અનુયાયીઓ

ગુરુવાર, 21 જૂન, 2012

વિવિધ વિષયના શિક્ષકો માટે શાળા સંચાલકોએ જિલ્લા રોજગાર કચેરી-અમરેલીનો સંપર્ક કરવો

જિલ્લા રોજગાર કચેરી-અમરેલી ખાતે બી.એડ, બી.પી.એડ, પી.ટી.સી. તથા
એ.ટી.ડી. જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા વિવિધ વિષયોના બેરોજગાર ઉમેદવારોની
નોંધણી થયેલ છે. આથી શાળાઓમાં વિવિધ વિષયોના શિક્ષકોની જરૂરિયાત હોય શાળા
સંચાલકોને એક જ સ્થ ળ અને સમયે રોજગારવાંચ્છુધ શિક્ષક ઉમેદવારો મળી શકે
તેવા હેતુથી અમરેલી જિલ્લાં રોજગાર કચેરી દ્વારા એક રોજગાર ભરતી મેળાનું
આયોજન કરવામાં આવનાર છે. શાળા સંચાલકોએ જિલ્લાો રોજગાર કચેરી-અમરેલીનો
રૂબરૂ તથા ટપાલથી સંપર્ક કરવા અથવા empolymentofficeramreli@yahoo.in પર
સંપર્ક કરવા જિલ્લાર રોજગાર કચેરી-અમરેલીની યાદીમાં જણાવાયુ છે.


મતદાતાઓએ ચૂંટણી ઓળખકાર્ડ માટે પોતાના ફોટા ૨૫ જુન પહેલા અચૂક પહોંચતા કરવા

મતદારયાદીમાં પોતાના નામની નોંધ સામે ફોટોગ્રાફ ન હોય તેવા તથા જેમના
ફોટોગ્રાફ્સ આપવાના બાકી હોય તેવા મતદારોએ તા.૨૫ જુન-૨૦૧૨ પહેલા અચૂક
પોતાના વિસ્તાારના બુથ લેવલ ઓફિસર અથવા મામલતદાર કચેરી-અમરેલી ખાતે
પોતાના અથવા પોતાના કુટુંબીજનોના ફોટા પહોંચતા કરવાના રહેશે. ફોટા મળ્યે
મતદાર ફોટો ઓળખકાર્ડ ઇસ્યુખ કરવાની કામગીરી શરૂ થઇ શકશે. ચૂંટણી ઓળખકાર્ડ
માત્ર મતદાન માટે જ નહિ પરંતુ આધારભૂત પુરાવારૂપ હોય મતદાર ફોટો
ઓળખકાર્ડની ઉપયોગિતાને ધ્યા.ને લઇ બાકી રહેલા મતદારોએ સત્વધરે ફોટા પૂરા
પાડવા મામલતદાર-અમરેલીની એક યાદીમાં જણાવાયુ છે.

ટિપ્પણીઓ નથી: