ખેલ મહાકુંભના આયોજન થકી હવે ગુજરાતમાં રમત ગમત પ્રત્યે જાગૃતિ આવી છે. છેવાડે આવેલા વલસાડ જેવા જિલ્લાની મારા જેવી વિદ્યાર્થીની રાષ્ટ્રીય કક્ષાએ ફુટબોલની રમતમાં ભાગ લઇ શકે એ નાની સૂની ઉપલબ્ધિ નથી. ગુજરાતની મહિલા ખેલાડીઓને આકાશની ઉંચાઇ આંબતા રોકી શકશે નહિં. આ શબ્દો છે વલસાડની વિશ્વા વસાણીના જે અતુલ વિદ્યાલયમાં ધો.૧૨માં અભ્યાસ કરે છે. આ એજ રમતવીર બહેન છે જેણે ફુટબોલની રમતમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી વલસાડને ગૌરવ અપાવ્યું છે.
ફુટબોલની રમતમાં આમેય મહિલા ખેલાડીઓની અછત વર્તાય છે એવા સમયમાં વલસાડ જિલ્લાની આ રમતવીરે આંદોમાન-નિકોબાર ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની ફુટબોલ સ્પર્ધામાં ભાગ લીધો જે ખરેખર ગૌરવની બાબત છે.
રાષ્ટ્રીય કક્ષાએ રમવાનો પોતાનો અનુભવ વર્ણવતા વિશ્વાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય કક્ષાએ રમવાનું ગૌરવ જ કંઇક ઓર હોય છે. મારા માટે આ સ્પર્ધા ખુબ પ્રોત્સાહક બની રહી છે. રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવું ખરેખર ગર્વની બાબત છે. તેમની આ સફળતા પાછળ માટે તેમણે તેના ફુટબોલની રમતમાં રાજયકક્ષાએ રમેલા તેમના ભાઇ કથન વસાણી અને સ્પોર્ટ ટીચર શ્રી મનોજ શર્માને શ્રેય આપવાની સાથે રાજય સરકારનો આભાર માનવાનું ચુકી નહોતિ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો