ગોધરા,
દર વર્ષે ૭ મી એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય દિનની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા સમગ્ર વિશ્વને સ્પર્શે તેવા આરોગ્યના વિષયોને સાંકળી લઇ સમગ્ર સમાજનું ધ્યાન દોરાય તે હેતુસર દર વર્ષે જુદા જુદા વિષય ઉપર થીમ બનાવી વિશ્વ આરોગ્ય દિનની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ૭મી એપ્રિલ-૨૦૧૨ ના રોજ વધતી ઉંમર અને આરોગ્ય, સારૂ આરોગ્ય ઉંમરને જીવન બક્ષે છે તે થીમ આધારિત વિશ્વ આરોગ્ય દિનની ઉજવણી કરવામાં આવનાર છે. પંચમહાલ જિલ્લામાં વિશ્વ આરોગ્ય દિનની જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવનાર છે.
ભારતમાં ૧૯૮૦ પછી ૬૦ કે તેથી વધુ ઉમંર ધરાવતી વ્યકિતોની સંખ્યા બમણી થઇ છે. આગામી ૨૦૫૦ ના વર્ષની વચ્ચેના સમયગાળમાં ૮૦ વર્ષની ઉમંરે પહોચનાર વ્યકિતઓની સંખ્યા ચાર ગણી વધી ૩૯.૫ કરોડ જેટલી થશે તેવુ અનુમાન છે.
વિશ્વ આરોગ્ય દિનની ઉજવણી નિમિત્તે પંચમહાલ જિલ્લામાં જિલ્લા/તાલુકા અને પ્રા.આ. કેન્દ્ર કક્ષાએ લોકોમાં વધતી જતી ઉમર અને આરોગ્ય વિષય પર જનજાગૃતિ લાવવા માટે સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓના સહયોગથી સેમિનાર, વડીલો માટે આરોગ્ય તપાસ, પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ છે. જિલ્લાના પી.એચ.સી, સી. એચ.સી, સીવીલ હોસ્પીટલ ખાતેથી ૭ મી એપ્રિલના રોજ પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવશે તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.
વિશ્વ આરોગ્ય દિન નિમિત્તે લોકોમાં વધતી ઉંમરના કારણે થતા શારિરીક ફેરફારો અને રોજિંદા જીવનમાં થતી અસરો તથા વધતી ઉંમરે થતા રોગો અટકાવવા અને તે અંગેની સાવચેતી અંગે જનસમાજમાં વ્યાપક જનજાગૃતિ ઉભી કરવામાં આવશે. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શ્રી વાસ્તવે જણાવ્યું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો