અનુયાયીઓ

રવિવાર, 17 જૂન, 2012

મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ત્રણ દિવસના વિરાટ કન્યા કેળવણી શાળાપ્રવેશ મહોત્સવનું સમાપન હવે ર૮-ર૯-૩૦ જુન દરમિયાન શહેરી વિસ્તારમાં યોજાશે

મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ત્રણ દિવસના વિરાટ કન્યા કેળવણી શાળાપ્રવેશ
મહોત્સવનું સમાપન
હવે ર૮-ર૯-૩૦ જુન દરમિયાન શહેરી વિસ્તારમાં યોજાશે
...
આટ અને તવડી ગામોમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં અનોખો ઉત્સવ...
કુપોષણ અને નિરક્ષરતા સામે સરકારે જંગ છેડયો છે
...નરેન્દ્રભાઇ મોદીએ દક્ષિણ ગુજરાતના સાગરકાંઠે જલાલપોર તાલુકામાં
ગુજરાતની આવતીકાલને સુશિક્ષિત બનાવવા સમાજ સંવેદના ઉજાગર કરી
સરકારી પ્રાથમિક શાળાનું શિક્ષણ ઉત્તમ બનીને જ રહેશે
સમાજ સમસ્તમાં પ્રાથમિક શિક્ષણ માટેનું મમત્વ જાગવું જોઇએ
ગુજરાતને શિક્ષણ માટેની ઉદાસિનતા પાલવે જ નહી
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દશમા કન્યા કેળવણી અને શાળા
પ્રવેશોત્સવના ત્રણ દિવસના વિરાટ જનઅભિયાનના સમાપન દિવસે એવી આહ્લેાક
જગાવી હતી કે ગુજરાતના બાળકના ભવિષ્ય માટે સમાજ જવાબદારી ઉપાડે. શિક્ષણ
પ્રત્યે ઉદાસિનતા ગુજરાતને પાલવે તેમ નથી.
ચૂંટણીના આ વર્ષમાં મત માટેની ચિંતા કરવાને બદલે ભુલકાંઓના જીવનનું ભાવિ
ધડવા આ સરકારે ભેખ લીધો છે એવી દેશમાં આ પહેલી સરકાર છે એમ પણ તેમણે
જણાવ્યું હતું.
સમગ્ર ગુજરાતના ૧૮૦૦૦ ગામોની ૩૨૭૭૨ સરકારી પ્રાથમિક શાળાઓમાં સો ટકા
નામાંકન સાથે શિક્ષણને ગુણવત્તાસભર બનાવવામાં સમાજની સંવેદના ઉજાગર કરવા
સતત દશમાં વર્ષે શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આ અભિયાન સંપન્ન
થયું હતું.
દક્ષિણ ગુજરાતના સાગરકાંઠે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના આટ અને તવડી
ગામોમાં શાળા પ્રવેશોત્સવના અભૂતપૂર્વ ઉત્સાહમાં શ્રી નરેન્દ્રભાઇ મોદી
સહભાગી બન્યા હતા તેમણે પ્રાથમિક શાળા અને આંગણવાડીમાં ભૂલકાંઓનું
નામાંકન કરાવ્યું હતું. ફળ-મીઠાઇ, શૈક્ષણિક સાધનો, સ્વચ્છતા સાધનો કિટ્સ,
રમકડાનું બાળકોને વિતરણ કર્યુ હતું. ગરીબ કન્યાઓને સરકાર તરફથી સાઇકલ ભેટ
આપી હતી.
ધરનો ઉંબરો છોડી બાળક પ્રાથમિક શાળાનો ઉંબરો ચડે એ તેની જીંદગીનો પ્રથમ
ટર્નિંગ પોઇન્ટ છે. એની ભાવનાત્મક ભુમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
શિક્ષક પરિવારને પોતાનું વ્હાલસોયું સંતાન જીવન સંસ્કારના ધડતર માટે
સોંપતા હોય ત્યારે, શિક્ષક અને સમાજની જવાબદારી કેટલી મોટી છે. તેની
અનુભુતિ તેમણે કરાવી હતી. પાયાના શિક્ષણની વર્ષો જૂની ચીલાચાલુ ઉપેક્ષિત
સ્થિતિમાં આમૂલચૂલ પરિવર્તન લાવીને સરકારી પ્રાથમિક શાળાનું સુવિધા અને
શિક્ષણનું સ્તર સુધારવા દશ વર્ષની જે તપસ્યા કરી તેનો ઉલ્લેખ કરી શ્રી
નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, સમાજને પ્રાથમિક શિક્ષણનું મમત્વ જાગે એ
માટેનું આ અભિયાન માત્ર ત્રણ દિવસમાં પુરૂં નથી થતું. આગામી આખો દશક,
સમાજ પ્રાથમિક શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે એવો આ સાર્થક પ્રયાસ છે.
વાઇબ્રન્ટ ગુજરાતના દર બે વર્ષે બે દિવસ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટની સફળતા
તો દેશ અને દુનિયાએ સમજી છે, પરંતુ દર વર્ષે સતત દશ વર્ષ સુધી ત્રણ-ત્રણ
દિવસના કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવના આ વિરાટ સેવાયજ્ઞ તરફ દુનિયાનું
ધ્યાન નથી જતું. એક સંનિષ્ઠ અખંડ પ્રાથમિક શિક્ષણ સુધારણાનો આ પરિશ્રમ
યજ્ઞ આ સરકારે ગુજરાતની આવતીકાલને સુશિક્ષિત અને તંદુરસ્ત બનાવવા આદર્યો
છે એમ તેમણે નિર્ધારપૂર્વક જણાવ્યું હતું.
આઝાદીના પ૦ વર્ષ સુધી પ્રાથમિક શિક્ષણની ધોર ઉદાસિનતા ભૂતકાળના શાસકોએ
સેવી, એના કારણે આ સરકારે આ દુર્દશા નિવારવા પોણા બે લાખ શિક્ષકો ભર્યા
અને ૬૦,૦૦૦ શાળાના ઓરડા દશ વર્ષમાં બનાવ્યા-હવે એના ઉપર ગુજરાતની ભવ્ય
ઇમારતનું નિર્માણ કરવું છે.
આ વિકાસને વરેલી સરકાર છે અને ગુજરાતની ભાવિ પેઢીને શિક્ષિત બનાવવી છે
એવો નિર્ધાર તેમણે વ્યકત કર્યો હતો.
આંગણવાડી અને પ્રાથમિક શિક્ષણનું સ્તર ઊંચે લાવવાની સાથે કે.જી થી પી.જી
સુધી બાળકના સંપૂર્ણ આરોગ્યની સંભાળ આ સરકારે લીધી છે. હજારો ગરીબ
બાળકોને લાખો રૂપિયાના સરકારી ખર્ચે ઓપરેશન સારવારની કાળજી અમે લીધી છે
અને નવજીવન આપ્યું છે. કુપોષણમાંથી મુકિત માટે ગામેગામ સમાજ ભાગીદારી
માટેની ચેતના પ્રગટાવી છે. કુપોષણ સામે કેમ લડાઇ લડવી તે લોકભાગીદારીથી
ગુજરાતે બતાવ્યું છે.
કન્યા કેળવણી માટે સમાજમાં આવેલી જાગૃતિને બિરદાવતાં શ્રી નરેન્દ્રભાઇ
મોદીએ આ માટે માતૃશકિતને અભિનંદન આપ્યા હતાં. દીકરી શિક્ષિત હશે તો
ગુજરાતની આવતી પેઢી સુશિક્ષિત બનશે જ એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
સરકારી પ્રાથમિક શાળાને ઉત્તમ સુવિધા મળી છે ત્યારે શિક્ષણનું સ્તર ઉત્તમ
બની રહે એવો સંકલ્પ કરવા તેમણે અપીલ કરી હતી. શિક્ષણ પ્રત્યે સરકાર અને
સમાજની ઉદાસિનતા દુર કરવામાં આ સરકારે પહેલ કરી છે એમ પણ તેમણે જણાવ્યું
હતું.
રાજયમાં ૫૦ ટકા નારીશકિત છે અને તેને વિકાસમાં ભાગીદાર બનાવવા માટે
શિક્ષણનું માધ્યમ જ મહત્વનું છે એટલે જ કન્યા કેળવણીનું અભિયાન ઉપાડયું
છે એમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાતનું બાળક મુરઝાયેલું કે માયકાંગલુ રહે તે મંજૂર નથી એમ પણ તેમણે
ઉમેર્યું હતું.
સરકારી શાળામાં ગુણાત્મક પરિવર્તન લાવવા હવે ગુણોત્સવ પણ દર વર્ષે યોજાશે
એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
ધારાસભ્ય શ્રી આર.સી.પટેલે ગુજરાતમાં દશકો આખો, મુખ્યમંત્રીશ્રીએ અથાક
પરિશ્રમ કરીને દુનિયામાં ગૌરવરૂપ વિકાસ કરી બતાવ્યો છે એમ તેમના
સંબોધનમાં જણાવ્યું હતું.
આ પ્રસંગે પ્રવેશોત્સુક બાળકોના પરિવારજનો, પદાધિકારીઓ અને વરિષ્ઠ
અગ્રણીઓ તથા સાગરકાંઠાના આ ગામોના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


ક્ન્યા કેળવણી મહોત્સવ-૨૦૧૨
બે દિવસમાં ૩,૨૦,૮૪૧ બાળકોનું નામાંકન
રાજ્યભરમાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઊજવણી
સમાજ તરફથી રૂા. ૫,૮૨,૦૭,૮૬૬ના દાન મળ્યાં
ગાંધીનગર,
રાજ્ય સરકારે પ્રાથમિક શાળામાં સો ટકા નામાંકન અને રાજ્યની તમામ દીકરીઓ
ભણે તે માટે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા પ્રતિ વર્ષ કન્યા કેળવણી
મહોત્સવ અને શાળા પ્રવેશ મહોત્સવ યોજવામાં આવે છે. જેમાં મુખ્યમંત્રીશ્રી
નરેન્દ્રભાઇ મોદી સહિત મંત્રી મંડળના સભ્યો, ઉચ્ચ અધિકારીઓ, શિક્ષણ
વિભાગના અધિકારીઓ જોડાય છે. આ વર્ષે યોજાયેલાં કન્યા કેળવણી મહોત્સવને
જોરદાર પ્રતિસાદ સાંપડી રહ્યો છે અને મહોત્સવના પ્રથમ બે દિવસ દરમિયાન જ
૩.૨૦ લાખ બાળકોનું નામાંકન થયું છે અને ૫.૮૨ કરોડનો લોકફાળો શાળાઓને
પ્રાપ્ત થયો છે.
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત બીજા
દિવસે રાજ્યમાં ૭૬,૩૦૨ કન્યાઓ અને ૮૦,૩૦૩ કુમારો સહિત કુલ ૧,૫૬,૬૦૫
બાળકોએ આનંદ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં પહેલા ધોરણમાં પ્રવેશ મેળવ્યો
હતો. આમ આ મહોત્સવના બે દિવસો દરમિયાન કુલ ૩,૨૦,૮૪૧ બાળકોએ ધો.૧માં
પ્રવેશ મેળવ્યો હતો. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં
રાજ્યભરમાં ચાલી રહેલા શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે રાજ્યની શાળાઓને
રૂા. ૨ કરોડ, ૮૪ લાખથી વધુ કિંમતના દાન અને ઇનામો મળ્યાં હતા. આમ,
મહોત્સવના પ્રથમ બે દિવસોમાં કુલ રૂ. ૫.૮૨ કરોડના મૂલ્યનો લોકફાળો
શાળાઓને પ્રાપ્ત થયો છે.
સર્વ શિક્ષા અભિયાન મિશન દ્વારા જણાવાયું છે કે, મુખ્યમંત્રીશ્રી
નરેન્દ્રભાઇ મોદીની આગેવાની અને શિક્ષણમંત્રી શ્રી રમણલાલ વોરા અને
શિક્ષણ રાજય મંત્રી શ્રી જયસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં
ઉજવાઇ રહેલા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવને અભૂતપૂર્વ લોક સહકાર
મળી રહ્યો છે. શાળા પ્રવેશોત્સવના પ્રથમ બે દિવસોમાં જ ૩.૨૦ લાખથી વધુ
બાળકોએ શાળામાં પ્રવેશ મેળવ્યો છે. રાજ્ય મંત્રીમંડળના સભ્યો, વરિષ્ઠ
સનદી અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, આઇ.એફ.એસ. અધિકારીઓ તથા શિક્ષણ વિભાગના
અને સચિવાલયના વરિષ્ઠ અધિકારીઓ આ ત્રણ દિવસ દરમિયાન દરરોજ પાંચ-પાંચ
શાળાઓમાં કન્યા કેળવણી રથની આગેવાની કરીને પ્રવેશોત્સવમાં ભાગ લઇ રહ્યા
છે. ઉલ્લાસભર્યા વાતાવરણમાં ગામના બાળકોને બળદગાડાં, ઊંટગાડીઓ, ટ્રેક્ટર,
ટ્રક વગેરે જેવા વાહનોમાં શાળા સુધી ધોરણ-૧માં નામાંકન માટે વાજતે-ગાજતે
લાવવામાં આવી રહ્યા છે. બાળકોના કપાળે તિલક કરીને, મિઠાઇ કે ચોકલેટ
દ્વારા તેમનું મિઠું મોઢું કરાવીને શાળામાં ઉમળકાભેર આવકાર અપાઇ રહ્યો
છે. સમગ્ર રાજ્યમાં-શાળાઓમાં ઉત્સવ જેવું વાતાવરણ છે.
કન્યા કેળવણી પ્રત્યે વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવા ઓછી મહિલા સાક્ષરતા
ધરાવતા ગામોમાં ધોરણ-૧માં પ્રવેશ મેળવતી કન્યાઓને વિક્ષલઘ્ટમી બોન્ડ
યોજના અંતર્ગત પ્રથમ દિવસે ૨૫,૯૧૩ કન્યાઓને તેમજ બીજા દિવસે ૨૪,૯૪૫
કન્યાઓને મળીને બંને દિવસોમાં કુલ ૫૦,૮૫૮ કન્યાઓને કુલ રૂ.
૧૦,૧૭,૧૬,૦૦૦ના નર્મદા બોન્ડ આપવામાં આવ્યા છે. બાળકોના અને ખાસ કરીને
કન્યાઓના સો ટકા નામાંકન તથા સ્થાયીકરણ માટે ગ્રામ શિક્ષણ સમિતિ,
માતૃ-શિક્ષક મંડળ, વાલી-શિક્ષક મંડળ તથા સ્વસહાય જૂથો તરફથી પણ
ઉત્સાહભર્યા પ્રયાસો હાથ ધરાયા છે.

ચિલ્ડ્રન યુનિવર્સિટીની સલાહકાર સમિતિમાં ૧ર નિષ્ણાંતોની નિમણૂંક કરાઇ
ગાંધીનગર,
રાજ્યના શિક્ષણ વિભાગે ચિલ્ડ્રન યુનવર્સિટીના સર્વાંગી વિકાસ માટે તેની
સલાહકાર સમિતિમાં દેશભરમાંથી શિક્ષણ ક્ષેત્રના ૧ર નિષ્ણાતની સભ્યો તરીકે
નિમણૂંક કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે સલાહકાર સમિતિમાં શ્રી દિનાનાથજી બત્રા, શ્રી વિનય
રાય, નવીદિલ્હી, શ્રી બિનોદ કે બવરી, કોલકત્તા, શ્રી રામચંદ્ર ભટ્ટ, શ્રી
વૈકટ સુબ્બારાવ-બેંગ્લોર, સુશ્રી જ્યોતિબેન થાનકી, ર્ડા. દિપકભાઇ
તરૈયા-ગાંધીનગર, શ્રી ઇશ્વરભાઇ પરમાર, દ્વારકા, ર્ડા. મહેન્દ્રભાઇ
ચોટાલીયા વિક્ષનગર, ર્ડા.ધનશ્યામભાઇ રાવલ,બારડોલી, શ્રી મહાદેવભાઇ દેસાઇ,
નવસારી અને શ્રીમતી ગીતાબેન શ્રોફ, સુરતનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમ
શિક્ષણ વિભાગના જાહેરનામામાં જણાવાયું છે.

સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા સંસ્કૃત પંડિત સન્માન, સાહિત્ય ગૌરવ અને
યુવા ગૌરવ પુરસ્કાર અર્પણ સમારોહ
ગાંધીનગર,
રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િા વિભાગ અંતર્ગત સંસ્કૃત
સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા સંસ્કૃત ભારતીના સહયોગથી તા.૨૦ જૂન,
૨૦૧૨ના રોજ સાંજે ૬-૩૦ કલાકે ટાઉન હોલ ખાતે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ
મોદીના હસ્તે વેદશાસ્ત્ર પારંગત સંસ્કૃત પંડિત સન્માન, સાહિત્ય ગૌરવ
પુરસ્કાર તથા યુવા ગૌરવ પુરસ્કાર અર્પણ સમારંભ યોજવામાં આવ્યો છે. આ
પ્રસંગે રાસ ગરબા અને નાટક વગેરેનો ત્રિદલમ્‍ કાર્યક્રમ પણ યોજાશે. આ
કાર્યક્રમના મુખ્ય મહેમાનપદે યુવા અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી શ્રી
ફકીરભાઇ વાધેલા ઉપરાંત અતિથિ વિશેષપદે શિક્ષણ રાજ્યમંત્રી શ્રી જયસિંહ
ચૌહાણ તથા ધારાસભ્યશ્રી શંભુજી ઠાકોર અને શ્રી સોમનાથ સંસ્કૃત
યુનિવર્સિટીના કુલપતિ શ્રી વેંપટિ કુટુંબશાસ્ત્રી ઉપસ્થિત રહેશે તેમ
સચિવશ્રી ભાગ્યેશ જ્હા તેમજ અકાદમીના મહામાત્ર શ્રી હર્ષદ ત્રિવેદીની
યાદીમાં જણાવાયું છે.

ગોપાલક સમાજના રબારી-ભરવાડ જાતિના લાભાર્થી જોગ સ્વરોજગારી માટેની યોજનાઓ
ગાંધીનગર, શનિવારઃ ગોપાલક સમાજના રબારી-ભરવાડ જાતિના સામાજિક અને
શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના
રાષ્ટ્રીય પછાત વર્ગ નાણા વિકાસ નિગમના ઉપક્રમે સ્વરોજગારી માટેની યોજનઓ
અમલમાં છે.
તદ્દનુસાર, ડેરી યુનિટ, નવા ઉક્ષેગ-ધંધા અને પરિવહનના વ્યવસાય માટે મુદતી
લોન, સ્વસહાય જૂથ મારફતે માઇક્રોફાઇનાન્સ યોજના, બીપીએલ મહિલાઓ માટે ડેરી
યુનિટ અને નવા ઉક્ષેગ-ધંધા તથા ઉચ્ચ અભ્યાસક્રમો માટે નવી આકાંક્ષા નામની
ઉચ્ચ શૈક્ષણિક લોન યોજના અને વ્યવસાયિક માન્ય પદવી પ્રાપ્તપ વ્યવસાયિકો
માટે સ્વયં સક્ષમ યોજના અમલમાં છે.
ગ્રામ્ય વિસ્તારમાં ૪૦,૦૦૦ અને શહેરી વિસ્તારમાં પ૦,૦૦૦ની વાર્ષિક
આવકવાળા ર૧ થી ૪પ વર્ષની વયમર્યાદા ધરાવતા (સ્વયં સક્ષમ યોજના માટે ૧૮ થી
૩પ વર્ષની વય) લાભ લેવા ઇચ્છુક અરજદારોએ સંબંધિત જિલ્લાના સમાજકલ્યાણ
અધિકારી (વિ.જા.)નો સંપર્ક કરીને અરજીપત્રકો તા. ૧૬-૮-ર૦૧ર સુધીમાં પરત
આપી દેવા અરજીપત્રકો વેબસાઇટ www.sje.gujarat.gov.in ઉપરથી પણ મળી શકશે,
તેમ ગુજરાત ગોપાલક વિકાસ બોર્ડની યાદીમાં જણાવાયું છે.

સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણમાં ભાગ લેવા અંગે અનુસૂચિત જનજાતિના યુવક-યુવતિઓ જોગ
ગાંધીનગર,
૧પ થી ૩પ વર્ષની વયમર્યાદાવાળા ફકત અનુસૂચિત જનજાતિના વિક્ષર્થી,
બિનવિક્ષર્થી યુવક-યુવતિઓને સાગરકાંઠા વિસ્તારના સાહસિક પ્રવાસમાં ભાગ
લેવાની તક આપી પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકારના કમિશનર, યુવક, સેવા અને
સાંસ્કૃતિક પ્રવૃત્ત્િાઓના ઉપક્રમે સરકારના ખર્ચે સાગરકાંઠા વિસ્તાર
પરિભ્રમણ કાર્યક્રમ સંભવતઃ ઓગસ્ટ-ર૦૧રમાં યોજાનાર છે. આ કાર્યક્રમમાં ૧૦૦
યુવક-યુવતિઓને ભાગ લેવા માટે પસંદ કરવામાં આવશે.
માત્ર અનુસૂચિત જનજાતિના યુવક-યુવતિઓ કે જેઓ તા. ૩૧-૦૭-ર૦૧રના રોજ ૧પ થી
૩પ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય અને આ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા હોય
તેઓએ તા. ૧પ-૦૭-ર૦૧ર સુધીમાં જિલ્લા રમતગમત અધિકારી, જિલ્લા સેવા સદન-૧,
પાંચમા માળે, વલસાડ-૩૯૬૦૦૧ની કચેરીને અરજી મોકલી આપવાની રહેશે. અરજદારોએ
આ માટે કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િાઓ, બ્લોક નં. ૧૧,
ત્રીજો માળ, ર્ડા. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગરનો સંપર્ક કરવો.

બેજિંગમાં યોજાયેલી ચાઇના ગ્લોબલ આઉટબાઉન્ડ ઇનવેસ્ટમેન્ટ સમીટમાં રોકાણના
આગામી મોટા કેન્દ્ર તરીકે ગુજરાતની ચર્ચા
ચીનના ઔઘોગિક આગેવાનોની ભવિષ્યના રોકાણ સ્થળ તરીકે ગુજરાત તરફ નજર
ચીનની ટોચની કંપનીઓના સીઇઓ ગુજરાતથી પ્રભાવિત.
બેજિંગ ખાતે ભારતીય દૂતાવાસે વાઇબ્રન્ટ ગુજરાત અંગે રોડ શોનું આયોજન કર્યું
ચીનની મોટી કંપનીઓ ગુજરાતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ, હેવી
એન્જિનિયરિંગ, પુનઃપ્રાપ્ય ઉર્જા અને ઓટો ઉઘોગોમાં રોકાણ કરવા માટે
ઉત્સુક
ગુજરાતમાં સ્થાનિક ભાગીદારોની તપાસ કરી રહેલી ચીની કંપનીઓ
ગુજરાતમાં ઉત્તમ માળખાગત સુવિધાઓ, રોડ, રેલ, હવાઇ અને બંદરો સાથે જોડાણ,
૨૪ કલાક વીજ પુરવઠો, કુશળ માનવબળ, ઉઘોગો માટે સાનુકૂળ વાતાવરણ અને રાજય
સરકારના સારા વહીવટથી પ્રભાવિત થઇને ચીનની મોટી કંપનીઓના સીઇઓએ ગુજરાતમાં
મોટાપાયે રોકાણ કરવા માટે અને ઉત્પાદન કેન્દ્ર સ્થાપવા રાજય સરકારના
અધિકારીઓ સાથે ગંભીરતાથી ચર્ચાનો પ્રારંભ કર્યો છે. મુખ્યમંત્રીશ્રી
નરેન્દ્ર મોદીએ નવેમ્બર, ૨૦૧૧માં ચીનની મુલાકાત લઇને ગુજરાત અંગે પાયો
તૈયાર કર્યો હતો, જેનું શ્રેષ્ઠ ડિવિડન્ડ હવે પ્રાપ્ત થઇ રહ્યું છે.
છેલ્લાં છ મહિના દરમિયાન ચીનમાં ગુજરાત એક બ્રાન્ડ તરીકે ઉભરી આવ્યું છે
અને ચીનમાં ખાસ કરીને ઓટો, માળખા, હેવી એન્જિનિયિરિંગ, પાવર, પુનઃપ્રાપ્ય
ઉર્જા અને કાપડક્ષેત્રની અગ્રણી કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવા માટે વ્યૂહ
ધડી રહી છે. રોકાણ માટે આ કંપનીઓ રાજયમાં ભાગીદારને શોધી રહી છે અને
તેનાથી ધરેલુ કારોબાર અને કામદારો માટે વિશાળ તકો સાંપડશે.
ગુજરાતમાં કપાસના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારાને ધ્યાનમાં લેતાં ચીનના
કાપડ ઉઘોગો કાચા માલના વહનનો ખર્ચ ક્ષાડવા ગુજરાતમાં તેમના એકમો
સ્થાપવાની યોજના ધરાવે છે. આ સાથે ગુજરાતમાંથી એશિયા, ખાડી દેશો અને
યુરોપમાં પણ ફિનિશ્ડ પ્રોડક્ટ્સના વેચાણની તેમની યોજના છે. ગુજરાતમાં
કુશળ કામદારોની ઉપલબ્ધી સાથે રાજય સરકારની સરળ અને સાફ નીતિ કંપનીઓને
રોકાણનો વ્યૂહ ધડવામાં મોટી ભુમિકા નિભાવે છે.
વેપાર અને ઉઘોગમાં આગળ વધવા અને વિગતવાર ચર્ચા કરવા માટે ચીનની સરકારનો
સહયોગ ધરાવતી અને ચીનના વેપાર અને ઉઘોગોને પ્રોત્સાહન આપવાની જવાબદારી
નિભાવતી સર્વોચ્ચ એજન્સી એવી ચાઇના કાઉન્સિલ ફોર પ્રમોશન ઓફ ઇન્ટરનેશનલ
ટ્રેડે (સીસીપીઆઇટી) પ્રિન્સિપલ રેસિડેન્ટ કમીશનર શ્રી ભરતલાલની આગેવાની
હેઠળ ગુજરાતના પ્રતિનિધિ મંડળને ત્યાંના વેપાર અને ઉઘોગક્ષેત્રના
અગ્રણીઓને મળીને ચર્ચા કરવા આમંત્રણ આપ્યું હતું.
વધુમાં, ચાઇના એન્ટરપ્રાઇઝ ફોરમે સીઇઓ અને ટોચની ચાઇનિઝ કંપનીઓના વડાને
બેજિંગ ખાતે ૧૪-૧૫મી જૂન, ૨૦૧૨ના રોજ યોજાયેલા ચાઇના ગ્લોબલ આઉટબાઉન્ડ
ઇનવેસ્ટમેન્ટ સમીટ'ને સંબોધન કરવા માટે પણ ગુજરાતના પ્રતિનિધિ મંડળને
આમંત્રણ આપ્યું હતું. ચીનની સરકારના વાણિજય મંત્રાલયે આ સમીટને ટેકો
આપ્યો હતો.
જંગી પ્રમાણમાં રોકડ અનામતો સાથે રોકાણની વિશાળ તકો તરફ નજર દોડાવી રહેલા
સીઇઓ અને ટોચની કંપનીઓના વડાને સંબોધન કરતાં શ્રીભરત લાલે રોકાણના
વર્તમાન માહોલ, ગુજરાતમાં ઉપલબ્ધ માળખાગત સુવિધાઓ અને મોટાપ્રમાણમાં
રોકાણને જાળવી રાખવા માટે રાજય સરકારની નીતિઓનો ઉલ્લેખ કર્યો હતો.
સમીટમાં ભાગ લેતી ધણી કંપનીઓના સીઇઓએ દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ અને
રશિયાની સરખામણીમાં રોકાણ માટે ભારતની પસંદગીનો ઉલ્લેખ કર્યો હતો. ચાઇનિઝ
કંપનીઓ માટે ભારતમાં ગુજરાત રોકાણ માટે પસંદગીનું સ્થળ છે. હાર્ડવેર
સાધનોમાં ચીનની મહારત સાથે સોફ્ટવેર ઉઘોગમાં ગુજરાતની ક્ષમતાઓ એક થશે તો
બંન્ને પક્ષે લાભ જોવા મળશે.
સમીટના અંતે આયોજિત ભોજન સમારોહ અને શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં સીઇઓના
માનમાં યોજાયેલા એવોર્ડ સમારોહમાં શ્રીભરત લાલે ગુજરાતમાં રોકાણકારો માટે
સાનુકૂળ માહોલ અને રાજય સરકારની સરળ નીતિ તેમજ સિંગલ વિન્ડો સુવિધા જેવી
સરકારની પહેલ અંગે જાણકારી આપી હતી. યુરોપમાં સર્જાયેલા મંદીના માહોલ
વચ્ચે કારોબારમાં વિસ્તરણ અને ખર્ચમાં કાપ મૂકવાની યોજના ધરાવતી ચીનની
વિવિધ કંપનીઓના વડા સાથે ૧૫ સભ્યોના ઉચ્ચ સ્તરિય પ્રતિનિધિ મંડળે ચર્ચા
કરી હતી.
બેજિંગમાં ભારતીય દૂતાવાસે ચાઇના કાઉન્સિલ ફોર પ્રમોશન ઓફ ઇન્ટરનેશનલ
ટ્રેડ (સીસીપીઆઇટી) સાથે મળીને રોડ શોનું આયોજન કર્યું હતું. ઉલ્લેખનીય
છે કે સીસીપીઆઇટી કોન્ફેડેરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઇ)નું પણ
ભાગીદાર છે. રોડ શો દરમિયાન પ્રતિનિધિ મંડળે ગુજરાતના નેતૃત્વ,
વિવિધક્ષેત્રે પહેલ અને માળખા, ઉત્પાદન અને પુનઃપ્રાપ્ય ઉર્જાક્ષેત્રે
ઉપલબ્ધ વિશાળ તકો અંગે ઉપસ્થિત લોકોને માહિતગાર કર્યાં હતાં. ચીન ખાતે
ભારતના રાજદૂત ડો. એસ. જયશંકર રોકાણના શ્રેષ્ઠ સ્થળ તરીકે ભારતનું
કેમ્પેઇન કરી રહ્યાં છે, જેમાં ગુજરાત મહત્વપુર્ણ સ્થાન ધરાવે છે.
ભારતીય દૂતાવાસ ખાતે અગ્રણી ઉઘોગપતિ અને રોકાણકારોને સંબોધન કરતાં
કાઉન્સિલર કે.નાગરાજે ભારત અને ચીનના આર્થિક સંબંધો સાથે સંકળાયેલી વિશાળ
તકો અને વિવિધક્ષેત્રે જોડાણથી બંન્ને દેશોને થતા લાભોની જાણકારી આપી
હતી. તેમણે રોકાણના શ્રેષ્ઠ સ્થળ તરીકે ગુજરાતની પહેલનો પણ ઉલ્લેખ કર્યો
હતો. સીસીપીઆઇટીના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ વાંગ લીએ પણ પ્રતિનિધિ મંડળનું
સ્વાગત કર્યું હતું અને ચીન અને ગુજરાત વચ્ચે સાતત્યપુર્ણ રીતે વધી
રહેલાં કારોબાર અંગે ખુશી વ્યક્ત કરી હતી. ગુજરાતમાં ધણી ચાઇનિઝ કંપનીઓ
કાર્યરત છે અને તેમણે રાજય સરકાર અને સ્થાનિક લોકો તરફથી કંપનીઓને
પ્રાપ્ત થતાં સહકાર અંગે પણ જાણકારી આપી હતી.
સીપીસીના આમંત્રણ બાદ માનનીય મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની નવેમ્બર,
૨૦૧૧માં ચીનની મુલાકાતથી વેપારક્ષેત્રે જોડાણના પ્રમાણમાં વધારો થઇ રહ્યો
છે. શ્રીમોદીની મુલાકાત બાદ ચીનની સૌથી મોટી ઉર્જાના સાધનો તૈયાર કરતી
ટીબીઇએએ ૪૦૦ મિલિયન ડોલરના રોકાણ સાથે રાજયમાં મેગા ગ્રીન એનર્જી પાર્ક
સ્થાપવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યાં હતાં. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રને
ભારે મહત્વ આપતા રોકાણકારો માટે સૌથી અનુકૂળ રાજય ગુજરાત ભવિષ્યમાં ધણાં
મોટા પ્રોજેક્ટ્સ ધરાવે છે. દિલ્હી મુંબઈ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર
(ડીએમઆઇસી), ધોલેરા સ્પેશ્યલ ઈન્વેસ્ટમેન્ટ રિજન (ડી-એસઆઈઆર) તેમજ
નાણાકીય સેવાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન- ગુજરાત
ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક (ગીફ્ટ) સિટી સહિતના મોટા પ્રોજેક્ટ રોકાણની
વિશાળ તકો છે. આ સાથે ચારંકા ખાતે એશિયાના સૌથી મોટા સોલાર પાર્કની પણ
સ્થાપના કરવામાં આવી છે. ગુજરાતમાં ઉત્પાદનની ક્ષમતાઓને ધ્યાનમાં લઇને
ચીનની કંપનીઓ ફાર્માસ્યુટિકલ્સ, રસાયણ, કાપડ અને ઓટોઉઘોગોમાં સંયુક્ત
સાહસ સ્થાપવા માટે સ્થાનિક સ્તરે ભાગીદારની શોધ ચલાવી રહી છે.
બેજિંગ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીએ અર્બન પ્લાનિંગ, હાઇ ડેન્સિટી હેબિટટ
ડેવલપમેન્ટ, આધુનિક ઉઘોગો માટે ઔધોગિક અને માળખાકીય યોજનાઓ, હેરિટેજની
સંરક્ષણ માટે અમદાવાદની સેપ્ટ (સીઇપીટી) યુનિવર્સિટી સાથે જોડાણ કરવામાં
રસ દર્શાવ્યો છે. આ ઉપરાંત તેમણે સ્ટુડન્ટ અને ફેકલ્ટી એક્સચેન્જ
પ્રોગ્રામ અને સંયુક્ત સંશોધનમાં પણ આગળ વધવાની ઇચ્છા દર્શાવી છે.
પ્રતિનિધિ મંડળે બેજિંગ સ્થિત મોટા કોર્પોરેટ જૂથો સાથે માળખા, હેવી
મશીનરી, પુનઃપ્રાપ્ય ઉર્જા, કાપડ, હેવી એન્જિનિયરિંગ અને ઓટોઉઘોગમાં
રોકાણ માટે ચર્ચા કરી હતી. શ્રેષ્ઠ માળખાગત સુવિધા, વીજ પુરવટા અને
સ્થાનિક અને વિદેશોના મોટા બજારો સાથે જોડાણને ધ્યાનમાં લઇને ખર્ચમાં
ક્ષાડો કરવાના આશયથી આ મોટી કંપનીઓ ગુજરાતમાં ફેક્ટરીઓ સ્થાપવા આતુર છે.
ધણાં સમયથી જેની રાહ જોવાઈ રહી છે તે ૨૦૧૩માં આયોજીત વાઈબ્રન્ટ ગુજરાત
સમિટ પહેલાનો આ પ્રવાસ ચીન અને ગુજરાત વચ્ચે ઝડપથી વિકસી રહેલા કારોબાર
અને સાંસ્કૃતિક જોડાણ દર્શાવે છે. સીપીસી નેતાઓના આંમત્રણ પર નવેમ્બર
૨૦૧૧માં જયારે ગુજરાતના માનનિય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના ઉચ્ચ
કક્ષાના પ્રતિનિધિમંડળ સાથે ચીનનો પ્રવાસ કર્યો ત્યારે ગુજરાત અને ચીન
વચ્ચેના આ સંબંધને વેગ મળ્યો હતો. શ્રી મોદીએ બેઈજિંગ, શાંક્ષઈ અને
સિચુઆનની મુલાકાત લીધી હતી અને ચીનના રાજનૈતિક અગ્રણીઓને મળ્યા હતા જેને
લીધે તેમણે વિવિધ કારોબારોમાં ભારે રસ લીધો હતો.
ગુજરાત સરકાર વતી શ્રી ભરત લાલે શાંક્ષઈ સ્થિત કારોબારી નેતાઓ,
રોકાણકારો, કંપનીઓ, શિક્ષણશાસ્ત્રીઓ અને ટેકનોલોજિસ્ટ્સને ૨૦૧૩માં ૧૧-૧૩
જાન્યુઆરીએ યોજાનાર વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું
હતું. ગુજરાતનું આ પ્રતિનિધિમંડળ ચીનના બે પ્રસિદ્ધ ઉત્પાદન કેન્દ્ર
ચેંગડુ અને ગુઆન્ગઝોની મુલાકાત લેશે.

ટિપ્પણીઓ નથી: