અનુયાયીઓ

રવિવાર, 17 જૂન, 2012

રૂા.૧૨.૮૮ કરોડના ખર્ચે નવનિર્મિત તાલુકા સેવાસદન ધોળકાનું લોકાર્પણ

રૂા.૧૨.૮૮ કરોડના ખર્ચે નવનિર્મિત તાલુકા સેવાસદન ધોળકાનું લોકાર્પણ -
મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ
સર્વાંગીણ વિકાસની દિશામાં ગુજરાત અગ્રેસર છે - શ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા
૨૦ વહીવટી કચેરીઓની કામગીરી તરીક જ સદનમાં
અમદાવાદ જિલ્લાનાં તાલુકાઓ પૈકી વિવિધ સરકારી કચેરીઓના મધ્યસ્થીકરણનાં
ઉદ્દેશથી સરકાર દ્વારા રાજ્યના આઠ તાલુકાઓ પૈકી જિલ્લાના ધોળકા મુકામે
તાલુકા સેવાસદન ધોળકાના નવનિર્મિત મકાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
રૂા.૧૨.૮૮ કરોડના ખર્ચે નવનિર્મિત ધોળકા તાલુકા સેવાસદનના લોકાર્પણ
સમારોહના અધ્યક્ષસ્થાનેથી બોલતા માર્ગ મકાનમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે
જણાવ્યું હતું કે, ટીમ તાલુકા દ્વારા આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો
સમાજની ઝડપી અને યોગ્ય સેવા દ્વારા કર્મયોગીઓ સાકાર કરશે. અઘતન તાલુકા
સદનમાં મામલતદાર, એ.ટી.વી.ટી, જન સેવા કેન્દ્ર, સીટી સર્વે, ટ્રેઝરી,
પ્રાંત કચેરી, નર્મદા, ઇરિગેશન, આઇ.સી.ડી.સી., વન વભિાગ જેવી ૨૦ કચેરીઓની
કામગીરી એક જ સ્થળેથી પૂર્ણ થશે, જેથી નાગરિકોના નાણાં અને સમયની બચત
થશે.

ટિપ્પણીઓ નથી: