુરૂં શિક્ષણ અપાવવા ગ્રામજનો અને વાલીઓને અનુરોધ કર્યો
હતો.
પ્રારંભમાં ઢોલ ત્રાસા વગાડી, સામૈયું કરી ગ્રામજનો અને શાળાના બાળકોએ
સૌનું સ્વાગત કર્યુ હતું તેમજ ત્રણોલ પ્રાથમિક શાળાની બાળાઓએ પ્રાર્થના
અને સ્વાગત ગીત રજૂ કર્યા હતા. આચાર્યા શ્રીમતી મંજુબેન વાળંદે આભાર
દર્શન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે સને ૧૯૦૯ માં સ્થપાયેલ ૧૦૩ વર્ષ જૂની ત્રણોલ પ્રાથમિક
શાળામાં ધટાટોપ લીમડા અને અન્ય વૃક્ષો તથા વિશાળ પટાંગણ, ચોફર
કંમ્પાઉન્ડવોલ, પીવાના પાણી માËõ દાતાઓના સખાવતથી જલકુટીરની સવલત વચ્ચે
સુંદર શાળાના ઓરડાઓમાં ધો.૧ થી ૮ ના બાળકો આનંદ-કિલ્લોથી અભ્યાસ કરી
રહ્યા છે.
આ કાર્યક્રમમાં લાયઝન અને ઉઘોગ અધિકારી નીલકુમાર શ્રીમાળી, જિલ્લા
પ્રાથમિક શિક્ષણાધિકારી પાઠક, જિલ્લા પંચાયતના સભ્ય ગિરવતસિંહ, અગ્રણી
ભરતભાઇ સોઢા, સરપંચ બુધાભાઇ પરમાર અને ગ્રામજનો ઉÕìસ્થત રહ્યા હતા.

કૃìષ અને સહકાર વિભાગના અગ્રસચિવશ્રીના હસ્તે સારસા ગામે ૧૩૧ બાળકોનુ શાળા નામાંકન
આણંદ તાલુકાના સારસા ગામે કૃષિ અને સહકાર વિભાગના અગ્રસચિવ આર. કે.
ત્રિપાઠીની પ્રેરક ઉપસ્થિતીમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની
ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ દરમ્યાન સારસા ગામના કુમાર શાળા, કન્યા શાળા, બ્રાન્ચ શાળા
તથા ધોડાપુર પ્રાથમિક શાળાના ૫૯ કુમાર અને ૭૨ કન્યા મળી કુલ ૧૩૧ બાળકોને
કુમ કુમ તિલક કરી, ચોકલેટ ખવડાવીને પહેલા ધોરણમાં નામાંકન કરાવ્યું હતું.
આ પ્રસંગે ૮૬ ભૂલકાંઓને ચોકલેટ ખવડાવી, રમકડાં આપી વ્હાલપૂર્વક તેડી
આંગણવાડીમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં નવ બાળાઓને સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલો આપવામાં આવી
હતી તેમજ શિષ્યવૃતિ અને ગણવેશ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અગ્ર સચિવશ્રીએ બાળકોને ધ્યેય અનુસારનું શિક્ષણ આપવા ઉપર ભાર
મુકી ગ્રામજનોને બાળકોને નિયમિત શાળામાં મોકલવા અનુરોધ કર્યો હતો.
આ કાયૂક્રમમાં લાયઝન અધિકારી અને નાયબ બાગાયત નિયામક બી.એચ. વાળંદ, કૃષિ
યુનિ.ના ડો.જાની, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ મણીભાઇ ચૌહાણ, દાતા મધુબેન
પટેલ સરપંચ વિમલભાઇ પટેલ, બીટ નિરીક્ષક અìશ્વન બ્રહ્મભટ્ટ સહિત ગ્રામજનો
અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આણંદ જિલ્લામાં રથયાત્રા દરમ્યાન સભા-સરધસબંધી
આણંદ જિલ્લામાં આગામી તા. ૨૦, ૨૧ અને ૨૨ જૂન, ૨૦૧૨ ના રોજ આણંદ શહેર
ઉપરાંત વિઘાનગર, પેટલાદ શહેર, ખંભાત શહેર તથા નાપાડ તળપદ, અડાસ, ઓડ,
વિરસદ, ભાદરણ અને શક્કરપુર ગામõ રથયાત્રાના તહેવાર નિમિત્તે શોભાયાત્રાઓ
યોજાશે.
આ શોભાયાત્રાઓ દરમ્યાન આ શહેરો અને ગામો સહિત સમગ્ર આણંદ જિલ્લામાં કાયદો
અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે
માટે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રીમતી અવંતિકાસિંધે ગુજરાત પોલીસ અધિનિયમÞí
કલમ-૩૭(૩) હેઠળ તા. ૧૮/૬/૨૦૧૨ થી તા. ૨૩/૬/૨૦૧૨ સુધી સક્ષમ
અધિકારીશ્રીની પરવાનગી સિવાય ચાર કરતાં વધુ વ્યક્તિઓના એકઠા થવા, ચાર
કરતાં વધુ વ્યક્તિઓની કોઇ સભા ભરવા કે બોલાવવા અથવા સરધસ યોજવા ઉપર
પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૫ તથા
ભારતીય ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે.


આણંદ જિલ્લામાં રથયાત્રાના તહેવારને અનુલક્ષીને હથિયારબંધી
આણંદ જિલ્લામાં આગામી તા. ૨૦, ૨૧ અને ૨૨-૬-૨૦૧૨ ના રોજ આણંદ શહેર ઉપરાંત
વિઘાનગર, પેટલાદ શહેર, ખંભાત શહેર તથા નાપાડ તળપદ, અડાસ, ઓડ, વિરસદ,
ભાદરણ અને શક્કરપુર ગામે રથયાત્રાના તહેવાર નિમિત્તે શોભાયાત્રાઓ યોજાનાર
હોઇ આ શહેરો અને ગામો સહિત સમગ્ર આણંદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની
પરિસ્થિતિ જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અધિક જિલ્લા
મેજિસ્ટ્રેટ આર. જી. ગોહિલે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૭ (૧) હેઠળ તા.
૧૮/૬/૨૦૧૨ થી તા. ૨૩/૬/૨૦૧૨ સુધી હથિયારબંધી ફરમાવી છે.
તદ્નુાસાર આ સમયગાળા દરમ્યાન હથિયાર, તલવાર, ભાલા, ધોકા, લાકડી કે લાઠી,
સળગતી મશાલ અથવા બીજા હથિયારો કે જેનાથી શારીરિક ઇજા કરી શકાય તે સાથે
રાખી ફરવા, કોઇપણ ક્ષયકારી પદાર્થ અથવા સ્ફોટક પદાર્થ સાથે રાખી ફરવા,
મનુષ્યો અથવા શબ તેમજ પૂતળા દેખાડવા, અપમાન કરવાના અથવા જાહેર કરવાના
ઇરાદાથી બીભત્સ સૂત્રો પોકારવા અથવા અશ્લીલ ગીતો ગાવા, જેનાથી સુરૂચિ
અથવા નીતિનો ભંગ થાય તેવું ભાષણ કરવા ઉપર તથા તેવા ચિત્રો, પત્રિકાઓ કે
પ્લેકાડó અથવા બીજા કોઇપણ ક્ષયકારી પદાર્થ કે વસ્તુ તૈયાર કરવા, બતાવવા
કે તેનો ફેલાવો કરવા ઉપર પ્ર¬તિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૫ હેઠળ
શિક્ષાપાત્ર થશે.

પાયાનું શિક્ષણ મજબૂત હશે તો જીવનની ઇમારત સંપૂર્ણપણે ખીલી ઉઠશે ઃ લીલાધરભાઇ વાધેલા ખેડા જિલ્લાના વિરપુર તાલુકાની વિવિધ શાળાઓમાં કુલ ૨૩૧ બાળકોનું શાળામાં નામાંકન કરાયુ

પાયાનું શિક્ષણ મજબૂત હશે તો જીવનની ઇમારત સંપૂર્ણપણે ખીલી ઉઠશે ઃ
લીલાધરભાઇ વાધેલા
ખેડા જિલ્લાના વિરપુર તાલુકાની વિવિધ શાળાઓમાં કુલ ૨૩૧ બાળકોનું શાળામાં
નામાંકન કરાયુ
માહિતી બ્યુરો
ગુજરાત રાજય સરકારના પરીણામલક્ષી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના
કાર્યક્રમના ભાગરૂપે ખેડા જિલ્લાના વિરપુરા તાલુકાની વિવિધ શાળાઓમાં આજે
કુલ ૨૩૧ બાળકોને નામાંકન કરાવતા શ્રમ અને રોજગાર રાજયમંત્રીશ્રી
લીલાધરભાઇ વાધેલાએ જણાવ્યું હતું કે, શિક્ષણ એ સમાજ ધડતર માટે પાયાની
જરૂરીયાત છે, આમ પાયાનું શિક્ષણ મજબૂત હશે તો જીવનની ઇમારત સંપૂર્ણપણે
ખીલી ઉઠશે.
મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે, પ્રાથમિક શિક્ષણના ભણતરનું પ્રથમ પગથીયું
ભરતા બાળકોને પ્રોત્સાહન આપવા અને સમાજમાં શિક્ષણને વેગ આપવા તથા બાળકો
તેમનું શિક્ષણ અધવચ્ચેથી છોડી ના દે. તે અંગે જાગૃતતા લાવવા મુખ્ય
મંત્રીશ્રી, મંત્રીશ્રીઓ અને આઇ.એ.એસ તથા આઇ.પી.એસ કક્ષાનો અધિકારીગણ દર
વર્ષની જેમ આ વર્ષે પણ જોતરાઇ ગયા છે. તેના સારા પરીણામો આપણે મેળવી શકયા
છીએ અને રાજયનો શિક્ષણ દર વધ્યો છે. છેલ્લા દસ વર્ષમાં સાક્ષરતા દર વધ્યો
છે. રાજયને સો ટકા સાક્ષરતાએ લઇ જવું છે. આ ભગીરથ કામ રાજય સરકાર છેલ્લા
સતત દસ વર્ષથી સમાજ અને શિક્ષકોની મદદથી કરી રહી છે અને તેના પરીણામો
લોકોની નજર સમક્ષ છે ત્યારે સમાજે અને શિક્ષકોએ હજુ વધુ મહેનત અને દ્ઢન
વિશ્વાસથી આ કામ ઉપાડી લઇ આવનાર પેઢીને સંપૂર્ણ સાક્ષર બનાવવાની જવાબદારી
અદા કરવા તેમણે અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે મંત્રીશ્રીએ વિરપુર તાલુકાના ચીખલી વસાહત, ખાટા પંચાયતપ ખાટા,
નાન સલાઇ-૨ અને દુધેલા ગામ ખાતે ૮૭ આંગણવાડીના બાળકો અને ૧૪૪ ધોરણ-૧માં
પ્રવેશ મેળવતા કુલ ૨૩૧ બાળકોનું કુમકમ તિલક, દફતર કિટ અને ચોકલેટ આપી
પ્રવેશ અપાવ્યો હતો. જયારે સાત બાળાઓને વિઘાલક્ષ્મી બોન્ડ એનાયત કરવામાં
આવ્યા હતાં. આ પ્રસંગે દાતાઓ તરફથી દાનનો પ્રવાહ વહયો હતો. જયારે કુલ ૬૩
બાળાઓને સરસ્વતી સાધના અન્વયે સાયકલ આપવામાં આવી હતી. મંત્રીશ્રી તથા
ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું
હતું તેમજ શિષ્યવૃતિના ચેકો અર્પણ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે પૂર્વ
ધારાસભ્યશ્રી પપ્પુભાઇ પાઠક, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી પટેલ,
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, નાયબ
લેબર કમિશનરશ્રી, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, બીટ કેળવણી
નિરીક્ષકોશ્રીઓ, આંગણવાડી સુપરવાઇઝરશ્રી, સીઆરસી/બીઆરસી કો-ઓર્ડીનેટરો,
પ્રાથમિક શાળાનો શિક્ષકવૃંદ, વાલીઓ અને વિશાળ સંખ્યામાં વિઘાર્થી સમુદાય
ઉપસ્થિત રહયો હતો.


સિવિલ હોસ્પીટલ નડિયાદ દ્વારા તબીબી સેવાયજ્ઞ યોજાયો
શ્રમિક પરિવારના ૩૦૦ દરદીઓએ લાભ લીધો
માહિતી બ્યુરો
ખેડા જિલ્લાના સમાહર્તાશ્રી એમ.વી.પારગી જિલ્લાના નાગરિકોના કલ્યાણ અને
વિકાસ માટે હરહંમેશ પ્રયત્નશીલ રહે છે. કલેકટરશ્રીની પ્રેરણા અને
માર્ગદર્શનથી સિવિલ સર્જન શ્રી એફ.જે.ગોહિલ, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી
ર્ડા.બી.આર.પંચાલના ભગીરથ પ્રયત્નોથી અને જે. એમ. સી. પ્રોજેકટ ઇન્ડીયા
લી. ના સહયોગથી નડિયાદ શહેરમાં સરકાર દ્વારા ચાલતી લોક સુવિધા, વિકાસ અને
માળખાકીય સુવિધાઓના વિવિધ કામોમાં કામ કરતા સ્થળાંતરીત શ્રમિકો તથા તેમના
પરિવારો માટે જરૂરી તબીબી સેવાઓ પુરી પાડી સમાજના વિકાસમાં પાયારૂપ
ભૂમિકા અદા કરનાર શ્રમિકોની સાચા અર્થમાં સેવા કરી સરકારના મુખ્ય ઉદેશ્ય
એવા સૌનો સાથ સૌનો વિકાસ સારૂ આરોગ્ય સૌનો અધિકાર એ મંત્રને સિધ્ધ કરવાના
હેતુસર તબીબી સેવાના વિશિષ્ટ સેવાયજ્ઞનું આયોજન એન.સી.ડી.સેલ સિવિલ
હોસ્પીટલ નડિયાદ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં તબીબી અધિકારીઓ, જનરલ સર્જન, બાળકોનાં નિષ્ણાત, ડેન્ટલ સર્જન
સહિત લોહી-પેશાબની તપાસ, આંખોની તપાસ, દાંતની તપાસ, કેન્સર, ડાયાબિટીસ,
હ્રદયરોગ વિગેરે વિશે જનજાગૃતિ તેમજ પ્રદર્શન તથા દરદીઓને જરૂરી દવાઓનું
વિના મુલ્યે વિતરણ કરવામાં આવ્યું. આ કેમ્પમાં ૩૦૦ શ્રમિકો તથા તેમના
પરિવારજનોએ તબીબી સેવાનો લાભ લીધો હતો.

આવતીકાલના ભવિષ્યને ઉજાગર કરવા આજે ધ્યાન રાખવું પડશે -પ્રદિપસિંહ જાડેજા
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાની વિવિધ શાળાઓમાં કુલ ૩૭૦ બાળકોનું શાળા નામાંકન
માહિતી બ્યુરો
કાયદા રાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ શાળા પ્રવેશોત્સવ અને કન્યા
કેળવણી મહોત્સવ નિમિત્તે ઠાસરા તાલુકાની આગરવા, રખિયાલ, ઢુણાદરા અને
પાંડવાણિયા પ્રાથમિક શાળામાં ધો-૧માં પ્રવેશપાત્ર બાળકો તથા આંગણવાડીના
ભૂલકાંઓને ઉમંગ અને ઉલ્લાસમય વાતાવરણમાં પ્રવેશ અપાવ્યો હતો. શ્રી
જાડેજાએ આગરવા ગામે બે શાળાના ઓરડાઓનું લોકાણ્પર્ણ તથા બે ઓરડાઓનું
ખાર્તમુહૂર્ત કર્યું હતું.
મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક શિક્ષણની
ગુણવત્તા સુધારણાની દિશામાં રાજય સરકારે સર્વગ્રાહી પગલા લીધા છે.
રાજયમાં વિઘાસહાયકોની ભરતી, ૮૦ હજારોની સંખ્યામાં નવા ઓરડા, શૌચાલયો તથા
પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટર લેબ ઉભી કરવામાં આવી છે.
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અભિયાનને પરિણામે સમાજમાં કન્યા
શિક્ષણનું પ્રમાણ વધ્યું છે તેનો સવિશેષ ઉલ્લેખ કરતાં શ્રી જાડેજાએ
ઉમેર્યું હતું કે, આજે શાળામાં દાખલ થનાર બાળકો અને અભ્યાસ કરતાં બાળકોએ
ભારતનું અને સમાજનું આવતી કાલનું ભવિષ્ય છે. તેને ઉજાગર કરવા સમાજને દરેક
વ્યકિતએ પોતાની સકારાત્મક ભૂમિક ભજવવી પડશે. શિક્ષણની અનુભૂતિ માટે
વિઘાર્થી, વાલી અને શિક્ષકનો ત્રિવેણી સેતુ સર્જાય તેવું સામાજિક
વાતાવરણ નિર્માણ કરવું પડશે.. જેથી શાળા સાથે સામાજિક સંવેદના જોડાશે અને
પરિણામલક્ષી કામગીરી થશે. શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોના આરોગ્યની
ચકાસણીની પણ રાજય સરકાર તકેદારી રાખે છે તેમ તેમણે ઉમેર્યું હતું.
સમાજનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે જોવાનો અનુરોધ કરી
શિક્ષણ થકી જ સમાજનો સર્વાગી વિકાસ થશે તેમ જણાવ્યું હતું. બાળકોમાં
શિક્ષણની સાથે સંસ્કારોનું ધડતર કરવા તેમણે શિક્ષકોને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે શ્રી જાડેજા તથા મહાનુભાવોના હસ્તે બાળકોને શૈક્ષણિક કિટ્સ,
આંગણવાડીના બાળકોને રમકડાં, ધો -૩ થી ૮ ના તેજસ્વી તારલાઓનું બહુમાન,
ઇન્દીરા આવાસ યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ, કન્યાઓને સાયકલ વિતરણ તથા
દાતાઓનું બહુમાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રતિક્ષાબેન પરમાર, તાલુકા
વિકાસ અધિકારીશ્રી, પદાધિકારીઓ, બીટ નિરિક્ષકશ્રી, આંગણવાડી
સુપરવાઇઝરશ્રી, સીઆરસી/બીઆરસી કો-ઓર્ડીનેટરો, પ્રાથમિક શાળાનો
શિક્ષકવૃંદ, વાલીઓ અને વિશાળ સંખ્યામાં વિઘાર્થી સમુદાય ઉપસ્થિત રહયો
હતો.


ગામડાઓમાં શિક્ષણ પ્રત્યે જાગૃતતા આવી છે પંકજકુમાર દેસાઇ
કપડવંજ અને બાલાસિનોર તાલુકામાં મુખ્ય દંડકશ્રી દેસાઇના હસ્તે બાળકોનું
શાળા નામાંકન
માહિતી બ્યુરો
વિધાનસભાના મુખ્ય દંડકશ્રી પંકજકુમાર દેસાઇએ શાળા પ્રવેશોત્સવ અને કન્યા
કેળવણી મહોત્સવ નિમિત્તે કપડવંજ તાલુકાના તોરણા, આંત્રોલી, સાલોડ, દહીઅપ,
સાવલી તથા બાલાસિનોર તાલુકાના સેલીયાવાડી,રળિયાતા, જનોડ, પીલોદરા અને
કઢૈયા પ્રાથમિક શાળામાં ધોરણ-૧ તથા આંગણવાડીમાં પ્રવેશપાત્ર બાળકોને
પ્રવેશ અપાવ્યો હતો.
શ્રી પંકજકુમાર દેસાઇએ જણાવ્યું હતું કે વ્યકિત અને સમાજનો વિકાસ શિક્ષણ
થકી જ થશે. ધોરણ-૧ માં પ્રવેશપાત્ર એકપણ બાળક શાળા પ્રવેશથી વંચિત ન રહી
જાય તે જોવા તેમણે શિક્ષકો અને વાલીઓને તાકીદ કરી હતી શાળા પ્રવેશોત્સવ
કાર્યક્રમને પરિણામે ગામડાઓમાં શિક્ષણ પ્રત્યે જાગૃતતા આવી છે. એટલું જ
નહી કન્યા શિક્ષણની પણ અગત્યતા સમજાઇ છે. જેને કારણે સમાજમાં મહત્તમ
દિકરીઓ શિક્ષણ લેતી થઇ છે અને રાજયનો સાક્ષરતા દર વધ્યો છે. આ પ્રસંગે
શ્રી દેસાઇ તથા મહાનુભાવોના હસ્તે બાળકોને શૈક્ષણિક કિટ્સ, આંગણવાડીના
બાળકોને રમકડાં, ધો -૩ થી ૮ ના તેજસ્વી તારલાઓનું બહુમાન, ઇન્દીરા આવાસ
યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ, કન્યાઓને સાયકલ વિતરણ તથા દાતાઓનું
બહુમાન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારીશ્રી,
પદાધિકારીઓ, બીટ નિરિક્ષકશ્રી, આંગણવાડી સુપરવાઇઝરશ્રી, સીઆરસી/બીઆરસી
કો-ઓર્ડીનેટરો, પ્રાથમિક શાળાનો શિક્ષકવૃંદ, વાલીઓ અને વિશાળ સંખ્યામાં
વિઘાર્થી સમુદાય ઉપસ્થિત રહયો હતો.


સાંપ્રત સમયમાં શિક્ષણ અનિવાર્ય જરૂરીયાત છે ઃ લીલાધરભાઇ વાધેલા
મહુધા તાલુકાના કડી ખાતે ૧૪૩ બાળકોનું શાળા નામાંકન
માહિતી બ્યુરો
રાજયમાં ચાલી રહેલા ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી
મહોત્સવ અંતર્ગત આજે મહુધા તાલુકાના કડી મુકામે શ્રમ અને રોજગાર રાજય
મંત્રીશ્રી લીલાધરભાઇ વાધેલાએ જણાવ્યું હતું કે, સાંપ્રત સમયમાં શિક્ષણ
અનિવાર્ય છે. શિક્ષણ વગરની વ્યકિતનું જીવન નિરર્થક થાય છે અને અનેક
વ્યાધિઓ ગ્રસ્ત જીવન આખરે ભારરૂપ થઇ પડે છે.
એકવીસમી સદી એ શિક્ષણની સદી છે. જેની પાસે જ્ઞાન હશે તે તવંગર કહેવાશે
એટલે આજના જમાનામાં શિક્ષણની કેટલી જરૂરીયાત છે તે સમજી શકાય છે. નવ
યુવાનોને સંબોધતા તેઓશ્રીએ જણાવ્યું હતું કે, રાજયમાં શૈક્ષણિક
કારકીર્દીની સાથે યુવાનો કૌશલ્ય વર્ધક તાલીમ મેળવી શકે તે માટે સરકારે
અનેક ટેકનીકલ સ્કૂલો, આઇ.ટી.આઇ શરૂ કરી છે અને એન્જીનીયરીંગ કોલેજ
કોલેજની સંખ્યા વધારી તેમાં પ્રવેશપાત્ર ઉમેદવારોની સંખ્યા પણ વધારી છે
ત્યારે યુવાનોએ કૌશલ્ય વર્ધક તાલીમ મેળવી રોજગારી ક્ષેત્રે સ્વનિર્ભર
થવાનો પ્રયત્ન કરવો જોઇએ. તેઓશ્રીએ વિશેષમાં ઉમેર્યું હતું કે, આવા
કૌશલ્ય પ્રાપ્ત ઉમેદવારો માટે રાજય સરકાર ભરતી કેમ્પો યોજીને તેઓને
રોજગારીની તકો પણ પુરી પાડે છે. તેમજ જે યુવાનોને પોતાનો સ્વતંત્ર
વ્યવસાય શરૂ કરવો હોય તેવા યુવાનોને રાજય સરકાર આર્થિક સહાય પણ પૂરી પાડે
છે.
આ પ્રસંગે કડી મૂકામે પ્રાથમિક શાળાના પટાંગણમાં આંગણવાડીના ૭૭, ધો-૧ના
૨૩ અને ધો-૮માં ૪૩ બાળકો મળી કુલ ૧૪૩ બાળકોને શાળામાં પ્રવેશ અપાવ્યો
હતો. જયારે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કુમકુમ તિલક કરી, ચોકલેટ અને
શૈક્ષણિક કિટ્સ તથા તેજસ્વી તારલાઓને શિષ્યવૃતિ અર્પણ કરવામાં આવી હતી.
મંત્રીશ્રીએ ૧૧ બાળાઓને સરસ્વતી સાધના અન્વયે સાયકલોનું વિતરણ પણ કર્યું
હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયત સદસ્યો, નાયબ લેબર કમિશનરશ્રી ત્રિવેદી, તાલુકા
વિકાસ અધિકારીશ્રી, બીટ કેળવણી નિરીક્ષકોશ્રીઓ, આંગણવાડી સુપરવાઇઝરશ્રી,
સીઆરસી/બીઆરસી કો-ઓર્ડીનેટરો, પ્રાથમિક શાળાનો શિક્ષકવૃંદ, વાલીઓ અને
વિશાળ સંખ્યામાં વિઘાર્થી સમુદાય ઉપસ્થિત રહયો હતો.


બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવાનો અનુરોધ કરતા કાયદા રાજય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા
ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના જાનેત્રા (અનારા) મૂકામે શાળાના ઓરડાનું
લોકાપર્ણ કરાયું
માહિતી બ્યુરો ઃ
રાજય સરકારના અતિ મહત્વના શાળા મહોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના અંતિમ
દિવસે ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના ભાનેર પ્રાથમિક શાળાના પટાંગણમાં
ઉપસ્થિત વાલીઓ અને શિક્ષક વૃંદને સંબોધતાં કાયદા રાજય મંત્રીશ્રી
પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આપણે જેટલા ઉત્સાહ અને આનંદ સાથે
છેલ્લા દસ વર્ષથી બાળકોને શાળામાં પ્રવેશ અપાવીએ છીએ ત્યારે આપણી પણ ફરજ
થઇ રહે છે કે પ્રવેશ મેળવનાર દરેક બાળક તેને ગમતા ક્ષેત્રમાં તેનો અભ્યાસ
પૂર્ણ કરે. બાળક અભ્યાસ સંપૂર્ણ કરે તેનાથી આપણી જવાબદારી પૂર્ણ થતી નથી
પરંતુ સાથે સાથે બાળકોમાં ઇતર પ્રવૃતિઓ અને રમત-ગમત, શરીર સૌષ્ઠવ અને
ભાઇચારો તથા માનવતાના ગુણો પણ વિકસે તે બાબતે ધ્યાન રાખવું જોઇએ. આમ
કરવાથી બાળકોનો સંપૂર્ણ વિકાસ થશે અને આવતી કાલનું ભારત સુરક્ષિત અને
શિક્ષિત થશે. જેનાથી આપણા સમાજ, રાજય અને દેશ તથા દુનિયાને પણ વિવિધ લાભો
પ્રાપ્ત થશે.
આ પ્રસંગે તેઓશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બાળકોને કુમકુમ તિલક
અને ચોકલેટ તથા શૈક્ષણિક કિટ્સ આપી ધો-૧માં ૫૩ બાળકો તથા આંગણવાડી માં ૧૧
બાળકોને શાળમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેઓશ્રીએ વિશેષમાં જણાવ્યું
હતું કે, રાજય સરકાર પણ બાળકોના અભ્યાસમાં ધ્યાન રાખે છે તેથી છેલ્લા
દસકામાં રાજયમાં શાળાઓની સંખ્યા વધી છે, શાળામાં વિઘાસહાયકોની નિમણૂંકો
કરવામાં આવી છે, શાળાના ઓરડાઓ, બાળકોની પ્રાથમિક જરૂરીયાતો જેવીકે,
પીવાનું શુધ્ધ પાણી, શૌચાલયો, કોમ્પ્યુટરો, કુશળ તાલીમ બધ્ધ કોમ્પ્યુટરના
શિક્ષકો-તજજ્ઞો જેવી અનેક વિધ શૈક્ષણિક જરૂરીયાતો પૂરી પાડવામાં સરકારે
પાછી પાની કરી નથી. સાથે સાથે બાળકોમાં શારિરીક શૌષ્ઠવ ખીલે તે માટે ખેલ
મહાકુંભ, આરોગ્યની જાળવણી માટે શાળા આરોગ્ય ચકાસણી, અભ્યાસની ગુણવત્તા
સુધરે તે માટે ગુણોત્સવનો કાર્યક્રમ જેવા અનેક વિધ વિકાસલક્ષી કાર્યક્રમો
અમલમાં મૂકયા છે.
આ પ્રસંગે જાનેત્રા (અનારા) ખાતે શાળાના પટાંગણમાં નવા બનેલા શાળાના
ઓરડાનું લોકાપર્ણ પણ કરવામાં આવ્યું હતું તેમજ પ્રવેશ મેળવનાર બાળકોને
કિટ્સ તેમજ રમકડાં અર્પણ કરવામાં આવ્યા હતા. સરસ્વતી સાધના યોજના અન્વયે
સાયકલોનું વિતરણ તેમજ શિષ્યવૃતિ પણ અર્પણ કરવામાં આવી હતી. જયારે શાળામાં
અભ્યાસ કરી ગયેલ વયો વૃધ્ધોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી કનુભાઇ ડાભી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી
રાવજીકાકા, તાલુકા સદસ્યો, સરપંચશ્રી, પ્રાંત અધિકારીશ્રી પંડયા, નાયબ
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભાવસાર, તાલુકા વિકાસ અધિકારીશ્રી, બીટ કેળવણી
નિરીક્ષકોશ્રીઓ, આંગણવાડી સુપરવાઇઝરશ્રી, સીઆરસી/બીઆરસી કો-ઓર્ડીનેટરો,
પ્રાથમિક શાળાનો શિક્ષકવૃંદ, વાલીઓ અને વિશાળ સંખ્યામાં વિઘાર્થી સમુદાય
ઉપસ્થિત રહયો હતો.


ગુણવત્તા સભર શિક્ષણ પર ભાર મૂકતાં પ્રભારી સચિવશ્રી રાજકુમાર
બાળકોના સર્વાગી વિકાસમાં શિક્ષકો અને સરકારની સાથે સમાજે પણ તેનું
યોગદાન આપવું પડશે - પ્રભારી સચિવ રાજકુમાર
માહિતી બ્યુરો
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના અંતિમ દિવસે નડિયાદ તાલુકા
હાથનોલી પ્રાથમિક શાળા ખાતે આંગણવાડીમાં ૮ અને ધોરણ-૧ માં ૧૬ મળી કુલ ૨૪
બાળકોનું નામાંકન કરાવતા રાજયના અન્ન અને નાગરિક પુરવઠાના અગ્રસચિવ અને
ખેડા જિલ્લાના પ્રભારી સચિવ શ્રી રાજકુમારે જણાવ્યું હતું કે, બાળકોના
સર્વાંગી વિકાસમાં શિક્ષકો અને સરકારની સાથે સમાજે પણ પોતાનું યોગદાન
આપવું પડશે તો બાળકોનો વિકાસ ઝડપી થશે અને મજબૂત તેમજ શિક્ષિત સમાજનું
નિર્માણ થશે.
આ પ્રસંગે શિક્ષકો, વાલીઓ અને ગ્રામજનો ને સંબોધતા તેઓ શ્રીએ જણાવ્યું
હતું કે, બાળકો શિક્ષણ લે તે મહત્વનું નથી પરંતુ આ શિક્ષણ ગુણવત્તા સભર
અને પરિણામલક્ષી હોવું જોઇએ. શાળાના શિક્ષકોએ અભ્યાસની સાથે સાથે
બાળકોમાં મિત્રાચારી અને સદભાવનાના ગુણો વિકસે તે જોવાનું, વાલીઓએ બાળકો
ધરે આવે ત્યારે તેઓની સાથે થોડો સમય કાઢી સંસ્કાર અને સદાચારની સાથે સાથે
બાળકે આજે તેની શાળામાં શુ પ્રવૃતિઓ કરી છે તે જોવાનું રાખવું જોઇએ. આમ
કરવાથી બાળકોમાં શિક્ષકો અને વાલીઓ પ્રત્યે આત્મીયતા અને સદભાવનાના ગુણો
કેળવાશે અને એક સંસ્કારી-સુશિક્ષિત બાળકનું નિર્માણ થઇ શકશે. બાળકો કુસંગ
અને કુટેવોથી દૂર રહેશે. તેઓશ્રીએ દિકરીઓના ભણતર પર ભાર મૂકી જણાવ્યું
હતું કે, દિકરીઓ ભણશે તો તે બે ધરને તારશે.
આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોના હસ્તે પ્રવેશ મેળવનાર બાળકોને કુમકુમ તિલક
કરી, મિઠાઇ અર્પણ કરવામાં આવી હતી તેમજ શૈક્ષણિક કિટ્સનું વિતરણ કરવામાં
આવ્યું હતું. તેઓશ્રીના હસ્તે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરાયું હતું
તેમજ શાળાની વિવિધ પ્રવૃતિઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે
ઉપસ્થિત વાલીઓ સાથે બાળકોના અભ્યાસ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી.
આ સમારોહમાં મદદનીશ ભૂસ્તર શાસ્ત્રો શ્રી ધ્રુવ, બીટ કેળવણી
નિરીક્ષકોશ્રીઓ, આંગણવાડી સુપરવાઇઝરશ્રી, સીઆરસી/બીઆરસી કો-ઓર્ડીનેટરો,
પ્રાથમિક શાળાનો શિક્ષકવૃંદ, વાલીઓ અને વિશાળ સંખ્યામાં વિઘાર્થી સમુદાય
ઉપસ્થિત રહયો હતો.

ચાર પૈંડાવાળી લારી નહીં પણ ચાર પૈંડાવાળી ગાડી રાખતા થાય તેવું શિક્ષણ આપવા હિમાયત સુરાશામળ ગામના કન્યા કેળવણી મહોત્સવમાં દાતાઓનું પણ સન્માન

ચાર પૈંડાવાળી લારી નહીં પણ ચાર પૈંડાવાળી ગાડી રાખતા થાય તેવું શિક્ષણ
આપવા હિમાયત
સુરાશામળ ગામના કન્યા કેળવણી મહોત્સવમાં દાતાઓનું પણ સન્માન
વડોદરા
શિનોર તાલુકાના માલસર, સુરાશામળ, શિનોર, મોટા ફોફળિયા અને સીમળી ગામોની
પ્રાથમિક શાળાઓમાં યોજાયેલા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવોમાં
શકિતકૃપા ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી જિતુભાઈ પટેલ, ગામની
પ્રાથમિક શાળામાં ભણીને કેળવીણકાર તરીકે નામાંકિત બનેલા મનુભાઈ પટેલ અને
જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના અધ્યક્ષશ્રી સચિન પટેલે પ્રાથમિક શાળાઓ
અને આંગણવાડીઓમાં નવો પ્રવેશ મેળવનારા ભૂલકાંઓને હેતપૂર્વક આવકાર્યા હતા.
આ પ્રસંગની સાથે જ જિલ્લા ઉઘોગ કેન્દ્ર સંચાલિત માનવ કલ્યાણ યોજનાના
લાભાર્થીઓને શાકભાજીની ફેરી તેમજ દૂધ-દહીં વિતરણ કીટસનું લાભાર્થીઓને
વિતરણ કરતાં શ્રી જિતુભાઈ પટેલે વિઘાર્થીઓ ભણે-ગણે અને ચાર પૈંડાવાળી
લારીને બદલે ચાર પૈંડાવાળી ગાડી રાખતાં થાય તેવું સક્ષમ શિક્ષણ આપવાની
ભારપૂર્વક ભલામણ કરી હતી.
કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે નવો પ્રવેશ મેળવનારાઓને દફતર તેમજ
શૈક્ષણિક સાધનો રમકડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યમાં ૧૫૦૦
નોટબુકસની સખાવત કરનારા કેળવણીકાર મનુભાઈ પટેલ, કંપાસ ઈત્યાદિ શૈક્ષણિક
સાધનો આપનારા તાલુકા પંચાયત સદસ્ય શેરખાન સિન્ધી અને સ્ટીલ પ્લેટસની ભેટ
આપનારા ફૈઝયંગ સર્કલના પદાધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ
ઉપરાંત તેજસ્વી તારલાઓનું અભિવાદન અને માનવ કલ્યાણ યોજનાના ૦૬
લાભાર્થીઓને પ્રત્યેકને રૂા. ૫૦૦૦/- ની રોજગારલક્ષી કીટસનું વિતરણ
કરવામાં આવ્યું હતું.
અગાઉ શાળામાં દાખલ થનારા બાળકોને કોઈ આવકારતું ન હતું તેની યાદ દેવડાવતા
શ્રી જિતુભાઈએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રીએ કન્યા કેળવણી અને શાળા
પ્રવેશોત્સવ દ્વારા સરસ્વતી સાધના શરૂ કરનારા ભૂલકાંઓને હૂંફ અને સ્નેહની
અનુભૂતિ કરાવી છે. શ્રી જિતુભાઈ પટેલે વિકાસની ખાતરી માટે ભાવીપેઢીને
સુશિક્ષિત કરવા પર ભાર મૂકયો હતો. નાયબ પશુપાલન નિયામક ડૉ કે.બી.બસોની
અને ડાયટના પ્રાધ્યાપક બેલા શાહ પણ ભૂલકાઓના સ્વાગતમાં જોડાયાં હતા.

ગ્રામીણ શાળામાં ભણતું એકપણ બાળક શિક્ષણમાં પાછળ ન રહી જાય તે જોવાની
જવાબદારી સમાજ નિભાવે
- ધરોલિયા (ભી) ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો -
વડોદરા
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના ત્રિદિવસીય કાર્યક્રમના અંતિમ દિવસે
ઉચ્ચ શિક્ષણ વિભાગના કમિશ્નનર શ્રીમતી જયંતી રવિએ વડોદરા જિલ્લાના
જેતપુર-પાવી તાલુકાના ધરોલીયા(ભી) ગામે ત્રણ ભૂલકાંઓને પહેલા ધોરણમાં
પ્રવેશ કરાવતા જણાવ્યું કે ગામના શિક્ષણ લેતા બાળકોના લેખન વાંચનમાં
રહેલી ત્રુટિઓ દૂર કરી આ ભૂલકાંઓને શ્રેષ્ઠ રીતે લખતાં વાંચતા શીખવવામાં
આવે. શિક્ષણ માટે યોગ્ય જાગૃત્તિના અભાવથી બાળકો શિક્ષણમાં પાછળ રહી જાય
છે ત્યારે પ્રત્યેક ગ્રામીણજન બાળકોને શિક્ષણમાં શ્રેષ્ઠ બનાવવામાં
સામાજિક ઋણ અદાયગી કરવા સહિયારી જવાબદારી નિભાવે.
ગ્રામીણ બાળકો શિક્ષણમાં અગ્રેસર બનશે તો ગુણોત્સવમાં ગ્રેડ મેળવવામાં
પાછળ રહી નહિ જાય અને એ ગ્રેડ મેળવશે તો તેમનું શૈક્ષણિક પરિણામ ઉજ્જવળ
બનશે. આ માટે ગામમાં ભણેલા વડીલોની વિગત મેળવી બાળકો શિક્ષણમાં દુર્લક્ષ
ન સેવવા પરંતુ તેને સાચા અર્થમાં વ્યાપક બનાવવા અનુરોધ કરતાં જો શિક્ષિત
વ્યકિત ખેતી પણ કરશે તો સારી રીતે કરશે. ગામનું પ્રત્યેક બાળક સ્નાતક
કક્ષા સુધી ભણે તે માટે ગ્રામજનોના સહકારની અપેક્ષા વ્યક કરી હતી.
પ્રાથમિક શાળામાં બાળકોને અપાતા શિક્ષણમાં બદલાવ લાવી શિક્ષક શાળા સમય
પહેલાં અને શાળા સમય પૂર્ણ થયાં બાદ શાળામાં રોકાઈને બીજા દિવસના
અભ્યાસનું આયોજન કરે તે જરૂરી છે. જેથી શાળાના તમામ બાળકોમાં રહેલી છૂપી
શકિતઓને ખીલવવાની તક મળશે બાળકોને હૂંફ અને સ્નેહ દ્વારા સંસ્કાર સિંચન
અને શૈક્ષણિક કારકિર્દીના ધડતરમાં તેનું પ્રતિબિંબ ઝીલાશે. બાળકોના
શૈક્ષણિક સ્તરને ઊંચું લાવવાથી જ ગુણોત્સવ જેવા મહત્ત્વના કાર્યક્રમને પણ
સફળતા મળશે.
જેતપુરપાવી તાલુકાના ધરોલીયા ગામે યોજાયેલા કન્યા કેળવણી અને શાળા
પ્રવેશોત્સવ દરમિયાન ઉચ્ચશિક્ષણ સચિવ શ્રીમતી જયંતી રવિએ પહેલા ધોરણમાં
પ્રવેશ પામેલાં બાળકોને શૈક્ષણિક કીટસનું વિતરણ કર્યું હતું. જયારે
શ્રેષ્ઠ પરિણામ મેળવનાર પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમના બાળકોને
કંપાસબોક્ષ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.


શાળા પ્રવેશોત્સવ પ્રસંગે ચોથા ધોરણમાં ભણતાં બાળકોએ સમગ્ર કાર્યક્રમનું
સંચાલન કરવા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરતાં શ્રીમતી જયંતી રવીએ
બિરદાવ્યાં હતો.
પ્રાથમિક શિક્ષણના બાળકોને દરરોજ નાવીન્યપૂર્ણ શિક્ષણ આપવામાં આવે
બાળકોને વાર્તાઓ, અભિનય અને ઈતર પ્રવૃતિઓ તરફ વાળી તેમની શકિતઓ ખીલવવામાં
આવે - ઉચ્ચ શિક્ષણકમિશનર શ્રીમતી જયંતી રવિ
વડોદરા
વડોદરા જિલ્લાના વનાંચલ જેતપુરપાવી તાલુકાના ભીંડોલ ગામે કન્યા કેળવણી
અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ પ્રસંગે ઉચ્ચ શિક્ષણ સચિવ શ્રીમતી જયંતી
રવિએ આંગણવાડીમાં સાત બાળકો અને પંદર બાળકોને પહેલા ધોરણમાં પ્રવેશ
કરાવવા સથે ઓરડાનું લોકાર્પણ કર્યું હતું.
શ્રીમતી જયંતી રવિએ શાળાના શિક્ષકગણનો પરિચય કરતાં શિક્ષણ આપવાની પદ્ધતિ
કયો વિષય ભણાવે છે, ભણાવવામાં બાળકોને રસ પડે વગેરે જેવા પ્રશ્નો શાળાના
બાળકોને પૂછતાં બાળકોએ તેમના વાત્સલ્યસભર શિક્ષકો માટે હકારાત્મક
પ્રત્યુત્તર આપ્યા હતા.
તેમણે શિક્ષકોને શિક્ષણ સાથે ઈતર પ્રવૃતિઓ દ્વારા બાળકોમાં રહેલા
કૌશલ્યને ખીલવવા માર્ગદર્શક બનવા અનુરોધ કરતાં શાળાના બાળકોને દરરોજ નવી
નવી પ્રેરણાદાયી વાર્તા કથન અને ગીતોથી સભર બનાવવા સૂચવ્યું હતું.
શ્રીમતી જયંતી રવિએ બાળકોને લખતાં વાંચતા અને ગણિત ગણતા આવડે તે માટે
શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્ય ગ્રામજનોને તથા વાલીઓને સંપૂર્ણ સહયોગ આપવા
હાકલ કરતાં શાળામાં અનિયમિત બાળકને શાળા શિક્ષણમાં જોતરવા તેના વાલી તથા
બાળકને શિક્ષણ પ્રેરિત ખાસ ભાર મૂકયો હતો.
ભીડોલ ખાતે પહેલા ધોરણમાં પ્રવેશ પામેલા બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ
કરતાં મોં મીઠું કરાવ્યું હતું. જયારે આંગણવાડીના બાળકોને દાતાઓ દ્વારા
મેળવાયેલાં રમકડાં અને ચોકલેટસ આપી હતી. આ પ્રસંગે સગર્ભા અને ધાત્રી
માતાને સુખડી અને શીરાના પેકેટસનું વિતરણ કર્યું હતું. પહેલા ધોરણમાં
પ્રવેશ મેળવનાર બાલિકાના વાલીઓને વિઘાલક્ષ્મી બોન્ડ સાથે ધોરણ સાત પાસ
કરનાર બાલિકાના વાલીઓને પાકેલા વિઘાલક્ષ્મી બોન્ડની રકમના ચેકસનું વિતરણ
કર્યું હતું.
ગુજરાત શૈક્ષણિક નવીનીકરણ આયોગના પ્રોજેકટર કો-ઓર્ડિનેટર શ્રી વિક્રમ
ગોહેલએ પ્રાથમિક શિક્ષણ પદ્ધતિને ભાર વિનાનું બનાવવાના અભિયાનરૂપ અભિનય
ગીત રજૂ કરી બાળકોને પ્રેરણા આપી હતી.
ભીડોલ ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીમતી
જયંતી રવિ સાથે ગુજરાત શૈક્ષણિક નવીનીકરણ આયોગના ખાસ ફરજ પરના અધિકારી
શ્રી ચેતનભાઈ ચૌહાણ, પ્રોજેકટ કો-ઓર્ડિનેટર સર્વશ્રી ધર્મેશભાઈ રામાનુજ,
વિક્રમભાઈ ગોહિલ, સચીનભાઈ પટેલ, ગ્રામજનો વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહયા
હતા.


ગ્રામ શાળાઓમાં ભણતા ધગશવાળા વિઘાર્થીઓ ઉચ્ચ શિક્ષણના સોપાનો સર કરી શકે છે
સેગવાની પ્રાથમિક શાળામાં વરિષ્ઠ આઈએએસ અધિકારી મુકેશ પુરીએ ભૂલકાંઓને આવકાર્યા
વડોદરા
વરિષ્ઠ આઈએએસ અધિકારી અને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ (જીયુવીએનએલ)ના
પ્રબંધક નિર્દેશક શ્રી મુકેશ પુરીએ શિનોર તાલુકાના નાનકડા સેગવા ગામની
૧૦૬ વર્ષ જુની પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવનારા ભૂલકાંઓને આવકાર્યા હતા.
આ પ્રસંગે આંગણવાડી માટે રમકડાં વિતરણ કરવામાં આવ્યા હતા. નવો પ્રવેશ
મેળવનારાઓને દફતર ઉપરાંત દાતાશ્રી ચેતનભાઈના સહયોગથી શૈક્ષણિક સાધનોની
ભેટ આપવામાં આવી હતી અને ધો.૨થી ૬ના તેજસ્વી વિઘાર્થીઓને સન્માનવામાં
આવ્યા હતા. આ વિઘોતેજક કાર્યમાં પક્ષ પદાધિકારીશ્રી સુરેશભાઈ પટેલ, સરપંચ
અને ઉપસરપંચશ્રીએ શ્રી પુરીને સહયોગ આપ્યો હતો.
ખાનગી પ્રાથમિક શાળાઓની સરખામણીમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં વિઘાર્થીદીઠ
શિક્ષકોનું પ્રમાણ વધુ હોય છે અને શિક્ષકોની શૈક્ષણિક લાયકાતો વધુ સારી
હોય છે તેનો ઉલ્લેખ કરતાં શ્રી પુરીએ જણાવ્યું હતું કે ગ્રામ શાળાઓમાં
ભણતા ધગશવાળા બાળકો ઉચ્ચશિક્ષણના સોપાનો સર કરી શકે છે. એટલે શિક્ષકો
શિક્ષણની ગુણવત્તા જાળવે તેમણે ગ્રામિણ વાલીઓને શાળાઓની નિયમિત મુલાકાત
લેવા, શાળાના વિકાસમાં સહયોગ આપવા અને શિક્ષણની ગુણવત્તા પર નજર રાખવા
ખાસ અનુરોધ કર્યો હતો. વાઈબ્રન્ટ ગુજરાતના આયોજનોને પગલે રોજગારીની વિપુલ
તકો સર્જાઈ છે ત્યારે ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ મેળવનારાઓનું ભવિષ્ય ઉજજવળ
બનશે તેવો સંકેત તેમણે આપ્યો હતો. આ પ્રસંગે ઉચ્ચશિક્ષણ મેળવનારી ગામની
દીકરી પિ્રયંકા પટેલનુ઼ સન્માન કરવામાં આવ્યું હતું.
શ્રી સુરેશભઈ પટેલ ગુજરાતના વિકાસ માટે શિક્ષણની ઉચ્ચતમ સુવિધાઓ ઉપલબ્ધ
કરાવવા માટે મુખ્યમંત્રીશ્રી મોદીને અભિનંદન આપ્યા હતા અને વાલીઓ
સંતાનોના શ્રેષ્ઠ શિક્ષણ માટે તેનો લાભ લે તેવો અનુરોધ કર્યો હતો.

ચૂંટણીપંચના નિરીક્ષક આજે મતદાર નોંધણીની સમીક્ષા કરશે અને નાગરિકોને મળશે
આજે તમામ મતદાન મથકો ખાતે નામ નોંધણી કરાવવા સહિતની સુવિધાઓ
વડોદરા
ભારતના ચૂંટણી પંચના દિશાનિર્દેશો પ્રમાણે હાલમાં મતદાર યાદીની સંક્ષિપ્ત
સુધારણાના ભાગરૂપે મતદારોની નામ નોંધણી, નામમાં ભૂલોની સુધારણા, નામો કમી
કરવા અને વિધાનસભા વિસ્તારની ફેરબદલ ઈત્યાદિ કામગીરી ચાલી રહી છે. ચુનાવ
આયોગે આ કામગીરીના નિરીક્ષણ માટે વરિષ્ઠ સનદી અધિકારીઓની મતદારયાદી
નિરીક્ષક (રોલ ઓબ્ઝરવર) તરીકે નિયુકતિ કરી છે. તેના ભાગરૂપે વડોદરા શહેર
જિલ્લા માટે સનદી અધિકારીશ્રી આર.એલ.મોપાલવર (આઈએએસ)ની ચૂંટણીપંચે
નિયુકતિ કરી છે. શ્રી મોપાલવર રવિવાર તા.૧૭/૦૬ના રોજ મતદાર નામ નોંધણી
અભિયાનની કામગીરીની સમીક્ષા કરવાની સાથે આ બાબતમાં નાગરિકોને મળી શકશે.
મુલાકત ઈચ્છકોને સાંજના ૪.૦૦થી ૫.૦૦ વાગ્યા સુધી સર્કિટ હાઉસ વડોદરા ખાતે
ઉપસ્થિત રહેવા જણાવાયું છે. તેમનો મોબાઇલ નં. ૦૮૧૦૮૫૩૩૩૩૩ છે.

મતદારયાદીની સુધારણા હવે વધુ એક સપ્તાહ ચાલશે - નાગરિકો લાભ લેવાનું ન ચૂકે
વડોદરા
મતદારયાદીની ખાસ સુધારણાનો કાર્યક્રમ તા.૧/૬/૧૨થી ૧૮/૬/૧૨ સુધી ચાલવાનો
હતો. જે કાર્યક્રમ ફેરફાર કરી હવે તેની સમયમર્યાદા તા.૨૭/૬/૧૨ સુધી
લંબાવવામાં આવી છે. જેમાં તા. ૧/૧/૧૨ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ થયેલ હોય તેવા
નાગરિકો નિયત ફોર્મ ભરી ઉંમર, રહેઠાણના પુરાવા તથા ફોટો વિગેરે રજૂ કરી
તેઓના નામો મતદાર યાદીમાં નોંધણી કરાવી શકશે. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી
વિનોદ રાવે આ એક સપ્તાહની લંબાવેલી મુદતનો લાભ લઈ નામ નોંધણી કરાવી લેવા
જણાવાયું છે.
ખાસ ઝૂંબેશ સ્વરૂપે તા. ૧૭/૬/૧૨ને રવિવાર તા. ૨૪/૬/૧૨ને રવિવારના રોજ
તમામ મતદાન મથકો ઉપર પદનામિત અધિકારીઓ સવારના ૯.૦૦ કલાકથી સાંજના ૬.૦૦
કલાક સુધી સંકલિત મુસદૃાની પ્રસિધ્ધિ કરવામાં આવેલ મતદારયાદી જરૂરી ફોર્મ
સાથે હાજર રહેશે અને હકક દાવા, વાંધા અંગેની અરજીઓ સ્વીકારશે.
આ મતદાર તરીકે નોંધાયેલ છો કે કેમ ? તે અંગેની માહિતી
http://www.ceogujarat.nic.in વેબસાઈટ Search your name-Electoral Rool
ની લીન્ક ઉપર જોઈ શકાશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર, વડોદરાએ
જણાવ્યું છે.
બે પૈંડાવાળા વાહનો માટે નવી નંબર સિરીઝ


વડોદરા ૧૬ જૂન, ૨૦૧૨ (શનિવાર) આરટીઓમાં બે પૈંડાવાળા વાહનો માટે તા.
૨૯/૬/૧૨ના રોજ જીજે-૦૬-એફ.જી. 1 થી ૯૯૯૯ સુધીના નંબરની નવી સિરિઝ શરૂ
કરવામાં આવશે. જેમાં પસંદગીના નંબર મેળવવા માટેની અરજીઓ રૂબરૂમાં કચેરીના
હેડકલાર્ક શ્રી કે.વી.બારીયા સમક્ષ તા. ૨૯/૬/૧૨ સાંજે પાંચ કલાક સુધીમાં
ઓફર સહિતની રકમ દર્શાવવાની રહેશે. અરજદારે નિયત ફી રૂા. ૧૦૦૦/- કે તેથી
વધુ રકમ ભરવા માંગતા હોય તે રકમનો પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી
વડોદરાના નામનો ફકત સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનો ડીમાન્ડ ડ્રાફટ/પે ઓર્ડર
સામેલ કરી રકમની વિગત આંકડા તથા શબ્દોમાં સ્પષ્ટ દર્શાવવાની રહેશે.
વાહન રજિસ્ટ્રેશનની તારીખથી તા. ૨૯/૬/૧૨ના રોજ ૩૦ દિવસ પૂર્ણ થયેલ હોય
તેવા અરજદારોએ પસંદગી નંબર માટે કરેલ અરજી વિચારણા હેઠળ લેવામાં આવશે
નહીં ડીમાન્ડ ડ્રાફટ/પે ઓર્ડર છ માસની અંદરનો હોવો જોઈએ તેમજ સ્માર્ટ
ઓપ્ટિકલકાર્ડની ફી રૂા. ૨૦૦/- અલગથી ભરવાની રહેશે વિગતવાર માહિતી માટે
કચેરીનો સંપર્ક કરવો.


મૃતક ડાહ્યાભાઈ વસાવાના કુટુંબીજનો સંપર્ક કરે
વડોદરા ૧૬ જૂન, ૨૦૧૨ (શનિવાર) અંદાજે ૬૦ વર્ષની ઉંમરના ડભોઇ રોડ, સોમા
તળાવના નિવાસી ડાહ્યાભાઈ સોમાભાઈ વસાવાને બિમાર હાલતમાં તા. ૧૭મી મેના
રોજ એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ વાડી નાની
શાકમાર્કેટ પાસેથી બિમાર હાલતમાં મળી આવ્યા હતા. આ માંદગીગ્રસ્તનું
સારવાર દરમિયાન શુક્રવાર તા. ૮/૦૬ના રોજ મરણ થયું છે. તેના વાલીવારસોને
તાત્કાલિક વાડી પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે.

મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ત્રણ દિવસના વિરાટ કન્યા કેળવણી શાળાપ્રવેશ મહોત્સવનું સમાપન હવે ર૮-ર૯-૩૦ જુન દરમિયાન શહેરી વિસ્તારમાં યોજાશે

મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ત્રણ દિવસના વિરાટ કન્યા કેળવણી શાળાપ્રવેશ
મહોત્સવનું સમાપન
હવે ર૮-ર૯-૩૦ જુન દરમિયાન શહેરી વિસ્તારમાં યોજાશે
...
આટ અને તવડી ગામોમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં અનોખો ઉત્સવ...
કુપોષણ અને નિરક્ષરતા સામે સરકારે જંગ છેડયો છે
...નરેન્દ્રભાઇ મોદીએ દક્ષિણ ગુજરાતના સાગરકાંઠે જલાલપોર તાલુકામાં
ગુજરાતની આવતીકાલને સુશિક્ષિત બનાવવા સમાજ સંવેદના ઉજાગર કરી
સરકારી પ્રાથમિક શાળાનું શિક્ષણ ઉત્તમ બનીને જ રહેશે
સમાજ સમસ્તમાં પ્રાથમિક શિક્ષણ માટેનું મમત્વ જાગવું જોઇએ
ગુજરાતને શિક્ષણ માટેની ઉદાસિનતા પાલવે જ નહી
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દશમા કન્યા કેળવણી અને શાળા
પ્રવેશોત્સવના ત્રણ દિવસના વિરાટ જનઅભિયાનના સમાપન દિવસે એવી આહ્લેાક
જગાવી હતી કે ગુજરાતના બાળકના ભવિષ્ય માટે સમાજ જવાબદારી ઉપાડે. શિક્ષણ
પ્રત્યે ઉદાસિનતા ગુજરાતને પાલવે તેમ નથી.
ચૂંટણીના આ વર્ષમાં મત માટેની ચિંતા કરવાને બદલે ભુલકાંઓના જીવનનું ભાવિ
ધડવા આ સરકારે ભેખ લીધો છે એવી દેશમાં આ પહેલી સરકાર છે એમ પણ તેમણે
જણાવ્યું હતું.
સમગ્ર ગુજરાતના ૧૮૦૦૦ ગામોની ૩૨૭૭૨ સરકારી પ્રાથમિક શાળાઓમાં સો ટકા
નામાંકન સાથે શિક્ષણને ગુણવત્તાસભર બનાવવામાં સમાજની સંવેદના ઉજાગર કરવા
સતત દશમાં વર્ષે શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આ અભિયાન સંપન્ન
થયું હતું.
દક્ષિણ ગુજરાતના સાગરકાંઠે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના આટ અને તવડી
ગામોમાં શાળા પ્રવેશોત્સવના અભૂતપૂર્વ ઉત્સાહમાં શ્રી નરેન્દ્રભાઇ મોદી
સહભાગી બન્યા હતા તેમણે પ્રાથમિક શાળા અને આંગણવાડીમાં ભૂલકાંઓનું
નામાંકન કરાવ્યું હતું. ફળ-મીઠાઇ, શૈક્ષણિક સાધનો, સ્વચ્છતા સાધનો કિટ્સ,
રમકડાનું બાળકોને વિતરણ કર્યુ હતું. ગરીબ કન્યાઓને સરકાર તરફથી સાઇકલ ભેટ
આપી હતી.
ધરનો ઉંબરો છોડી બાળક પ્રાથમિક શાળાનો ઉંબરો ચડે એ તેની જીંદગીનો પ્રથમ
ટર્નિંગ પોઇન્ટ છે. એની ભાવનાત્મક ભુમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
શિક્ષક પરિવારને પોતાનું વ્હાલસોયું સંતાન જીવન સંસ્કારના ધડતર માટે
સોંપતા હોય ત્યારે, શિક્ષક અને સમાજની જવાબદારી કેટલી મોટી છે. તેની
અનુભુતિ તેમણે કરાવી હતી. પાયાના શિક્ષણની વર્ષો જૂની ચીલાચાલુ ઉપેક્ષિત
સ્થિતિમાં આમૂલચૂલ પરિવર્તન લાવીને સરકારી પ્રાથમિક શાળાનું સુવિધા અને
શિક્ષણનું સ્તર સુધારવા દશ વર્ષની જે તપસ્યા કરી તેનો ઉલ્લેખ કરી શ્રી
નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, સમાજને પ્રાથમિક શિક્ષણનું મમત્વ જાગે એ
માટેનું આ અભિયાન માત્ર ત્રણ દિવસમાં પુરૂં નથી થતું. આગામી આખો દશક,
સમાજ પ્રાથમિક શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે એવો આ સાર્થક પ્રયાસ છે.
વાઇબ્રન્ટ ગુજરાતના દર બે વર્ષે બે દિવસ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટની સફળતા
તો દેશ અને દુનિયાએ સમજી છે, પરંતુ દર વર્ષે સતત દશ વર્ષ સુધી ત્રણ-ત્રણ
દિવસના કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવના આ વિરાટ સેવાયજ્ઞ તરફ દુનિયાનું
ધ્યાન નથી જતું. એક સંનિષ્ઠ અખંડ પ્રાથમિક શિક્ષણ સુધારણાનો આ પરિશ્રમ
યજ્ઞ આ સરકારે ગુજરાતની આવતીકાલને સુશિક્ષિત અને તંદુરસ્ત બનાવવા આદર્યો
છે એમ તેમણે નિર્ધારપૂર્વક જણાવ્યું હતું.
આઝાદીના પ૦ વર્ષ સુધી પ્રાથમિક શિક્ષણની ધોર ઉદાસિનતા ભૂતકાળના શાસકોએ
સેવી, એના કારણે આ સરકારે આ દુર્દશા નિવારવા પોણા બે લાખ શિક્ષકો ભર્યા
અને ૬૦,૦૦૦ શાળાના ઓરડા દશ વર્ષમાં બનાવ્યા-હવે એના ઉપર ગુજરાતની ભવ્ય
ઇમારતનું નિર્માણ કરવું છે.
આ વિકાસને વરેલી સરકાર છે અને ગુજરાતની ભાવિ પેઢીને શિક્ષિત બનાવવી છે
એવો નિર્ધાર તેમણે વ્યકત કર્યો હતો.
આંગણવાડી અને પ્રાથમિક શિક્ષણનું સ્તર ઊંચે લાવવાની સાથે કે.જી થી પી.જી
સુધી બાળકના સંપૂર્ણ આરોગ્યની સંભાળ આ સરકારે લીધી છે. હજારો ગરીબ
બાળકોને લાખો રૂપિયાના સરકારી ખર્ચે ઓપરેશન સારવારની કાળજી અમે લીધી છે
અને નવજીવન આપ્યું છે. કુપોષણમાંથી મુકિત માટે ગામેગામ સમાજ ભાગીદારી
માટેની ચેતના પ્રગટાવી છે. કુપોષણ સામે કેમ લડાઇ લડવી તે લોકભાગીદારીથી
ગુજરાતે બતાવ્યું છે.
કન્યા કેળવણી માટે સમાજમાં આવેલી જાગૃતિને બિરદાવતાં શ્રી નરેન્દ્રભાઇ
મોદીએ આ માટે માતૃશકિતને અભિનંદન આપ્યા હતાં. દીકરી શિક્ષિત હશે તો
ગુજરાતની આવતી પેઢી સુશિક્ષિત બનશે જ એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
સરકારી પ્રાથમિક શાળાને ઉત્તમ સુવિધા મળી છે ત્યારે શિક્ષણનું સ્તર ઉત્તમ
બની રહે એવો સંકલ્પ કરવા તેમણે અપીલ કરી હતી. શિક્ષણ પ્રત્યે સરકાર અને
સમાજની ઉદાસિનતા દુર કરવામાં આ સરકારે પહેલ કરી છે એમ પણ તેમણે જણાવ્યું
હતું.
રાજયમાં ૫૦ ટકા નારીશકિત છે અને તેને વિકાસમાં ભાગીદાર બનાવવા માટે
શિક્ષણનું માધ્યમ જ મહત્વનું છે એટલે જ કન્યા કેળવણીનું અભિયાન ઉપાડયું
છે એમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાતનું બાળક મુરઝાયેલું કે માયકાંગલુ રહે તે મંજૂર નથી એમ પણ તેમણે
ઉમેર્યું હતું.
સરકારી શાળામાં ગુણાત્મક પરિવર્તન લાવવા હવે ગુણોત્સવ પણ દર વર્ષે યોજાશે
એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
ધારાસભ્ય શ્રી આર.સી.પટેલે ગુજરાતમાં દશકો આખો, મુખ્યમંત્રીશ્રીએ અથાક
પરિશ્રમ કરીને દુનિયામાં ગૌરવરૂપ વિકાસ કરી બતાવ્યો છે એમ તેમના
સંબોધનમાં જણાવ્યું હતું.
આ પ્રસંગે પ્રવેશોત્સુક બાળકોના પરિવારજનો, પદાધિકારીઓ અને વરિષ્ઠ
અગ્રણીઓ તથા સાગરકાંઠાના આ ગામોના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


ક્ન્યા કેળવણી મહોત્સવ-૨૦૧૨
બે દિવસમાં ૩,૨૦,૮૪૧ બાળકોનું નામાંકન
રાજ્યભરમાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઊજવણી
સમાજ તરફથી રૂા. ૫,૮૨,૦૭,૮૬૬ના દાન મળ્યાં
ગાંધીનગર,
રાજ્ય સરકારે પ્રાથમિક શાળામાં સો ટકા નામાંકન અને રાજ્યની તમામ દીકરીઓ
ભણે તે માટે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા પ્રતિ વર્ષ કન્યા કેળવણી
મહોત્સવ અને શાળા પ્રવેશ મહોત્સવ યોજવામાં આવે છે. જેમાં મુખ્યમંત્રીશ્રી
નરેન્દ્રભાઇ મોદી સહિત મંત્રી મંડળના સભ્યો, ઉચ્ચ અધિકારીઓ, શિક્ષણ
વિભાગના અધિકારીઓ જોડાય છે. આ વર્ષે યોજાયેલાં કન્યા કેળવણી મહોત્સવને
જોરદાર પ્રતિસાદ સાંપડી રહ્યો છે અને મહોત્સવના પ્રથમ બે દિવસ દરમિયાન જ
૩.૨૦ લાખ બાળકોનું નામાંકન થયું છે અને ૫.૮૨ કરોડનો લોકફાળો શાળાઓને
પ્રાપ્ત થયો છે.
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત બીજા
દિવસે રાજ્યમાં ૭૬,૩૦૨ કન્યાઓ અને ૮૦,૩૦૩ કુમારો સહિત કુલ ૧,૫૬,૬૦૫
બાળકોએ આનંદ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં પહેલા ધોરણમાં પ્રવેશ મેળવ્યો
હતો. આમ આ મહોત્સવના બે દિવસો દરમિયાન કુલ ૩,૨૦,૮૪૧ બાળકોએ ધો.૧માં
પ્રવેશ મેળવ્યો હતો. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં
રાજ્યભરમાં ચાલી રહેલા શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે રાજ્યની શાળાઓને
રૂા. ૨ કરોડ, ૮૪ લાખથી વધુ કિંમતના દાન અને ઇનામો મળ્યાં હતા. આમ,
મહોત્સવના પ્રથમ બે દિવસોમાં કુલ રૂ. ૫.૮૨ કરોડના મૂલ્યનો લોકફાળો
શાળાઓને પ્રાપ્ત થયો છે.
સર્વ શિક્ષા અભિયાન મિશન દ્વારા જણાવાયું છે કે, મુખ્યમંત્રીશ્રી
નરેન્દ્રભાઇ મોદીની આગેવાની અને શિક્ષણમંત્રી શ્રી રમણલાલ વોરા અને
શિક્ષણ રાજય મંત્રી શ્રી જયસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં
ઉજવાઇ રહેલા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવને અભૂતપૂર્વ લોક સહકાર
મળી રહ્યો છે. શાળા પ્રવેશોત્સવના પ્રથમ બે દિવસોમાં જ ૩.૨૦ લાખથી વધુ
બાળકોએ શાળામાં પ્રવેશ મેળવ્યો છે. રાજ્ય મંત્રીમંડળના સભ્યો, વરિષ્ઠ
સનદી અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, આઇ.એફ.એસ. અધિકારીઓ તથા શિક્ષણ વિભાગના
અને સચિવાલયના વરિષ્ઠ અધિકારીઓ આ ત્રણ દિવસ દરમિયાન દરરોજ પાંચ-પાંચ
શાળાઓમાં કન્યા કેળવણી રથની આગેવાની કરીને પ્રવેશોત્સવમાં ભાગ લઇ રહ્યા
છે. ઉલ્લાસભર્યા વાતાવરણમાં ગામના બાળકોને બળદગાડાં, ઊંટગાડીઓ, ટ્રેક્ટર,
ટ્રક વગેરે જેવા વાહનોમાં શાળા સુધી ધોરણ-૧માં નામાંકન માટે વાજતે-ગાજતે
લાવવામાં આવી રહ્યા છે. બાળકોના કપાળે તિલક કરીને, મિઠાઇ કે ચોકલેટ
દ્વારા તેમનું મિઠું મોઢું કરાવીને શાળામાં ઉમળકાભેર આવકાર અપાઇ રહ્યો
છે. સમગ્ર રાજ્યમાં-શાળાઓમાં ઉત્સવ જેવું વાતાવરણ છે.
કન્યા કેળવણી પ્રત્યે વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવા ઓછી મહિલા સાક્ષરતા
ધરાવતા ગામોમાં ધોરણ-૧માં પ્રવેશ મેળવતી કન્યાઓને વિક્ષલઘ્ટમી બોન્ડ
યોજના અંતર્ગત પ્રથમ દિવસે ૨૫,૯૧૩ કન્યાઓને તેમજ બીજા દિવસે ૨૪,૯૪૫
કન્યાઓને મળીને બંને દિવસોમાં કુલ ૫૦,૮૫૮ કન્યાઓને કુલ રૂ.
૧૦,૧૭,૧૬,૦૦૦ના નર્મદા બોન્ડ આપવામાં આવ્યા છે. બાળકોના અને ખાસ કરીને
કન્યાઓના સો ટકા નામાંકન તથા સ્થાયીકરણ માટે ગ્રામ શિક્ષણ સમિતિ,
માતૃ-શિક્ષક મંડળ, વાલી-શિક્ષક મંડળ તથા સ્વસહાય જૂથો તરફથી પણ
ઉત્સાહભર્યા પ્રયાસો હાથ ધરાયા છે.

ચિલ્ડ્રન યુનિવર્સિટીની સલાહકાર સમિતિમાં ૧ર નિષ્ણાંતોની નિમણૂંક કરાઇ
ગાંધીનગર,
રાજ્યના શિક્ષણ વિભાગે ચિલ્ડ્રન યુનવર્સિટીના સર્વાંગી વિકાસ માટે તેની
સલાહકાર સમિતિમાં દેશભરમાંથી શિક્ષણ ક્ષેત્રના ૧ર નિષ્ણાતની સભ્યો તરીકે
નિમણૂંક કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે સલાહકાર સમિતિમાં શ્રી દિનાનાથજી બત્રા, શ્રી વિનય
રાય, નવીદિલ્હી, શ્રી બિનોદ કે બવરી, કોલકત્તા, શ્રી રામચંદ્ર ભટ્ટ, શ્રી
વૈકટ સુબ્બારાવ-બેંગ્લોર, સુશ્રી જ્યોતિબેન થાનકી, ર્ડા. દિપકભાઇ
તરૈયા-ગાંધીનગર, શ્રી ઇશ્વરભાઇ પરમાર, દ્વારકા, ર્ડા. મહેન્દ્રભાઇ
ચોટાલીયા વિક્ષનગર, ર્ડા.ધનશ્યામભાઇ રાવલ,બારડોલી, શ્રી મહાદેવભાઇ દેસાઇ,
નવસારી અને શ્રીમતી ગીતાબેન શ્રોફ, સુરતનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમ
શિક્ષણ વિભાગના જાહેરનામામાં જણાવાયું છે.

સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા સંસ્કૃત પંડિત સન્માન, સાહિત્ય ગૌરવ અને
યુવા ગૌરવ પુરસ્કાર અર્પણ સમારોહ
ગાંધીનગર,
રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િા વિભાગ અંતર્ગત સંસ્કૃત
સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા સંસ્કૃત ભારતીના સહયોગથી તા.૨૦ જૂન,
૨૦૧૨ના રોજ સાંજે ૬-૩૦ કલાકે ટાઉન હોલ ખાતે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ
મોદીના હસ્તે વેદશાસ્ત્ર પારંગત સંસ્કૃત પંડિત સન્માન, સાહિત્ય ગૌરવ
પુરસ્કાર તથા યુવા ગૌરવ પુરસ્કાર અર્પણ સમારંભ યોજવામાં આવ્યો છે. આ
પ્રસંગે રાસ ગરબા અને નાટક વગેરેનો ત્રિદલમ્‍ કાર્યક્રમ પણ યોજાશે. આ
કાર્યક્રમના મુખ્ય મહેમાનપદે યુવા અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી શ્રી
ફકીરભાઇ વાધેલા ઉપરાંત અતિથિ વિશેષપદે શિક્ષણ રાજ્યમંત્રી શ્રી જયસિંહ
ચૌહાણ તથા ધારાસભ્યશ્રી શંભુજી ઠાકોર અને શ્રી સોમનાથ સંસ્કૃત
યુનિવર્સિટીના કુલપતિ શ્રી વેંપટિ કુટુંબશાસ્ત્રી ઉપસ્થિત રહેશે તેમ
સચિવશ્રી ભાગ્યેશ જ્હા તેમજ અકાદમીના મહામાત્ર શ્રી હર્ષદ ત્રિવેદીની
યાદીમાં જણાવાયું છે.

ગોપાલક સમાજના રબારી-ભરવાડ જાતિના લાભાર્થી જોગ સ્વરોજગારી માટેની યોજનાઓ
ગાંધીનગર, શનિવારઃ ગોપાલક સમાજના રબારી-ભરવાડ જાતિના સામાજિક અને
શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના
રાષ્ટ્રીય પછાત વર્ગ નાણા વિકાસ નિગમના ઉપક્રમે સ્વરોજગારી માટેની યોજનઓ
અમલમાં છે.
તદ્દનુસાર, ડેરી યુનિટ, નવા ઉક્ષેગ-ધંધા અને પરિવહનના વ્યવસાય માટે મુદતી
લોન, સ્વસહાય જૂથ મારફતે માઇક્રોફાઇનાન્સ યોજના, બીપીએલ મહિલાઓ માટે ડેરી
યુનિટ અને નવા ઉક્ષેગ-ધંધા તથા ઉચ્ચ અભ્યાસક્રમો માટે નવી આકાંક્ષા નામની
ઉચ્ચ શૈક્ષણિક લોન યોજના અને વ્યવસાયિક માન્ય પદવી પ્રાપ્તપ વ્યવસાયિકો
માટે સ્વયં સક્ષમ યોજના અમલમાં છે.
ગ્રામ્ય વિસ્તારમાં ૪૦,૦૦૦ અને શહેરી વિસ્તારમાં પ૦,૦૦૦ની વાર્ષિક
આવકવાળા ર૧ થી ૪પ વર્ષની વયમર્યાદા ધરાવતા (સ્વયં સક્ષમ યોજના માટે ૧૮ થી
૩પ વર્ષની વય) લાભ લેવા ઇચ્છુક અરજદારોએ સંબંધિત જિલ્લાના સમાજકલ્યાણ
અધિકારી (વિ.જા.)નો સંપર્ક કરીને અરજીપત્રકો તા. ૧૬-૮-ર૦૧ર સુધીમાં પરત
આપી દેવા અરજીપત્રકો વેબસાઇટ www.sje.gujarat.gov.in ઉપરથી પણ મળી શકશે,
તેમ ગુજરાત ગોપાલક વિકાસ બોર્ડની યાદીમાં જણાવાયું છે.

સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણમાં ભાગ લેવા અંગે અનુસૂચિત જનજાતિના યુવક-યુવતિઓ જોગ
ગાંધીનગર,
૧પ થી ૩પ વર્ષની વયમર્યાદાવાળા ફકત અનુસૂચિત જનજાતિના વિક્ષર્થી,
બિનવિક્ષર્થી યુવક-યુવતિઓને સાગરકાંઠા વિસ્તારના સાહસિક પ્રવાસમાં ભાગ
લેવાની તક આપી પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકારના કમિશનર, યુવક, સેવા અને
સાંસ્કૃતિક પ્રવૃત્ત્િાઓના ઉપક્રમે સરકારના ખર્ચે સાગરકાંઠા વિસ્તાર
પરિભ્રમણ કાર્યક્રમ સંભવતઃ ઓગસ્ટ-ર૦૧રમાં યોજાનાર છે. આ કાર્યક્રમમાં ૧૦૦
યુવક-યુવતિઓને ભાગ લેવા માટે પસંદ કરવામાં આવશે.
માત્ર અનુસૂચિત જનજાતિના યુવક-યુવતિઓ કે જેઓ તા. ૩૧-૦૭-ર૦૧રના રોજ ૧પ થી
૩પ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય અને આ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા હોય
તેઓએ તા. ૧પ-૦૭-ર૦૧ર સુધીમાં જિલ્લા રમતગમત અધિકારી, જિલ્લા સેવા સદન-૧,
પાંચમા માળે, વલસાડ-૩૯૬૦૦૧ની કચેરીને અરજી મોકલી આપવાની રહેશે. અરજદારોએ
આ માટે કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િાઓ, બ્લોક નં. ૧૧,
ત્રીજો માળ, ર્ડા. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગરનો સંપર્ક કરવો.

બેજિંગમાં યોજાયેલી ચાઇના ગ્લોબલ આઉટબાઉન્ડ ઇનવેસ્ટમેન્ટ સમીટમાં રોકાણના
આગામી મોટા કેન્દ્ર તરીકે ગુજરાતની ચર્ચા
ચીનના ઔઘોગિક આગેવાનોની ભવિષ્યના રોકાણ સ્થળ તરીકે ગુજરાત તરફ નજર
ચીનની ટોચની કંપનીઓના સીઇઓ ગુજરાતથી પ્રભાવિત.
બેજિંગ ખાતે ભારતીય દૂતાવાસે વાઇબ્રન્ટ ગુજરાત અંગે રોડ શોનું આયોજન કર્યું
ચીનની મોટી કંપનીઓ ગુજરાતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ, હેવી
એન્જિનિયરિંગ, પુનઃપ્રાપ્ય ઉર્જા અને ઓટો ઉઘોગોમાં રોકાણ કરવા માટે
ઉત્સુક
ગુજરાતમાં સ્થાનિક ભાગીદારોની તપાસ કરી રહેલી ચીની કંપનીઓ
ગુજરાતમાં ઉત્તમ માળખાગત સુવિધાઓ, રોડ, રેલ, હવાઇ અને બંદરો સાથે જોડાણ,
૨૪ કલાક વીજ પુરવઠો, કુશળ માનવબળ, ઉઘોગો માટે સાનુકૂળ વાતાવરણ અને રાજય
સરકારના સારા વહીવટથી પ્રભાવિત થઇને ચીનની મોટી કંપનીઓના સીઇઓએ ગુજરાતમાં
મોટાપાયે રોકાણ કરવા માટે અને ઉત્પાદન કેન્દ્ર સ્થાપવા રાજય સરકારના
અધિકારીઓ સાથે ગંભીરતાથી ચર્ચાનો પ્રારંભ કર્યો છે. મુખ્યમંત્રીશ્રી
નરેન્દ્ર મોદીએ નવેમ્બર, ૨૦૧૧માં ચીનની મુલાકાત લઇને ગુજરાત અંગે પાયો
તૈયાર કર્યો હતો, જેનું શ્રેષ્ઠ ડિવિડન્ડ હવે પ્રાપ્ત થઇ રહ્યું છે.
છેલ્લાં છ મહિના દરમિયાન ચીનમાં ગુજરાત એક બ્રાન્ડ તરીકે ઉભરી આવ્યું છે
અને ચીનમાં ખાસ કરીને ઓટો, માળખા, હેવી એન્જિનિયિરિંગ, પાવર, પુનઃપ્રાપ્ય
ઉર્જા અને કાપડક્ષેત્રની અગ્રણી કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવા માટે વ્યૂહ
ધડી રહી છે. રોકાણ માટે આ કંપનીઓ રાજયમાં ભાગીદારને શોધી રહી છે અને
તેનાથી ધરેલુ કારોબાર અને કામદારો માટે વિશાળ તકો સાંપડશે.
ગુજરાતમાં કપાસના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારાને ધ્યાનમાં લેતાં ચીનના
કાપડ ઉઘોગો કાચા માલના વહનનો ખર્ચ ક્ષાડવા ગુજરાતમાં તેમના એકમો
સ્થાપવાની યોજના ધરાવે છે. આ સાથે ગુજરાતમાંથી એશિયા, ખાડી દેશો અને
યુરોપમાં પણ ફિનિશ્ડ પ્રોડક્ટ્સના વેચાણની તેમની યોજના છે. ગુજરાતમાં
કુશળ કામદારોની ઉપલબ્ધી સાથે રાજય સરકારની સરળ અને સાફ નીતિ કંપનીઓને
રોકાણનો વ્યૂહ ધડવામાં મોટી ભુમિકા નિભાવે છે.
વેપાર અને ઉઘોગમાં આગળ વધવા અને વિગતવાર ચર્ચા કરવા માટે ચીનની સરકારનો
સહયોગ ધરાવતી અને ચીનના વેપાર અને ઉઘોગોને પ્રોત્સાહન આપવાની જવાબદારી
નિભાવતી સર્વોચ્ચ એજન્સી એવી ચાઇના કાઉન્સિલ ફોર પ્રમોશન ઓફ ઇન્ટરનેશનલ
ટ્રેડે (સીસીપીઆઇટી) પ્રિન્સિપલ રેસિડેન્ટ કમીશનર શ્રી ભરતલાલની આગેવાની
હેઠળ ગુજરાતના પ્રતિનિધિ મંડળને ત્યાંના વેપાર અને ઉઘોગક્ષેત્રના
અગ્રણીઓને મળીને ચર્ચા કરવા આમંત્રણ આપ્યું હતું.
વધુમાં, ચાઇના એન્ટરપ્રાઇઝ ફોરમે સીઇઓ અને ટોચની ચાઇનિઝ કંપનીઓના વડાને
બેજિંગ ખાતે ૧૪-૧૫મી જૂન, ૨૦૧૨ના રોજ યોજાયેલા ચાઇના ગ્લોબલ આઉટબાઉન્ડ
ઇનવેસ્ટમેન્ટ સમીટ'ને સંબોધન કરવા માટે પણ ગુજરાતના પ્રતિનિધિ મંડળને
આમંત્રણ આપ્યું હતું. ચીનની સરકારના વાણિજય મંત્રાલયે આ સમીટને ટેકો
આપ્યો હતો.
જંગી પ્રમાણમાં રોકડ અનામતો સાથે રોકાણની વિશાળ તકો તરફ નજર દોડાવી રહેલા
સીઇઓ અને ટોચની કંપનીઓના વડાને સંબોધન કરતાં શ્રીભરત લાલે રોકાણના
વર્તમાન માહોલ, ગુજરાતમાં ઉપલબ્ધ માળખાગત સુવિધાઓ અને મોટાપ્રમાણમાં
રોકાણને જાળવી રાખવા માટે રાજય સરકારની નીતિઓનો ઉલ્લેખ કર્યો હતો.
સમીટમાં ભાગ લેતી ધણી કંપનીઓના સીઇઓએ દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ અને
રશિયાની સરખામણીમાં રોકાણ માટે ભારતની પસંદગીનો ઉલ્લેખ કર્યો હતો. ચાઇનિઝ
કંપનીઓ માટે ભારતમાં ગુજરાત રોકાણ માટે પસંદગીનું સ્થળ છે. હાર્ડવેર
સાધનોમાં ચીનની મહારત સાથે સોફ્ટવેર ઉઘોગમાં ગુજરાતની ક્ષમતાઓ એક થશે તો
બંન્ને પક્ષે લાભ જોવા મળશે.
સમીટના અંતે આયોજિત ભોજન સમારોહ અને શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં સીઇઓના
માનમાં યોજાયેલા એવોર્ડ સમારોહમાં શ્રીભરત લાલે ગુજરાતમાં રોકાણકારો માટે
સાનુકૂળ માહોલ અને રાજય સરકારની સરળ નીતિ તેમજ સિંગલ વિન્ડો સુવિધા જેવી
સરકારની પહેલ અંગે જાણકારી આપી હતી. યુરોપમાં સર્જાયેલા મંદીના માહોલ
વચ્ચે કારોબારમાં વિસ્તરણ અને ખર્ચમાં કાપ મૂકવાની યોજના ધરાવતી ચીનની
વિવિધ કંપનીઓના વડા સાથે ૧૫ સભ્યોના ઉચ્ચ સ્તરિય પ્રતિનિધિ મંડળે ચર્ચા
કરી હતી.
બેજિંગમાં ભારતીય દૂતાવાસે ચાઇના કાઉન્સિલ ફોર પ્રમોશન ઓફ ઇન્ટરનેશનલ
ટ્રેડ (સીસીપીઆઇટી) સાથે મળીને રોડ શોનું આયોજન કર્યું હતું. ઉલ્લેખનીય
છે કે સીસીપીઆઇટી કોન્ફેડેરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઇ)નું પણ
ભાગીદાર છે. રોડ શો દરમિયાન પ્રતિનિધિ મંડળે ગુજરાતના નેતૃત્વ,
વિવિધક્ષેત્રે પહેલ અને માળખા, ઉત્પાદન અને પુનઃપ્રાપ્ય ઉર્જાક્ષેત્રે
ઉપલબ્ધ વિશાળ તકો અંગે ઉપસ્થિત લોકોને માહિતગાર કર્યાં હતાં. ચીન ખાતે
ભારતના રાજદૂત ડો. એસ. જયશંકર રોકાણના શ્રેષ્ઠ સ્થળ તરીકે ભારતનું
કેમ્પેઇન કરી રહ્યાં છે, જેમાં ગુજરાત મહત્વપુર્ણ સ્થાન ધરાવે છે.
ભારતીય દૂતાવાસ ખાતે અગ્રણી ઉઘોગપતિ અને રોકાણકારોને સંબોધન કરતાં
કાઉન્સિલર કે.નાગરાજે ભારત અને ચીનના આર્થિક સંબંધો સાથે સંકળાયેલી વિશાળ
તકો અને વિવિધક્ષેત્રે જોડાણથી બંન્ને દેશોને થતા લાભોની જાણકારી આપી
હતી. તેમણે રોકાણના શ્રેષ્ઠ સ્થળ તરીકે ગુજરાતની પહેલનો પણ ઉલ્લેખ કર્યો
હતો. સીસીપીઆઇટીના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ વાંગ લીએ પણ પ્રતિનિધિ મંડળનું
સ્વાગત કર્યું હતું અને ચીન અને ગુજરાત વચ્ચે સાતત્યપુર્ણ રીતે વધી
રહેલાં કારોબાર અંગે ખુશી વ્યક્ત કરી હતી. ગુજરાતમાં ધણી ચાઇનિઝ કંપનીઓ
કાર્યરત છે અને તેમણે રાજય સરકાર અને સ્થાનિક લોકો તરફથી કંપનીઓને
પ્રાપ્ત થતાં સહકાર અંગે પણ જાણકારી આપી હતી.
સીપીસીના આમંત્રણ બાદ માનનીય મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની નવેમ્બર,
૨૦૧૧માં ચીનની મુલાકાતથી વેપારક્ષેત્રે જોડાણના પ્રમાણમાં વધારો થઇ રહ્યો
છે. શ્રીમોદીની મુલાકાત બાદ ચીનની સૌથી મોટી ઉર્જાના સાધનો તૈયાર કરતી
ટીબીઇએએ ૪૦૦ મિલિયન ડોલરના રોકાણ સાથે રાજયમાં મેગા ગ્રીન એનર્જી પાર્ક
સ્થાપવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યાં હતાં. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રને
ભારે મહત્વ આપતા રોકાણકારો માટે સૌથી અનુકૂળ રાજય ગુજરાત ભવિષ્યમાં ધણાં
મોટા પ્રોજેક્ટ્સ ધરાવે છે. દિલ્હી મુંબઈ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર
(ડીએમઆઇસી), ધોલેરા સ્પેશ્યલ ઈન્વેસ્ટમેન્ટ રિજન (ડી-એસઆઈઆર) તેમજ
નાણાકીય સેવાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન- ગુજરાત
ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક (ગીફ્ટ) સિટી સહિતના મોટા પ્રોજેક્ટ રોકાણની
વિશાળ તકો છે. આ સાથે ચારંકા ખાતે એશિયાના સૌથી મોટા સોલાર પાર્કની પણ
સ્થાપના કરવામાં આવી છે. ગુજરાતમાં ઉત્પાદનની ક્ષમતાઓને ધ્યાનમાં લઇને
ચીનની કંપનીઓ ફાર્માસ્યુટિકલ્સ, રસાયણ, કાપડ અને ઓટોઉઘોગોમાં સંયુક્ત
સાહસ સ્થાપવા માટે સ્થાનિક સ્તરે ભાગીદારની શોધ ચલાવી રહી છે.
બેજિંગ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીએ અર્બન પ્લાનિંગ, હાઇ ડેન્સિટી હેબિટટ
ડેવલપમેન્ટ, આધુનિક ઉઘોગો માટે ઔધોગિક અને માળખાકીય યોજનાઓ, હેરિટેજની
સંરક્ષણ માટે અમદાવાદની સેપ્ટ (સીઇપીટી) યુનિવર્સિટી સાથે જોડાણ કરવામાં
રસ દર્શાવ્યો છે. આ ઉપરાંત તેમણે સ્ટુડન્ટ અને ફેકલ્ટી એક્સચેન્જ
પ્રોગ્રામ અને સંયુક્ત સંશોધનમાં પણ આગળ વધવાની ઇચ્છા દર્શાવી છે.
પ્રતિનિધિ મંડળે બેજિંગ સ્થિત મોટા કોર્પોરેટ જૂથો સાથે માળખા, હેવી
મશીનરી, પુનઃપ્રાપ્ય ઉર્જા, કાપડ, હેવી એન્જિનિયરિંગ અને ઓટોઉઘોગમાં
રોકાણ માટે ચર્ચા કરી હતી. શ્રેષ્ઠ માળખાગત સુવિધા, વીજ પુરવટા અને
સ્થાનિક અને વિદેશોના મોટા બજારો સાથે જોડાણને ધ્યાનમાં લઇને ખર્ચમાં
ક્ષાડો કરવાના આશયથી આ મોટી કંપનીઓ ગુજરાતમાં ફેક્ટરીઓ સ્થાપવા આતુર છે.
ધણાં સમયથી જેની રાહ જોવાઈ રહી છે તે ૨૦૧૩માં આયોજીત વાઈબ્રન્ટ ગુજરાત
સમિટ પહેલાનો આ પ્રવાસ ચીન અને ગુજરાત વચ્ચે ઝડપથી વિકસી રહેલા કારોબાર
અને સાંસ્કૃતિક જોડાણ દર્શાવે છે. સીપીસી નેતાઓના આંમત્રણ પર નવેમ્બર
૨૦૧૧માં જયારે ગુજરાતના માનનિય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના ઉચ્ચ
કક્ષાના પ્રતિનિધિમંડળ સાથે ચીનનો પ્રવાસ કર્યો ત્યારે ગુજરાત અને ચીન
વચ્ચેના આ સંબંધને વેગ મળ્યો હતો. શ્રી મોદીએ બેઈજિંગ, શાંક્ષઈ અને
સિચુઆનની મુલાકાત લીધી હતી અને ચીનના રાજનૈતિક અગ્રણીઓને મળ્યા હતા જેને
લીધે તેમણે વિવિધ કારોબારોમાં ભારે રસ લીધો હતો.
ગુજરાત સરકાર વતી શ્રી ભરત લાલે શાંક્ષઈ સ્થિત કારોબારી નેતાઓ,
રોકાણકારો, કંપનીઓ, શિક્ષણશાસ્ત્રીઓ અને ટેકનોલોજિસ્ટ્સને ૨૦૧૩માં ૧૧-૧૩
જાન્યુઆરીએ યોજાનાર વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું
હતું. ગુજરાતનું આ પ્રતિનિધિમંડળ ચીનના બે પ્રસિદ્ધ ઉત્પાદન કેન્દ્ર
ચેંગડુ અને ગુઆન્ગઝોની મુલાકાત લેશે.

શનિવાર, 16 જૂન, 2012

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

KASHYAP JOSHI JETPUR

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

MkškhLkk ykXŚke MkktsLkk A škųŽk MkwÄe{kt
1Ćk š¾ķk ršsfkĆk ÷kĖe suķk÷MkhškMkeykuLku yf¤kšķke ršs ftĆkLke..
šhMkkĖLkk Aktxk Ćkzāk LkŚke fu ršs¤eLkku ĆkwhšXku ¾kuhškķkku nkuškLke «ņhkš..
suķk÷Mkh ķkk.16
suķk÷Mkh ųkk{{kt yksu šhMkkĖe ĶktĆkxk šå[u MkškhŚke Mkkts MkwÄe{kt ĆktĖh š¾ķk ršsfkĆk ÷kĖeLku ršsftĆkLkeyu suķk÷MkhškMkeykuLku ųkh{e{kt yf¤kŌŽk nkuškLke VheŽkĖku {¤e nķke.
yksu MkškhŚkes šhMkkĖLkk ykųk{Lk MkkŚkus ršs ķktŗkyu ršsĆkwhšXku ¾kuhše LkktĻŽku nķkku. [k÷wt šhMkkĖ Ėhr{ŽkLk ršsĆkwhšXku ēktÄ h¾kŽ ķku ÷kufkuLke Mk÷k{rķkLke škķk Au. Ćkż MkškhLkk ykX škųŽkŚke MkktsLkk A škųŽk MkwÄe{kt
ĆktĖh š¾ķk Ķēkwf ršs¤e Ķēkwf fheLku ršsftĆkLkeyu ųkśk{sLkkuLku ĆkhMkušu LkšzkŌŽk nkuškLke škķkŚke suķk÷MkhškMkeyku{kt hku»k MkkŚku yMktķkku»k ĆkuĖk ŚkŽku Au.
yk ēkkhk{kt ߎkhu ߎkhu MktēktrÄķk ršs f[uhe Ćkh ĆkwtAšk{kt ykšu Au ķŽkhu VkuÕxLkk ēknkLkk Ähe Ėuškķkkt nkuškLkku Ćkż «ņLkku ykūkuĆk Au. ÷kųkķkk š¤ųkķkk Mk„kkrÄžku suķk÷Mkh ųkk{{kt ršsfkĆk n¤šku fhu ķkuše ÷kufkuLke {ktųk Au.

suķk÷Mkh{kt yuf #[ šhMkkĖ
suķk÷Mkh ķkk.16
suķk÷MkhMk{kt yksu MkškhLkk Mkkzk ykXŚke ēkĆkkuh MkwÄe{kt yuf #[ šhMkkĖ Ćkze ųkŽku nķkku. ķkku ĆktŚkfLkk Lkše swLke Mkktf¤e ųkk{u Ćkż ēku #[ sušk škšżeņuųk šhMkkĖŚke ¾uzqķkku{kt ykLktĖ AškŽku nkuškLkwt {wfuž ÷~fhe sżkšu Au.

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

suík÷MkhLke Mke{{kt Mk{ZeŢk¤k řkkzk {khřk Ăkh
đes fkuLxŮkőxhLkk {kýMkkuLke heűkk fwđk{kt ľkçkfíkkt yufLkwt {kuík, şký řktĽeh
suík÷Mkh íkk.16
suík÷Mkh řkk{Lke Mke{{kt yksu Mkđkhu đes fkuLxŮkőxhLkk {kýMkkuLke yuf heűkk ľuríkđkze VkuŐx heĂkuh fhđk síke níke íŢkhu yfM{kíku fwđk{kt ľkçkfíkkt íku{kt çkuMku÷k [kh Ăkife yufLkwt ÄxLkk MÚk¤us {kuík ÚkŢwt níkwt. ßŢkhu yLŢ şký řktĽeh {kýMkkuLku đÄw Mkkhđkh {kxu hksfkux ľMkuzkŢk nkuđkLkwt nkurMĂkx÷Mkwşkku sýkđu Au.
çkLkkđLke {¤íke rđřkíkku {wsçk ÄkuhkSLkk MktsŢĽkE Lkk{Lkk yuf fkuLxŮkőxhLkk [kh {kýMkku sřkíkrMktn çk¤đtíkrMktn çkkhiŢk (W.đ.hĂk), řkwýđtíkrMktn ĽwĂkíkrMktn çkkhiŢk(W.đ.17), nhuţrMktn y{hrMktn çkkhiŢk(W.đ.h0) íkÚkk Mkwhíkk÷ĽkE fk¤wĽkE çkkhiŢk yu{ [khuŢ suík÷Mkh řkk{Lke Mke{{kt Mk{ZeŢk¤kLkk řkkzk {khřku SxeyuMk 7894 LktçkhLke Afzku heűkk{kt sE hĚkkt níkkt.
íŢkhu řkkzk {khřk ĂkhLkk ĂkkýeLkk ľkçkku[eŢwt íkkhđđk heűkk zŮkEđhu «ŢkMk fhíkkt hkuz ĂkhLkk suíkĂkwhLkk «rđýrMktn [kinký MkrníkLkk ĽkřkeËkhkuLkk ľuíkhLkk fwđk{kt heűkk ľkçkfíkkt sřkíkrMktn çkkhiŢkLkwt ÄxLkk MÚk¤us {kuík ÚkŢwt níkwt.
çkLkkđLku Lkshu ňuLkkhk nu{tíkĽkE Xwt{h Ëkux {qfe suík÷Mkh řkk{Lkk çkMkMxuLz Ăkh ykđe ňý fhíkkt MkuđkĽkđeyku nu{tíkĽkE çkkçkheŢk, nhMkwľĽkE ňuxtřkeŢk, đes íktşkLkk suhk{ĽkE íkÚkk đes yrÄfkheyku fkuxzeŢk MkrníkLkku fkV÷ku ÄxLkk MÚk¤u Ëkuze sE MkkEXÚke yufMkku Vwx sux÷k ôzk fwđk{kt ľkçkfu÷ heűkkLku ˘uELk îkhk yLku EňřkúMíkkuLku çknkh fZkđđkLke MkhknrLkŢ Mkuđk çkňđe níke.
Ëhr{ŢkLk fwđk çknkh fZkŢu÷ řktĽeh EňřkúMíkku{kt řkwýđtíkĽkE, nhuţĽkE yLku Mkwhíkk÷ĽkELku «kÚkr{f Mkkhđkh suíkĂkwhLke Mkhfkhe nkurMĂkx÷{kt ykĂke nuz ELsheLke đÄw Mkkhđkh {kxu hksfkux íkhV ľMkuzkŢk nkuđkLkwt Vhs ĂkhLkk íkçkeçke rMktnu sýkđu÷.

fwđku çkwhđk {ktřk...
suík÷Mkh: yksu heűkk fqđk{kt ľkçkfđkLke ÄxLkkÚke ykswçkkswLkk đkze ľuíkh {kr÷fku yLku suík÷MkhđkMkeykuyu đes íktşkLkk yrÄfkheyku Mk{űk yuđe {ktřk {qfe níke fu yk Mk{ZeŢk¤kLkku suík÷MkhLke Mke{{ktÚke rLkf¤íkku řkkzk {khřkLkku yufMkkuÚke đÄw ľuzqíkku WĂkŢkuřk fhíkkt nkuŢ, yLku [ku{kMkk{kt Ăký ľuzqíkkuLkk LkkLkk {kuxk đknLkkuLke Mkíkík yđhsđh [k÷wt hnuíke nkuŢ, ÷křkíkk đ¤řkíkk ľuíkh-đkze {kr÷fu yk yđkđY suđkt sýktíkk Ăkkýe đřkhLkk fqđkLku çkwhe Ëuđk ňřkđwt ňuEyu.. yLŢÚkk nsw Ăký yfM{kíkkuLke ţőŢíkkyku Lkfkhe ţfkíke LkÚke.

íkMkđeh: f~ŢĂk ňu»ke-suík÷Mkh(suíkĂkwh)

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

વડાપ્રધાન રોજગાર સર્જન કાર્યક્રમ પીએમઇજીપી હેઠળ વેપાર અને સેવાક્ષેત્રમાં રૂા. ૧૦ લાખ અને ઉદ્યોગ ક્ષેત્રમાં રૂા. ૨૫ લાખનો પ્રોજેકટ માટે માર્ગદર્શન અંગેઃ

વડાપ્રધાન રોજગાર સર્જન કાર્યક્રમ પીએમઇજીપી હેઠળ વેપાર અને
સેવાક્ષેત્રમાં રૂા. ૧૦ લાખ અને ઉદ્યોગ ક્ષેત્રમાં રૂા. ૨૫ લાખનો
પ્રોજેકટ માટે માર્ગદર્શન અંગેઃ
સૂરતઃ
તાપી જીલ્લાના અનુસુચિત જાતિ (એસસી) તથા જનજાતિ (એસટી ) ના ૧૮ વર્ષથી
ઉપરના ધોરણ-૧૦ પાસ, વ્યઅકિતઓએ, વડાપ્રધાન રોજગાર સર્જન કાર્યક્રમ
પીએમઇજીપી હેઠળ વેપાર અને સેવાક્ષેત્રમાં રૂા. ૧૦ લાખ અને ઉદ્યોગ
ક્ષેત્રમાં રૂા. ૨૫ લાખનો પ્રોજેકટર શરૂ કરવાના માર્ગદર્શન માટે જનરલ
મેનેજરશ્રી, જીલ્લા ઉદ્યોગ કેન્દ્રદ- પહેલો માળ,ચિંતામણી કોમ્લે ક્ષ,
એકિસસ બેંક સામે, સ્ટેગશન રોડ, વ્યા રા જિ. તાપીનો રૂબરૂ સંપર્ક કરવા
જણાવાયું છે.

ભટારના સુશીલાબેન ક્યાં ચાલ્યા ગયા છેઃ

સૂરતઃ
ખટોદરા પોલીસના જણાવ્યા પ્રમાણે ભટાર, તેપાસી મહોલ્લામાં રહેતા ૩૮
વર્ષીય સુશીલાબેન દિલીપભાઈ ગામીત ગઇ તા. ૫મીના રોજ પોતાના ઘરેથી કોઇને
કહ્યાં વગર ક્યાં ચાલ્યાા ગયા છે. શરીરે પાતળા બાંધાના રંગે ઘઉંવર્ણ,
૫.૭ ફૂટ ઊંચાઇ ધરાવતા સુશીલાબેન પીળી સાડી પહેલી છે. આ મહિલા અંગે માહિતી
મળે તો નજીકના પોલીસ સ્ટે૭શનમાં જાણ કરવા જણાવાયું છે.

૯મી જુલાઇથી વિના મુલ્યેય બ્યુનટી પાર્લર ટ્રેનિંગઃ

૯મી જુલાઇથી વિના મુલ્યેય બ્યુનટી પાર્લર ટ્રેનિંગઃ
સૂરતઃ
સૂરતની બરોડા સ્વ્રોજગામ વિકાસ સંસ્થાઃન દ્વારા તા. ૯મી જુલાઈથી એક માસ
માટે વિના મુલ્યેા બેરોજગાર યુવતીઓ માટે બ્યુ્ટી પાર્લરના ટ્રેનિંગ
ક્લાતસનું આયોજન કરવામાં આવ્યુંજ છે. ધોરણ ૮ સુધી અભ્યારસ કર્યો હોય તથા
૧૮થી ૩૫ વર્ષની વયની યુવતીઓ તા. ૩૦.૬.૨૦૧૨ સુધીમાં કૃષિ ભવન,
પુના-કુંભારીયા રોડ, ડુંભાલ(ફોન નં. ૨૩૩૨૧૬૬) ખાતે
આવેલી સંસ્થા ની કચેરીએથી અરજી પત્રક મેળવી જરૂરી વિગતો ભરી પરત કરી શકશે.

મહુવા તાલુકામાં ૧૧૩ ભૂલકાઓને વનમંત્રીના હસ્તેા પ્રવેશ અપાયોઃ ૮ કન્યાાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડન, ૭૯ વિદ્યાર્થીઓને સાયકલ અર્પણઃ ગુજરાતના પ્રત્યેયક નાગરિક સાક્ષર બને, તે એક માત્ર રાજ્યિ સરકારની નેમ છે :મંગુભાઈ પટેલ

સૂરતઃ
રાજ્ય ભરમાં ૬થી ૧૪ વર્ષના તમામ બાળકો નિયમિત શાળામાં જાય, ગુણવત્તાસભર
પ્રાથમિક શિક્ષણ મેળવી વિકાસ કરે તેવા ઉમદા આશયથી રાજ્ય૪ભરમાં શરૂ થયેલા
કન્યાિકેળવણી અને શાળા પ્રવેશોત્સાવ અભિયાનના બીજા દિવસે આજે રાજ્યથના વન
અને પર્યાવરણ મંત્રીશ્રી મંગુભાઈ પટેલે મહુવા તાલુકામાં ૧૧૩ ભૂલકાંઓને
વાજતે ગાજતે, કંકુ તિલક કરી શાળામાં પ્રવેશ કરાવ્યોટ હતો. આ સાથે ૭૯
કન્યાાઓને શાળામાં આવવા માટે સાયકલ પણ આપવામાં આવી હતી.
વન મંત્રીએ આજે મહુવા તાલુકાના આમચક, સેવાસણ, મહુવા, કરચેલીયા અને
વાંસકુઇ એમ પાંચ ગામોની પ્રાથમિક શાળામાં કન્યાક કેળવણી અને શાળા
પ્રવેશોત્સ વ કાર્યક્રમના ભાગરૂપે ૬૨ કુમાર અને ૫૧ કન્યાીઓને પહેલા
ધોરણમાં પ્રવેશ અપાવ્યોઅ હતો. આ ઉપરાંત આઠ બાળકીઓને વિદ્યાલક્ષ્મી બોન્ડર
આપવામાં આવ્યાલ હતા, દોઢ લાખથી વધુની શિષ્યકવૃત્તિ અને આંગણવાડીના
બાળકોને રમકડાનું વિતરણ કર્યું હતું.

શુક્રવાર, 15 જૂન, 2012

શાળા પ્રવેશોત્સમવ-કન્યાન કેળવણી-૨૦૧૨ દ્વિતિય દિને ઉમરપાડા તાલુકાના પાંચઆબા, ચોખવાડા, દિવતણ, પીનપુર અને કાલીજામણ ગામના ૮૬ જેટલા ભૂલકાઓનું નામાંકન કરાવતા વિધાનસભાના અધ્ય ક્ષઃ

સૂરતઃ
શાળા પ્રવેશોત્સાવ-કન્યારકેળવણીના જનઅભિયાનના બીજા દિવસે વિધાનસભાના
અધ્યકક્ષશ્રી ગણપતભાઈ વસાવાએ સૂરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના પાંચઆબા,
ચોખવાડા, દિવતણ, પીનપુર અને કાલીજામણ ગામની પ્રાથમિક શાળાઓમાં ૮૬ જેટલા
બાળકોનું નામાંકનની સાથે શૈક્ષણિક સાધનોની કીટ, પુસ્તરકો અને રમકડાનું
વિતરણ કર્યું હતું.

મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રાભાઇ મોદી આટ-તવડી કન્યા્ કેળવણી શાળા પ્રવેશોત્સ વમાં હાજરી આપશે :

સૂરતઃઃ
રાજયના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર્ભાઇ મોદી
તા.૧૬/૬/૨૦૧૨ ના રોજ નવસારી આવશે. નિયત કાર્યક્રમ અનુસાર
મુખ્યામંત્રીશ્રી સવારે ૭-૪૫ વાગે સુરત સરકિટ હાઉસથી સુરત એરપોર્ટ આવી,
એરક્રાફટ ઘ્વાટરા ૮-૧૫ વાગે નવસારી કૃષિ યુનિવર્સિટીના હેલીપેડ ખાતે
આવશે. ત્યાંીથી વાહન માર્ગે સવારે ૮-૩૦ વાગે જલાલપોર તાલુકાના આટ
પ્રાથમિક શાળા ખાતે કન્યાત કેળવણી - શાળા પ્રવેશોત્સગવ-૨૦૧૨ કાર્યક્રમમાં
ઉપસ્થિનત રહેશે. આ કાર્યક્રમ બાદ મુખ્યકમંત્રીશ્રી ૧૦-૦૦ કલાકે આટ થી
રવાના થઇ, તવડી પ્રાથમિક શાળા ખાતે ૧૦-૩૦ વાગે કન્યાર કેળવણી શાળા
પ્રવેશોત્સીવ કાર્યક્રમમાં હાજરી આપશે અને બપોરે ૧૨-૦૦ વાગે નીકળી ૧૨-૧૦
માણેકપોર-મીરઝાપોર-ભિનાર-માગરોળ માર્ગનું માણેકપોર ખાતે ભુમિપૂજન કરશે.
ત્‍યાંથી ૧૨-૨૦ વાગે નીકળી ૧૨-૩૦ વાગે મહેન્દ્રગ બ્રધર્સ હેલીપેડ ખાતેથી
એરક્રાફટ ઘ્વા.રા ગાંધીનગર જવા રવાના થશે.

બાળકોને વિદ્યારૂપી દાન દ્વારા આપણે સંસ્કારરીત બનાવવા પડશે નાણા મંત્રીશ્રી વજુભાઈ વાળા ચોટીલા તાલુકાના જીવાપર, બામણબોર – ર, ચામુંડાનગર અને જાનીવડલા ગામની શાળાના બાળકોને શૈક્ષણિક કિટ્સ વિતરણ કરી શાળા પ્રવેશ કરાવતાં નાણા મંત્રીશ્રી વજુભાઈ વાળા

સુરેન્દ્રળનગર,
સુરેન્દ્રશનગર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના બીજા દિવસે આજરોજ
રાજ્યના નાણા મંત્રીશ્રી અને સુરેન્દ્રેનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી
વજુભાઇ વાળાએ ચોટીલા તાલુકાનાજીવાપર (બા) બામણબોર – ર, ચામુંડાનગર અને
જાનીવડલા ગામીની શાળામાં પ્રવેશપાત્ર બાળકોને શૈક્ષણિક કિટ્સ વિતરણ કરી
શાળા પ્રવેશ કરાવ્યો હતો.
આ પ્રસંગે નાણામંત્રીશ્રી વજુભાઈ વાળાએ જણાવ્યું હતુ કે, રાજયનું એકપણ
બાળક શિક્ષણરૂપી સંસ્કાણરોથી વંચિત ન રહે તે માટે છેલ્લા એક દસકામાં
રાજ્ય સરકારે શિક્ષણ ક્ષેત્રે અનેકવિધ કાર્યો અને કાર્યક્રમો હાથ ધરી
સમગ્ર રાજ્યમાં શિક્ષણની જ્યોત જગાવી છે, ત્યારે આપણે સૌએ પણ શાળામાં
પ્રવેશપાત્ર એકપણ બાળક શાળા પ્રવેશથી વંચિત ન રહે તે માટે જાગૃત બની
બાળકોને વિદ્યારૂપી દાન દ્વારા સંસ્કાંરીત બનાવવા પડશે.
તેમણે જણાવ્યુ હતું કે, શિક્ષણ એ આજના યુગની આવશ્યયક જરૂરિયાત બન્યું
છે. શિક્ષણ થકી આજે દેશ – દુનિયામાં મહિલાઓ આગળ આવી પુરૂષ સમોવડી બની
આર્થિક સક્ષમ બની શકી છે. રાજ્ય સરકારે પણ ગુજરાતની પ્રત્યેક દિકરીઓ
શિક્ષીત બને, આગળ વધી શકે તે માટે કન્યા કેળવણી રૂપી અભિનવ કાર્ય કેટલાક
વર્ષોથી આરંભ્યુ છે જેના પરિણામે આજે ગુજરાતમાં કન્યા કેળવણીનું પ્રમાણ
નોંધપાત્ર વધ્યું છે.

પ્રાથમિક શિક્ષણની સાથે સમાજનો સર્વાંગી વિકાસ કરવા અનેકવિધ યોજના અમલી બનાવી સામાજીક ઉત્કસર્ષ કરવાનું કાર્ય રાજય સરકારે કર્યુ છે -કૃષિ અને સહકાર મંત્રીશ્રી દિલીપભાઈ સંઘાણી પ્રતાપપરા ખાતે પ્રાથમિક શાળામાં-૧૨ અને આંગણવાડીમાં ૧૩ બાળકો દાખલ થયા

અમરેલી
કન્યાી કેળવણી અને શાળા પ્રવેશોત્સ૨વના બીજા દિવસે રાજયના કૃષિ અને સહકાર
મંત્રીશ્રી દિલીપભાઈ સંઘાણીએ અમરેલી તાલુકાના પ્રતાપપરા પ્રાથમિક શાળા
ખાતે ૬ કુમાર અને ૬ કન્યાપઓને પ્રાથમિક શાળામાં તેમજ ૮ કુમાર અને ૫
કન્યામઓને કુમકુમ તિલક કરી આંગણવાડીમાં પ્રવેશ કરાવ્યોા હતો.
પ્રાથમિક શિક્ષણની સાથે સમાજનો સર્વાંગી વિકાસ કરવા અનેકવિધ યોજના અમલી
બનાવી સામાજીક ઉત્ક્ર્ષ કરવાનું કાર્ય રાજય સરકારે કર્યુ છે તેમ જણાવી
કૃષિ અને સહકાર મંત્રીશ્રી સંઘાણીએ જણાવ્યું હતું કે, રાજય સરકારે
બજેટમાં બાળકો, કિશોરીઓ અને ધાત્રી માતાઓને કુપોષણમાંથી ઉગારવા રૂ. ૭૦૦
કરોડની ફાળવણી કરી ભાવી પેઢીને તંદુરસ્ત, રાખવા ખેવના કરી છે.
મુખ્યામંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટીથથી ગરીબ અને સામાન્યર
માનવીના જીવનમાં શિક્ષણ પ્રત્યેયની આહલેક જગાવી ગુજરાતને શિક્ષિત,
સંસ્કાીરી અને સમૃધ્ધ બનાવવા મંત્રીમંડળના સદસ્યાશ્રીઓ અને ઉચ્ચ
અધિકારીઓને ગામડે ગામડે મોકલી, પ્રવેશપાત્ર બાળકોને શાળામાં દાખલ કરાવવા
રાજય સરકારે છેલ્લા્ ૧૦ વર્ષથી કન્યાે કેળવણી અને શાળા પ્રવેશોત્સ્વનું
આયોજન કરી રહી હોય, શાળામાં દાખલ થતાં દરેક બાળકો અધવચ્ચેથી ઉઠી ન જાય
તેમજ પ્રાથમિક શિક્ષણ પુરૂ કરે તેવો વાલીઓને મંત્રીશ્રીએ અનુરોધ પણ કર્યો
હતો.

“શિક્ષણ એ બીજી માતા છે.” - શ્રી પંકજભાઇ ઓંધિયા ખાદી ગ્રામ ઉધોગભવન- પોરબંદર દ્વારા ગરીબ બાળકોને અભ્યાસકીટ અપાયા સ્વ. મથુરદાસ ભૂપ્તા ની સ્મૃતિમાં સરસ્વતી વંદના પ્રોજેકટ શરૂ કરાયો

પોરબંદર,
પોરબંદર ના ખાદીગ્રામ ઉધોગ ભવન દ્વારા ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ
ઇન્ડસ્ટ્રીઝના હોલમાં ગરીબ બાળકોને અભ્યાસકીટ અર્પણ કરવાનો કાર્યક્રમ
યોજાયો હતો. જેમાં શહેરના ગરીબ બાળકોને અભ્યાસ કીટ મહાનુભાવોના હસ્તે
અર્પણ કરાઇ હતી.
કૂતિયાણા- રાણાવાવના નાયબ કલેકટર અને પ્રખર વકતા શ્રી પંકજભાઇ ઔંધિયાએ
સાહિત્યિક ભાષામાં જણાવ્યું હતું કે શિક્ષણ એ બીજી માતા છે. અભાવમાંથી
ઇચ્છાશકિત જન્મતી હોય છે, તેથીજ મોટી સિધ્ધિઓ હાંસલ કરનારી મોટી હસ્તીઓ
મોટા ભાગે ગરીબી કે અભાવ સાથે સંઘર્ષ કરીને આગળ આવી હોવાના ઘણાં
દ્રષ્ટાંએતો મળે છે. તેમણે ગરીબ બાળકોને આગળ વધવાનો સંકલ્પ કરવા પ્રેરણા
આપી હતી. અને આ પ્રકારના કાર્યક્રમોમાં હંમેશા સહયોગ આપવાની તત્પરતા
વ્યકત કરી હતી.
સ્વામિનારાયણ સંત પૂ. ભાનુપ્રકાશ સ્વામિજી એ રાજય સરકારના શાળા
પ્રવેશોત્સવ ને અનુરૂપ સંસ્થા દ્વારા થયેલ ગરીબ બાળકોને શૈક્ષણિક સાધન
સહાય ની પવૃતિને આવકારી હતી. ર્ડો. સુરેખાબેન શાહે ખાદી ગ્રામોધોગ
ટ્રસ્ટસના આધ સ્થાપક સ્વ. મથુરાદાસભાઇ ભૂપ્તાૃની સેવાકીય પ્રવૃતિઓ અને
ગાંધીવાદી અભિગમની પ્રશંસા કરી હતી. સંસ્થાના મંત્રીશ્રી મૂકેશભાઇ દત્તાએ
ખાદી ગ્રામઉધોગ ભવનની સેવાકીય પ્રવૃતિઓની વિસ્તૃત વિગતો આપી સ્વ.
મથૂરદાસભાઇ ભૂપ્તારની સ્મૃતિમાં સરસ્વતી વંદના યોજના ના પ્રારંભની
જાહેરાત કરી હતી. પ્રારંભમાં સંસ્થાના પ્રમુખશ્રી અનિલભાઇ કારીયાએ સ્વાગત
પ્રવચન કર્યું હતું જયારે કાર્યક્રમના અંતે શ્રી જયેશભાઇ લાખાણીએ
આભારદર્શન કર્યુ હતું. આ કાર્યક્રમમાં શ્રી દયારામભાઇ ગોંડલિયા, ચેમ્બર
ઓફ કોમર્સના મંત્રીશ્રી જતીનભાઇ હાથી અને હોદેદારો, સંસ્થાના પ્રતિનિધિ,
શહેરના પ્રતિષ્ઠીકત નાગરિકો સહીત ના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.

યાંત્રિક બોટો દ્વારા તેમજ જળાશયોમાં ઇજારદારો દ્વારા થતી માછીમારી પર પ્રતિબંધ

રાજકોટ
રાજકોટ જિલ્લા હેઠળ આવેલ જળાશયના ઇજારદાર તથા માળીયા (મીં) તાલુકામાં
આવેલ દરીયાઇ વિસ્તા રના માછીમારો જોગ અખબારી યાદીમાં રાજયના મત્યોા
દ્યોગ ખાતાના જણાવાયા મુજબ ગુજરાત મત્ય્ા જદ્યોગ કાયદો-૨૦૦૩ હેઠળના તા.
૧૫/૦૮/૨૦૦૩ના રોજ પ્રસિધ્ધત થયેલ જાહેરનામાંના પ્રકરણઃ-૦રની કલમઃ-
૬(૮),(ત),(ર),(ર)થી થયેલ જોગવાઇ મુજબ તા. ૧૦/૦૬/૨૦૧૨ થી તા. ૧૫/૦૮/૨૦૧૨
સુધી યાંત્રિક બોટો દ્વારા થતી માછીમારી તથા જળાશયોમાં ઇજારદાર દ્વારા
થતી માછીમારી માટે પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ પ્રતિબંધમાંથી દરીયાઇ
માછીમારોની એકલકડી બીન યાંત્રિક હોડી અને સઢ વાળી હોડી તેમજ પગડીયા
માછીમારોને બાકાત રાખવામાં આવે છે. આ આદેશનો ભંગ કરનાર માછીમારો સામે
ગુજરાત મત્યો બી દ્યોગ કાયદાની કલમઃ- ૬(૧) મુજબ કાયદાકિય કાર્યવાહી
કરવામાં આવશે તેમ શ્રી બી.કે.લેઉવા, મદદનીશ મત્યોજ પગદ્યોગ નિયામક,
રાજકોટની અખબારી યાદીમાં જણાવાયું છે.

તા. ૧૭ જુનના રોજ જસદણ તાલુકામાં રૂ. ૯૪ કરોડના ખર્ચે બનનાર રસ્તાભના કામોની ખાતમુહુર્તવિધિ રાજયમંત્રીશ્રી જયદ્રથસિંહજી પરમારના હસ્તે કરવામાં આવશે.

રાજકોટ
જિલ્લા ના જસદણ તાલુકામાં અંદાજે રૂ. ૯૪ કરોડના ખર્ચે બનનાર રસ્તાઆના
કામોની ખાતમુહુર્તવિધિ માર્ગ-મકાન રાજયમંત્રીશ્રી જયદ્રથસિંહજી પરમારના
હસ્તેહ તા. ૧૭ જુનના રોજ યોજાશે. મુખ્યહ મહેમાન પદે ધારાસભ્યય ડો. ભરતભાઇ
બોધરા ઉપસ્થિરત રહેશે. આ અંગેના બે ઉદધાટન કાર્યક્રમો તા. ૧૭ના રોજ સવારે
૯ કલાકે ઉમીયા વિદ્યા મંદિર, થોરીયાળી ગામ અને સવારે ૧૦.૩૦ કલાકે કન્યાક
છાત્રાલય પાસે આટકોટ ખાતે યોજવામાં આવશે. આ પહોળા અને મજબુતી કરણ કરવામાં
આવનાર રસ્તાળઓમાં અંદાજે રૂ. ૬ર કરોડના ખર્ચે વાંગધ્રા-જસદણ રાજય ધોરી
માર્ગ નં.૧ કિ.મી. ૧૬૭/૦ થી ૧૯૮/ર અને રૂ. રર કરોડના ખર્ચે
આટકોટ-જીવાપર-વાસાવડ રાજય ધોરી માર્ગ નં. ૩૨૦ કિ.મી. ૦ થી ર૮ નો સમાવેશ
થાય છે. આ રસ્તાકઓની કામગીરી સાથે ૬ માઇનોર બ્રીજનું વાઇડનીંગ, ૧૮
નાળાનું વાઇડનીંગ તથા રીકન્ટ્ર૬કશન, ૧ નંગ બોકસ કલવર્ટ તથા ૭ નંગ નાળા
પુલીયા નવા બનાવવાનું કામ અને સાણથલી ગામમાંથી પસાર થતા રસ્તાક પર પ૮૦
મીટર લંબાઇનો સી.સી. રોડની કામગીરી કરાશે. તેમ જિલ્લાપ માર્ગ અને મકાન
વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રીની યાદીમાં જણાવાયું છે.

અનુસૂચિત જાતિનાં ખેલાડીઓ માટે ૨૧ દિવસના સ્કિ૨લ ડેવલપમેન્ટી કેમ્પ યોજાશે.

રાજકોટ
ગુજરાત રાજયના અનુસૂચિત જાતિના ખેલાડીઓ માટે રાજય સરકાર દ્વારા એકવીસ
દિવસનાં સ્કિ લ ડેવલપમેન્ટા કોચિંગ કેમ્પસનું આયોજન કરવામાં આવશે.
રાજય સરકારના કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી,
ગાંધીનગર દ્વારા મંજૂર થયેલ ''અનુસૂચિત જાતિના ખેલાડીઓ માટે ક્રીડા
કૌશલ્યાવર્ધક કાર્યક્રમની યોજના''ની નવી બાબત અંતર્ગત અનુસૂચિત જાતિનાં
ખેલાડીઓને પ્રોત્સાેહન આપવાના આશયથી અનુસૂચિત જાતિનાં ૧૬ વર્ષથી નીચેના
ખેલ મહાકુંભની જિલ્લાા કક્ષાની સ્પહર્ધામાં વિજેતા થયેલ, જિલ્લાન કક્ષાની
શાળાકીય સ્પતર્ધામાં વિજેતા થયેલ, જિલ્લાા એસોસિએશન દ્વારા યોજાતી
સ્પપર્ધામાં વિજેતા થયેલ અને રમત-ગમત પ્રતિભા ધરાવતા ખેલાડી ભાઇ-બહેનો
માટે
એકવીસ દિવસનાં સ્કિમલ ડેવલપમેન્ટસ કોચિંગ કેમ્પથનું આયોજન કરવામાં આવશે.
કબડ્ડી, ખો-ખો, વોલી-બોલ, યોગાસન અને એથ્લેકટીકસની રમતો માટે
જુલાઇ-ઓગસ્ટમ માસમાં જિલ્લાક રમત પ્રશિક્ષણ કેન્દ્ર , રાજકોટની કચેરી
દ્વારા યોજાનારા આ કેમ્પતમાં પ્રત્યેઓક રમતના ૧૦૦ ખેલાડી ભાઇ-બહેનોને
પ્રવેશ આપવામાં આવશે. કેમ્પ માટે પસંદ થનાર ખેલાડીઓને સરકારશ્રી દ્વારા
નિવાસ-ભોજન-પ્રવાસખર્ચ-સ્પો-ર્ટસ કિટ પુરા પાડવામાં આવશે. અને જે-તે
રમતનાં નિષ્ણા ત કોચીઝ દ્વારા વૈજ્ઞાનિક ઢબે ઘનિષ્ટઇ તાલીમ આપવામાં આવશે.
આ કેમ્પ્માં ભાગ લેવા માગતા અનુસૂચિત જાતિના ૧૬ વર્ષથી નીચેના ખેલાડીઓએ
પૂરૂં નામ, સરનામું, ટેલિફોન નંબર, શાળા/સંસ્થાુનું નામ તથા ટેલિફોન
નંબર, જાતિ અને પેટા જાતિ, જન્મમતારીખ, જે રમતમાં ભાગ લેવા માગતા હોય તે
રમતનું નામ, રમત-ગમતમાં ભાગ લીધો હોય અને સિધ્ધિડ મેળવી હોય તેની વિગતો
દર્શાવી જરૂરી આધાર સાથેની અરજીમાં પોતાની શાળા/સંસ્થા /છાત્રાલયના
આચાર્યશ્રીના સહી-સિક્કા કરાવી સીનિયર કોચશ્રી, જિલ્લાં રમત પ્રશિક્ષણ
કેન્દ્ર , બહુમાળી ભવન, બ્લોીક નં-૩/૭મો માળ, રાજકોટ ૩૬૦૦૦૧ને તા.૫
જુલાઇ-૨૦૧૨ સુધીમાં મોકલવાની રહેશે. આ અંગેની વધુ વિગતો માટે
૦૨૮૧-૨૪૪૭૦૮૦ અથવા સીનિયર કોચશ્રી રોશનબેન ચૌહાણને ૯૮૨૫૬૧૩૨૯૨ નંબર પર
ફોન કરવાથી અથવા કચેરીનો ચાલુ દિવસો દરમ્યાકન રૂબરૂ સંપર્ક કરવાથી મળી
શકશે, તેમ કચેરીની યાદીમાં જણાવાયું છે.

જેતપુર તાલુકામાં બાળકોનું શાળામાં નામાંકન કરાવતા ધારાસભ્ય જસુમતીબેન કોરાટ

રાજકોટ
જેતપુર તાલુકામાં થઇ રહેલી કન્યા કેળવણી રથ યાત્રા અને શાળા
પ્રવેશોત્સવની ઉજવણીમાં જોડાયેલા ધારાસભ્ય જસુમતીબેન કોરાટે હરિપર, જેપુર
અને ઉમરાળી ગામમાં બાળકોનું શાળામાં નામાંકન કરાવ્યું હતું. આ ગામોમાં
કન્યા કેળવણી રથયાત્રા ધામધૂમથી કાઢવામાં આવી હતી. તેમાં બાળકો સાથે તેના
વાલીઓ અને ગ્રામજનો પણ જોડાયા હતા. ઉમરાળી ગામમાં પ્રાથમિક શાળામાં નવા
ઓરડાના બાંધકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

જેતપુર તાલુકામાં શાળા પ્રવેશોત્સવનો શાનદાર પ્રારંભ બાળકો શિક્ષિત બનતા દેશ પ્રગતિ કરશે- શ્રી પ્રકાશ સોની, અધ્યક્ષ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પીઠડિયા, કાગવડ, વીરપુર(જ), થોરાળા, સેલુકામાં ૩૩૪ ભૂલકાઓને વિદ્યામંદિરમાં પ્રવેશ અપાયો

રાજકોટ
જેતપુર તાલુકામાં કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવનો શાનદાર
પ્રારંભ થયો હતો. રાજ્ય સરકારના આ મહત્વપૂર્ણ અભિયાનના પ્રારંભે જેતપુર
તાલુકાના પીઠડિયા, કાગવડ, વીરપુર(જ), થોરાળા, સેલુકામાં ૩૩૪ ભૂલકાઓને
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષશ્રી પ્રકાશ સોનીએ વિદ્યામંદિરમાં
પ્રવેશ અપાવ્યો હતો. તેમણે બાળકોને ભણીગણી આગળ વધી દેશનું નામ રોશન કરવા
જણાવ્યું હતું.
શાળાઓમાં નાના ભૂલકાઓને જ્ઞાન પ્રાપ્તિના યજ્ઞમાં જોડવા માટે યોજવામાં
આવેલા કાર્યક્રમમાં ઉપસ્થિત વાલીઓ અને ગ્રામજનોને સંબોધતા શ્રી સોનીએ
વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણની ગુણવત્તા સુધરે એ
માટે તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે. સવા લાખ જેટલા નવા શિક્ષકોની ભરતી
કરવામાં આવી છે. શાળાઓમાં ધોરણ ૮નો ઉમેરો અને નવા વર્ગખંડોનું નિર્માણ
કરવામાં આવ્યું છે, જે સૌની નજર સમક્ષ છે. આથી વાલીઓએ પોતાના સંતાનોને
ભણાવવા અનુરોધ કર્યો હતો. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રીપ્રવીણભાઇ
ક્યાડાએ પ્રાંસગિક પ્રવચન કર્યું હતું.
જેતપુરના અગ્રણીશ્રી મનસુખભાઇ ખાચરિયાએ કહ્યું હતું કે રાજ્ય સરકારે
શાળામાં બાળકના નામાંકનની પ્રક્રિયાને ઉત્સવ બનાવ્યો છે. જેથી બાળકોનું
સ્થાયીકરણ થાય અને એનું પરિણામ સૌને જોવા મળે છે. કારણ કે ડ્રોપ આઉટ
રેશિયો ઘટી ગયો છે.

બાળક શિક્ષિત બને તો જ દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનશે શ્રી કનુભાઇ ભાલાળા, કૃષિ રાજ્ય મંત્રી ધોરાજી તાલુકાના જમનાવડ, પીપળિયા, મોટી મારડ, વાડોદર અને ઉદકિયામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી

બાળક શિક્ષિત બને તો જ દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનશે
શ્રી કનુભાઇ ભાલાળા, કૃષિ રાજ્ય મંત્રી
ધોરાજી તાલુકાના જમનાવડ, પીપળિયા, મોટી મારડ, વાડોદર અને ઉદકિયામાં શાળા
પ્રવેશોત્સવની ઉજવણી
રાજકોટ
ધોરાજી તાલુકાના જમનાવડ, પીપળિયા, મોટી મારડ, વાડોદર અને ઉદકિયામાં કૃષિ
રાજ્ય મંત્રી શ્રી કનુભાઇ ભાલાળાની પ્રેરક ઉપસ્થિતિમાં શાળા
પ્રવેશોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ તકે શ્રી ભાલાળાએ
જણાવ્યું હતું કે આજે બાળક જો શિક્ષિત બને તો જ આપણા દેશનું ભવિષ્ય
ઉજ્જવળ બનશે. રાજ્ય સરકાર દ્વારા બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે એ
માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.
તેમણે કહ્યું હતું કે ગામડાની શાળાઓમાં પણ કમ્પ્યુટર લેબ આપવામાં આવી છે.
હવે, અંગ્રેજીના શિક્ષકોની પણ ભરતી કરવામાં આવી છે. જેથી બાળકોને શહેરની
કક્ષાનું શિક્ષણ મળી રહે. રાજ્ય સરકાર દ્વારા નવા શિક્ષકોની ભરતી કરવામાં
આવી છે. ત્યારે, હવે વાલીઓની જવાબદારી બને છે કે તે પોતના બાળકને સારી
રીતે ભણાવે.
શ્રી ભલાળાએ ઉમેર્યું હતું કે આજે આપણે જોઇએ છે કે ઘણા બાળકોના વાલીઓને
કોઇને કોઇ વ્યસન હોઇ છે. જે પોતાની આવકનો એક મોટો ભાગ વ્યસન પાછળ વેડફતા
હોય છે. આ વાલીઓ જો પોતાનું વ્યસન ત્યજી તેને બદલે બાળકને દૂધ પીવડાવશે
તો પણ બાળકની બુદ્ધિ તીવ્ર બનશે.
રાજ્ય કક્ષાએથી ઉપસ્થિતિ સીઆઇડી ક્રાઇમના એસ. પી. શ્રી ડી. એન. પટેલે
પોતાના પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું કે વર્તમાન સમયે જરૂરી તમામ
પ્રકારની સુવિધા તમામ પ્રાથમિક શાળાઓને આપવામાં આવી છે. સુશિક્ષિત
શિક્ષકગણ અને કમ્પ્યુટર વડે બાળકોને સારી ભણાવી શકાય એમ છે. ત્યારે વાલીઓ
પોતાના બાળકોને શાળાએ મોકલે અને તેને ભણાવે એ જરૂરી છે.

છેલ્લા્ ૧૦ વષર્માં રાજયમાં ૭૫ હજાર શાળાના ઓરડાનું નિર્માણ થયું છે શ્રી મહેન્દ્રપભાઇ ત્રિવેદી વાંકાનેર તાલુકામાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના અધ્યવક્ષશ્રી મહેન્દ્રિભાઇ ત્રિવેદીએ શાળા પ્રવેશોત્સમવમાં ભુલકાઓને શાળા પ્રવેશ કરાવ્યો

રાજકોટ
રાજય સરકારે રાજયના ઔદ્યોગિક અને આર્થિક વિકાસ સાથે રાજય સો ટકા સાક્ષર
થાય તે માટે છેલ્લાિ ૧૦ વર્ષમાં ૭૫ હજાર શાળાઓના ઓરડા બનાવ્યાસ બીજા ૧૫
હજાર ઓરડાના બાંધકામ ચાલુ છે. ૧.૩૩ લાખ શિક્ષકોની ભરતી કરી ર૪ હજાર
પ્રયોગશાળા બનાવી છે. ૧૭૮ કરોડ રુ. ના વિદ્યાલક્ષ્મી૧ બોન્ડલ અપાયા છે.
તેમ આજે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના અધ્યશક્ષશ્રી મહેન્દ્ર૭ભાઇ
ત્રિવેદીએ વાંકાનેર તાલુકામાં શાળા પ્રવેશોત્સિવ અને કન્યાા કેળવણી
મહોત્સયવ-૨૦૧૨ના યોજાયેલ કાર્યક્રમમાં જણાવ્યુ હતું. અધ્યેક્ષશ્રી
ત્રિવેદીએ વધુમાં ઉમેર્યુ હતુ કે રાજય સરકારે છેલ્લા દશ વર્ષથી શાળા
પ્રવેશોત્સજવ દ્વારા શાળામાં પ્રવેશપાત્ર બાળકો હસતા હસતા શાળામાં આવતા
થાય તેવું વાતાવરણ બનાવ્યુ૨ છે. સાથે શાળાઓનું શિક્ષણ સુધરે તે માટે
ગુણોત્સાવ જેવા કાયક્રમો, તજજ્ઞ શૈક્ષણિક શિક્ષકો, અદ્યતન સુવિધાવાળા
શાળાના મકાનો, કોમ્યુતે ટર લેબ પ્રયોગશાળાઓ શાળામાંજ ઉપલબ્ધઞ કરવામાં
આવી છે. આમ ખાનગી શાળામાં ન હોય તેવી સુવિધા અને વાતાવરણ આજે સરકારી
શાળાઓમાં નિર્માણ થયુ છે ત્યા્રે વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળામાં
સારુ શિક્ષણ અને સુવિધા મળે તેવી ભ્રામક માન્યેતા છોડે અને સરકારી
શાળાઓમાં બાળકોને શિક્ષણ માટે દાખલ કરે તે જરુરી છે તેમ જણાવ્યુવ હતું.
અધ્ય ક્ષશ્રી ત્રિવેદીએ વાંકાનેર તાલુકામાં વીડી ભોજપરા ગામે ર કુમાર, ર
કન્યાક મળી કુલ-૪, ખાંભરાનેશ- કુમાર-૭, કન્યાએ ૪ મળી કુલ-૧૧, નવા રાજા
વડલા અને કલા ઢોયડીના ૧૩ કુમાર ૧૨ કન્યા મળી કૂલ રપ અને રાજા કુ.કુ.
ગામની શાળામાં ૧૩ કુમાર ૧૨ કન્યાા મળી કુલ રપ બાળકો સાથે પાંચ ગામના કૂલ
૩૫ કુમાર ૩૦ કન્યા મળી કૂલ ૬૫ બાળકોને મો મીઠા કરાવી શૈક્ષણીક કીટ
અર્પણ કરી પ્રથમ ધોરણમાં રંગેચંગે શાળા પ્રવેશ કરાવ્યોી હતો તથા નાના
ભુલકાને અન્નપ્રાસન કરાવ્યુે હતું. શાળાના આચાર્યશ્રીઓને તરતા પુસ્તપકો
અર્પણ કર્યા હતા. આ તકે આંગણવાડીમાં પ્રવેશપાત્ર બાળકોને પણ રમકડા સાથે
પ્રવેશ આપવામાં આવ્યોપ હતો.

ગામડા ગામની સરકારી શાળામાંથી ઇજનેરો, ડોકટરો જન્મેો છે રાજકોટ

રાજયના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના અધ્યતક્ષની ઉપસ્થિંતિમાં આજે
શાળાપ્રવેશોત્સલવ કન્યા કેળવણી મહોત્સ વ-૨૦૧૨ વાંકાનેર તાલુકાના વીડી
ભોજપરા ગામે યોજાયો હતો. આ ગામમાં આવેલી શાળામાં ધોરણ ૭ સુધી શિક્ષણની
સુવિધા છે. વર્ષોથી આ સરકારી શાળામાં ઉત્તમ શિક્ષણ અપાય છે. આ શાળામાં
શિક્ષકો દ્વારા અપાતા ઉત્તમ શિક્ષણનો અનુભવ લોકોએ પ્રત્યાક્ષ અનુભવ્યોઅ
હતો. ભુતકાળમાં વીડી ભોજપરાની આ સરકારી શાળામાં જ ભણીને આજે કોમ્યુો અનટર
એન્જિ્નિયર થયેલા મુઝફર હુસેન તથા બી.એ.એમ.એસ. ડોકટર થયેલા ડો. હનીફનું
મોમેન્ટો અર્પણ કરી મંત્રીશ્રીએ સન્મા ન કર્યુ હતુ અને ઉપસ્થિોત લોકોને
પ્રત્યકક્ષ શીખ આપી હતી કે ફકત ખાનગી શાળામાંથી જ ઇજનેરો અને ડોકટરો નથી
જન્મનતા પણ સરકારી શાળામાંથી પણ જન્મેશ છે. તેની વાલીઓ નોંધ લે.

શાળા પ્રવેશોત્સઅવ કાર્યક્રમ દરમિયાન પ૯ હજાર સાયકલોનું વિદ્યાર્થીનીઓને વિતરણ કરાશે ઉચ્ચે શૈક્ષણિક કારકિર્દી અને ઘડતર માટે વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સંસ્કાયરનું સિંચન કરીએ ગ્રામ્યર ઉદ્યોગ કમિશ્નરશ્રી

પી.એલ.દરબાર જુના ઘાટીલા અને મંદરકી ગામે કૂલ ૩૦ બાળકોનું ઘો.૧માં કરાયેલ
નામાંકન જુના ઘાટીલા ગામે બસ સ્ટેાશનનું લોકાર્પણ અને મંદરકી ગામે શાળાના
ઓરડાની કરાયેલી ખાતમુહુર્ત વિધિ રાજકોટ
શાળા પ્રવેશોત્સરવ કાર્યક્રમના બીજા દિવસે રાજકોટ જિલ્લાાના માળીયા (મીં)
તાલુકાના ઉંડાણના જુના ઘાટીલા અને મંદરકી ગામે ધો.૧માં નવા દાખલ થયેલ
બાળકોનું નામાંકન કરતા રાજયના કોટેજ અને રૂરલ કમિશ્નરશ્રી પી.એલ.દરબારે
જણાવ્યુબ હતુ કે અમારા ખાતા દ્વારા શાળા પ્રવેશોત્સનવ કાર્યક્રમ દરમીયાન
સરસ્વનતી સાધના યોજના અંતર્ગત દુરથી કે અન્યુ ગામથી ભણવા આવતી
વિદ્યાર્થીનીઓને દેવા માટે પ૯ હજાર સાયકલો આપવામાં આવેલ છે. તેમજ બાકી
રહી ગયેલા લાભાર્થીઓને માનવ ગરિમા તથા માનવ કલ્યાસણ યોજના અંતર્ગત સ્વ
રોજગારી માટેના કીટસ અપાયેલ છે. જેનું પણ વિતરણ કરવામાં આવે છે.
કમિશ્નરશ્રી દરબારે વિદ્યાર્થીઓના ઉચ્ચુ શૈક્ષણીક કારકિર્દી અને ઘડતર
માટે શિક્ષણ સાથે સંસ્કાણરનુ સિંચન કરવા શિક્ષકોને અનુરોધ કર્યો હતો.
તેમણે કન્યાક કેળવણીનો વ્યાટપ વધારવા અને શાળામાં દાખલ થયેલ બાળકો ઉચ્ચક
શિક્ષણ પ્રાપ્ત કરે ત્યાંન સુધી તેની કાળજી વાલીઓને લેવા અનુરોધ કર્યો
હતો.

શાળા પ્રવેશોત્સઅવ કાર્યક્રમ દરમિયાન પ૯ હજાર સાયકલોનું વિદ્યાર્થીનીઓને વિતરણ કરાશે ઉચ્ચે શૈક્ષણિક કારકિર્દી અને ઘડતર માટે વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સંસ્કાયરનું સિંચન કરીએ ગ્રામ્યર ઉદ્યોગ કમિશ્નરશ્રી

શાળા પ્રવેશોત્સઅવ કાર્યક્રમ દરમિયાન પ૯ હજાર સાયકલોનું વિદ્યાર્થીનીઓને
વિતરણ કરાશે ઉચ્ચે શૈક્ષણિક કારકિર્દી અને ઘડતર માટે વિદ્યાર્થીઓને
શિક્ષણ સાથે સંસ્કાયરનું સિંચન કરીએ ગ્રામ્યર ઉદ્યોગ કમિશ્નરશ્રી
પી.એલ.દરબાર જુના ઘાટીલા અને મંદરકી ગામે કૂલ ૩૦ બાળકોનું ઘો.૧માં કરાયેલ
નામાંકન જુના ઘાટીલા ગામે બસ સ્ટેાશનનું લોકાર્પણ અને મંદરકી ગામે શાળાના
ઓરડાની કરાયેલી ખાતમુહુર્ત વિધિ રાજકોટ
શાળા પ્રવેશોત્સરવ કાર્યક્રમના બીજા દિવસે રાજકોટ જિલ્લાાના માળીયા (મીં)
તાલુકાના ઉંડાણના જુના ઘાટીલા અને મંદરકી ગામે ધો.૧માં નવા દાખલ થયેલ
બાળકોનું નામાંકન કરતા રાજયના કોટેજ અને રૂરલ કમિશ્નરશ્રી પી.એલ.દરબારે
જણાવ્યુબ હતુ કે અમારા ખાતા દ્વારા શાળા પ્રવેશોત્સનવ કાર્યક્રમ દરમીયાન
સરસ્વનતી સાધના યોજના અંતર્ગત દુરથી કે અન્યુ ગામથી ભણવા આવતી
વિદ્યાર્થીનીઓને દેવા માટે પ૯ હજાર સાયકલો આપવામાં આવેલ છે. તેમજ બાકી
રહી ગયેલા લાભાર્થીઓને માનવ ગરિમા તથા માનવ કલ્યાસણ યોજના અંતર્ગત સ્વ
રોજગારી માટેના કીટસ અપાયેલ છે. જેનું પણ વિતરણ કરવામાં આવે છે.
કમિશ્નરશ્રી દરબારે વિદ્યાર્થીઓના ઉચ્ચુ શૈક્ષણીક કારકિર્દી અને ઘડતર
માટે શિક્ષણ સાથે સંસ્કાણરનુ સિંચન કરવા શિક્ષકોને અનુરોધ કર્યો હતો.
તેમણે કન્યાક કેળવણીનો વ્યાટપ વધારવા અને શાળામાં દાખલ થયેલ બાળકો ઉચ્ચક
શિક્ષણ પ્રાપ્ત કરે ત્યાંન સુધી તેની કાળજી વાલીઓને લેવા અનુરોધ કર્યો
હતો.

શાળા પ્રવેશોત્સાવ થકી બાળકોમાં સંસ્કાોર અને શિક્ષણનું સિંચન થાય છે -ગ્રામ વિકાસ રાજયમંત્રીશ્રી કુંડારીયા પડધરી તાલુકાના પાંચ ગામોમાં ૩૩ બાળકોને શાળા પ્રવેશ કરાવતા મંત્રીશ્રી કુંડારિયા

રાજકોટ
કન્યાટ કેળવણી અને શાળા પ્રવેશોત્સાવ જેવા કાર્યક્રમો થકી રાજયના
બાળકોમાં સંસ્કા ર અને શિક્ષણનું સિંચન થાય છે, તેમ પડધરી તાલુકાના ઉકરડા
ખાતે બાળકોને શાળામાં પ્રવેશ કરાવતી વેળાએ રાજયના ગ્રામ વિકાસ
રાજયમંત્રીશ્રી મોહનભાઇ કુંડારિયાએ જણાવ્યું હતું.
રાજ્યભરમાં ચાલી રહેલા શાળા પ્રવેશોત્સાવ અને કન્યાહ કેળવણી મહોત્સજવના
બીજા દિવસે રાજકોટ જિલ્લાયના પડધરી તાલુકાનાં ઉકરડા ખાતે ગ્રામ વિકાસ
રાજયમંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયાએ આજે ૩ કુમારો અને ૨ કન્યા ઓ મળી કૂલ
પાંચ બાળકોનો પહેલા ધોરણમાં પ્રવેશ કરાવ્યોડ હતો. આ ભૂલકાઓને શૈક્ષણીક
કિટ અર્પણ કરતા મંત્રીશ્રી કુંડારીયાએ જણાવ્યુંો હતું કે એકવીસમી સદી
વિજ્ઞાનની સદી છે, ત્યાૈરે ઉગતી પેઢીમાં બાળપણથી જ વૈજ્ઞાનિક અભિગમ
કેળવાય અને ઉચ્ચુ શિક્ષણ પ્રતિ રુચિ જાગે, તે માટે શાળા પ્રવેશોત્સષવ
જેવા કાર્યક્રમો ખૂબ જરૂરી છે. આપણા ગામનું ભાવિ આ પ્રાથમિક શાળામાં છે,
ત્યાતરે વધુ ને વધુ બાળકો શાળાએ આવે, બાળકમાં પડેલી શક્તિઓ ઉજાગર થાય અને
બાળકો શિક્ષણ અધવચ્ચે પડતું ન મુકે તે જોવા તેમણે વાલીઓ અને શિક્ષકોને
ખાસ અનુરોધ કર્યો હતો. મંત્રીશ્રીએ હરિપર ખાતે એક કન્યા અને સાત કુમારો
મળી આઠ બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો હતો.

ગંગાપુરા ગામે માહિતી કમિશ્નરશ્રીનë હસ્તે ૧૨ બાળકોનું શાળા નામાંકન સરસ્વતિ સાધના યોજના હેઠળ નવ બાળાઓને સાયકલ વિતરણ કરાયું

રાજ્યના માહિતી કમિશ્નર વી.થીરૂપુગલની ઉપસ્થિતિમાં આણંદ જિલ્લાના ઉમરેઠ
તાલુકાના ગંગાપુરા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશ
મહોત્સવ-૨૦૧૨ની ઉજવણી કરવામાં આવી હતી.
માહિતી કમિશ્નર વી.થીરૂપુગલે ગંગાપુરા ગામના પાંચ વર્ષ પૂર્ણ કરનાર કુમાર
અને ૬ કન્યા મળી કુલ ૧૨ બાળકોને કપાળમાં કુમકુમ તિલક કરી, ચોકલેટ ખવડાવી,
મોંઢુ મીઠું કરાવી પાટી-પેન-દફતર આપી પહેલા ધોરણમાં નામાંકન કરાવ્યું
હતું.
ઉપસ્થિત વાલીઓ, ગ્રામજનો, શિક્ષકો અને બાળકો સાથે સંવાદ કરતા માહિતી
કમિશ્નર વી. થીરૂપુગલે જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવની ઉજવણી એ
શિક્ષણ પ્રત્યે લોકજાગૃતિ ઉભી કરવાનું અભિયાન છે. કન્યા કેળવણીને ઉત્તજન
મળે, અધવચ્ચેથી શાળા છોડી જવાનું પ્રમાણ ધટે અને દરેક ગામમાં સો ટકા
શાળા નામાંકન થાય તે માટે સમાજમાં હવે જાગૃતિ ઉભી થઇ છે.
છેલ્લા દાયકામાં ગુજરાતે શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ પામ્યું છે. દશ
વર્ષ પહેલાં વેપાર અને ઉઘોગ ક્ષેત્રમાં રાષ્ટ્રમાં અગ્રેસર રહેલા
ગુજરાતનું સ્થાન ટકાવી સરકારશ્રીએ શિક્ષણને ખૂબ જ મહત્વ આપ્યું છે. તેમ
જણાવી થીરૂપુગલે ઉમેર્યું હતું કે દરેક પ્રાથમિક શાળામાં પીવાનું પાણી,
મધ્યાહન યોજના ખંડ, કંમ્પાઉન્ડ વોલ, કોમ્પ્યુટર શિક્ષણ સહિતની
આંતરસ્તરિય સવલતો પુરી પાડવામાં આવી છે

સાવચેતીપૂર્વક અસલી અને પ્રમાણિત બિયારણ ખરીદવા ખેડૂતોને અનુરોધ

વડોદરા.
ચાલુ વર્ષમાં ચોમાસાના આગમનની તૈયારીઓ થઇ રહી છે ત્યારે ખેડૂતો પણ ખરીફ
ઋતુનાં વાવેતરની તૈયારી માટે બિયારણની ખરીદી કરી રહેલ છે. બિયારણની ખરીદી
ખેડૂતોએ સાવચેતીપૂર્વક કરવાની જરૂર છે. ખેડૂતોએ સુધારેલ/પ્રમાણિત
(સર્ટીફાઇડ,ભુરા લેબલવાળુ) બિયારણનો ઉપયોગ કરવો તથા લોભામણી જાહેરાતોમાં
લોભાઇ જઇ છૂટક (લુઝ પેકીંગ) બિયારણો ખરીદવા નહીં. અર્ધ સરકારી
સંસ્થા/સહકારી સંસ્થા/નિગમો/પ્રતિષ્ઠિત વેપારીઓ કે જેઓએ બિયારણ કાયદા
હેઠળની પરવાનગી (લાઇસન્સ) મેળવેલ હોય તેવી જગ્યાએથી પ્રમાણિત બિયારણ
ખરીદવું. બિયારણની સીલબંધ થેલી, લેબલ અને લેબલ પરની માહિતીની ખાત્રી
કરીને જ બિયારણ ખરીદવું. પ્રમાણિત બિયારણ સીલ બંધ થેલીના લેબલ ઉપર પાકનું
નામ, જાત, ભૌતિક આનુવાંશિક શુધ્ધતા, ઉગવાના ટકા, લોટ નં., ઉત્પાદન વર્ષ,
ચકાસણી તારીખ, બિયારણના કાયદેસરપણાની મુદત, ઉત્પાદક તેમજ વિતરકના નામ
વગેરેની બરાબર ચકાસણી કરીને જ બિયારણ ખરીદવું. બી.ટી. કપાસમાં સરકારશ્રી
દ્વારા માન્ય થયેલ જાતોનું જ બિયારણ ખરીદવું. બિયારણ ખરીદી વખતે ખેડૂતોએ
વિતરક પાસેથી ખરીદીનું પાકુ બીલ અવશ્ય લેવું અને તેમાં બિયારણની જાત, લોટ
નં., ઉત્પાદન વર્ષ, જથ્થો વગેરે વિગતોનું સમાવેશનું ખાસ ધ્યાન રાખવું તથા
બિયારણની થેલી ઉપર પ્રીન્ટ થયેલ ચોક્કસ કિંમત પ્રમાણે જ કિંમતની ચુકવણી
કરવી, તેનાથી વધારે કિંમતની ચુકવણી કરવી નહી અને જે તે કિંમત, પાકા બીલ
સાથે સરખાવી લેવી. ખેડૂતોએ બિયારણનું પાકું બીલ તથા બિયારણની થેલી/પેકીંગ
(ટેગ સહિત) પાકની કાપણી પુરી ન થાય ત્યાં સુધી સાચવી રાખવું. બિયારણના
કાયદેસરપણાની મુદત વિતી ગઇ હોય તેવું બિયારણ વાવેતર માટે ખરીદવું નહી.
બિયારણની ગુણવત્તા અને કિંમત બાબતે માર્ગદર્શન અથવા રજુઆત કરવા આપના
વિસ્તારનાં ગુણવત્તા નિયંત્રણ હેઠળના ખેતી અધિકારી અથવા નાયબ ખેતી નિયામક
(વિસ્તરણ) નો સંપર્ક કરવા જણાવાયું છે.

મતદાર યાદીની સુધારણાની કામગીરીનું ચૂંટણી પંચના પ્રતિનિધિ નિરીક્ષણ કરશે ઃ નાગરિકો તેમને મળી શકશે મતદાર યાદીમાં નામ નોંધણી કરાવી લેવાના છેલ્લા ૦૩ દિવસ બાકી રવિવારે મતદાન મથકે નામ નોંધણીની સગવડ

વડોદરા
આગામી વિધાનસભાની ચૂંટણીઓ માટેઅઘતન મતદાર યાદી બનાવવા હાલમાં ભારતના
ચૂંટણી પંચના દિશાનિર્દેશો પ્રમાણે મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારણાની
કામગીરી ચાલી રહી છે અને છેલ્લા તબક્કામાં પ્રવેશી છે. આ કામગીરીનું
નિરીક્ષણ કરવા માટે ભારતના નિર્વાચન આયોગ દ્વારા નિયુક્ત કરાયેલા મતદાર
યાદી નિરીક્ષકશ્રી આર.એલ.મોપાલવર વડોદરા જિલ્લાની મુલાકાત લેવાના છે. આ
સનદી ઉચ્ચાધિકારીશ્રીને નાગરિકો મતદાર યાદી સુધારણાની બાબતમાં રવિવાર
તા.૧૭/૬/૨૦૧૨ના રોજ શહેર ના સર્કિટ હાઉસ ખાતે સાંજના ૪-૦૦થી ૫-૦૦ વાગ્યા
સુધી મળી શકશે. શ્રી મોપાલવરનો મોબાઇલ નંબર ૦૮૧૦૮૫૩૩૩૩૩ છે જેની મદદથી પણ
સંપર્ક થઇ શકશે.
હાલમાં તા.૧/૧/૨૦૧૨ના રોજ ૧૮ વર્ષની ઉંમર પૂરી કરનારા અને તેથી વધુ
ઉંમરના પરંતુ મતદાર યાદીમાં જેમની નામ નોંધણી સંદતર થઇ નથી, જેઓ
વર્તમાનને બદલે નવા વિધાનસભા વિસ્તારમાં તેમનું નામ ફેરવવા ઇચ્છે છે,
સ્થળાંતરને કારણે નામ ઉમેરવા કે કમી કરાવવા માંગે છે, નામની ભુલ સુધારવા
માંગે છે તેવા તમામ નાગરિકો યોગ્ય ફોર્મ ભરીને આ કામગીરી સોમવાર તા.૧૮મી
જૂન, ૨૦૧૨ સુધી કરાવી શકશે. આમ, મતદાર યાદીમાં નામ દાખલ કરવા કે તેને
લગતી અન્ય કામગીરી કરાવવા માટેની તક હવે છેલ્લા ૦૩ દિવસ જ ઉપલબ્ધ છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર વિનોદ રાવે આ તક ન ગુમાવવા નાગરિકોને
અનુરોધ કર્યો છે. તેની સાથે જ નર્મદા ભવનના જનસેવા કેન્દ્ર ખાતે અને
તાલુકા મામલતદાર કચેરીઓમાં ઓળખપત્રોની કામગીરી ચાલી રહી છે. જેના હેઠળ
ખોવાઇ કે ફાટી ગયેલા કે નાશ પામેલા મતદાર ઓળખપત્રની અવેજીમાં રૂા. ૨૫/-ની
ફી ભરીને ડુપ્લીકેટ ઓળખપત્ર બનાવી શકાય છે. ઉપરોક્ત સ્થળોએ મતદાર યાદીમાં
નામ નોંધણી સહિતની કામગીરીઓ પણ ચાલુ છે.
આ ઉપરાંત રવિવાર તા.૧૭/૬/૨૦૧૨ના રોજ ખાસ ઝુંબેશના ભાગરૂપે જે તે
વિસ્તારના મતદાન મથકો ખાતે સવારના ૯-૦૦થી સાંજના ૬-૦૦ વાગ્યા સુધી નામ
નોંધણી તેમજ અન્ય કામો માટેના અરજીપત્રકો મેળવી તેમજ ભરીને પરત આપી
શકાશે. ધરઆંગણે ઉપલબ્ધ આ સગવડો રવિવારની રજાની મોકળાશમાં લાભ લેવાનું
નાગરિકો ચૂકે નહિ.
મતદાર યાદીમાં મતદાર પોતાના નામ સંબંધી વિગતોની ચકાસણી કરી શકે તે માટે
અત્રેની જિલ્લા કચેરી ખાતે ટેલિફોન હેલ્પલાઇન તા.૧/૬/૨૦૧૨થી તા.૧૮/૬/૨૦૧૨
દરમિયાન શરૂ કરવામાં આવી છે. જેનો ટેલિફોન નંબર ૦૨૬૫-૨૪૨૦૦૦૦ છે. તેના પર
મતદારો પૃચ્છા કરી શકે છે. તેમજ સંબધિત મામલતદારશ્રી/ પ્રાંત
અધિકારીશ્રી, જિલ્લા કલેકટર કચેરી ખાતે મતદાર યાદી રૂબરૂમાં જોઇને પણ
નામની ચકાસણી કરી શકશે.

મૂળ રાજકોટના ગુજરાતી અધિકારી શ્રી સુજન આર. ચિનોયની મેક્સિકો ખાતેના ભારતીય રાજદૂત પદે નિમણુંક વિદેશ મંત્રાલયના પ્રથમ ગુજરાતી અધિકારીની ઉચ્ચ હોદ્દા પર વરણી

અત્યારે વિદેશ મંત્રાલયમાં અધિક સચિવ અને વરિષ્ઠતમ ગુજરાતી અધિકારી શ્રી
સુજન આર. ચિનોયની ભારતના મેક્સિકો ખાતેના આગામી રાજદૂત તરીકે નિમણુંક
કરવામાં આવી છે. આવી નિમણુંક મેળવનારા શ્રી ચિનોય પહેલા ગુજરાતી છે૧૯૮૧
બેચના ભારતીય વિદેશ સેવાના અધિકારી શ્રી ચિનોય રાજકોટના ખ્યાતનામ
પરિવારમાંથી આવે છે. એમના દાદા બેરિસ્ટર સી.એન. ચિનોય, આઝાદી પૂર્વે
રાજકોટ રાજયના દીવાન હતા.
શ્રી ચિનોય ચીન અને પૂર્વી એશિયાને લગતી બાબતો પર પ્રભુત્વ ધરાવે છે અને
કમ્યુનિસ્ટ દેશની મહત્વપૂર્ણ મુલાકાતો વખતે ભારતીય નેતાઓની સાથે વર્ષો
સુધી જતા રહ્યા છે. ૨૦૦૨થી ૨૦૦૫ વચ્ચે ભારતના શાંગહાઈ ખાતેના કોંસ્યુલ
જનરલ તરીકે અને ત્યાર પછી ૨૦૦૮ સુધી સિડની ખાતેના કોંસ્યુલ જનરલ તરીકે,
શ્રી ચિનોયે ભારતના વિદેશ વેપાર અને આર્થિક બાબતો અંગે ઉત્તમ કાર્ય
કર્યું છે.
૧૯૮૦ના દાયકામાં શ્રી ચિનોય હોંગકોંગ અને બેઈજિંગ ખાતેના ભારતીય મિશનોમાં
વિવિધ પદે કાર્યરત રહ્યા હતા અને ૧૯૮૮માં દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધી,
૧૯૯૨માં પૂર્વ રાષ્ટ્રપતિ આર. વેંકટરામન તથા ૨૦૦૦માં પૂર્વ રાષ્ટ્રપતિ
કે. આર. નારાયણનની ચીનની મુલાકાતો વખતે એમની સાથે રહ્યા હતા. એમણે ભારતના
૧૯૯૮માં પરમાણું પરીક્ષણના સમયે અને તે પછી ચીન સાથેના દ્વિ-પક્ષીય
સંબંધોને સુધારવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.
એમણે વિદેશ મંત્રાલયના પૂર્વ-એશિયા વિભાગમાં ચીનને લગતી બાબતોના ઉપ-સચિવ/
નાયબ સચિવ, અમેરિકા વિભાગમાં નાયબ સચિવ અને વિદેશ મંત્રાલયના જ પ્રચાર
વિભાગમાં પ્રેસ રિલેશન અંગેના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી(વિશેષ
કાર્યાધિકાર) ફરજો બજાવી છે.
૧૯૯૨થી ૧૯૯૫ સુધી ન્યુયોર્ક ખાતે સંયુક્ત રાષ્ટ્રો (યુ.એન) માં ભારતના
સ્થાયી મિશન માં પ્રથમ સચિવ/કાઉંસેલર તરીકે, એમણે યુ.એન.ની સુરક્ષા
પરિષદમાં અસ્થાયી સભ્ય તરીકે ભારતના દાવા સહિત વિવિધ બહુપક્ષીય મુદ્દાઓના
સમાધાન માટે પ્રયત્નો કર્યા. યુ.એન. ની સાધારણ સભાની પ્રથમ સમિતિમાં
નિઃશસ્ત્રીકરણ, નોન-પ્રોલિફરેશન અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા અંગેની
બાબતોમાં એમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. એમણે ૧૯૯૦ના દસકામાં રિયાધ
ખાતેની એલચી કચેરીમાં કાઉંસેલર )પોલિટિકલ(અને એ પછી વિદેશ મંત્રાલયમાં
ચીન અંગેની બાબતોના નિયામક તરીકે ચાર વર્ષ સુધી ભારત- ચીન સરહદના
વિસ્તારોમાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર શાંતિ, સુલેહ અને પરસ્પર
વિશ્વાસને ઉત્તેજન આપવાનું કાર્ય કર્યું.
૨૭મી સપ્ટેમ્બર, ૧૯૫૮ના રોજ જન્મેલા, શ્રી ચિનોય એમનું પ્રાથમિક શિક્ષણ
રાજકોટ ખાતેની રાજકુમાર કોલેજમાં લીધું. એમણે વડોદરા ખાતેની એમ. એસ.
યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્ય અને માનસશાસ્ત્ર સાથે બી.એ ઓનર્સ
કર્યું અને અમદાવાદથી માર્કેટિંગમાં એમ.બી.એ.ની પદવી પ્રાપ્ત કરી. તેઓ
ચીની ભાષા કુશળતાપૂર્વક બોલી શકે છે અને ફ્રેંચ, જર્મન , અરેબિક અને
ક્રિઓલ ભાષાઓ પર પણ પ્રભુત્વ ધરાવે છે.

ચિલ્ડ્રન યુનિવર્સિટીની સલાહકાર સમિતિમાં ૧ર નિષ્ણાંતોની નિમણૂંક કરાઇ

રાજ્યના શિક્ષણ વિભાગે ચિલ્ડ્રન યુનવર્સિટીના સર્વાંગી વિકાસ માટે તેની
સલાહકાર સમિતિમાં દેશભરમાંથી શિક્ષણ ક્ષેત્રના ૧ર નિષ્ણાતની સભ્યો તરીકે
નિમણૂંક કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે સલાહકાર સમિતિમાં શ્રી દિનાનાથજી બત્રા, શ્રી વિનય
રાય, નવીદિલ્હી, શ્રી બિનોદ કે બવરી, કોલકત્તા, શ્રી રામચંદ્ર ભટ્ટ, શ્રી
વૈકટ સુબ્બારાવ-બેંગ્લોર, સુશ્રી જ્યોતિબેન થાનકી, ર્ડા. દિપકભાઇ
તરૈયા-ગાંધીનગર, શ્રી ઇશ્વરભાઇ પરમાર, દ્વારકા, ર્ડા. મહેન્દ્રભાઇ
ચોટાલીયા વિઘાનગર, ર્ડા.ધનશ્યામભાઇ રાવલ,બારડોલી, શ્રી મહાદેવભાઇ દેસાઇ,
નવસારી અને શ્રીમતી ગીતાબેન શ્રોફ, સુરતનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમ
શિક્ષણ વિભાગના જાહેરનામામાં જણાવાયું છે.

ગુજરાત રાજય મહિલા આયોગનું પુનઃગઠન કરાયુઃ ચાર નવા સભ્યોની નિમણૂંક

રાજ્ય સરકારના મહિલા આયોગના બાળવિકાસ વિભાગ દ્‍ારા ગુજરાત રાજ્ય મહિલા
આયોગનું પુનઃગઠન કરી ચાર નવા સભ્યોની નિમણૂંક કરી છે, એમ ગુજરાત રાજ્ય
મહિલા આયોગની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં જણાવ્યા મુજબ જે ચાર નવા સભ્યો નિમાયા છે તેમાં મહેસાણા જિલ્લાના
લીંચના સામાજીક કાર્યકર શ્રીમતિ અંજનાબેન પટેલ, જામનગરના શ્રીમતી હંસાબેન
પીપળીયા, ડાંગ જિલ્લાના શીવારીમાળના શ્રીમતી ઉર્મિલાબેન ખૈરાડ, રાજકોટના
સુશ્રી મહેશ્વરી જે. ચૌહાણનો સમાવેશ થાય છે. જ્યારે આયોગના અધ્યક્ષા
શ્રીમતી લીલાબેન અંકોલીયાને અધ્યક્ષ તરીકે પુનઃ નિમણૂંક અપાઇ છે. રાજ્ય
મહિલા આયોગના સંપર્ક નંબર ૦૭૯-ર૩ર-પ૧૬૧૩, પ૧૬૦ર, પ૧૬૦૪ અને પ૧૬૦૮ પર
સંપર્ક કરવા જણાવાયું છે.

વિકલાંગોના કલ્યાણ ક્ષેત્રે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થા અનુદાન માટે દરખાસ્ત કરે

રાજયના સમાજ સુરક્ષા ખાતાની યાદીમાં જણાવ્યાનુસાર વિકલાંગોના કલ્યાણ
ક્ષેત્રે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓને જો કેન્દ્ર સરકારનું અનુદાન
મેળવવામાં રસ હોય તો તેઓ પાસેથી દિનદયાળ રીહેબિલીટેશન યોજના તથા "એડીપ'
યોજના હેઠળની દરખાસ્તો મંગાવવામાં આવે છે. આ અંગેના નીતિ નિયમો અને
માર્ગદર્શન રાજયના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની વેબસાઇટ
http/sjegujarat.gov.in ઉપરથી મળી શકશે. સ્વૈચ્છિક સંસ્થાઓએ તેમની
દરખાસ્તો સબંધિત જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી ખાતે તા.૨૮ જૂન
સુધીમાં મોકલી આપવા જણાવાયું છે.

પ્રથમ દિવસે ૧,૬૪,૨૩૬ બાળકોનું નામાંકન રાજ્યભરમાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઊજવણી સમાજ તરફથી રૂા. ૨,૯૭,૩૮,૭૬૯ના દાન મળ્યાં

કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત પ્રથમ
દિવસે રાજ્યમાં ૮૦,૩૮૬ કન્યાઓ અને ૮૩,૮૫૦ કુમારો સહિત કુલ ૧,૬૪,૨૩૬
બાળકોએ આનંદ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં પહેલા ધોરણમાં પ્રવેશ મેળવ્યો
હતો. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં રાજ્યભરમાં ચાલી
રહેલા શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે રાજ્યની શાળાઓને રૂા. ૨ કરોડ, ૯૭
લાખથી વધુ કિંમતના દાન અને ઇનામો મળ્યાં હતા.
સર્વ શિક્ષા અભિયાન મિશન દ્વારા જણાવાયું છે કે, શિક્ષણમંત્રી શ્રી
રમણલાલ વોરા અને શિક્ષણ રાજય મંત્રી શ્રી જયસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ
રાજ્યભરમાં ઉજવાઇ રહેલા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવને અભૂતપૂર્વ
લોક સહકાર મળી રહ્યો છે. શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે જ દોઢ લાખથી વધુ
બાળકોએ શાળામાં પ્રવેશ મેળવ્યો છે. રાજ્ય મંત્રીમંડળના સભ્યો, વરિષ્ઠ
સનદી અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, આઇ.એફ.એસ. અધિકારીઓ તથા શિક્ષણ વિભાગના
અને સચિવાલયના વરિષ્ઠ અધિકારીઓ આ ત્રણ દિવસ દરમિયાન દરરોજ પાંચ-પાંચ
શાળાઓમાં કન્યા કેળવણી રથની આગેવાની કરીને પ્રવેશોત્સવમાં ભાગ લઇ રહ્યા
છે. ઉલ્લાસભર્યા વાતાવરણમાં બાળકોને બળદગાડાં, ઊંટગાડીઓ, ટ્રેક્ટર, ટ્રક
વગેરે જેવા વાહનોમાં શાળા સુધી ધોરણ-૧માં નામાંકન માટે વાજતે-ગાજતે
લાવવામાં આવી રહ્યા છે. બાળકોના કપાળે તિલક કરીને, મિઠાઇ કે ચોકલેટ
દ્વારા તેમનું મિઠું મોઢું કરાવીને શાળામાં ઉમળકાભેર આવકાર અપાઇ રહ્યો
છે. સમગ્ર રાજ્યમાં-શાળાઓમાં ઉત્સવ જેવું વાતાવરણ છે.
કન્યા કેળવણી પ્રત્યે વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવા ઓછી મહિલા સાક્ષરતા
ધરાવતા ગામોમાં ધોરણ-૧માં પ્રવેશ મેળવતી કન્યાઓને વિઘાલક્ષ્મી યોજના
અંતર્ગત રૂા. ૧૦૦૦/-ના નર્મદા બોન્ડ આપવામાં આવી રહ્યા છે. બાળકોના અને
ખાસ કરીને કન્યાઓના સો ટકા નામાંકન તથા સ્થાયીકરણ માટે ગ્રામ શિક્ષણ
સમિતિ, માતૃ-શિક્ષક મંડળ, વાલી-શિક્ષક મંડળ તથા સ્વસહાય જૂથો તરફથી પણ
ઉત્સાહભર્યા પ્રયાસો હાથ ધરાયા છે.

***ગોલીબારના "પઝલ મેઝિક' મેગેઝિનમાં અભદ્ર લખાણ અંગે શિક્ષણ મંત્રીશ્રીનો ખૂલાસો પ્રકાશન સંસ્થાને બ્લેક લિસ્ટેડ જાહેર કરીઃ પેનલ્ટી સહિતના તમામ કાયદેસર પગલાં ભરાશે***કસુરવાર સામે ગંભીરત્તમ પગલાં લેવાશે

એજન્સીના તમામ વર્ક ઓર્ડર રદ કરી દેવામાં આવ્યાઃ ૧૯/પ/ર૦૧રના પૂર્વમંજૂરી
લીધા વગર મેગેઝિન શાળાઓમાં રવાના થયાનું ધ્યાને આવતાં સર્વશિક્ષા અભિયાન
કચેરીએ તે જ દિવસે તાત્કાલિક અસરથી મેગેઝિનની બધી નકલો શાળાઓમાંથી પાછી
ખેંચી લીધી


કસુરવાર સામે ગંભીરત્તમ પગલાં લેવાશે
શિક્ષણ મંત્રી રમણલાલ વોરાએ ગોલીબારના "પઝલ મેઝિક' મેગેઝિનના મે-ર૦૧રના
અંકમાં અભદ્ર લખાણ અંગેની પ્રસિધ્ધિના વિવાદ સંદર્ભમાં સ્પષ્ટતા કરતા
જણાવ્યું છે કે, આ અભદ્ર લખાણની બાબત તંત્રના ધ્યાન ઉપર આવતાં જ તેની
એજન્સી મે. અમિષા પિ્રન્ટ એન્ડ પબ્લીશીંગ અમદાવાદનો વર્ક ઓર્ડર તાત્કાલિક
અસરથી રદ કરવામાં આવ્યો છે. તદ્દઉપરાંત જે શાળાઓમાં આ મેગેઝિન પહોંચ્યા
હતા તે તમામ શાળામાંથી તે પાછા ખેંચી લેવામાં આવ્યા છે અને એજન્સીને
બ્લેક લિસ્ટેડ જાહેર કરીને તેની સામે પેનલ્ટી સહિત નિયમાનુસારના પગલાં
ભરવાની કાર્યવાહી તાત્કાલિક હાથ ધરવામાં આવી છે.
શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું કે આ સમગ્ર બાબતને રાજ્ય સરકારે અત્યંત
ગંભીર ધટના તરીકે ધ્યાનમાં લીધી છે. બાળકોમાં વાંચન શકિત ખીલે, સામાન્ય
જ્ઞાનનો વધારો થાય અને ગણિત-વિજ્ઞાન જેવા વિષયોમાં અભિરૂચિ કેળવાય તેવા
હેતુથી સર્વશિક્ષા અભિયાન અંતર્ગત મે. અમિષા પિ્રન્ટ એન્ડ પબ્લીશિંગ,
અમદાવાદને ત્રણ મહિના માટે આ મેગેઝિન પ્રકાશિત કરીને પ્રાથમિક શાળાઓમાં
સપ્લાય કરવા માટેનો વર્ક ઓર્ડર આપેલો હતો અને તે અંગેના ટેન્ડરની શરત
મુજબ એજન્સીએ બાંહેધરી આપી હતી કે મેગેઝિનમાં કોઇપણ નૈતિક મૂલ્યો કે
ચારિત્રયવર્ધક બાબતોનો ભંગ થશે નહીં, તેમજ મેગેઝિન યોગ્ય ગુણવત્તાનું
હશે. એટલું જ નહીં મેગેઝિન સપ્લાય કરતા પહેલાં તેની સંપૂર્ણપણે સ્ટેટ
પ્રોજેકટ ઓફિસ સર્વશિક્ષા અભિયાનમાં ફરજીયાત ખરાઇ કરાવવાની રહેશે અને
મેગેઝિન સપ્લાય કરવાની લેખિત સંમતિ મળે તે પછી કચેરીના કર્મચારીની
હાજરીમાં મેગેઝિન પોસ્ટ કરવાના રહેશે.
આમ, ટેન્ડરની સ્પષ્ટ શરતો મુજબ સ્ટેટ પ્રોજેકટ ઓફિસમાં સક્ષમ અધિકારીને
મેગેઝિન બનાવી તેના નૈતિક મૂલ્યો અને લખાણોની ખરાઇ કરાવવાની શરતોનો
એજન્સીએ સંપૂર્ણ ભંગ કર્યો છે અને કોઇની પાસે ખરાઇ કરાવ્યા વગર, મેગેઝિન
બતાવ્યા વગર કે પૂર્વમંજૂરી લીધા વગર શાળાઓમાં તા.૧૯/પ/ર૦૧ર ના રોજ પોસ્ટ
કરી દીધા હતા જેને અત્યંત ગંભીર ગણીને સર્વશિક્ષા અભિયાને આ બાબત
ધ્યાનમાં આવતાં જ ધડીના પણ વિલંબ વગર તે જ દિવસે એટલે કે તા.૧૯/પ/ર૦૧રના
રોજ એજન્સીને નોટિસ આપી દીધી હતી અને વર્કઓર્ડર તાત્કાલિક અસરથી રદ
કરવામાં આવ્યો હતો અને શાળાઓમાંથી મેગેઝિન પરત ખેંચી લેવામાં આવ્યા હતા.
શિક્ષણ મંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે મેગેઝિનમાં પ્રસિધ્ધ થયેલા
અભદ્ર લખાણની સમગ્ર બાબત અત્યંત ગંભીર છે. અને એટલે જ રાજ્ય સરકાર
જવાબદારો સામે નિયમાનુસાર પગલાં લેવામાં કોઇપણ કચાશ રાખવાની નથી.

મુખ્યમંત્રીશ્રી નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના સાગરકાંઠાના ગામોમાં કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવના જનઅભિયાનનું નેતૃત્વ કરશે

મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવના સફળ
દશમાં અભિયાન અંતર્ગત શનિવારે, જલાલપોરના સાગરકાંઠાના બે ગામો આટ અને
તવડી ગામોમાં બાળકોનું શાળા નામાંકન કરાવશે અને પ્રેરક માર્ગદર્શન પુરૂં
પાડશે.