આજે વિધાનસભાના અધ્યક્ષ સમરસ ગ્રામ પંચાયતના સરપંચોના અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહેશેઃ
સૂરતઃ
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી ગણપતભાઈ વસાવા આવતીકાલ તા.૬/૪/૨૦૧૨ના રોજ બપોરે ૨.૦૦ વાગે સુરત ચેમ્બર ઓફ કોમર્સના કન્વેશન હોલ, સરસાણા, ખજુર ચોકડી પાસે સૂરત જિલ્લા પંચાયત આયોજિત સમરસ ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓના અભિવાદન પ્રસંગે ઉપસ્થિત રહેશે.
પંચાયતમંત્રી સુરતના પ્રવાસેઃ
સૂરતઃ
પંચાયતમંત્રીશ્રી નરોત્તમભાઈ પટેલ આગામી તા.૮/૪/૨૦૧૨ના રોજ સુરત ખાતે સ્થાનિક કાર્યક્રમમાં હાજરી આપી ચોર્યાસી મતવિસ્તારની મુલાકાત લેશે. તા.૯/૪/૨૦૧૨ના રોજ સવારે ૬.૦૦ વાગે સૂરતથી ગાંધીનગર જવા રવાના થશે.
સુંદરસિંહ ચૌહાણ સુરતના પ્રવાસેઃ
સૂરતઃ
મુખ્યમંત્રીશ્રીના સંસદીય સચિવશ્રી સુંદરસિંહ ચૌહાણ આતવીકાલ તા.૬/૪/૨૦૧૨ના રોજ બપોરે ૨.૦૦ વાગે મહેમદાબાદ થી સૂરત આવવા નીકળશે. રાત્રી રોકાણ સુરત સરકીટ હાઉસ ખાતે રોકાશે. તા.૭/૪/૨૦૧૨ના રોજ સવારવે ૬.૦૦ વાગે મહેમદાબાદ જવા રવાના થશે.
કેન્દ્રીય રાજયમંત્રી સુરતના પ્રવાસેઃ
સૂરતઃ
ભારતના રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ વિભાગના રાજયમંત્રીશ્રી તુષારભાઈ ચૌધરી તા.૭/૪/૨૦૧૨ના રોજ સાજે ૬.૦૦ વાગે વ્યારાથી સુરત આવવા રવાના થશે. તા.૮/૪/૨૦૧૨ના રોજ સૂરત ખાતે સ્થાનિક કાર્યક્રમમાં હાજરી આપશે. સાજે ૪.૩૦ વાગે વડોદરા જવા રવાના થશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો