તા. ૭ એપ્રિલે આરોગ્યમંત્રી શ્રી જયનારાયણ વ્યાસના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે ઉજ્વાશે વિશ્વ આરોગ્ય દિન
સારું આરોગ્ય ઉંમરને જીવન બક્ષે છે વિષય સાથે વયસ્ક નાગરિકોની આરોગ્ય રક્ષા માટે ધ્યાન કેન્દ્રિત કરાશે
ગાંધીનગર :
વિશ્વ આરોગ્ય સંસ્થાની સ્થાપના તા. ૭મી એપ્રિલ, ૧૯૪૮ના રોજ થઇ હતી. આ વાતને સાંકળીને દર વર્ષે તા. ૭ એપ્રિલના રોજ વિશ્વભરમાં વિશ્વ આરોગ્ય દિનની ઉજ્વણી કરવામાં આવે છે.
આરોગ્ય અંગેના નવા અને ઉભરતા મુદ્દાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને, વિશ્વ આરોગ્ય દિન લોકોના આરોગ્ય અને સુખાકારીના રક્ષણ માટે સહિયારી કામગીરી શરૂ કરવાની તક પૂરી પાડે છે. આ વર્ષે વિશ્વ આરોગ્ય દિનનો વિષય છે - ‘‘વધતી ઉંમર અને આરોગ્ય'' આ વિષયને આવરી લઇ સમગ્ર વિશ્વમાં આ ક્ષેત્રે ધ્યાન કેન્દ્રિત કરાશે.
રાજ્યના આરોગ્ય વિભાગે આ વિષયના અનુસંધાને ‘‘સારું આરોગ્ય ઉંમરને જીવન બક્ષે છે'' એ સુત્ર સાથે વિશ્વ આરોગ્ય દિન અભિયાન અંતર્ગત પ્રવૃત્તિઓ હાથ ધરશે. આ ઉજ્વણી અંતર્ગત તા. ૭ એપ્રિલને શનિવારને બપોરે એક વાગ્યે ગાંધીનગરના ટાઉનહોલ ખાતે રાજ્યના આરોગ્યમંત્રી શ્રી જયનારાયણ વ્યાસના અધ્યક્ષસ્થાને એક કાર્યક્રમ યોજાશે અને વિશ્વ આરોગ્ય દિન અભિયાનનો શુભારંભ થશે. આ પ્રસંગે નેશનલ રૂરલ હેલ્થ મિશનના ડાયરેકટર શ્રીમતી અંજુ શર્મા પણ ઉપસ્થિત રહેશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો