અનુયાયીઓ

રવિવાર, 17 જૂન, 2012

શાળા પ્રવેશોત્સતવ એ બાળકોના જીવનનું યાદગાર સંભારણું છે. -ધારાસભ્યતશ્રી ગોવિંદભાઇ પટેલ સફળતા મેળવવા માટે શિક્ષણનો મહત્તમ લાભ લેવાનો અનુરોધ કરતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉપાધ્યાોય

શાળા પ્રવેશોત્સતવ એ બાળકોના જીવનનું યાદગાર સંભારણું છે. -ધારાસભ્યતશ્રી
ગોવિંદભાઇ પટેલ
સફળતા મેળવવા માટે શિક્ષણનો મહત્તમ લાભ લેવાનો અનુરોધ કરતા જિલ્લા વિકાસ
અધિકારીશ્રી ઉપાધ્યાોય
રાજકોટ તાલુકાના ધો.૧ના તમામ બાળકો માટે રૂ. બે લાખ આપનાર દાતાશ્રી
પૃથ્વી રાજસિંહ જાડેજાનું વિશેષ સન્માાન રાજકોટ તાલુકાના માઘાપર ગામે
યોજાયેલો શાળા પ્રવેશોત્સમવ
રાજકોટ
રાજય વ્યાલપી શાળા પ્રવેશોત્સ વના અંતિમ ચરણ અન્વ યે રાજકોટ તાલુકાના
માઘાપર ખાતે યોજાયેલા શાળા પ્રવેશોત્સુવ કાર્યક્રમમાં ઘારાસભ્ય‍શ્રી
ગોવિંદભાઇ પટેલે જણાવ્યુા હતુ કે ધો-૧માં પ્રવેશ મેળવનાર બાળકને રાજયના
અધિકારીઓ અને ગામના અગ્રણી નાગરિકો આવકારે તે બાબત બાળક માટે જિદગીભરનું
સંભારણું બની રહે છે. ધારાસભ્યછશ્રી ગોવિંદભાઇએ આ પ્રસંગે ગોંડલના
મહારાજાશ્રી ભગવતસિંહજીની શિક્ષણ પ્રત્યે ની દીર્ધદ્રષ્ટિ્ને બિરદાવતાં
જણાવ્યુશ હતુ કે ગોંડલ તાલુકાની ૯૦ વર્ષની વૃધ્ધાન પણ શિક્ષિત છે જે
ભગવતસિંહજી જેવા રાજવીને આભારી છે.

રાજયને સો ટકા સાક્ષર કરવા રાજય સરકારે ૧ લાખ ૩૩ હજાર શિક્ષકોની ભરતી કરી
શાળાઓને શૈક્ષણિક સાધનોથી સુવિધાસભર બનાવી છે. અનુસૂચિત જાતિ વિકાસ
નિગમના અધ્યવક્ષશ્રી ઝવેરભાઇ ચાવડા
રાજકોટ તાલુકાના વાવડી, કણકોટ, વીરડા વાજડી, મોટામવા, અને મુંજકા ગામોમાં
યોજાયેલ શાળા પ્રવેશોત્સમવ કાર્યક્રમમાં ૧૦૭ બાળકોનું પ્રથમ ધોરણમાં
નામાંકન કરાયું
રાજકોટ
ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમના ચેરમેનશ્રી ઝવેરભાઇ ચાવડાએ રાજકોટ
તાલુકાના વાવડી, કણકોટ, વીરડા વાજડી, મોટામવા અને મુંજકા ગામોમાં
ધોરણ-૧માં પ્રવેશપાત્ર ભૂલકાઓને આવકારી નામાંકન કર્યુ હતું. દરેક ગામોમાં
બાળકોને શાળા પ્રવેશોત્સકવ પ્રસંગે અભ્યાતસ કીટ અર્પણ કરી રંગેચંગે
પ્રવેશ અપાયો હતો. અધ્યોક્ષશ્રી ઝવેરભાઇ ચાવડાએ આજના સમયમાં શિક્ષણની
આવશ્યેકતા પર ભાર મુકતા જણાવ્યુ્ હતુ કે રાજયના મુખ્યયમંત્રીશ્રી
નરેન્દ્ર ભાઇ મોદીએ રાજયનો સુશિક્ષીત વિકાસ કરવો હશે તો રાજયને સો ટકા
સાક્ષર કરવું જ પડશે જે ધ્યેીયને ધ્યામનમાં રાખી છેલ્લાશ દશ વર્ષથી
ગુજરાત સર્વ શિક્ષા અભિયાન કાર્યક્રમ હેઠળ રાજયને સો ટકા સાક્ષર કરવા
શાળા પ્રવેશોત્સાવ, કન્યા્ કેળવણી રથ મહોત્સવવ, ગુણોત્સાવ જેવા અનેક
કાર્યક્રમો લોક ભાગીદારીને જોડી શરૂ કર્યા છે, એટલું જ નહિ રાજયમાં
પ્રાથમિક શિક્ષણ મફત આપવા સાથે અનેક શૈક્ષણિક સવલતો સહાય પણ આપી છે.
શાળામાં ૧ લાખ ૩૩ હજાર શિક્ષકોની ભરતી કરવા સાથે ધોરણ-૮ના તજજ્ઞ ઉંચી
શૈક્ષણિક ડીગ્રી ધરાવતા શિક્ષકોની પણ ભરતી કરી છે. શાળાઓના શિક્ષણમાં
સુધારો લાવવા સાથે શાળાના સુવિધાવાળા મકાનોના બાંધકામ કરી, તેમાં વીજળી,
પંખા, કોમ્યુરો ટર લેબ, પ્રયોગશાળા સહિતની સુવિધા ઉભી કરાઇ છે. ત્યા,રે
વાલીઓ ખાનગી શાળાઓનો મોહ છોડી પોતાના બાળકોને સરકારી શાળામાં શિક્ષણ
અપાવવું જોઇએ અને સાથે સરકારના આ સો ટકા સાક્ષરતાના કાર્યક્રમમાં
પ્રત્યેીક બાળકને શિક્ષણ અપાવી સહયોગી બને તેમ જણાવ્યુર હતું. તેમણે
શિક્ષિત કન્યા‍ઓએ આજે અનેક ક્ષેત્રે પોતાની પ્રતિભા પ્રતિપાદીત કરી છે
તેમ જણાવી કન્યાર કેળવણી ઉપર ખાસ ભાર મુકયો હતો.
આ પ્રસંગે જિલ્લા્ ગ્રામ વિકાસ એજન્સી્ના નિયામકશ્રી કે.કે.વાગડીયાએ દરેક
વાલીઓ પોતાના બાળકને શિક્ષણ આપવા સાથે બાળક પુરુ શિક્ષણ મળેવે તેની કાળજી
લે તે જરુરી છે તેમ જણાવ્યુો હતું.


સાક્ષરતાદર વધારવા અને ડ્રોપ આઉટ રેશીયો ઘટાડવાના રાજય સરકારના
પ્રયત્નોદમાં નાગરિકોનો સહકાર ખૂબ જરૂરી
-ગ્રામ વિકાસ રાજયમંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયા
ટંકારા તાલુકાના પાંચ ગામોએ ૫૩ બાળકોને મંત્રીશ્રીએ શાળા પ્રવેશ કરાવ્યો્.
રાજકોટ
રાજયવ્યાજપી શાળા પ્રવેશોત્સાવના અંતિમ ચરણમાં આજે ટંકારા તાલુકાના
બંગાવડી ગામે ગ્રામવિકાસ રાજયમંત્રીશ્રી મોહનભાઇ કુંડારિયાએ ચૌદ બાળકોને
શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીએ ગ્રામજનોને સંબોધતાં
જણાવ્યું હતું કે, રાજયસરકાર દ્વારા છેલ્લાબ દશ વર્ષથી રાજયભરમાં યોજાતા
શાળા પ્રવેશોત્સ વનો આશય સાક્ષરતાદર વધારવાનો અને ડ્રોટ-આઉટ રેશીયો
ઘટાડવાનો છે. આ ભગીરથ કાર્યમાં નાગરિકોનો સહકાર ખૂબ જ જરૂરી છે, એમ
જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે, ગ્રામજનોના સહકાર થકી જ પ્રાથમિક
શિક્ષણનું ચિત્ર ઉજળું બન્યું છે. ઢોલ-નગારાના તાલે ૭ કુમારો અને ૭
કન્યા્ઓને ધોરણ-૧માં મંત્રીશ્રી કુંડારિયાએ વાજતે-ગાજતે પ્રવેશ કરાવ્યોક
હતો. અને ઉપસ્થિ ત વાલીગણને સંબોધતાં જણાવ્યુંધ હતું કે, એકવીસમી સદી
વિજ્ઞાનની સદી છે, જેમાં ઉચ્ચ્ શિક્ષણ મેળવનાર બાળકો જ ટકી શકશે. આ
દિશામાં આગળ વધવા માટે રાજયસરકાર દ્વારા તાલીમબધ્ધશ શિક્ષકોની પ્રાથમિક
શિક્ષણ ક્ષેત્રે નિયુક્તિ કરવામાં આવી છે, જેથી ગ્રામ્ય્ બાળકો પણ તેમના
જીવનમાં તબક્કાવાર ઉચ્ચષ શિક્ષણ મેળવી શકે. આ માટે ગામલોકોએ પોતાના
બાળકોને શાળામાં અચૂક મોકલવા જોઇએ, અને ગામનું કોઇ પણ બાળક અધવચ્ચેિથી
શાળા ન છોડી જાય, તેનું ધ્યાબન રાખવું જોઇએ, એમ મંત્રીશ્રીએ વધુમાં
જણાવ્યુંમ હતું.


અનુસૂચિત જનજાતિના યુવાનો માટે યોજાનારો સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ
રાજકોટ
ગુજરાત રાજયના ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતાં અનુસૂચિત જનજાતિનાં
વિદ્યાર્થી, બિનવિદ્યાર્થી યુવક-યુવતીઓને સાગરકાંઠા વિસ્તારની પરિભ્રમણ
કાર્યક્રમમાં ભાગ લેવાની તક આપી પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી રાજય
સરકારના કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના ઉપક્રમે
સરકારશ્રીના ખર્ચે સાગરકાંઠા વિસ્તારર પરિભ્રમણ કાર્યક્રમ સંભવતઃ ઓગસ્ટ
-૨૦૧૨માં યોજાશે, જેમાં રાજયભરના ૧૦૦ યુવક-યુવતીઓ ભાગ લઇ શકશે
રાજકોટ ગ્રામ્યત વિસ્તાલરના માત્ર અનુસૂચિત જનજાતિના જે યુવક-યુવતીઓ
તા.૩૧.૭.૨૦૧૨ના રોજ ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય, અને આ
કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છાતા હોય, તેઓએ પોતાની અરજી જિલ્લા રમત-ગમત
અધિકારીશ્રી, રાજકોટ(ગ્રામ્યમ), ૫/૫ બહુમાળી ભવન, રેસકોર્સ, રાજકોટને
તા.૧૦.૭.૨૦૧૨ સુધીમાં મોકલી આપવાની રહેશે.
અરજીમાં સાદા કોરા કાગળમાં(૧) પુરૂ નામ (ર) સરનામું (૩) જન્મ તારીખ/ઉંમર
(૪) એન.સી.સી., પર્વતારોહણ, રમત ગમત સ્પાર્ધામાં ભાગ લીધો હોય તેની વિગત
(૫) અગાઉ આ પ્રકારના કાર્યક્રમોમાં ભાગ લીધો હોય તો તેની વિગત, વ્યવસાય
(૬) શારીરિક તંદુરસ્તી ધરાવતા હોવાનું દાકતરી પ્રમાણપત્ર (૭) અનુસૂચિત
જનજાતિના દાખલા અંગેની નકલ (૮) તાજેતરમાં પડાવેલો પાસપોર્ટ સાઇઝનો
ફોટોગ્રાફ (૯) વાલીનો સંમતિપત્ર (૧૦) શૈક્ષણિક લાયકાત અને (૧૧)
વ્યવવસાયની વિગતો મોકલવાની રહેશે.
રાજયભરમાંથી મળેલ અરજીઓમાંથી પસંદગી સમિતિ દ્વારા યોગ્યતા ધરાવતા ૧૦૦
ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ફકત પસંદ થયેલ યુવક યુવતીઓને જ આ બાબતની
જાણ કરવામાં આવશે, તેમ રાજકોટ(ગ્રામ્યલ)ના જિલ્લાા રમત-ગમત
અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.


ગૌ-પેદાશ આધારિત ઉદ્યોગો અંગે સેમિનાર યોજાશે. રાજકોટ
ગૌ-પેદાશ આધારિત ઉદ્યોગોની શકયતાઓ, તેનાથી થનાર સામાજિક અને આર્થિક
ફાયદાઓ, અને આ ઉદ્યોગોથી થનાર અર્થતંત્રની કાર્યપાલક વિષે આગામી તા.૨૦
જુને પી.ડી.યુ. મેડીકલ કોલેજના ઓડીટોરીયમમાં સાંજે ૪ થી ૭ દરમિયાન
યોજાશે. ગુજરાત સરકારના ગૌસેવા આયોગ, ગાંધીનગર અને જિલ્લાથ ઉદ્યોગ
કેન્દ્રક-રાજકોટના સંયુકત ઉપક્રમે યોજાનાર આ સેમિનારમાં ગૌ-પેદાશ આધારિત
ઉદ્યોગો બાબતે વિવિધ તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. બાયોગેસ,
ગૌમુત્ર અને ગૌ-પેદાશોના ઔષધીય ઉપયોગો, તથા આવી વિવિધ પેદાશો અંગેની
રસપ્રદ જાણકારી ક્ષેત્રનિષ્ણાપતો દ્વારા આપવામાં આવશે. રાજય સરકારના
ઉદ્યોગ ખાતા દ્વારા અપાતી વિવિધ સહાયની માહિતી પણ આ સેમિનારમાં આપવામાં
આવશે, જેનો જાણકારોને લાભ લેવા રાજકોટના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રપના જનરલ
મેનેજરશ્રી બારહટની યાદીમાં જણાવાયું છે.


ગામડાને બેઠા કરવા આ સરકારે અનેક પગલાં લીધા છે;
શ્રી કનુભાઇ ભાલાળા, કૃષિ રાજ્ય મંત્રી
જામકંડોરણા તાલુકાના સાતોદડ, બરડિયા, ગુંદાસરી, કાનાવડાળા, દડવી ગામમાં
શાળા પ્રવેશોત્સવની ઉજવણી, ત્રણ દિવસમાં ૭૪૯ બાળકોનો વિદ્યામંદિરોમાં
નામાંકન કરાયું
રાજકોટ
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રાના અંતિમ તબક્કામાં કૃષિ
રાજ્ય મંત્રી શ્રી કનુભાઇ ભાલાળા જામકંડોરણા તાલુકામાં સાતોદડ, બરડિયા,
ગુંદાસરી, કાનાવડાળા, દડવી ગામમાં યોજાયેલા કાર્યક્રમમાં સહભાગી બન્યા
હતા અને બાળકોને વિદ્યામંદિરોમાં પ્રવેશો અપાવ્યો હતો. આ ત્રણ દિવસ
દરમિયાન જામકંડોરણા તાલુકામાં ૩૮૪ કુમાર અને ૩૬૫ કન્યા મળી કુલ ૭૪૯
બાળકોનું નામાંકન કરવામાં આવ્યું હતું. તેની સાથે ગ્રામ્ય વિસ્તારનો
મહોત્સવ પૂર્ણ થયો હતો. આ તકે રાજ્ય મંત્રી શ્રી ભાલાળાએ રાજ્ય સરકારે
ગામડાને બેઠા કરવા અનેક પ્રકારના પગલાં લીધા હોવાનું કહ્યું હતું.


શાળામાં સો ટકા નામાંકનની સાથોસાથ શાળાની શૈક્ષિણક ગુણવત્તા ઉંચી આવે તે
જરૂરી -પ્રભારી સચિવશ્રી રાજગોપાલ
પ્રભારી સચિવશ્રી રાજગોપાલે જેતપુર તાલુકાનાં ખીરસરા અને સ્ટેંશન વાવડી
ગામોમાં બાળકોને શાળા પ્રવેશ કરાવ્યોા ધારાસભ્યબશ્રી જશુમતિબેન કોરાટનો
વાલીઓને બાળકોની શૈ્ક્ષણિક કારકીર્દીના ઘડતર માટે જાગૃત રહેવા અનુરોધ

રાજકોટ
રાજયવ્યાેપી શાળા પ્રવેશોત્સનવના ત્રીજા દિવસે આજે ગુજરાત રાજય વાહન
વ્યતવહાર નિગમના વાઇસ ચેરમેનશ્રી અને રાજકોટ જિલ્લારના પ્રભારી સચિવશ્રી
રાજગોપાલે જેતપુર તાલુકાના ખીરસરા અને સ્ટે શન વાવડી સહિતના પાંચ ગામોની
પ્રાથમિક શાળામાં ભૂલકાઓને રંગેચંગે શાળામાં પ્રવેશ કરાવ્યોલ હતો. આ
પ્રસંગે ધારાસભ્યચશ્રી જશુમતી કોરાટ પણ સાથે રહ્યા હતા અને શાળામાં પા પા
પગલી કરતાં ભુલકાઓના વધામણા કર્યા હતા અને તેઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી
હતી. જયારે આંગણવાડીમાં દાખલ થયેલા બાળકો માટે રમકડાની કીટ અને ખુરસી
અર્પણ કરી હતી. બાળકોને પોષણક્ષમ ચોકલેટ પણ આપી તેઓને ખુશ કર્યા હતા.


રાજકોટ જિલ્લાકના મતદાર જોગ જરૂરી સુચના રાજકોટ
આથી રાજકોટ જિલ્લાીના મતદારોને જાણ કરવામાં આવે છે કે ભારતના ચૂંટણી પંચ
તરફથી મતદારયાદી ખાસ સંક્ષિપ્તલ સુધારણા કાર્યક્રમ તા. ૧/૬/૧૨ થી તા.
૨૭/૬/૧૨ દરમ્યામન મતદારોએ તેમના નામ ઉમેરવા, નામ કમી કરવા કે સુધારા કરવા
બાબતે વિગતવાર કાર્યક્રમાં થયેલ સુધારા મુજબ મતદાન મથકે તા. ૧૦/૬/૧૨ તથા
તા. ૧૭/૬/૧૨ રવિવાર ઉપરાંત તા. ર૪/૬/૧૨ રવિવવારે મતદાન મથકે સ્વીમકારશે
જેની સર્વએ નોંધ લેવા કલેકટર અને જિલ્લાા ચૂંટણી અધિકારી ડો.
રાજેન્દ્રરકુમારની યાદીમાં જણાવાયું છે.

સમાજમાંથી શિક્ષણના અભાવને દૂર કરવા લોકોએ શિક્ષણના કાર્ય સાથે તેમનો
'ભાવ' જોડવો પડશે
નાણા મંત્રીશ્રી વજુભાઈ વાળા
ધ્રાંગધ્રા તાલુકાના રાજચરાડી, ભારદ, ગંજેળા, ડુમાણા અને પ્રતાપપુર ગામની
શાળાના બાળકોને પાટી-પેન-દફતર આપી શાળા પ્રવેશ કરાવતાં નાણા મંત્રીશ્રી
વજુભાઈ વાળા
ધોરણ – ૮ માટેના નવા વર્ગખંડોનું મંત્રીશ્રીના હસ્તેે ખાતમુર્હત – લોકાર્પણ
સુરેન્દ્રળનગર,
સુરેન્દ્રળનગર જિલ્લામાં યોજાયેલા ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ
કાર્યક્રમના આજના ત્રીજા દિવસે રાજ્યના નાણા મંત્રીશ્રી અને
સુરેન્દ્રજનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી વજુભાઈ વાળાએ જિલ્લાના
ધ્રાંગધ્રા તાલુકાના રાજચરાડી, ભારદ, ગંજેળા, ડુમાણા અને પ્રતાપપુર ગામો
ખાતે ઉપસ્થિાત રહી શાળામાં પ્રવેશપાત્ર કુમાર – કન્યાાઓને પાટી-પેન-દફતર
આપીને તેમને શાળા પ્રવેશ કરાવ્યો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત રાજચરાડી ગામે યોજાયેલા આ શાળા પ્રવેશોત્સવ
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિ.ત રહેલા બાળકોના વાલીઓને
શિક્ષણયજ્ઞના આ કાર્યક્રમમાં ઉપસ્થિોત રહેવા બદલ અભિનંદન આપતાં
નાણામંત્રીશ્રી વજુભાઈ વાળાએ જણાવ્યું હતુ કે, ગુજરાતની ભૂમિ એ
સંસ્કાઆરોની ભૂમિ છે, આ ભૂમિ ઉપર જન્મેલી પ્રત્યેક વ્યક્તિ શિક્ષીત બને
તે માટે રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ આહલેખ જગાવી દિકરાની સાથે દિકરીઓ પણ
ભણે તે માટે કન્યાક કેળવણી રૂપી યજ્ઞ આરંભ્યો છે.


રાજય સરકારે શિક્ષણ ક્ષેત્રે આમુલ પરિવર્તનો દ્વારા ગુજરાતમાં શિક્ષણને
ધબકતુ કર્યુ છે
- ચેરમેનશ્રી રતિલાલ યાદવ
વઢવાણ તાલુકામાં ડાંગસીયા વસાહત, માળોદ, ખોલડીયાદ, ખેરાળી અને મુંજપર
ગામોની શાળામાં ઉજવાયો શાળા પ્રવેશોત્સ વ
સુરેન્દ્રળનગર:- સુરેન્દ્રાનગર જિલ્લાન શાળા પ્રવેશોત્સભવ. કાર્યક્રમ
અંતર્ગત ગઇકાલે સુરેન્દ્રભનગર જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના
ચેરમેનશ્રી રતિલાલ યાદવે વઢવાણ તાલુકાની ડાંગસીયા વસાહત, માળોદ,
ખોલડીયાદ, ખેરાળી અને મુંજપર ગામોની શાળામાં જઇ પ્રવેશપાત્ર બાળકોને
પાટી- પેન- દફતર આપી શાળા પ્રવેશ કરાવ્યો, હતો.
આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ઉદ્દબોધન કરતાં ચેરમેનશ્રી રતિલાલ
યાદવે જણાવ્યુંશ હતુ કે, રાજય સરકારે છેલ્લાપ એક દસકામાં શિક્ષણ ક્ષેત્રે
આમુલ પરિવર્તનો દ્વારા ગુજરાતમાં શિક્ષણને ધબકતું કર્યુ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, ૧૦ વર્ષોમાં રાજયમાં ૭૫,૮૪૮ શાળાના
ઓરડાઓનું નિર્માણ કર્યુ છે, સાથોસાથ ૨૦,૫૦૦ ઉચ્ચંતર પ્રાથમિક શાળાઓમાં
કોમ્યુારા ટર અને ટીવી સેટ આપીને શાળાઓને આધુનિક સુવિધાઓથી સજજ કરી છે.
ચેરમેનશ્રી યાદવે વધુમાં ઉમેર્યુ હતુ કે, રાજ્ય સરકાર દ્વારા ૫૦૦૦
આચાર્યોની ભરતીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. અને આગામી દિવસોમાં બીજા
૧૦,૦૦૦ આચાર્યની ભરતી પણ કરવામાં આવનાર છે. આ ઉપરાંત છેલ્લાર બે વર્ષમાં
૨૧,૬૨૫ જેટલા ગણિત-વિજ્ઞાન અને ભાષાના શિક્ષકોની ભરતી કરીને શિક્ષણને
સાચા અર્થમાં સંસ્કારરીત કર્યુ છે. જેના કારણે રાજયમાં સાક્ષરતાનો દર
નોંધપાત્ર વધ્યોિ છે.

પ્રાથમિક શિક્ષણ એ વ્યકિતના વિકાસનું પ્રથમ પગથિયું છે -નાયબ વન
સંરક્ષકશ્રી જોષી લીંબડીના ગોપાલનગર, જામડી, બોરાણા, પાદરી અને સૌકા
ગામોએ પ્રવેશપાત્ર ભૂલકાંઓનો ધોરણ -૧ માં રંગેચંગે પ્રવેશ
ઉમરડા વાડી વિસ્તાીરનું પુનરાવર્તન કરતું લીંબડીનું ગોપાલનગરઃ ૩ બાળકોના
શાળા પ્રવેશ માટે ભરવાડ સમાજનું આખેઆખું ગામ હાજર રહીને ભાવિ પેઢીના
વિકાસ માટેની જાગૃતિના દર્શન કરાવ્યાં
સુરેન્દ્રેનગર,
સુરેન્દ્રેનગર જિલ્લા માં શાળા પ્રવેશોત્સ વ- કન્યાય કેળવણી રથયાત્રાના
ભાગરૂપે ગઇકાલે લીંબડી તાલુકાના ગોપાલનગર, જામડી, બોરાણા, પાદરી અને સૌકા
ગામોએ યોજાયેલા શાળા પ્રવેશોત્સવવના કાર્યક્રમમાં નાયબ વન સંરક્ષકશ્રી
જે.બી.જોષીએ પ્રવેશપાત્ર ભૂલકાંઓને ધોરણ-૧ માં પ્રવેશ કરાવી પેન, પાટી,
દફતરનું વિતરણ કરી બાળકોને પ્રોત્સાનહિત કર્યા હતાં.
ગોપાલનગર ખાતે યોજાયેલા કાર્યક્રમને દિપ પ્રાગટય દ્વારા ખુલ્લોશ મૂકતાં
શ્રી જોષીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક શિક્ષણ એ વ્ય કિતના વિકાસનું
પ્રથમ પગથિયું છે. રાજય સરકાર દ્વારા શિક્ષણને પ્રોત્સામહન આપી તેનો
વ્યાયપ વધારવા લેવાયેલાં અનેકવિધ પગલાંઓની જાણકારી આપતાં ઉમેર્યું હતું
કે, રાજયમાં ૨૦,૫૦૦ થી પણ વધુ શાળાઓમાં કોમ્યુધાર ટરના સાધનોની સુવિધા
પુરી પડાઈ છે. આજના વૈશ્વિક સ્પરર્ધાના યુગમાં શિક્ષણનું મહત્વજ ખૂબ જ
વધ્યુંા છે, ત્યાોરે દિકરાઓના શિક્ષણની સાથે-સાથે દિકરીઓ માટે પણ
કસ્તુારબા ગાંધી સ્કૂવલ છાત્રાલય જેવી અનેકવિધ સુવિધાઓનો લાભ મેળવી
બાળકોના ઉજજવળ ભાવિ ધડતરના કાર્યમાં સહાયરુપ થવા તેમણે ઉપસ્થિકત વાલીઓને
અનુરોધ કર્યો હતો. મુખ્યમમંત્રીશ્રીને મળતી ભેટ-સોગાદોની હરાજીની રકમ
કન્યાશ કેળવણી નીધિમાં જમા કરાવીને દિકરીઓના શિક્ષણને અપાતા
પ્રોત્સારહનની પણ તેમણે જાણકારી આપી હતી. લીંબડી તાલુકામાં કાર્યરત ૮૦
જેટલી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૮ ના અભ્યા‍સક્રમની સુવિધા ચાલુ વર્ષના અંત
સુધીમાં પ્રાપ્તડ થઇ જશે.

કલસ્ટમર બેઇઝ ડ્રીપ ઈરીગેશન ઇન કોટનમાં કલસ્ટમર બનાવી ટપક પધ્ધઅતિનો લાભ
લેવા અનુરોધ
સુરેન્દ્રોનગર;- નાયબ ખેતી નિયામક (વિ), ખેડુત તાલીમ કેન્દ્રઇ
સુરેન્દ્રાનગરની યાદી જણાવે છે કે વર્ષ ૨૦૧૧-૧૨ એન્હે્સ્મેરન્ટગ ઓફ્
પ્રોડકિટવિટિ ઓફ્ કોટન ન્યુ સ્પેનશિયલ ઇન્સિદએટિવ ફોર ડ્રીપ ઇરીગેશન
કલસ્ટાર બેઇઝ અંડર આર.કે.વી.વાય યોજનામાં કપાસનુ વાવેતર કરતા ખેડુતો પાસે
જી.જી.આર.સી દ્વારા ડ્રીપ વસાવવા માંગતા ખેડુતોને ૫૦ ટકા ઉપરાંતની હેકટર
દીઠ રૂ.૨૦,૦૦૦ મુજબ વધુમાં વધુ ૨ હેકટરના લાભ માટે અરજીઓ મંગાવવામાં આવેલ
અને તે મુજબ અંદાજે ૩૩૦૦/- ખેડુતો એ અરજીઓ કરેલ છે, અને તે મુજબ અંદાજે
૫૩૦૦/- હેકટર માટે સહાય મંજુર કરવા અત્રેથી ભલામણ કરવામાં આવેલ તે પૈકી આ
યોજનાથી ઘણા બધા ખેડુતોએ આર.કે.વી.વાય યોજનાની વધારાની સહાયનો લાભ મેળવી
ડ્રીપ વસાવેલ છે જે ખેડુતો અભિનંદનને પાત્ર થાય છે.
ચાલુ વર્ષે ૨૦૧૨-૧૩ માં પણ આર.કે.વી.વાય યોજના હેઠળ ઇંક્રીઝીંગ ક્રોપ
પ્રોડ્કશન એન્ડા વોટર યુઝ એફીશીયન્સીુ થ્રુ. એમ આઇ એમ કલસ્ટ ર બેજ કોટન
ગ્રોવીંગ એરીયા એન્ડમ લો વોટર ટેબલ એરીયા યોજના અંતર્ગત સુરેન્દ્ર નગર
જિલ્લાટનો નવો લક્ષાંક અત્રેની કચેરીને મળેલ છે. આથી આ યોજના અંતર્ગત ૫૦
ટકા ઉપરાંતની વધારાની સહાય મેળવી કલસ્ટિર બેઇઝ ડ્રીપ ઇરીગેશન ઇન કોટનમાં
કલસ્ટળર બનાવી (ઓછામાં ઓછું પ હેકટર લાભાર્થીઓ) તમામ તાલુકાના ખેડૂતોને
અરજીઓ રજુ કરવા જણાવવામાં આવે છે. આ ઉપરાંત આર.કે.વી.વાય. યોજનાની આ જ
યોજનાની અમલીકરણના શરતોને ધ્યાુને લઇ વોટર રંક તૈયાર કરવા ખેડૂતોને
૨૫,૦૦૦/- મુજબ સહાય મળવાપાત્ર થાય છે. તો તે માટે પણ અરજીઓ મંગાવવામાં
આવી છે.


સુરેન્દ્રતનગર જિલ્લામાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્તસ સુધારણા કાર્યક્રમની
મુદ્દતમાં વધારો : હવે તા. ૨૭ મી સુધી સુધારણા કામગીરી ચાલશે
જિલ્લાવાસીઓને મતદાર યાદીમાં નામની ખરાઈ તથા હક્ક-દાવા રજુ કરી
આ મતદાર યાદી ખાસ સંક્ષિપ્તં સુધારણા કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ
સુરેન્દ્રાનગર,
સુરેન્દ્રાનગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રીની એક
અખબારી યાદીમાં જણાવ્યાર પ્રમાણે અધિક મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી –
ગાંધીનગરની સૂચના પ્રમાણે અને ભારતના ચૂંટણી પંચના આદેશ અનુસાર
સુરેન્દ્ર્નગર જિલ્લામાં તા. ૧/૧/૨૦૧૨ ની લાયકાતની સ્થિ તિએ મતદાર યાદી
ખાસ સંક્ષિપ્તક સુધારણા કાર્યક્રમ તા. ૧/૬/૨૦૧૨ થી શરૂ થઈ તા. ૧૮/૬/૨૦૧૨
સુધી ચાલનાર હતો, જેની મુદ્દતમાં વધારો કરીને આ કાર્યક્રમ હવે તા.
૨૭/૬/૨૦૧૨ સુધી લંબાવવામાં આવ્યો છે.
મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અન્વયે તેની મુદ્દતમાં
કરાયેલા સુધારા મુજબ આ કાર્યક્રમ આગામી તા. ૨૭ મી જુન – ૨૦૧૨ સુધી
ગ્રામસભા/શહેરી મતદાર યાદીના સબંધિત ભાગોનું વાંચન થશે. તા. ૧૭ અને ૨૭ મી
જુન – ૨૦૧૨ ના રોજ નિયોજીત સ્થ૧ળોએ હક્ક – દાવા, વાંધા સ્વિનકારવા માટેની
ખાસ ઝૂંબેશ હાથ ધરાશે. હક્ક-દાવા અને વાંધાઓ નિકાલ કરવાની છેલ્લી તારીખ
૨૦ મી જુલાઈ – ૨૦૧૨ તથા પુરવણી યાદીઓ તૈયાર કરવી, છાપકામની તથા ડેટા
એન્ટ્રી બાદ ચકાસણી સહિતની તમામ કામગીરીની છેલ્લી તારીખ ૯ મી ઓગષ્ટદ –
૨૦૧૨ રહેશે. જ્યારે તા. ૧૪/૮/૨૦૧૨ ના રોજ ફોટાવાળી મતદાર યાદીની આખરી
પ્રસિંધ્ધિટ કરવામાં આવશે.
આ કાર્યક્રમ દરમિયાન નામ નોંધણી માટે, નામ કમી અને નામની વિગતમાં સુધારા
માટેના હક્ક-દાવા અને વાંધા રજુ કરવા મતદારોને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી
અને જિલ્લા કલેકટરશ્રી પ્રદીપ શાહ તરફથી અનુરોધ કરવામાં આવ્યોર છે.


લીંબડી તાલુકામાં મધ્યાલહન ભોજન કેન્દ્રોે માટે મહિલા સંચાલકની જગ્યા
માટે અરજી કરો

સુરેન્દ્રલનગર,
સુરેન્દ્રલનગર જિલ્લા ના લીંબડી તાલુકાના આણંદપર, રોજાસર, શિયાણી,
રામરાજપર, સમલા, દોલતપર અને કમાલપુર ખાતે મધ્યારહન ભોજન યોજના કેન્દ્ર
માટે મહિલા સંચાલકની ખાલી જગ્યા્ ભરવાની થાય છે. આ ખાલી જગ્યાુના કેન્દ્ર
માં સંચાલક તરીકે ફરજ બજાવવા ઇચ્છિતા હોય તેવા ફકત મહિલા ઉમેદવારોએ નિયત
નમૂનામાં અરજી ફોર્મ મામલતદાર કચેરી- લીંબડી ખાતેથી રૂબરૂ મેળવી સંપૂર્ણ
વિગતો સહિતની અરજી કચેરીના કામકાજના દિવસો દરમિયાન તા. ૭ મી જુલાઈ-૨૦૧૨
સુધીમાં મામલતદારશ્રી, લીંબડી કચેરીને મળે તે રીતે મોકલી આપવા
મામલતદારશ્રી, લીંબડી ની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

ટિપ્પણીઓ નથી: