અનુયાયીઓ

ગુરુવાર, 21 જૂન, 2012

હાલારમાં મતદાર યાદીમાં નામ નોંધવાની મુદતમાં વધારો તા.૨૭ જૂન સુધી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ

ભારતના ચૂંટણી પંચના આદેશાનુસાર મતદારયાદીઓની તા.૧/૧/૧૨ ની લાયકાતની
તારીખના સંદર્ભમાં ખાસ સંક્ષિપ્તં સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ
છે. આ કાર્યક્રમ અનુસાર તા.૧/૬/૧૨ના રોજ મતદાર યદીના મુસદાની પ્રસધ્ધીત
કરીતે તા.૧૮/૬/૧૨ સુધી હકક દાવા વાંધા અરજીઓ સ્વીભકારવાની મુદત નિયત
કરાયેલ હતી. જેમાં ચૂંટણી પંચે સમય મર્યાદામાં વધારો કરી તા.૨૭/૬/૧૨ સુધી
મુદત વધારવામાં આવી છે અને ખાસ અભિયાન માટે પણ તા.૨૪/૬/૧૨ નો વધુ એક દિવસ
વધારવામાં આવેલ છે. જે અંગેનો વિગતવાર સુધારેલા કાર્યક્રમ મુજબ ફોટોવાળી
મતદાર યાદીના મુસદાની પ્રસિધ્ધી તા.૧/૬/૧૨, હકક દાવા વાંધા રજૂ કરવાનો
સમય તા.૧/૬/૧૨ થી તા.૨૭/૬/૧૨, ગ્રામ સભા/શહેરી સંસ્થાદઓ અને નિવાસી
કલ્યાતણ સંઘોની મીટીંગમાં મતદાર યાદી સબંધીત ભાગોનું વાંચન તા.૧/૬/૧૨ થી
તા.૨૭/૬/૧૨, નિયોજીત સ્થાળોએ હકક, દાવા, વાંધા સ્વીતકારવા માટેની ઝુંબેશ
તા.૨૪/૬/૧૨, હકક, દાવા, વાંધાઓ નિકાલ કરવાની છેલ્લીત તા.૨૦/૭/૧૨, પૂરવણી
યાદીઓ તૈયાર કરવાની અને છાપકામની તથા એન્ટ્રીા બાદ તેની ચકાસણી કરવાની
છેલ્લીવ તા.૯/૮/૧૨, ફોટોવાળી મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિથ તા.૧૪/૮/૧૨
છે. મતદાર યાદી ખાસ સુધારણા માટે તા.૨૪/૬/૧૨ રવિવારના રોજ સવારે ૯ થી ૬
કલાક દરમિયાન ખાસ અભિયાન યોજાશે. નિયોજીત સ્થતળોએ ફોર્મ નં.૬,૭,૮,૮-ક
પદનામીત અધિકારીશ્રી પાસેથી મળી શકશે. તેમજ ઉકત તારીખો દરમિયાન નિયોજીત
સ્થરળો(સબંધીત મતદાન મથકો)એ રજૂ કરી શકાશે. તેમજ ખાસ અભિયાનના દિવસો
સિવાય સબંધિત મામલતદાર કચેરીમાં ઉકત નિયત ફોમ્સી રજૂ કરી શકાશે. આ
સુધારેલા કાર્યક્રમ અનુસાર ભારતના ચૂંટણી પંચ દ્વારા નકકી થયેલ તા.૧/૧/૧૨
ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદી સંક્ષિપ્તર સુધારણા કાર્યક્રમ
અન્વેયે મતદારોની નોંધણી સાચી રીતે થાય તેમજ મતદારયાદીમાં નામ નહી હોવાના
કારણે કોઇ પણ નાગરિકનો મતાધિકાર જતો ન રહે તે માટે આ અગત્ય ના રાષ્ટ્રી ય
કાર્યમા જાહેર જનતાને પૂરતો સહકાર આપવા જિલ્લાજ ચૂંટણી અધિકારી અને
કલેકટરશ્રી, જામનગર દ્વારા આગ્રહ પૂર્વક વિનંતી કરવામાં આવે છે.

ટિપ્પણીઓ નથી: