કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ સંસ્કારયુકત શિક્ષણ એ જ સૌનો નિર્ધાર છે -
શિક્ષણ મંત્રી શ્રી રમણલાલ વોરા
૨૦૧૨થી રૂા.૨૦૦૦ના વિઘાલક્ષ્મી બોન્ડ અને ધો-૮ પ્રવેશ પર રૂા.૩૦૦૦ના બોન્ડ અપાશે
કન્યા કેળવણી શાળા પ્રવેશ મહોત્સવે સંસ્કારયુકત શિક્ષણ એ જ સૌનો નિર્ધાર
છે એમ શિક્ષણ મંત્રી શ્રી રમણલાલ વોરાએ નાઝ પ્રાથમિક શાળા પ્રવેશોત્સવ
પ્રસંગે જણાવ્યું હતું.
દસક્રોઇ તાલુકાના નાઝ ગામે નાઝ પ્રાથમિક શાળામાં ધો-૧માં કુલ ૩૨ બાળકોના
શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,
સરકાર જનભાગીદારી દ્વારા શાળા પ્રવેશોત્સવનો દશાબ્દી મહોત્સવ મનાવી રહ્યા
છીએ. રાજ્યની ૩૩ હજાર શાળાઓમાં આજે ગ્રામીણ શાળા પ્રવેશોત્સવ પૂર્ણ થશે.
સૌના અથાગ પરિશ્રમથી ગ્રામીણ અને શહેરી વિસ્તારોની શાળામાં ૧૦૦ ટકા
નામાંકન અને નિયમિતતાનો યશ રાજ્ય સરકારના મુખ્યમંત્રીશ્રીને ફાળે જાય છે.
જેમાં રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ અને જનભાગીદારીના દાતાશ્રીઓનો અમૂલ્ય
ફાળો છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો