રૂા.૨૩ કરોડનાં ખર્ચે વિરમગામ-બેચરાજી ધોરીમાર્ગને ૧૦ મીટર પહોળો કરાશે
મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે કામનો પ્રારંભ કરાવ્યો
રાજ્યમાં આંતરમાળખાકીય સુવિધા સાથે ઔઘોગિક ક્ષેત્રે હોય કે માર્ગ-મકાન
ક્ષેત્રે સતત લોકહિતના કામો થતા રહ્યાં છે તેમ મહેસુલ મંત્રી શ્રીમતી
આનંદીબેન પટેલે વિરમગામ-બેચરાજીના ધોરીમાર્ગના રસ્તાના મજબૂતીકરણ અને ૧૦
મીટર પહોળા રસ્તાના કામોનું ખાતમૂહર્ત કરતા જણાવ્યું હતું.
રૂા.૨૩ કરોડના ખર્ચે ૪૩ કિલોમીટરના વિરમગામ-બેચરાજી ધોરીમાર્ગને ૧૦ મીટર
પહોળો કરવામાં આવશે જેનાથી માર્ગ-પરિવહન ક્ષેત્રે વધુ સુગમતા રહેશે.
સુપ્રસિધ્ધ બેચરાજી યાત્રાધામે આવતા ધસારા અને ઔઘોગિક વિકાસને ધ્યાને
લઇને આ માર્ગના મજબૂતીકરણ દ્વારા ટ્રાફિકને હળવો કરી શકાશે.
રાજ્યમાં માર્ગ વિકાસની સિધ્ધિઓનો ઉલ્લેખ કરી મંત્રીશ્રીએ રાષ્ટ્રીય અને
રાજ્ય ધોરીમાર્ગોની વૈશ્વિક નોંધ લેવાઇ છે તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે મહેસાણાના સાંસદ શ્રીમતી જયશ્રીબેન પટેલ, ધારાસભ્ય શ્રી
પ્રાગજીભાઇ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી સુરેશભાઇ પટેલ, તાલુકા પંચાયતના
પ્રમુખશ્રીઓ, સદસ્યશ્રીઓ તથા અધિકારીઓ ગ્રામજનો મોટી સખ્યામાં ઉપસ્થિત
રહ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો