અનુયાયીઓ

રવિવાર, 17 જૂન, 2012

આગામી ૨૪ કલાક દરમિયાન હળવાથી મધ્ય્મ વરસાદની આગાહી

પી.વી.એમ હાઇસ્કુેલ ધ્વાઅરકાનું ગૌરવ
શ્રી પી.વી.એમ. હાઇસ્કુવલ ધ્વા રકાનુ માર્ચ ૨૦૧૨ માં લેવાયેલ એસ.એસ.સી.
નું પરિણામ ૬૮.૬૯ ટકા આવેલ છે. પ્રથમ નંબરે કારડીયા પ્રિયા ૮૭.૬૦ ટકા તથા
ઠાકર ખુશ્બુક ૮૫.૦૪ ટકા લાવી બીજા નંબરે ઉતિર્ણ થઇ શાળાનું ગૌરવ વધારેલ
છે.


મહાદેવીયા ગામે કોઝવેનું બાંધકામ કરાશે
કલ્યાવણપુર તાલુકાના મહાદેવીયા ગામે રૂ.૨ લાખના ખર્ચે કોઝવેનું બાંધકામ
કરવામાં આવશે. સ્મજશાન જવાના રસ્તેા આ કોઝવેનું બાંધકામ ૨૦૧૨-૧૩ની
ગ્રાંટમાંથી કરવામાં આવશે.


આગામી ૨૪ કલાક દરમિયાન હળવાથી મધ્ય્મ વરસાદની આગાહી
અમરેલી આગામી ૨૪ કલાક દરમ્યા ન ગુજરાતમાં અમુક સ્થહળોએ હળવાથી મધ્ય મ
વરસાદ પડવાની હવામાન ખાતાની આગાહી છે. આથી અમરેલી જિલ્લાુમાં
કન્ટીીજન્સીવ એકશન પ્લાયન મુજબ સાવચેતીનાં તમામ પગલા લેવા મામલતદારોને
જાણ કરવામાં આવે છે. ઉપરાંત તાલુકાનો કંટ્રોલ રૂમ ચાલુ રાખી જિલ્લાલ
કંટ્રોલરૂમના સંપર્કમાં રહી જરૂરી માહિતી આપવા તેમજ જવાબદાર તથા
મામલતદારે હેડ કવાર્ટરમાં હાજર રહેવા કલેકટરશ્રી-અમરેલીની યાદીમાં
જણાવાયુ છે.


શિક્ષણ વિના જીવનની પ્રગતિ શક્ય નથી-લોકસભા સાંસદ શ્રી નારણભાઇ કાછડિયા
કૃષ્ણણગઢ ખાતે રૂ.૨૫ લાખના ખર્ચે તૈયાર થયેલ પ્રાથમિક શાળાના નવા મકાનનું લોકાર્પણ
૮ કન્યાગ તથા ૫ કુમારે શાળામાં અને ૪ કન્યાા અને ૩ કુમારે આંગણવાડીમાં
પ્રવેશ મેળવ્યોણ
અમરેલી
કૃષ્ણીગઢ ખાતે લોકસભા સાંસદ શ્રી નારણભાઇ કાછડિયાએ રૂ.૨૫ લાખના ખર્ચે
તૈયાર થયેલ પ્રાથમિક શાળાના નવા મકાનનું લોકાર્પણ કર્યુ હતુ અને ૮ કન્યાલ
તથા ૫ કુમારને કુમકુમ તિલક કરી કિટ વિતરણ કરી શાળા પ્રવેશ કરાવ્યોલ હતો.
દીપપ્રાગ્ટય કરી સાંસદ શ્રી નારણભાઇ કાછડિયાએ જણાવ્યુા હતુ કે, શિક્ષણ
વિના જીવનની પ્રગતિ શક્ય નથી આથી દરેક બાળક શિક્ષણ મેળવી આધુનિક યુગ સાથે
તાલ મિલાવી શકે તે માટે રાજ્ય સરકારે પ્રાથમિક શાળાઓમાં ધો.૮ની સુવિધા પણ
ઉપલબ્ધત કરાવી છે.
સાસંદશ્રીએ ઉર્મેયુ હતુ કે, શાળામાં પ્રવેશ લેવો એ બાળકના શિક્ષણ જીવનના
પ્રારંભનો દિવસ હોય છે આથી શાળા પ્રવેશ એ ઉત્સ વ છે અને બાળક શાળામાં
રોતા-રોતા નહિ પરંતુ હસતા-હસતા આવે તેવા આશયથી શાળા પ્રવેશોત્સતવની ઉજવણી
કરવામાં આવે છે.
શ્રી કાછડિયાએ વધુમાં જણાવ્યુ હતુ કે, પૂર્વે શાળાઓમાં ડ્રોપ આઉટ દર
ઉંચો હતો પરંતુ રાજ્ય સરકારની દીર્ધદ્રષ્ટિએસભર કાર્યશૈલી અને સમાજમાં
આવેલી જાગૃત્તિના કારણે ડ્રોપ આઉટ દર ઘટ્યો છે અને શાળામાં ૧૦૦ ટકા
નામાંકન થવા લાગ્યુય છે.
સાંસદશ્રીએ કૃષ્ણંગઢ પ્રાથમિક શાળા ખાતે સાંસ્કૃજત્તિક હોલ અને પાણીની
વ્ય વસ્થા માટે રૂ.૬ લાખની ગ્રાંટ ફાળવી હતી. સાંસદશ્રીએ શાળાના
મેદાનમાં વૃક્ષારોપણ કરી શાળાને હરિયાળી બનાવવા આહવાન કર્યુ હતુ.
સાંસદશ્રીએ આંગણવાડીના બાળકોને રમકડાનું વિતરણ કર્યુ હતુ.
પૂર્વ સરપંચ શ્રી અરવિંદભાઇ કોઠિયાએ શાળાને રૂ.૪૦ હજારનું પ્રોજેક્ટર
અર્પણ કર્યુ હતુ.
વિદ્યાર્થીનિઓએ સાંસ્કૃદત્તિક કૃત્તિ તથા યોગ નિદર્શન કર્યુ હતુ.
આ પ્રસંગે જિલ્લાા પંચાયત આરોગ્યત સમિતિ ચેરમેન શ્રી કમલેશભાઇ કાનાણી,
સરપંચશ્રી રાજાભાઇ રત્નાભાઇ, સાવરકુંડલા ભાજપ મહામંત્રીશ્રી વિઠ્ઠલભાઇ
વાડોદરિયા, સાવરકુંડલા યુવા ભાજપ મહામંત્રીશ્રી દિનેશભાઇ લાડુમોર, પૂર્વ
તાલુકા પંચાયત પ્રમુખશ્રી નનુભાઇ શેલડિયા, જીલુભાઇ ધાધલ, સંજયભાઇ કોઠિયા,
હરેશભાઇ વાડોદરિયા, હરિભાઇ મુંજપરા, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલી તથા
ગ્રામજનો ઉપસ્થિ ત રહ્યા હતા.
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સાવ-૨૦૧૨ અંતર્ગત


રાજ્ય સરકાર શિક્ષણ માટે સતત ચિંતિત છે-ડી.આઇ.જી શ્રી કમલકુમાર ઓઝા
જાબાળ ખાતે ૧૪ કુમાર અને ૮ કન્યાખઓએ શાળા પ્રવેશ મેળવ્યો
૧૫ કુમાર અને ૧૧ કન્યા ઓએ આંગણવાડીમાં પ્રવેશ મેળવ્યોળ
અમરેલી
ડી.આઇ.જી શ્રી કમલકુમાર ઓઝાએ સાવરકુંડલા તાલુકાના જાબાળ ખાતે ૧૪ કુમાર
અને ૮ કન્યાન તથા આંગણવાડીના ૧૫ કુમાર અને ૧૧ કન્યાડઓને કુમકુમ તિલક કરી
મો મીઠુ કરાવી શાળા અને આંગણવાડી પ્રવેશ કરાવ્યો૫ હતો.
દીપપ્રાગ્ટય કરી કાર્યક્રમને ખૂલ્લોલ મૂકતા શ્રી કમલકુમાર ઓઝાએ જણાવ્યુલ
હતુ કે, રાજ્ય સરકાર શિક્ષણ માટે સતત ચિંતિત છે. શિક્ષણનો પાયો પ્રાથમિક
શિક્ષણમાં રહેલો હોય પ્રાથમિક શિક્ષણને વધુ ગુણવત્તાસભર બનાવવાની ભૂમિકા
શિક્ષકની છે. ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણનું સ્ત ર વધુ સારૂ બનાવવા
શિક્ષકોને વધુ પ્રયત્ની કરવાની આવશ્યકતા હોવાનુ ઉમેરી વાલીઓને
શિક્ષણયજ્ઞમાં સહભાગી બની અંધકારરૂપી અજ્ઞાનને દૂર કરી જ્ઞાનરૂપી
શિક્ષણની જ્યોત ઝળહળતી રાખવા સહભાગી બનવા અપીલ કરી હતી.
શ્રી ઓઝાએ વિદ્યાર્થીઓને સામાન્યત જ્ઞાન અંગેના પ્રશ્નો પૂછ્યા હતા.
આંગણવાડીના બાળકોને રમકડાનું વિતરણ કરવામાં આવ્યુી હતુ. વિદ્યાર્થીઓએ યોગ
નિદર્શન તથા અભિનય ગીત રજૂ કર્યુ હતુ. ધો. ૫ થી ૭માં પ્રથમ થી તૃત્તિય
ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સારહિત કર્યા હતા.
આચાર્યશ્રી બાવલભાઇ નાવલપરાએ શાબ્દિક સ્વા ગત કર્યુ હતુ.
આ પ્રસંગે સરપંચશ્રી ચાંપરાજભાઇ ખુમાણ, તાલુકા પંચાયત સદસ્યન શ્રી
કાળુભાઇ લુણસરા, ચંદ્રેશભાઇ બોરીસાગર, ચંદ્રેશભાઇ જાડેજા, અશ્વિનભાઇ
મહેતા સહિત શિક્ષકગણ વિદ્યાર્થીઓ તથા વાલીગણ અને ગ્રામજનો ઉપસ્થિશત રહ્યા
હતા.

ટિપ્પણીઓ નથી: