વડોદરા
વડોદરા જિલ્લાના એપ્રેન્ટિસશીપ અધિનિયમ-૧૯૬૧ હેઠળ આવરી લેવાયેલ એકમોમાં ફાળવેલ બેઠકો પૂરતા પ્રમાણમાં ભરાય તથા લાયકાત ધરાવતા ઉમેદવારોને એપ્રેન્ટિસ તાલીમ યોજનાનો લાભ મળી રહે તે માટે તા. ૧૦/૪/૨૦૧૨ના રોજ ઔઘોગિક તાલીમ સંસ્થા, ઓલ્ડ હોમીયોપેથી કોલેજ નજીક મુવાલ રોડ, સાવલી જિ. વડોદરા ખાતે એપ્રેન્ટિીસ ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અનિવાર્ય સંજોગોમાં કારણે રદ કરવામાં આવે છે.
એપ્રેન્ટિસ તાલીમ યોજના હેઠળ એપ્રેન્ટિસ તરીકે જોડાવા ઈચ્છુક યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોને તા. ૧૫/૪/૨૦૧૨ સુધી (જાહેર રજાના દિવસો સિવાય) વિભાગીય એપ્રેન્ટિસશીપ સલાહકાર અને નાયબ નિયામક (તાલીમ) ની પ્રાદેશિક કચેરી, ૯૦૮, ઈ-બ્લોક નવમો માળ, કુબેરભવન, કોઠી કેમ્પ્સ, વડોદર ખાતે સંપર્ક કરવાનો રહેશે તેમ યાદીમાં જણાવાયું છે.
મોટર વાહન નિરીક્ષકોના કેમ્પ્સ રદ કરાયા
વડોદરા ૫ એપ્રિલ, ૨૦૧૨ (ગુરુવાર) પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી દ્વારા દર મહિને તાલુકા મથકોએ મોટર વાહન નિરીક્ષકોના કેમ્પ્સ યોજવામાં આવે છે. જો કે અનિવાર્ય સંજોગોને કારણે આ મહિને ડભોઈ, સાવલી, બોડેલી, પાદરા અને કરજણ ખાતે મોટર વાહન નિરિક્ષકોના કેમ્પ્સ યોજાશે નહીં. છોટાઉદેપુર ખાતે એપિ્રલ મહિનાના ત્રીજા શનિવારે ચેકપોસ્ટ પર ફરજ બજાવતા મોટર વાહન નિરીક્ષક કેમ્પ યોજાશે, તેમ આર.ટી.ઓ.ની યાદી જણાવે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો