અનુયાયીઓ

શુક્રવાર, 6 એપ્રિલ, 2012

વલસાડની ખેલ પ્રતિભાઓની ઊંચી ઊડાન :


વલસાડની ખેલ પ્રતિભાઓની ઊંચી ઊડાન :

ખેલ મહાકુંભમાં રાષ્‍ટ્રીય સ્‍તરે ચમકેલી અતૂલની પ્રતિભા અગ્નિહોત્રીનું કરાયુ જાહેર સન્‍માન

: રાજ્‍ય સરકારે આરંભેલા અનોખા એવા ખેલ મહાકુંભના કારણે ગ્રામ્‍ય વિસ્‍તારોમાં છૂપાયેલી ખેલપ્રતિભાઓને બહાર આવવાની તક સાંપડી છે, એમ વલસાડ તાલુકાના અતુલ ગામની પ્રતિભા અગ્નિહોત્રીએ વલસાડ ખાતે તેના જાહેર સન્‍માન બાદ એક મુલાકાતમાં જણાવ્‍યું હતું.
વલસાડના શાંતિનગરના મેદાન ખાતે યોજાયેલા મહિલા સંમેલનમાં તેનું સન્‍માન રાજ્‍યમંત્રી શ્રી રણજીતભાઇ ગીલીટવાલાએ કર્યું હતું. દરમિયાન તેણીએ તેનો પ્રતિભાવ આપતા રાજ્‍ય સરકારના ખેલ મહાકુંભ સહિત કન્‍યા કેળવણી જેવા કાર્યક્રમોની પ્રશંસા કરી હતી. ધોરણ-૧૦ની પરીક્ષા આપીને હાલમાં જ પરીક્ષાના ટેન્‍શનમાંથી મુક્‍ત થયેલી આ યુવા ખેલાડીએ ધોરણ છ થી એથ્‍લેટીક્‍સમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. રાજ્‍ય સરકારે છેવાડાના ખેલાડીઓની ક્ષમતાઓને બહાર લાવવાના હેતુસર આરંભેલા ખેલ મહાકુંભના કારણે જ તેણી બાસ્‍કેટ બોલમાં રાષ્‍ટ્રીય સ્‍તરે ભાગ લઇ શકી છે તેમ જણાવ્‍યું હતું. તેણીને રાષ્‍ટ્રીય સ્‍તર સુધી જવામાં રાજ્‍ય સરકારના ખેલ મહાકુંભની યોજના તળે ફ્રી કોચીંગ, ટ્રેકસૂટ, શુઝ જેવા આનુષાંગિક સાધનની સહાય પણ રાજ્‍ય સરકાર દ્વારા કરવામાં આવી હતી. જ્‍યારે આગામી ઉનાળુ વેકેશનમાં આવા ખેલાડીઓ માટે રાજ્‍યના હિંમતનગર ખાતે વિશેષ કેમ્‍પનું પણ આયોજન કરાયુ હોવાનું તેણીએ વધુમાં ઉમેર્યું હતું.

ટિપ્પણીઓ નથી: