અનુયાયીઓ

શુક્રવાર, 6 એપ્રિલ, 2012

મુખ્‍યમંત્રી દક્ષિણ ગુજરાતના સમરસ સરપંચ તથા ગ્રામ પંચાયત અભિવાદન સમારોહમાં આવશેઃ સૂરતઃ


મુખ્‍યમંત્રી દક્ષિણ ગુજરાતના સમરસ સરપંચ તથા ગ્રામ પંચાયત અભિવાદન સમારોહમાં આવશેઃ
સૂરતઃ 
 મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદી આવતીકાલ તા.૬/૪/૨૦૧૨ના રોજ બપોરે ૧.૦૦ વાગે સૂરત એરપોર્ટ પરથી સીધા સૂરત સરકીટ હાઉસ આવશે. ત્‍યાર બાદ ૨.૩૦ વાગ્‍યે સૂરત ઈન્‍ટરનેશનલ એકઝીબીશન એન્‍ડ કન્‍વેનશન સેન્‍ટર ખાતે  દક્ષિણ ગુજરાતના સમરસ સરપંચ તથા સમરસ ગ્રામ પંચાયતોના અભિવાદન અને પુરસ્‍કાર પ્રદાન સમારોહમાં ઉપસ્‍થિત રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સાજે ૪.૪૫ વાગે સૂરત એરપોર્ટ પરથી રાજકોટ જવા રવાના થશે.


આજે દક્ષિણ ગુજરાતનો સમરસ સંરપંચ તથા સમરસ ગ્રામ પંચાયત અભિવાદન અને પુરસ્‍કાર પ્રદાન સમારોહઃ
મુખ્‍યમંત્રીના હસ્‍તે ૨૨૧ સામાન્‍ય સમરસ ગ્રામ પંચાયત રૂા.૫,૫૬,૩૧,૨૫૦ના પ્રોત્‍સાહક પુરસ્‍કાર મેળવશેઃ
સૂરતઃ
મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદી આવતીકાલ તા.૬ઠ્ઠીએ દક્ષિણ ઝોનના સૂરત, નર્મદા, નવસારી, ભરૂચ, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લાની કુલ ૨૨૧ સમરસ ગ્રામ પંચાયતોને રૂા.૫,૫૬,૩૧,૨૫૦ પ્રોત્‍સાહક પુરસ્‍કાર એનાયત કરશે.
સૂરત, ખજોદ ચોકડી પાસે આવેલા સૂરત ઈન્‍ટરનેશનલ એકઝીબીશન એન્‍ડ કન્‍વેનશન સેન્‍ટર ખાતે સવારે ૧૦.૦૦ વાગેથી દક્ષિણ ગુજરાતના સમરસ સરપંચ તથા સમરસ ગ્રામ પંચાયત અભિવાદન અને પુરસ્‍કાર પ્રદાન માટેનો શાનદાર સમારોહમાં સમરસ ગ્રામ પંચાયતોના સરપંચો સહીત ત્રણેક હજાર જેટલા સદસ્‍યો ઉપસ્‍થિત રહેશે.
દક્ષિણ ઝોનમાં સામાન્‍ય સમરસ ગ્રામ પંચાયતોમાં ૮૮ સમરસ ગ્રામ પંચાયતો સાથે સૂરત જિલ્લો પ્રથમ ક્રમે  છે. જે રૂા.૨,૨૭,૬૨,૫૦૦નું પ્રોત્‍સાહક અનુદાન મેળવશે. જયારે બીજા અને ત્રીજા ક્રમે ભરૂચ અને નવસારી જિલ્લો આવતા જેઓ અનુક્રમે રૂા.૧,૪૨,૮૭,૫૦૦ અને રૂા.૯૯,૫૬,૨૫૦નું પ્રોત્‍સાહક અનુદાન મેળવશે.
ઉલ્લેખનીય છે કે, પહેલી વખત સામાન્‍ય સમરસ થતી ૧૦૨ ગ્રામ પંચાયતોને રૂા.૨ કરોડ ૧૧ લાખ પ્રોત્‍સાહક અનુદાનની રકમ ઉપરાંત જે ગ્રામ પંચાયતોના વિસ્‍તારમાં ધો.૮ની સુવિધા નથી. તેઓને ધો.૮ની અગ્રીમતાથી મંજુરી આપવામાં આવશે.
બીજી વખત સામાન્‍ય સમરસ થતી ૫૧ ગ્રામ પંચાયતો રૂા.૧,૩૧,૨૫,૦૦૦ના પ્રોત્‍સાહક અનુદાન ઉપરાત સી.સી.રોડની આધુનિક સુવિધા મેળવશે.
આજ પ્રમાણે ત્રીજી વખત સમરસ થતી ૬૮ ગ્રામ પંચાયતોને રૂા.૮,૧૫,૬૨,૫૦૦ના પ્રોત્‍સાહક અનુદાનની રકમ ઉપરાંત સોલાર સ્‍ટ્રીટ લાઈટની સુવિધા મંજૂર થશે
તા.૧૪/૭/૯૨ના ઠરાવથી એક વર્ષ માટે અમલમાં મૂકવામાં આવેલી સમરસ યોજનાને રૂા.૧૦૦૦ પ્રોત્‍સાહક અનુદાન મળતુ. પરંતુ આ યોજનાના વખતોવખતના પ્રોત્‍સાહક પરિણામો અને ગ્રામ વિસ્‍તારના નાગરિકોમાં સંપ, સહકાર, સુમેળ અને સંવાદિતતાની ભાવનાથી તેમજ ગ્રામ પંચાયતોએ હાંસલ કરેલા વિકાસ કામોથી અભિભૂત થઈ રાજય સરકારે તા.૨૯/૧૧/૧૧ના ઠરાવથી ૫૦૦૦ સુધી વસતી ધરાવતી ગ્રામ પંચાયત પ્રથમવાર બિનહરીફ ચુંટાયેલી જાહેર થાય તો રૂા.૨ લાખ, મહિલા સમરસ કિસ્‍સામાં રૂા.૩ લાખ અને ૫૦૦૧ થી ૧૫૦૦૦ સુધીની વસતીવાળા ગ્રામ પંચાયતને રૂા.૩ લાખ અને મહિલા સમરસના કિસ્‍સામાં રૂા.૫ લાખનું અનુદાન નક્કી કરવામાં આવ્‍યું હતું.

ટિપ્પણીઓ નથી: