તમાકુના નિયંત્રણ અંગેના કાયદાને સઘન બનાવવા માટે તાલીમ વર્કશોપ યોજાયોઃ
ભારતમાં દરરોજ ઓછામાં ઓછા ૨૫૦૦ વ્યકિતઓ તમાકુના સેવનથી મૃત્યુ પામે છે. ડો.હર્ષ બક્ષી
સૂરતઃ
ગુજરાત સરકાર તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ અને પી.એચ.એફેઆઇ દિલ્હીની સહિયારી ભાગીદારીથી તમાકુ અંગેના કાયદાને સઘન બનાવવા માટે સૂરત જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અન્ય સરકારી જગ્યા પર ફરજ બજાવતા ડોકટરોને તમાકુના કાયદા અને સરકારી દવાખાને આવતા દર્દીઓને જ્ઞાન આપી શકાય, તેવી સમજ આપવા માટે તાજેતરમાં જિલ્લા પંચાયત કચેરીના સભાખંડમાં તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરત જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી ડો.આર.કે.કંછલ અને એપીડેમીક મેડીકલ અધિકારીશ્રી ડો.પી.વાય.શાહ તેમજ અમદાવાદથી આવેલા પી.એચ.એફ.આઈના અધિકારીઓ ડો.હર્ષ બક્ષી અને ડો.કુમાર ગૌરવ અને દિલ્હીના ડો.માથુર ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ડો.હર્ષ બક્ષીએ જણાવ્યું હતું કે, ભારતમાં ૧૨ કરોડ લોકો ધુમ્રપાન કરે છે અને દરરોજ ઓછામાં ઓછા ૨૫૦૦ વ્યકિતઓ તમાકુના સેવનથી મુત્યુ પામે છે. વર્ષ-૨૦૧૦માં ૧૦ લાખ લોકો તમાકુના સેવનથી મૃત્યૃ પામ્યા હતા. સમગ્ર દુનિયામાં દર વર્ષે ૬૦ લાખ લોકો તમાકુના સેવનથી થતી બિમારીના કારણે મરણ પામે છે. તેમણે વધુમાં કહ્યું કે, ભારતમાં મૃત્યૃ પામતા લોકો પૈકી દર પાંચ માંથી એક વ્યકિતનું મૃત્યૃ અને દર વીસમાંથી એક સ્રીનું મૃત્યૃ ધુમ્રપાનના કારણે થાય છે. નિયમીત ધુમ્રપાન કરનાર વ્યકિતના જીવનના એવરેજ ૬-૧૦ વર્ષ ઓછા થઈ જાય છે. પુખ્ત વયના વ્યકિતના સર્વે-૨૦૧૦ના રીપોર્ટ મુજબ ભારતમાં ૩૫ ટકાથી વધુ પુખ્ત લોકો અલગ અલગ રીતે તમાકુની બનાવટોનો ઉપયોગ કરે છે. યુથના સર્વે-૨૦૦૬ મુજબ વિદ્યાર્થી તમાકુની બનાવટોનો ઉપયોગ કરે છે જેમાં ૪.૨ ટકા ધુમ્રપાન કરે છે અને ૧૧.૯ ટકા ધુમ્રપાન સીવાયની બીજી બઘી વસ્તુઓનો ઉપયોગ કરે છે.આ ઉપરાત આરોગ્ય કેન્દ્ર પર આવતા દર્દીઓને તમાકુથી થતી ખરાબ અસરો વિશે સમજ અને આઈ.ઈ.સી પ્રવૃતિ કેવી રીતે કરવી તેની સંયુકત ચર્ચા થઈ હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો