અનુયાયીઓ

શનિવાર, 1 ડિસેમ્બર, 2018

માતાના મોતનું નિમિત પુત્ર જ બન્યો વિશાપર-બિલડી રોડ પર અકસ્માતે બાઈક પરથી ગબડેલી મહિલાનું સારવારમાં મોત


આજથી ૬ દિવસ પહેલા બાબરા પંથકમાં પુત્રના બાઈક પરથી ગબડેલી માતાનું સારવાર દરમિયાન રાજકોટની સિવિલ હોસ્પીટલમાં મોત થયું હતું.

માતાના મોતનું પુત્ર જ નિમિત બન્યો હોય તેવી કરુણાંતિકાની વિગતો મુજબ બાબરા તાલુકાના ઈશાપર ગામના વિલાશબેન ધરમદાસ(ઉ.૪૨) નામના મહિલા તેમના પુત્રના બાઈક પર બેસીને જતા હતા.
ત્યારે વિશાપર-બિલડી રોડ પર અકસ્માતે બાઈકનું ટાયર ફાટતા ડ્રાઈવિંગ પરનો કાબુ ગુમાવતા વિશાલબેન બાઈક પરથી રોડ પર પટકાતા તેમને ગંભીર ઈજાઓ થઇ હતી. દરમિયાન ૬ દિવસની સારવાર દરમિયાન ગઈકાલે વિશાલબેનનું રાજકોટની સિવિલ હોસ્પીટલમાં મોત થતા હોસ્પિટલ ચોકી સુત્રોએ બાબરા પોલીસને જાણ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જંગવડ ગામના બાઈક ચાલકનું અકસ્માતમાં મોત નીપજાવનાર કાર ચાલક ઓળખાયો


પોકેટ કોપ એપ્લીકેશન વધુ એકવાર પોલીસ માટે આશીર્વાદરૂપ
રાજકોટ તા.૧
આજથી પંદરેક દિવસ પહેલા આટકોટ પંથકમાં જંગવડ ગામના બાઈક ચાલકને હડફેટે લઈને મોત નીપજાવી નાશી છુટેલા કાર ચાલકને આટકોટ પોલીસે પોકેટ કોપ એપ્લીકેશન દ્વારા ઓળખી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ જંગવડ ગામના હંસરાજભાઈ જાદવભાઈ રંગાણી પોતાનું જીજે ૦૩ સી એફ ૩૪૩૭ નંબરનું બાઈક લઈને વીરનગરથી આટકોટ તરફ આવતા હતા ત્યારે જસદણ-આટકોટ રોડ પર ચંદુભાઈની વાડી સામે ૩૭૧૩ નંબરની સફેદ કલરની મારુતિ ઝેનના ચાલકે હડફેટે લઈને હંસરાજભાઈનું મોત નીપજાવેલ.

બનાવ સમયે અકસ્માત સર્જનાર કારના પુરા સીરીઝ સાથેના નંબર ના હોય આટકોટ પોલીસ તંત્ર ધંધે લાગ્યું હતું. પણ આવા અધૂરા કલર અને કારનો કલર સહિતની વિગતો પોકેટકોપ એપ્લીકેશનમાં અપલોડ કરી પોલીસે તપાસ કરતા ઉપરોક્ત નંબરની કાર પાંચવડાના મહેન્દ્ર નાનાલાલ વ્યાસની હોવાનું બહાર આવતા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું આટકોટ પોલીસના પીએસઆઈ બી.એફ.ચૌધરી જણાવે છે.

કોટડાસાંગાણીના રાજપરા ગામે વ્યાજખોરોના ત્રાસથી યુવાને ફીનાઈલ પીધું : સારવારમાં

રૂ.૧૨.૫૦ લાખ ૧૦ ટકાના વ્યાજે લીધા બાદ ચૂકવી દીધા છતાં ત્રાસ યથાવત રહેતા

રાજકોટની રેટીના હોસ્પીટલના ડો.મુકેશ પોરવાલ સહીત ૫ શખ્શો સામે
કોટડાસાંગાણી પોલીસમાં નોંધાયો ગુનો : પોલીસ તપાસનો ધમધમાટ


રાજકોટ તા.૧
રાજકોટ જીલ્લાના, કોટડાસાંગાણી તાલુકાના રાજપર ગામના એક યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ફિનાઈલ પી જતા તેમને સારવાર માટે દવાખાને ખસેડાયો છે. હોસ્પિટલ બિછાનેથી રાજકોટના ડોક્ટર સહિતના પાંચેક શાખ્શોના ત્રાસ-ધમકીથી કંટાળીને આ પગલું ભર્યાનું પોલીસને જણાવ્યું હતું. કોટડાસાંગાણી પોલીસે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો અન્વયે પાંચેક શખ્શો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ કોટડાસાંગાણી તાલુકાના રાજપરા ગામે રહેતા નીલેશભાઈ લલીતભાઈ ગોહેલ(ઉ.વ.૩૦) નામના યુવાને પોતાના ઇંટોના ભઠ્ઠાના ધંધા માટે સગાભાઈ હરીશભાઈ મારફતે રાજકોટમાં રેટીના હોસ્પિટલના ડો. મુકેશ પોરવાલ પાસેથી અલગ અલગ સમયે રૂપિયા ૧૨.૫૦ લાખ ૧૦ ટકાનાં વ્યાજે લીધા હતા.

જે પૈસા ચૂકવાઈ ગયા હોવા છતાં નીલેશભાઈ અને તેમના ભાઈ હરીશભાઈ પાસેથી વધારે પૈસા પડાવવા, બંનેને ફોન પર ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપતા હોય તેમજ આજથી આઠેક માસ પહેલા હરીશભાઈનું અપહરણ કરી, જાતી પ્રત્યે હડધૂત કરી તેમને હેરાન પરેશાન કરતા હોય, આ વાતી ડરી ગયેલા નીલેશભાઈએ ફિનાઈલ ગટગટાવી લીધું હોવાનું બાહર આવ્યું છે.

ફિનાઈલ પી જવાથી અસરગ્રસ્ત નીલેશભાઈના નિવેદન પરથી કોટડાસાંગાણી પોલીસે રેટીના હોસ્પિટલ રાજકોટના ડો.મુકેશ પોરવાલ, તેમનો માણસ, રજુ તેમજ તમની સાથેના ૨ અજાણ્યા માણસો મળી કુલ પાંચેક શખ્શો સામે આઈપીસી ૩૮૭, ૩૬૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૫૦૭, ૨૯૪(ખ), ૧૧૪, એટ્રોસિટી ની કલમ ૩(૧)(આર)(એસ) તથા ૩(૨)(૫-એ) તથા મી લેણદાર એક્ટ ૫,૪૦ અન્વયે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરુ કરેલ છે.

વિસાવદરના મોટાકોટડા ગામે દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાએ રાજકોટની હોસ્પીટલમાં બાળકીને જન્મ આપ્યો

૮ મહિના પહેલા ગામના નરાધમે દુષ્કર્મ ગુજાર્યું'તું


વિસાવદર પોલીસે રમેશ નાથા નામના શખ્શ સામે દુષ્કર્મનો ગુનો પણ નોંધ્યો'તો : ૧૪
વર્ષની સગીરા કુંવારી માતા બનતા જાણકારોમાં આરેરાટી : દુષ્કર્મી પર ફીટકારની લાગણી

રાજકોટ તા.૧
વિસાવદર તાલુકાના મોટા કોટડા ગામે આજથી ૮ મહિના પહેલા નરાધમના હાથે દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાએ આજે વહેલી સવારે રાજ્કોતી ઝનાના હોસ્પીટલમાં બાળકીને જન્મ આપ્યો હતો. બનાવના જાણકારોમાં માત્ર ૧૪ વર્ષની સગીરા કુંવારી માતા બનતા અરેરાટી ફેલાઈ છે તેઓ દુષ્કર્મી નરાધમ સામે ફિટકાર વરસાવ્યો છે. આ બનાવ બાબતે અગાઉ આઠ મહિના પહેલા વિસાવદર પોલીસે મોટા કોટડા ગામના એક શખ્સ સામે દુષ્કર્મનો ગુનો નોંધ્યો હતો. આજે ઝનાના હોસ્પિટલ સુત્રોએ વિસાવદર પોલીસેને સગીરાએ બાળકીનો જન્મ આપ્યો હોવાની વાતની જાણ કરતા પોલીસ પણ ચૌંકી ગઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ વિસાવદર તાલુકાના મોટા કોટડા ગામે રહેતી એક ૧૪ વર્ષની સગીરા ઉપર આજથી ૮ મહિના પહેલા રમેશ નાથા નામના ઢગાએ દુશ્કારમાં ગુજાર્યું હોવાની વિસાવદર પોલીસમાં ગઈ તા.૨૨-૧૦-૨૦૧૮ ના રોજ ફરિયાદ નોંધાવાતા પોલીસે રમેશ સામે દુષ્કર્મનો ગુનો નોંધ્યો હતો.

દરમિયાન બાળકીને મેડીકલ ચેકઅપ કરાવતા તેણી પર દુષ્કર્મ થયું હોવાની વાત સાચી પુરવાર થઇ હોય, પોલીસે તે તરફ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. બીજીબાજુ સગીરાને ગર્ભ રહી જતા અને સમય જતા પ્રસવ વેદના ઉપડતા સગીરાને સારવાર માટે રાજકોટની ઝનાના હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી હતી.

જ્યારે આજે વહેલી સવારે બાળકીને પ્રસુતિની પીડા એકદમ વધી જતા તબીબોની સલાહ મુજબ સગીરાને સિઝેરિયન ક્રિયા વચ્ચે પ્રસુતિ કરાવાતા આજે સવારના ૪-૪૪ વાગ્યે  એક બાળકીનો જન્મ થયો હતો. કોઈ પણ પરિવારમાં બાળકનો જન્મ થાય ત્યારે પરિવારજનો હરખ ઘેલા બનતા હોય છે, પણ અહી દુષ્કર્મના શિકાર બાદ બાળકી અવતરી હોય પરિવારજનોમાં અરેરાટી સાથે દુ:ખ વ્યાપ્યું હતું.
************************

ગોંડલ-રાજકોટ હાઈવે પર શાપર(વેરાવળ) નજીક જુનાગઢના કાર ચાલકનો પીછો કરી રોકડ-મોબાઈલની લુંટ ચલાવતા રાજકોટના ત્રણ શખ્શો સામે ગુનો નોંધાયો



રાજકોટના રાહુલ બોરીચા સહિતના ત્રણ શખ્શો જુનાગઢના ગીરીશ પીઠીયા સાથે ઝપાઝપી કરી રોકડ ૪ હજાર તેમજ મોબાઈલ લુંટી નાશી છૂટ્યા : ઝપાઝપી દરમિયાન ગીરીશનો દોઢ તોલા સોનાનો ચેઈન ખોવાયો : અલ્ટો કાર સાથે એકટીવા અથડાતા એકટીવા ચાલકોએ આદરી લુખ્ખાગીરી : શાપર(વેરાવળ) પોલીસે શરુ કરી તપાસ

રાજકોટ તા.૧

આજથી ચાર દિવસ પહેલા રાત્રીના રાજકોટ ગોંડલ હાઈવે પર શાપર વેરાવળ નજીક એક અલ્ટો કાર પાછળ અથડાયેલા એકટીવાના બનાવમાં રાજકોટના ત્રણ શખ્શોએ કારનો પીછો કરી જુનાગઢના કાર ચાલકને રોકી, પંચ જેવા હથિયારથી મોઢા પર વાર કરી, રોકડ રૂપિયા અંદાજે ૪ હજાર અને વિવો મોબાઈલ લુંટી નાશી છૂટ્યા હોવાની શાપર વેરાવળ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમત શરુ કર્યો છે. બનાવ સમયે ફરિયાદી જુનાગઢના યુવાનનો દોઢ ટોળાનો સોનાનો ચેઈન પણ ગુમ થયો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.

પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢમાં ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા ગીરીશભાઈ ભીખુભાઈ પીઠીયા(ઉ.વ.૩૨) અને તેમનો મિત્ર મહેશભાઈ લક્ષમણભાઈ જીજે ૦૩ ઈ સી ૫૦૭૫ નંબરની અલ્ટો કાર લઈને માવડી મેઈન રોડ ચોકડી પાસેથી પસાર થતા હતા. ત્યારે ત્રણ સવારી એક એકટીવા ચાલકે આ કારની ઓવરટેઇક કરતા, કાર પાછળ એકટીવા અથડાતા ત્રણેય એકટીવા સવારોએ કારનો પીછો કરી ગોંડલ ચોકડી પાસે કાર રોકાવવા પ્રયાસ કર્યો હતો.

પણ કાર ચાલકે કાર ના રોકતા પુરપાટ ઝડપે આગળ થઈને ત્રણેય એકટીવા સવારોએ રાજકોટ ગોંડલ હાઈવે પર શાપર વેર્વાલ નજીકના કિશન પેટ્રોલ પંપથી આગળ કારને આંતરી, કારના કાચ તોડી નાખી ગીરીશભાઈના ખિસ્સામાંથી રૂપિયા અંદાજે ૪ હજાર રોકડા તેમજ વિવો કંપનીનો મોબાઈલ લુંટી, પંચ જેવા હથીયારથી વાર કરી ઈજા પહોચાડી નાશી છૂટ્યા હતા. તા.૨૭-૧૧ ના રાત્રીના 8-૩૦ વાગ્યે બનેલા આ બનાવની ગીરીશ ભીખુ પીઠીયાએ ગઈકાલે શાપર વેરાવળ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી યુવાને રાજકોટના રાહુલ બોરીચા અને તેમની સાથેના બે અજાણ્યા માણસોએ તેમને માર માર લુંટી લીધા હોવાની કેફિયત આપી હતી. ગિરીશે પોલીસ ફરિયાદમાં એવું પણ જણાવેલ છે કે,બનાવ સમયે થયેલી ઝપાઝપી દરમિયાન તેમનો દોઢ ટોળાનો સોનાનો ચેઈન પણ ગુમ થયો છે. ફોજદાર એ.એ.ખોખરે આ બનાવમાં તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

યુવા એજ્યુકેશન ચેરી.ટ્રસ્ટ દ્વારા અજમેર શરીફ ટુરનું આયોજન


૩૦ મહિલાઓને વિનામૂલ્યે અજમેર મોકલાયા

રાજકોટ તા.૧
યુવા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા શહેરના ૩૦ મુસ્લિમ બિરાદર મહિલાઓએ વિનામૂલ્યે અજમેર શરીફના દર્શનાર્થે મોકલવાની સેવા કરવામાં આવી છે.

આ બાબતે વિગતો આપતા યુવા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના હાજી યુસુફભાઈ જુણેજા તેમજ રાજનભાઈ જુણેજાએ જણાવેલ કે આજે તા.૧-૧૨ ના રોજ સાંજે ૭ કાલકે રાજકોટથી અજમેર શરીફ જવા મહિલાઓને લઈને નીકળાશે. દિલ્હી-સરાઈ રોહિલા એક્સપ્રેસ માં તમામ મહિલાઓને વિનામૂલ્યે મોકલવામાં આવ્યા છે.

મુસાફરી દરમિયાન આવવા જવાનો તેમજ સવાર, બપોર, રાત્રી ભોજન અને નાસ્તાનો ખર્ચ પણ આયોજક સંસ્થા ઉઠાવશે.તા.૨-૧૨ ના રોજ અજમેર શરીફ પહોચ્યા બાદ ત્યાં રિક્ષાભાડું તેમજ હોટેલ ખર્ચ પણ સંસ્થા દ્વારા ચુકવાશે. શહેરની સંસ્થા યુવા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ કરાયેલી આવી સેવા બદલ સૌમાં સરાહના થઇ રહી છે.



આજના મુખ્ય સમાચાર 01 12/ 2018



સુરત: 10 વર્ષ બાદ સિટી પોલીસની હદમાં ફેરફાર થશે સુરત: શહેર પોલીસની વહીવટી પ્રક્રિયા સરળ બને તે માટે વર્ષ 2008માં સુરતમાં પોલીસ સ્ટેશનની સંખ્યા વધારી હદમાં ફેરફાર કર્યાના 10 વર્ષ બાદ ફરી વખત ફેરફાર કરાયો છે. અત્યારે મદદનીશ સીપીની 7 કચેરી કાર્યરત છે તેમાં એકનો ઉમેરો થશે એટલે કે આઠ થશે.તમામ ફેરફાર તા. 1-12-18થી લાગુ થઈ જશે

મોદી સરકારને ઝટકો : વિકાસનો પરપોટો ફૂટી ગયો, જાહેર થયો GDP નો આ આંક દેશના વિકાસ દરમાં બીજા ત્રિમાસીકમાં મોટું ગાબડું પડ્યું છે. સરકારના તાજા આંકડા મુજબ હાલના નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં જીડીપી પાછલા ત્રિમાસિકના સરખામણીમાં ગગડીને 7.1 ટકા થઈ ગયો છે. પહેલા ત્રિમાસિકમાં દેશનો જીડીપી 8.2 ટકા નોંધાયો હતો. જે પ્રમાણે માત્ર ત્રણ મહિનામાં જ જીડીપીમાં 1.1 ટકાનો ઘટાડો નોંધાયો છે. વિકાસ દરમાં ઘટાડાનું મુખ્ય કારણ ડોલરની સામે રૂપિયો સતત નબળો પડતાં અને ગ્રામીણ માગોમાં આવેલી કમી છે. બીજા ક્વાર્ટરમાં ભારતનો વિકાસદર ઘટીને 7.1% થયો છે.

ત્રણેય રાજ્યોમાં પહેલાથી વધુ સીટ આવશેઃ અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પર પોતાનું મંતવ્ય જણાવ્યું. એમણે કહ્યું કે ભાજપ ત્રણેય રાજ્યોમાં સરકાર બનાવશે. અમિત શાહે કહ્યું કે, મેં બધા રાજ્યોનો પ્રવાસ કર્યો. કાર્યકર્તાઓમાં જોશ છે અને અમે જીતીને દેખાડીશું. મુખ્યમંત્રીઓ સાથે મતભેદ અને ટકરાવના સવાલ પર તેમણે કહ્યું કે આ મીડિયાએ બનાવેલી વાત છે.

સરકારે નર્મદા કેનાલ બંધ કરતાં સૌરાષ્ટ્રના ખેડૂતોનું આંદોલન આ વર્ષે ચોમાસું અતિશય નબળું રહ્યું છે, અને તેને કારણે ખેડૂતોની મુશ્કેલીઓમાં અતિશય વધારો થયો છે. મોટાભાગના વિસ્તારોના ખેડૂતોનો પહેલો ફાલ નકામો ગયો છે, જૂનાગઢમાં તો વાવણી પર ભારે વરસાદ થતાં પાક પર બબ્બે વાર પાણી ફરી વળ્યું હતું. હવે ખેડૂતોએ માંડ કરીને પાક ઉગવ્યો છે ત્યાં પાણીની અછત તેમને મારી રહી છે. પાણીની અછતને કારણે સરકારે નર્મદા કેનાલ પણ બંધ કરી દીધી

વિવિધ માંગણીઓ સાથે ખેડૂતો સંસદ સુધી કૂચ કરશે દિલ્હીમાં પોતાની માંગણીઓ લઇને હજારો ખેડૂતો રામલીલા મેદાનમાં એકત્ર થયા છે. અહીંથી તેઓ સંસદ ભવન સુધી માર્ચ કરશે. ખેડૂતોએ કેન્દ્ર સરકાર પાસેથી સંપૂર્ણ દેવા માફી, પાકના ખર્ચના દોઢ ગણા પૈસાની માંગણી રજૂ કરી છે. દેશના વિવિધ રાજ્યોમાંથી દિલ્હી આવી પહોંચેલા અંદાજે 1 લાખ ખેડૂતોએ બ્રિજવાસનથી રામલીલા મેદાન તરફ કૂચ કરી હતી.

NRI પતિને પોતાની પત્નીઓને છોડવું હવે ભારે પડશે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે એક મોટું એલાન કર્યું છે તેમને કહ્યું કે સંસદના આવનારા સત્રમાં તેઓ એક બિલ લઈને આવશે જેમાં એવી મહિલાઓને સુરક્ષા આપવામાં આવશે. જેમના એનઆરઆઈ પતિએ લગ્ન પછી તેમને છોડી દીધી છે. તેમને કહ્યું કે આ બિલ ઘ્વારા તેઓ એવી બધી જ મહિલાઓને સુરક્ષા આપવાનો પ્રત્યન કરશે જેઓ એનઆરઆઈ વ્યક્તિ સાથે લગ્ન કરે છે.

પહેલીવાર 50 ડૉલર પ્રતિ બેરલથી નીચે આવી કિંમત, ભારત માટે લાભ ગ્લોબલ ક્રૂડ ઓઈલ માર્કેટમાં ઓપેક દેશ હાલ કોઈ આવાં પગલાં નથી ભવા જઈ રહ્યો જેનાથી ઓઈલની કિંમતો પ્રભાવિત થાય, માટે આ વર્ષે પહેલીવાર આવું જોવા મળ્યું છે જ્યારે ન્યૂયોર્કમાં ઓઈલની કિંમતો 50 ડૉલર પ્રતિ બેરલથી પણ નીચે ચાલી ગઈ હોય. હવે સૌની નજર અર્જેન્ટીનામાં થવા જનાર જી20 સંમેલન પર છે જ્યાં ઓઈલ ઉત્પાદક દેશો વાતચીત કરશે.
રાફેલની જેમ નોટબંધી પણ મોટું કૌભાંડ છેઃ રાહુલ ગાંધી નોટબંધી પર પૂર્વ મુખ્ય સલાહકાર અરવિંદ સુ્બ્રમણ્યનના નિવેદન બાદ રાહુલ ગાંધીએ ફરી એકવાર મોદી સરકાર પર પ્રહાર કર્યો છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે નોટબંધી પણ રાફેલની જેમ જ એક મોટું કૌભાંડ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે તપાસ કરાવીને દોષિતોને સજા આપવી જોઈએ. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે જ્યારે અરવિંદ સુબ્રમણ્યને રાજીનામું કેમ ન આપ્યું.

2019માં મધ્યમ વર્ગ વચ્ચે પકડ જમાવવા કોંગ્રેસનો ‘ખાસ પ્લાન લોકસભા ચૂંટણી 2019 માટે કોંગ્રેસે તૈયારી શરૂ કરી દીધી છે. આગામી લોકસભા ચૂંટણી માટે મધ્યમ અને વ્યવસાયી વર્ગ વચ્ચે પોતાની પકડ મજબૂત બનાવવા માટે કોંગ્રેસની તૈયારી ચાલી રહી છે. આ ક્રમમાં પૂર્વ આરબીઆઈ ગવર્નર રઘુરામ રાજન અને પૂર્વ લોકસભા સ્પીકર મીરા કુમાર જેવા મોટા ચહેરાઓ ઉપરાંત અલગ અલગ વિચારધારા સાથે જોડાયેલા લોકોને એકજૂથ કરવામાં આવી રહ્યા છે.

ભારતમાં આવનારા 2-3 વર્ષમાં સાઉદી અરબ મોટું રોકાણ કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી20 સમિટમાં ભાગ લેવા માટે આર્જેન્ટિના પહોંચી ચુક્યા છે. અહીં તેમને યોગા ફોર પીસ કાર્યક્રમમાં ભાગ લીધો. આ કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે તેઓ અર્જેન્ટિનાની ટીમને વિશ્વ્ હોકી કંપની પહેલી મેચ જીતવા માટે અભિનંદન આપે છે. પીએમ મોદીએ કહ્યું કે યોગ આપણે માનસિક શાંતિની સાથે સાથે શારીરિક શાંતિ પણ આપે છે.

ફિલ્મ ઝીરોના સેટ પર લાગી આગ, બચી ગયો શાહરૂખ ખાન ગોરેગાંવ ફિલ્મસિટીના સ્ટુડિયોમાં શાહરુખની આગામી ફિલ્મ ઝીરોના સેટ પર આગ ફાટી નીકળી હતી. આ હોનારતમાં શાહરૂખ માંડ માંડ બચ્યો હતો. સ્ટુડિયોને ઘણું નુકસાન પહોંચ્યુ હતું. ફિલ્મ સિટીની બુકિંગ મેનેજરે જણાવ્યું કે આગ એક કલાકમાં કાબુમાં લેવાઈ ગઈ હતી. સ્ટુડિયો આખો કવર કરાયેલો હોવાથી અંદર ખાસ્સો ધૂમાડો થઈ ગયો હતો. આ કારણે આગ કાબુમાં લાવેમાં પણ વાર લાગી હતી.

તેલંગાણામાં ભાજપનો ચૂંટણી ઢંઢેરો : દર વર્ષે એક લાખ લોકોને મફતમાં આપશે ગાય ભાજપે ગુરુવારે તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. ઢંઢેરામાં વચન અપાયાં છે કે સત્તામાં આવશે તો ખેડૂતોનું રૂપિયા 2 લાખ સુધીનું દેવું માફ કરશે. સ્નાતકોને મફતમાં લેપટોપ આપશે. દારૂનું વેચાણ નિયમિત કરવામાં આવશે. આ સાથે દર વર્ષે એક લાખ કુટુંબોને મફતમાં ગાય આપવાનો વાયદો પણ કર્યો છે. તેલંગાણામાં 7 ડિસેમ્બેર મતદાન યોજાશે.

ડીસામાં પુત્રના લગ્ન કરીને પરત ફરી રહેલા માતા-પિતા સહિત 5 ત્રિપલ અકસ્માતમાં ભડથું ડીસા મંડાર હાઇવે પર ગુરૂવારે ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં સ્વિફ્ટ કાર અને બે ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા વાહનોમાં આગ લાગી હતી. જેના કારણે લગ્નમાંથી પરત ફરી રહેલા વરરાજાના માતા-પિતા સહિત 3 વ્યક્તિઓના ઘટનાસ્થળે મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ હતી. ડીસા મંડાર હાઇવે પર કૂચાવાડા ટોલ પ્લાઝા પાસે આ દૂર્ઘટના સર્જાઇ હતી

નિપાહ વાયરસ અંગે કેરળમાં ફરીથી એલર્ટ 17 લોકોએ જીવ ગુમાવ્યા કેરળ સરકારે નિપાહ વાયરસ માટે સંક્રમણ નિયંત્રણ પ્રક્રિયાઓનું કડક રીતે પાલન કરવા માટે બધા જિલ્લા ચિકિત્સાલય અધિકારીઓ (ડીએમઓ) ને એલર્ટ કરી દીધા છે. એડિશનલ ડાયરેક્ટર (પબ્લિક હેલ્થ) ડૉ. મીનાક્ષીએ કહ્યુ કે બધા ડીએમઓને ચેતવણી આપી છે કે બધી સરકારી હોસ્પિટલોએ સંક્રમણ નિયંત્રણ પ્રેકટીસનું કડક રીતે પાલન કરવાનું છે. નિપાહ વાયરસને કારણે આ વર્ષે 17 લોકોના જીવ ગયા હતા

રામલીલા મેદાનમાં બોલ્યા દેવગૌડા; ખેડૂતો સરકારને સજા આપશે કેન્દ્ર સરકારને ઘેરવા માટે દેશના વિવિધ ભાગમાં ખેડૂતો રાજધાની દિલ્હી સ્થિત રામલીલા મેદાનમાં એકઠા થઈ રહ્યા છે. આની વચ્ચે પૂર્વ વડાપ્રધાન અને જેડીએસના નેતા એડી દેવગૌડા ખેડૂતોનું સમર્થન કરવા માટે દિલ્હીના રામલીલા મેદાન પહોંચ્યા હતા. જણાવી દઈએ કે ખેડૂતો પોતાના દેવાં માફી અને અન્ય લઘુત્તમ ટેકાના ભાવમાં યોગ્ય ભાવ મળે

ભાજપના ‘કુંવરજી’ પાસે છે કેટલી સંપત્તિ,છે જસદણ બેઠક જે હંમેશા કોંગ્રેસનો ગઢ રહી છે. પરંતુ આ ગઢમાં હવે કોંગ્રેસના બાવળીયાએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. જસદણની પેટા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા કુંવરજી બાવળીયા જસદણ પહોંચ્યા હતા. જ્યા તેમણે ઉમેદવારી નોંધાવતા પહેલ મંદિરમાં દર્શન કર્યા હતા. જે બાદ તેઓ મસ્જિદમાં પણ ગયા હતા. કોંગ્રેસના ગઢમાં ગાબડુ પાડવા બાવળીયાએ જસદણમાં રેલી કરી શક્તિ પ્રદર્શન કર્યું હતુ ત્યાર બાદ કુંવરજી બાવળીયાએ જસદણ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. આ પ્રસંગે તેમની સાથે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા, પુરષોત્તમ રૂપાલા અને ભરત બોઘરા હાજર રહ્યા હતા. કુંવરજી બાવળીયાને સોગંદનામા પર નજર કરીએ તો, તેમની કુલ આવક 14 લાખ 78 હજાર 820 રુપિયા છે. હાથ પર રોકડ 50 હજાર અને બાવળીયા પાસે ફકત એક તોલા સોનું છે. બાવળિયાના પત્ની પાસે ચાર તોલા સોનું અને એક કરોડથી વધુની સ્થાવર-જંગમ મિલકત છે.

કોલસાકાંડ : કોલસા સચિવ સહિત 6ને થશે સજા,કોર્ટેનો ચૂકાદો દિલ્હી કોલસા કાંડમાં ભૂતપૂર્વ કોલસા સચિવ સહીત છ આરોપીઓને દિલ્હીની કોર્ટે દોષિત ઠેરવ્યા છે. આ તમામ દોષિતોને કસ્ટડીમાં લીધા છે. દિલ્હીની એક અદાલતે ભૂતપૂર્વ કોલ સેક્રેટરી એચ. સી. ગુપ્તાને કોલસા કાંડના એક મામલામાં ભ્રષ્ટાચાર અને ગુનાહિત ષડયંત્રના આરોપો હેઠળ દોષિત ઠેરવ્યા છે. આ મામલો પશ્ચિમ બંગાળમાં કોલ બ્લોકની ફાળવણી સાથે સંબંધિત છે.
સુરત બાદ ભાવનગરમાં 6 વર્ષની બાળકી સાથે બની દુષ્કર્મ ઘટના  બોટાદના ભાંભણ રોડ પર છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની હતી. પોતાના ઘર પાસે રમતી બાળકીને હવસખોર ઇસમે પતંગ બતાવવાની લાલચ આપીને અજ્ઞાત સ્થળે લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતું. ઘટના બાદ બાળકીને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટનાનાના પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓના કાફલોએ ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી હતી. તપાસ માટે ડોગ સ્કવોર્ડ અને એફએસએલની મદદ પણ લેવામાં આવી હતી. પોલીસે જનતાને અપીલ કરી હતી. અને કહ્યું હતું કે ઘટના કે આરોપી અંગે કોઇપણ પ્રકારની માહિતી કે જાણકારી હોય તો ડર્યા વિના પોલીસનો સંપર્ક કરે. જેથી આરોપી સુધી પહોંચવામાં સરળતા રહે.

દુબઈથી મુંબઈ સુધી દરિયામાં દોડશે સુપરફાસ્ટ ટ્રેન અબુધાબી- દુબઇથી મુંબઇ સુધીની દરિયાની અંદર સફર થાય તો તે એક અચરજ છે. નજીકના ભવિષ્યમાં આ પરિકલ્પના સાકાર થઇ રહી છે. આ બન્ને સ્થળોનું અંતર દરિયાનો પેટાળ નક્કી કરશે જ્યાં સુપરફાસ્ટ ટ્રેન ચાલશે અને મુસાફરોની અવરજવર થશે. હાઇપરલૂપ અને ડ્રાઇવરલેસ ફ્લાઇંગ કાર પછી યુએઇ એક વધુ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર વિચાર કરી રહ્યું છે, જે ભારત સાથે સંકળાયેલો છે. દુબઇ થી મુંબઇની વચ્ચે સમુદ્રની નીચે ટ્રેન દોડી શકે છે.

ગુજરાતના મંત્રીમંડળની દશા બેસી ગઈ છે પ્રદિપસિંહ બાદ નીતિનભાઈ પટેલ પહોંચ્યા હોસ્પિટલમાં  ગુજરાતના મંત્રીમંડળની દશા બેસી ગઈ છે. એક પછી એક મંત્રીઓ સર્જરીઓ કરાવવા લાગ્યા છે, પ્રદીપસિંહ જાડેજા પર કેન્સરની સર્જરી થયા પછી હવે નીતિન પટેલ પણ ઘૂંટણની સર્જરી કરાવવા માટે મુંબઇ પહોંચી ગયા છે. સમગ્ર દેશમાં ગુજરાત 25,000 ઘૂંટણની સર્જરી સાથે પ્રથમ નંબરે છે. આવા સંજોગોમાં નાયબ મુખ્યમંત્રી અને જેમની પાસે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનો પણ હવાલો છે તેવા નીતિન પટેલ મુંબઇ બ્રિચકેન્ડીમાં સર્જરી કરાવવા પહોંચ્યા છે. નાયબ મુખ્યમંત્રીના કાર્યલયે નીતિન પટેલ બે અઠવાડિયા સુધી સચિવાલય નહી આવે તેમ જણાવ્યુ હતુ. ગુજરાતના મંત્રી મંડળની હાલમાં માઠી દશા બેસી ગઈ છે
ગુજરાતના નકશામાંથી 7 જિલ્લા ગાયબ ગુજરાતના પાઠ્ય પુસ્તક મંડળની બેદરકારી ફરી એકવાર સામે આવી છે. ગુજરાતના નકશામાંથી 7 જિલ્લા ગાયબ છે. ધોરણ-6ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાંવિદ્યાર્થીઓને મોડા મળેલા આ પુસ્તકમાં છબરડો દેખાયો છે. બોટાદ, અરવલ્લી, છોટાઉદેપુર, મહિસાગર જિલ્લાનો સીમાકંન નહીં. તેમજ તાપી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા જિલ્લાનો પણ સીમાંકનનો સમાવેશ નહીં.ધોરણ-6ના પાઠ્યપુસ્તકમાં છબરડાના મામલે GCERTના ડાયરેક્ટર ટી.એસ.જોશીએ નિવેદન આપ્યું છે. જોશીએ જણાવ્યું છે કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. ક્ષતિ હશે તો નવા પાઠ્યપુસ્તકમાં સુધારો કરાશે

ગુજરાતમાં પણ અમેરિકાની જેમ હથિયાર હવે લગભગ દરેક ઘરમાં થઇ જાય તો નવાઇ નહી હથિયાર રાખવું સ્ટેટ્સ સિમ્બોલ બન્યું, ગુજરાતના આ શહેરમાં છે સૌથી વધુ હથિયારધારકો ગુજરાતમાં પણ અમેરિકાની જેમ હથિયાર હવે લગભગ દરેક ઘરમાં થઇ જાય તો નવાઇ નહી. પહેલા લોકો સ્વરક્ષણ અને મોટા ભાગે ખેડૂતો પાક બચાવવા હથિયાર રાખતા હતા. પણ હવે હથિયાર રાખવું એક સ્ટેટ્સ સિમ્બોલ બની ગયુ છે. ગુજરાતના મધ્ય ગુજરાતમાં સૌથી વધુ પરવાનેદાર હથિયારધારકો છે.મધ્ય ગુજરાતના 8 શહેર જિલ્લામાં 14,629થી વધુ હથિયારધારકો છે. લોકો હવે સ્ટેટ્સ, સ્વરક્ષણ તેમજ પ્રભાવ પાડવા હથિયાર રાખવાનું ચલણ વધી રહ્યું છે. હથિયારનું લાયસન્સ મેળવવામાં દાહોદ બાદ વડોદરા શહેર મોખરે છે. દેશમાં સૌથી વધુ યુપીમાં 13 લાખ લાયસન્સ ધારકો છે. ગુજરાતના વડોદરા શહેરમાં 1956 અને જિલ્લામાં 602 સ્વરક્ષણ માટે લોકો હથિયારો રાખે છે. તેમજ ઘણા લોકો સ્વરક્ષણ અને પાકના બચાવ માટે હથિયારના લાઇસન્સ મેળવતા હોય છે.

હિંદુસ્તાન પેટ્રોલિયમ ફ્રીમાં પેટ્રોલ ભરાવવાની કંપની ઓફર નવી દિલ્હીઃ હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ તમને 1 લીટર પેટ્રોલ મફતમાં મેળવવાની તક આપી રહી છે. પરંતુ સાથે જ એક શરત પણ મૂકવામાં આવી છે. શરત એ છે કે આના માટે આપને કંપનીની એચપી રીફ્યૂલ એપ્લિકેશનનો ઉપયોગ કરવો પડશે.હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની વેબસાઈટ અનુસાર ફ્રી પેટ્રોલ આપવા માટે કસ્ટમરને HP રીફ્યૂલ એપ્લિકેશનથી ગેસ સિલિન્ડરનું બુકિંગ કરવાનું રહેશે અથવા સિલિન્ડર રીફિલ કરાવવો પડશે.

2020 માં બીએસ-4 વાહનો ગણાશે ભંગાર- સુપ્રીમ દેશમાં વધી રહેલા પ્રદુષણને લઇને સુપ્રીમ કોર્ટે કડક નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે 1 એપ્રિલ 2020 પછી દેશમાં બીએસ-4 વાહનોના વેચાણ અને તેના રજિસ્ટ્રેશન પર રોક લગાવી દીધી છે. દેશમાં અત્યારે બની રહેલા આશરે તમામ વાહનો બીએસ-4 શ્રેણીમાં આવે છે. કોર્ટે ચુકાદો સંભળાવતા કંપનીઓને બીએસ-4 વાહનોનો સ્ટોક ખત્મ કરવા માટે એપ્રિલ 2020 સુધીનો સમય આપ્યો છે, ત્યારબાદ બીએસ-4 વાહનોનું વેચાણ અને રજિસ્ટ્રેશન નહીં કરાવી શકાય.

બાવળિયાએ શુભ મુહૂર્તમાં ભર્યું ફોર્મ કેન્દ્રિય મંત્રીઓ રહ્યાં હાજર જસદણ બેઠક પરથી પ્રતિષ્ઠાનો જંગ બનેલી જસદણ બેઠક પરથી કુંવરજી બાવળીયાએ ફોર્મ ભર્યુ છે. આ પ્રસંગે તેમની સાથે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા, પુરષોત્તમ રૂપાલા અને ભરત બોઘરા હાજર રહ્યા હતા. બાવળીયાએ પક્ષ પલટો કરતા જસદણ વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે. કુંવરજી બાવળીયાએ ફોર્મ ભરતા પહેલા જસદણમાં ભાજપના નેતાઓ સાથે મોટી રેલી કાઢી હતી. કુવરજી બાવળિયાએ પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસમાં હજુ નામ બાબતે ઠેકાણા પણ નથી.આ પહેલા ભાજપના નેતાઓએ સભા પણ સંબોધી હતી.

ભારતનું ભવિષ્ય અંધકારમાં ગ્લોબલ ન્યૂટ્રિશન રિપોર્ટ ભારતના બાળકો સંદર્ભે ગ્લોબલ ન્યૂટ્રિશન રિપોર્ટ-2018 દ્વારા ઘણાં ખતરનાક સંકેતો સાંપડી રહ્યા છે. બાળકોના પોષણ અને વિકાસના મામલે ભારત ઘણું પાછળ છે. અવિકસિત, અલ્પવિકસિત અને ઓવરવેટ બાળકોની સંખ્યા રિપોર્ટ પ્રમાણે ભારતમાં ઘણી વધારે છે. વિશ્વના અવિકસિત બાળકોમાંથી લગભગ એક તૃતિયાંશ બાળકો ભારતીય છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હાલ દુનિયામાં 150.8 મિલિયન બાળકો અવિકસિત છે અને તેમાના 46.6 મિલિયન બાળકો ભારતમાં છે. કુપોષણના મામલામાં પહેલા જ ભારતની સ્થિતિ ચિંતાજનક છે. આ રિપોર્ટ વધુ કેટલાક ખતરનાક સંકેતો આપી રહ્યો છે.

આહવા માહિતી ખાતાની કચેરી જર્જરીત ગમે ત્યારે તૂટી પડે તેવી હાલત આહવા હંમેશા સરકારી યોજનાઓ-સરકારી કાર્યક્રમો અને વિકાસનાં કામોની વાહવાહી કરતું આહવા માહિતી ખાતાની કચેરીની હાલત દિવાતળે અંધારા જેની છે. આજથી ૩૮ વર્ષ જુનું માહિતીનું બિલ્ડિંગ ગમે ત્યારે તુટી પડે તેવી હાલતમાં છે. ત્યાં ટોઈલેટ-બાથરૂમ પાણી વગર બંધ છે જ પરંતુ પીવાનું શુધ્ધ પાણી પણ મળતું નથી.તા.૨૦-૫-૧૯૮૧માં તત્કાલિન મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનાં બહસ્તે આહવાની માહિતી કચેરીનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.(સાભાર : લોકાર્પણ)

શુક્રવાર, 30 નવેમ્બર, 2018

બોલો લ્યો, રાજકોટમાં હવે ટ્રાન્સપોર્ટ વાટે દારૂ મંગાવતા બુટલેગરો !!

રાજકોટની ભાગોળે નવાગામમાં આવેલ ટ્રાન્સપોર્ટની ઓફિસે તપાસ કરતા ૧૦૩ બોટલ દારૂ-૯૬ ચપલા, ૧૬૪ બીયરના ટીન મળ્યા : મુંબઈના સોનું ટ્રેડીંગમાંથી ભાવનગર, જામનગર અને રાજકોટના શખ્શનું પાર્સલ આવ્યું'તું
રાજકોટ તા.૩૦
શહેરમાં દેશી વિદેશી દારૂના ધંધાર્થીઓ પર પોલીસે ઘોંસ બોલાવી છે ત્યારે બુટલેગરોએ દારૂની હેરફેર માટે નવો પેંતરો શોધી કાઢ્યો હોય તેમ હવે પાર્સલમાં દારૂ મંગાવવામાં આવતો હોવાના કારસ્તાનનો પોલીસે પર્દાફાશ કર્યો છે. રાજકોટની ભાગોળે નવાગામમાં બી-ડીવીઝન પોલીસે ટ્રાન્સપોર્ટની ઓફિસમાં તપાસ કરતા પાર્સલમાંથી ૧૦૩ બોટલ દારૂ-૯૬ ચપલા, ૧૬૪ બીયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે આ અંગે તપાસ કરતા મુંબઈના સોનું ટ્રેડીંગમાંથી આ પાર્સલ રાજકોટ, જામનગર અને ભાવનગરના શખ્શો દ્વારા મંગાવવામાં આવ્યા હોવાનું માલુમ પડતા પોલીસે આ આરોપીઓને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ બી-ડીવીઝન પોલીસ મથકના સ્ટાફે ગઈકાલે છકડો રીક્ષામાંથી ૫૭ બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો બાદમાં આ ગુનાની તપાસ દરમિયાન પોલીસને એવી વિગતો મળી હતી કે બુટલેગરો દ્વારા ટ્રાન્સપોર્ટ મારફત દારૂનો જથ્થો મંગાવવામાં આવી રહ્યો છે. જે બાતમીના આધારે બી-ડીવીઝન પોલીસ મથકના પીએસઆઈ એમ.એફ.ડામોર તથા સ્ટાફે નવાગામમાં આવેલ એચ.એચ.રોડવેઝ નામની ટ્રાન્સપોર્ટની  ઓફિસમાં તપાસ હાથ ધરી હતી.

પોલીસે અહી રહેલા પાર્સલો કે જેમની ડીલીવરી લેવા કોઈ આવ્યું ના હોય, તેવા પાર્સલો ખોલી તપાસ કરતા આવા અલગ અલગ ચાર પાર્સલોમાંથી વિદેશી દારૂની ૧૦૩ બોટલ, ૯૬ દારૂના ચપલા તેમજ ૧૬૪ બીયરના ટીન મળી આવ્યા હતા. જેથી પોલીસે રૂપિયા ૭૯૫૦૦/- નો દારૂનો આ જથ્થો કબજે કરી તપાસ હાથ ધરી હતી.

પોલીસે એચ.એચ.રોડવેઝના ટ્રાન્સપોર્ટર યુસુફભાઈની પૂછપરછ કરતા મુંબઈની સોનું ટ્રેડીંગ નામની પેઢી દ્વારા આ પાર્સલો અહી મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ આ પાર્સલો જામનગરના ધર્મેશ, ભાવનગરના ઉમર, ધવલ તમજ રાજકોટના સુનીલ નામના વ્યક્તિના હોવાનું માલુમ પડતા પોલીસે મુંબઈની સોનું ટ્રેડીંગ પેઢીના સંચાલક તેમજ જેમના નામના પાર્સલ આવ્યા હતા તે તમામ સામે ગુનો નોંધી તેમને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

રાપરમાં એસીડ પી ગયેલી યુવતીનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત


રાજકોટ તા.૩૦
રાપર(કચ્છ)માં રેહતી એક યુવતીએ અગ્મ્યો કારણોસર એસીડ પી ગયા બાદ ૧૫ દિવસની સારવાર દરમિયાન રાજકોટની ખાનગી હોસ્પીટલમાં મોત થયાનું જાણવા મળે છે.

મળતી વિગતો મુજબ રાપર(કચ્છ)માં રહેતી મનીષાબેન નરશીભાઈ ચૌધરી(ઉ.વ.૨૨) નામની યુવતીએ ગઈ તા.૧૫-૧૧ ના રોજ કોઈ અગમ્યો કારણોસર એસીડ પી લેતા તેણીને રાજકોટની ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. જ્યાં ૧૫ દિવસની સારવાર દરમિયાન ગઈકાલે તેણીનું મૃત્યુ થયું હતું. પોલીસે જરૂરી કાગળો કરી સંબંધિત પોલીસને મોકલવા તજવીજ હાથ ધરી છે.

ધ્રોલ નજીક બેફામ રીક્ષા ચલાવતો શખ્સ પકડાયો


 
રાજકોટના એક શખ્શને
ગઈકાલે ધ્રોલ પોલીસે
બેફામ રીક્ષા ચલાવવા
બદલ પકડી પડી તેમની
સામે ધોરણસરની કાર્યવાહી
હાથ ધરી હતી.
    મળતી વિગતો
મુજબ  માધવ હોટલ સામે,
જામનગર-રાજકોટ હાઇવે
પરથી ઓટો રિક્ષા રજી નં.
જીજે-૦૩ એઝેડ-૦૯૩૮
ની હાઇવે પર બેફામ રીતે
સર્પાકારે ચલાવતા નીકળતા
તેમને તેમને અટકાવી ધ્રોલ
પોલીસના જમાદાર એન.એમ.
ભીમાણીએ પકડી પાડી તેમની
સામે ધોરણસરની કાર્યવાહી
હાથ ધરી હતી. 

રાજકોટમાં કાઠીયાવાડ બાલાશ્રમમાંથી 8 વર્ષની બાળકી પૂજાનું ભેદી સંજોગોમાં અપહરણ : પોલીસ તપાસ શરુ



બાલાશ્રમ સંચાલકો ચિંતિત : છેલ્લા છ મહિના થયા જુનાગઢથી ટ્રાન્સફર થઈને પૂજા રાજકોટ કાઠીયાવાડ બાલાશ્રમમાં આવી હતી : પૂજા ત્રીજું ધોરણ ભણતી હતી : માલવિયાનગર  પોલીસ દ્વારા તપાસ શરુ

રાજકોટ તા.૩૦
ગઈકાલે રાજકોટમાંથી જસાણી સ્કુલ (બાલાશ્રમ)ના વિદ્યાર્થી એવા 8 વર્ષની વિદ્યાર્થીની બાળકીનું ગઈકાલે સાંજે સ્કુલ ખાતેથી જ ભેદી સંજોગોમાં અપહરણ થઇ ગયાની ઘટના બની જતા બાલાશ્રમ સંચાલકોમાં દોડધામ સાથે ચિંતા પ્રસરી છે. સૌ પ્રથમ પોલીસમાં પૂજા ગુમ થયાની જાણ કરાયા બાદ માલવિયાનગર પોલીસે આ બનાવમાં બાળકીના અપહરણનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટમાં ગોંડલ રોડ પર આવેલા કાઠીયાવાડ બાલાશ્રમ( એ.વી.જસાણી સ્કુલ)માં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી પુજાબેન રતનભાઈ બાદી નામની 8 વર્ષની બાળકી ગઈકાલે બપોરના ૧૨-૩૦ થી સાંજના ૬-00 વાગ્યા દરમિયાન ભેદી સંજોગોમાં ગુમ થતા બાલાશ્રમ સંચાલકો સધન શોધખોળ કરી હતી. પણ પૂજા ક્યાય જોવા નાં મળતા માલવિયા નગર
પોલીસ સ્ટેશનમાં પૂજા ગુમ થયાની જાણ કરવામાં આવી હતી.

દરમિયાન રાત્રી સુધી પૂજાની તપાસમાં લાગેલા બાલાશ્રમ સંચાલકોની શોધખોળ બાદ પણ પૂજાનો પત્તો નહિ લાગતા બનાવની ગંભીરતા સમજીને કાઠીયાવાડ બાલાશ્રમના ભાનુબેન નામના મહિલાએ માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં પુજાના અપહરણની ફરિયાદ નોંધાવતા માલવિયા નગર પોલીસે તપાસ હાથ ધરી છે. માલવિયા નગર પોલીસ સ્ટેશનના પીઆઈ એન.એન.ચુડાસમાના જણાવ્યા અનુસાર રાજકોટમાં ગોંડલ રોડ પર આવેલા એ.વી.જસાણી સ્કુલ(કાઠીયાવાડ બાલાશ્રમ)માંથી ગુમ થયેલી પૂજાએ બ્લુ કલરનું ટીશર્ટ અને બ્લુ કલરનું જીન્સનું પેન્ટ પહેરેલ છે.

બોયકટ વાળ ધરાવતી પૂજે પગમાં સફેદ મોજા અને બંને કાનમાં ત્રિકોણાકાર પીળી ધાતુની બુટ્ટી પહેરેલી છે. કોઈને ભાળ મળે તો માલવિયા નગર પોલીસનો સંપર્ક સાધવા આ બનાવના તપાસનીસ પીએસઆઈ જે.એ.ખાચરે લોકોને અનુરોધ કર્યો છે.

માલવિયા નગર પોલીસને પૂજા ગુમ થઇ હોય અને તેણીનું અપહરણ થઇ ગયાની ફરિયાદ નોંધાવનાર ભાનુબેને જણાવેલ કે, સાંજે બાળકોના છૂટવાના સમયે કોઈ પૂજાને ભોળવીને લઇ ગયું હોય તેવું જણાય છે. તેઓએ એવું પણ જણાવેલ કે, ૬ મહિના પહેલા જ જુનાગઢ બાલાશ્રમ ખાતેથી ટ્રાન્સફર કરીને પૂજાને રાજકોટ લવાઈ હતી. જે ગઈકાલ સાંજથી ગુમ થયેલી જોવા મળતા તેના અપહરણની ફરિયાદ માલવિયા પોલીસમાં નોંધાવાઈ છે.

અત્રે એ નોંધનીય છે કે આ જ બાલાશ્રમમાંથી અગાઉ પણ ધોળેદિવસે બાળકો વંડી ટપી બાલાશ્રમમાંથી ભાગી જવાની ઘટના બની હતી. ત્યારે સંબંધિત સંચાલકોએ બનાવની વિગતો આપવામાં રીતસરની સંતાકુકડી રમી હતી. આજે ફરી એક ધોરણ ૩ ની વિદ્યાર્થીની એવી પૂજા નામની 8 વર્ષની બાળકીનું અપહરણ થઇ જતા બાલાશ્રમ સંચાલકોએ બાળકોની સાર-સંભાળમાં થોડી વધુ જાગૃતતા અને તકેદારી રાખવી જોઈએ તેવું જાગૃત માણસો કહે છે.

બનાવની ફરિયાદ બાબતે માલવિયા નગર પોલીસના પીઆઈ એન.એન.ચુડાસમાએ જણાવ્યું હતું કે, પૂજા નામની બાળકીનું કોઈ અજાણ્યો શખ્શ અપહરણ કરીને લઇ ગયો હોવાનો ગુનો નોંધ્યા બાદ પોલીસ તંત્રે બાલાશ્રમ ખાતે પહોચી જરૂરી વિગતો મેળવી છે. આજુબાજુના અને બાલાશ્રમના સીસી કેમેરા ચેક કરવા કવાયત આદરવામાં આવી છે. આ સિવાય ગોંડલ રોડ પર પોલીસે મુકેલા સીસી કેમના ફૂટેજો પણ તપાસાઈ રહ્યા છે. આ બાબતે જે હોય તે પણ રાજકોટમાંથી 8 વર્ષની વિદ્યાર્થીની બાળકીનું ગઈકાલે સમીસાંજે અપહરણ થઇ ગયાની ઘટનાએ શહેરભરમાં ચકચાર જગાવી છે.

ગાયકવાડીમાં રાજન આણી મંડળીનો આતંક સિંધી પરિવારનાં 4 સભ્યો પર કર્યો હુમલો



સિંધી પરિવારે પ્ર.નગર પોલીસમાં અરજી કરી : રાજનનાં ત્રાસ વિરૂઘ્ધ પોલીસને આવેદનપત્ર આપવાની થતી તૈયારીઓ


શહેરનાં ગાયકવાડી વિસ્તારમાં પોતાના ઘરેથી મંદિર તરફ જઇ રહેલા સિંધી પરિવારનાં એક મહિલા સહિત 4 સભ્યો ઉપર હુમલો કરનાર રાજન અને તેમના સાગ્રીતો વિરૂઘ્ધ પ્રદ્યુમનનગર પોલીસમાં અરજી કરી છે. આ સિવાય સિંધી સમાજના આગેવાનો આગામી દિવસોમાં રાજન આણી મંડળીનાં ત્રાસ સામે પોલીસ કમિશ્નર સહિતનાં પોલીસ તંત્રને આવેદનો આપવા તૈયારીઓ કરતાં હોવાની વિગતો મળી રહી છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ શહેરનાં ગાયકવાડી વિસ્તારની શેરી નં.પમાં રહેતા અંજનાબેન હરીદાસભાઇ વાઘવાણી ગઇકાલે પોતાના ઘરેથી પોતાના પરિવારજનો પતિ હરીદાસ જવાહરભાઇ વાઘવાણી, પુત્ર વિનિતભાઇ, ભાઇ સચ્ચાનંદભાઇ વિ. સાથે મંદિર તરફ જતા હતા. ત્યારે ગેબનશા પીરની દરગાહ પાસે, કોલસાવાડી વિસ્તાર તરીકે ઓળખાતી જગ્યાએ આ વિસ્તારનાં રાજન, સિકંદર અને બે અજાણ્યા મળી કુલ 4 શખ્સોએ તેઓને આંતરી ખોટી વાતો ઉપજાવી, ઝગડો કરી હુમલો કર્યો હતો.


બનાવ બાબતે અંજનાબેને જણાવેલ કે રાજન નામનો શખ્સ ખોટી રીતે તેમની પાછળ પડયો હોય, તેમજ તેમના ભાઇઓને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હાલતા ચાલતા આતંક મચાવે છે. અંજનાબેને જણાવ્યું હોય કે ભૂતકાળનાં કોઇ વેરઝેર કે મનદુ:ખ વગર રાજન સહિતનાં શખ્સો તેઓના પરિવારજનોને ત્રાસ આપી રહ્યા હોય સંબંધીત પોલીસે તપાસ કરવી જોઇએ. બીજી બાજુ રાજન સહિતનાં સાગરીતોના ખોટા આતંક/ત્રાસ સામે સિંધી સમાજનાં આગેવાનોએ એકઝૂટ થવાનો નિર્ણય કરી, ગુરૂ ગુલરાઝ કુટીયા સાહેબ, શ્રી ઝુલેલાલ મંદિર પાસે એકત્ર થઇને મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે પોલીસ કમિશ્નરને આવેદન આપવાની તૈયારીઓ આરંભી હોવાનું સિંધી સમાજનાં આગેવાનો જણાવે છે. ત્યારે પોલીસ આ બાબતે સિંધી પરિવારે કરેલી અરજી અંગે ગુનો નોંધશે કે કેમ? તે સમય જ બતાવશે.

કાલથી ઓપન ગુજરાત રેપીડ ચેસ ટુર્નામેન્ટનો પ્રારંભ



4 પ્રકારની કેટેગરીમાં વિજેતા સ્પર્ધકોને રોકડ ઈનામ એનાયત
 વન્ડર ચેસ કલબ રાજકોટ તથા મીનાસ મેરિડેન બેંક વેટ અને દેવ મોટર્સના સંયુકત ઉપક્રમે તા.1 અને તા.2 ડીસેમ્બરનાં રોજ ઓપન ગુજરાત રેપીડ ચેસ ટુર્નામેન્ટ મેરિડેન બેંક વેટ, યુનિક આર્કેડ, પુષ્કરધામ મંદિર સામે, પુષ્કરધામ મેઈન રોડ, રાજકોટ ખાતે અન્ડર 9, 13, 17 અને ઓપન કેટેગરીની ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે.

 આ ટુર્નામેન્ટમાં કલેકટર ડો. રાહુલ ગુપ્તા, મ્યુનિ. કમિશ્ર્નર બંછાનીધી પાની, પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. 4 કેટેગરીમાં વિજેતા સ્પર્ધકોને રૂા.38 હજારના રોકડ પુરસ્કાર એનાયત કરાશે.

 આ ટુર્નામેન્ટમાં સ્પર્ધકો માટે ડીનર-લંચની વ્યવસ્થા રાખેલ છે. સ્પર્ધકે ચેસ એટ અને ચેસ કલોક સાથે લાવવાની રહેશે.આ ટુર્નામેન્ટને સફળ બનાવવા ધર્મેન્દ્રભાઈ ભગત, જીમ્મી દક્ષિણી, મુકેશભાઈ ભટ્ટ, નટુભાઈ સોલંકી, કિશોરસિંહ જેઠવા, ગૌરવ ત્રિવેદી, અભય કામદાર, જય ડોડીયા, વલ્લભભાઈ પીપડીયા, દીપકભાઈ જાની, પ્રિયંક કાટકોરીયા વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

રાજકોટના અધિક સેસન્સ જજ બાબીની બઢતી સાથે બદલી : અન્ય આઠ અધિક સેસન્સ જજ આંતરીક બદલાયા

રાજકોટના એડીશ્નલ જજને ડીસ્ટ્રીકટ જજ તરીકે બઢતી આપી બદલીનો હુકમ હાઈકોર્ટ દ્વારા ગઈકાલે મોડી સાંજે કરવામાં આવ્યો હતો.જયારે રાજકોટ શહેર અને જીલ્લાના આઠ જજોની બદલીનો હુકમ થયો છે.
રાજકોટ એડીશ્નલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ તરીકે ફરજ બજાવતાં એમ.એમ.બાબીને બઢતી આપી ગીર સોમનાથ વેરાવળ પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ તરીકે બદલી કરવામાં આવી છે.

જયારે ગીર સોમનાથ વેરાવળ ડીસ્ટ્રીકટ જજ એ.ટી.મોગલ નિવૃત થતા તેમના સ્થાને એમ.એમ.બાબીને બઢતી ડીસ્ટ્રીકટ જજ તરીકે બદલી કરવામાં આવ્યા છે.રાજકોટ જીલ્લાનાં ધોરાજીનાં બીજા એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ એચ.એ.દવેને એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ જે.એન.વ્યાસને એડીશન જજ તરીકે સાતમાં એડીશન જજ એમ.પી.પુરોહીત છઠ્ઠા એડીશન જજ તરીકે જેતપુરમાં નવમાં એડીશ્નલ જજ જે.એ.ઠકકરને આઠમાં એડીશ્નલ જજ તરીકે, રાજકોટ શહેરના આર.એલ.ઠકકર, ડી.ડી.ઠકકર, એચ.બી. ત્રીવેદી અને ટી.એસ.બ્રહ્મભટ્ટની કોર્ટ દ્વારા બદલી કરવામાં આવી છે

સ્વામિનારાયણ નગરમાં નારી-બાળ ઉત્કર્ષનો અમૂલ્ય સમન્વય




પ.પુ. પ્રમુખસ્વામી મહારાજનાં 98માં જન્મ જયંતિ મહોત્સવ નિમિતે

અબાલ વૃદ્ધ સૌ કોઈમાં મહોત્સવ ઉજવણીનો અનેરો થનગનાટ

સ્વયંસેવકો-હરિભકતોનો ઉદગાર: પુ.બાપાને રાજી કરવા દેહ ઘસી નાંખીશું

1800 મહિલાઓ, 275 યુવતીઓ, 100 બાળકીઓની 15 કલાકની અનન્ય સેવા


પ.પુ. પ્રમુખ સ્વામી મહારાજનાં 98માં જન્મ જયંતિ મહોત્સવ માટે શહેરનાં માધાપર-મોરબી બાયપાસ રોડ પાસે ઉભા કરાયેલ વિશાળ સ્વામીનારાયણ નગરમાં નારી અને બાળ ઉત્કર્ષનો અમુલ્ય સમન્વય થતો જોવા મળી રહ્યો છે.

તા.5/12 થી 15/12 દરમિયાન યોજાનાર પૂ. પ્રમુખ સ્વામી મહારાજશ્રીનાં 98માં જન્મ જયંતિ મહોત્સવ પુર્વે સ્વામીનારાયણનગરમાં સંતો સાથે અબાલ-વૃદ્ધ સૌ કોઈ સ્વયંસેવકો શ્રદ્ધાથી સેવાયજ્ઞમાં જોડાઈ રહ્યા છે.
ઉમંગ અને ઉત્સાહથી ઉજવાનાર આ મહોત્સવમાં 400થી વધુ સંતો અને 4000થી વધુ સ્વયંસેવકો મહોત્સવની આગવી તૈયારીઓમાં જોડાઈને રાત-દિવસ શ્રમદાન સેવાથી અભિભૂત થઈ રહ્યા છે.




















મહોત્સવ દરમિયાન અનેકવિધ નાટક, નૃત્ય, પ્રદર્શન ખંડ, વ્યસન મુક્તિ સંદેશા માટેના કાર્યક્રમો યોજાનાર હોય, બાળકોથી લઈને યુવાનો-મહિલાઓ સહીતનાં હરિભકતોમાં મહોત્સવને ઉજવવા અનેરો સેવાભાવ જોવા મળી રહ્યો છે.

બીએસએનએલના અધિકારીઓ-કર્મચારીઓ તા.3 થી અચોક્કસ મુદતની રાષ્ટ્રવ્યાપી હડતાલ પર

નવા પગારપંચ સહિતના પ્રશ્ર્નો નહીં ઉકેલાતા લડત : ગુજરાતના 20 હજાર સહિત 
દેશના 2 લાખ કર્મચારીઓ જોડાશે : બીએસએનએલની સેવા ઠપ્પ થવાની સંભાવના


બીએસએનએલના કર્મચારીએ અને અધિકારીઓ દ્વારા વિવિધ માંગણીઓ સબબ આગામી તા.3 ડિસેમ્બરથી રાષ્ટ્ર વ્યાપી હડતાલ પર ઉતરનાર છે. જેમાં રાજકોટ સહિત ગુજરાતના 20 હજાર સહિત દેશભરના બે લાખથી વધુ કર્મચારીઓ  અને અધિકારીઓ જોડાનાર છે.
બીએસએનએલના કર્મચારીઓના તમામ યુનિયનો દ્વારા આ અનિશ્ર્ચિત મુદતનું હડતાલનું એલાન આપવામાં આવેલ છે.  આ સંદર્ભે બીએસએનએલના કર્મચારીઓના યુનિયન લીડરોએ જણાવ્યું હતું કે બીએસએનએલના અધિકારીઓ અને કર્મચારીઓને નવા પગારપંચ સહિતના અનેક પ્રશ્ર્નો લાંબા સમયથી અઘ્ધરતાલ અટકી રહ્યા છે. આ બાબતે બીએસએનએલ મેનેજમેન્ટને અગાઉ વારંવારની રજૂઆત કરી મેમોરન્ડમ આપવામાં આવેલ હતું.

તેમ છતાં બીએસએનએલ મેનેજમેન્ટ અને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનિકેશન દ્વારા તેના પરત્વે કોઇપણ જાતનું લક્ષ નહી અપાતા અંતે આગામી તા.3 ડિસેમ્બરથી રાષ્ટ્ર વ્યાપી હડતાલનું એલાન આપવામાં આવેલું છે. યુનિયન લીડરોએ વધુમાં એવુ પણ જણાવ્યું હતું કે બીએસએનએલના અધિકારીઓ અને કર્મચારીઓને નવુ પગાર પંચ નહી અપાતા કર્મચારીઓની હાલત કફોડી બની જવા પામેલ છે.
આ ઉપરાંત બીએસએનએલને ફોરજી સ્પેકટ્રમ એલોટમેન્ટ કરવામાં આવતા નથી. જયારે ખાનગી કંપનીઓ પાસે ફોરજીની ટેકનોલોજી આવી ગયેલ છે. જયારે બીએસએનએલે હાલ માત્ર ફોરજીના સીમકાર્ડથી જ કામ ચલાવી રહ્યું છે. ફોરજીની જે નવી ટેકનોલોજી ગ્રાહકોને મળવી જોઇએ તે કોઇ કારણોસર અપાતી નથી. આ ઉપરાંત પેન્શનરોનું પેન્શન પણ રીવાઇઝ કરવામાં આવતું નથી. આ સહિતના અનેક મહત્વના પ્રશ્ર્નો છેલ્લા લાંબા સમયથી અણઉકેલ હોય, આ પ્રશ્ર્નો ઉકેલવાની માંગ સાથે બીએસએનએલના યુનિયનો દ્વારા આગામી તા.3 ડિસેમ્બરથી રાષ્ટ્ર વ્યાપી હડતાલનું એલાન આપવામાં આવેલ છે. આ હડતાલના પગલે તા.3 ડિસેમ્બરથી બીએસએનએલની તમામ સેવાઓ ઠપ્પ બની જવાની શકયતા પણ વ્યકત કરવામાં આવી રહી છે.

રાજકોટમાં ત્રણ પીઆઇની આંતરીક બદલીનો હુકમ કરતા પોલીસ કમિશ્નર


યુનિવર્સિટી પોલીસ મથકનાં પીઆઇ દવેને રીડર શાખામાં અને તેમના સ્થાને આર.વાય.રાવલની બદલી : લાયસન્સ બ્રાંચના બી.એમ.જાડેજાને મહિલા પોલીસ મથકનો વધારાનો ચાર્જ

શહેરમાં ત્રણ પીઆઇની આંતરીક બદલીના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા હુકમ કરવામાં આવ્યા છે. જેમાં યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇની રીડર શાખામાં અને તેમના સ્થાને મહિલા પોલીસ મથકના પીઆઇની બદલી કરવામાં આવી છે.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા શહેરના ત્રણ પીઆઇની આંતરીક બદલીના હુકમ કરવામાં આવ્યા છે. જેમાં યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ ડી.વી.દવેની રીડર શાખામાં બદલી કરવામાં આવી છે. તેમજ તેમના સ્થાને મહિલા પોલીસ મથકમાંથી પીઆઇ રાવલની બદલી કરવામાં આવી છે. જયારે લાયસન્સ બ્રાંચના પીઆઇ બી.એમ.જાડેજાને મહિલા પોલીસ મથકનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

રાજકોટ ભાજપમાં લોકસભા ચુંટણીની તૈયારીઓ ચાલુ: બેઠક યોજાઈ: માર્ગદર્શન આપતા ભંડેરી

કમલેશ મીરાણી, પુષ્પદાન ગઢવી, બાવનજીભાઈ મેતલીયા, ભરતભાઈ ડેલીવાળા સહીતના ઉપસ્થિત રહ્યા: ભાજપના કાર્યકર્તા માટે લોકોના કામ એ જ સર્વોપરી છે: કમલેશ મીરાણી
 

ભાજપનો પ્રત્યેક કાર્યકર્તા વિસ્તારક છે: ભરત ડેલીવાળા રાજકોટ ભાજપનો કાર્યકર્તા ગુજરાતના સંગઠનનું રોલમોડલ છે: પુષ્પદાન ગઢવી



 ગઈકાલે લોકસભા ચુંટણીની તૈયારીઓ અંતર્ગત શહેર ભાજપ કાર્યાલય પર શહેર ભાજપ દ્વારા કાર્યકરો, આગેવાનો અને પ્રભારીઓએ બેઠક બોલાવી હતી.
 આ તકે રાજકોટ લોકસભાના ઈન્ચાર્જ અને ગુજરાત મ્યુનિ. ફાઈ. બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ રાજકોટ લોકસભાની સમિક્ષા કરતા જણાવ્યું હતું કે ગઈ લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ મત ભારતીય જનતા પાર્ટીને મળ્યા હતા ત્યારે આવનારી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં લીડમાં સૌથી પ્રથમ ક્રમાંકે ભાજપનો ભવ્ય વિજય થાય તે દિશામાં હવે કાર્યકર્તાએ સક્રિય થવુ પડશે અને બુથથી લઈ બુથ સમિતિઓ, શકિત કેન્દ્રો અને વોર્ડમાં આવતા તમામ ક્ષેત્રના અગ્રણીઓ અને વિવિધ સંસ્થાઓને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડી આવનારી લોકસભાની ચૂંટણીમાં ફરી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ વાળી સરકાર બને અને તેના આપણે સૌ સાક્ષી બનીએ તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

બુધવાર, 28 નવેમ્બર, 2018

સરકારી ડોકટરે નશાની હાલતમાં પ્રસૂતિ કરાવતા પ્રસૂતા-શિશુનાં મોત

 બોટાદની સરકારી હોસ્પિટલમાં તબીબની બેદરકારીએ માતા-નવજાતનો જીવ લીધાનો આક્ષેપ
-તબીબે નશો કર્યાનું ખૂલતાં પોલીસે કરી અટકાયત
 
બોટાદ/ભાવનગર,:
બોટાદની સરકારી સોનાવાલા હોસ્પિટલમાં અલમપર ગામની 22 વર્ષની સગર્ભા યુવતી કામીનીબહેન જયંતીભાઇ ચાચિયા અને નવજાત શિશુના મૃત્યુ થયા હતાં. નશો કરેલ તબીબની બેદરકારીના કારણે બન્નેના મૃત્યુ થયાના આક્ષેપ સાથે પગલાં લેવાની મૃતકના પરિવારજનોએ માગણી કરી હતી. તબીબે નશો કર્યાનુ ખુલતા તેની અટકાયત કરવામાં આવી હતી. 
બોટાદના રાણપુર તાલુકાના અલમપર ગામની કામીનીબહેન જયંતીભાઇ ચાચિયા નામનીસગર્ભા યુવતીની બોટાદની સરકારી સોનાવાલા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં યુવતીએ બાળકીને જન્મ આપ્યો હતો. એ પછી નવજાત બાળકી અને તેની માતા કામીનીબહેનના મૃત્યુ નિપજ્યા હતાં. આ અંગે મૃતકના પરિવારજનોએ એવો આક્ષેપ કર્યો હતો કે, હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડૉ. પી.જે. લાખાણી (પરેશ જેરામભાઇ લાખાણી)એ દારૂ પીધેલી હાલતમાં ફરજમાં બેદરકારી દાખવી હોવાથી બન્નેના મૃત્યુ થયા છે. 

પરિવારજનોના આક્ષેપને હોબાળા બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પીઆઇ એન.કે.વ્યાસે માતા-પુત્રીના મૃતદેહને ફોરેન્સીક નિષ્ણાત પાસે પોસ્ટમોર્ટમ કરાવવા માટે  ભાવનગરની હોસ્પિટલમાં મોકલી આપ્યા હતાં. મૃતકના સગા વહાલાઓના આક્ષેપના પગલે પીઆઇ વ્યાસે તપાસ કરી હતી અને તબીબે નશો કર્યાનું જણાતા જાતે ફરિયાદી બની ડૉ. પરેશ જેરામભાઇ લાખાણી સામે ગુનો નોંધીને તેની અટકાયત કરી હતી. આ સમયે તેણે નશો કર્યો હોવાનું જણાયું હતું. સોનાવાલા હોસ્પિટલના નર્સીંગ સ્ટાફના જણાવ્યા પ્રમાણે અલમપરની પ્રસૂતાને તા. 26મીએ સાંજના પોણા પાંચેક વાગ્યાના સુમારે સારવાર માટે  દાખલ કરવામાં આવી હતી. આ સગર્ભા યુવતી પ્રથમ વખત જ હોસ્પિટલમાં આવી હતી. તબીબની બેદરકારીના કારણે નવજાત બાળકી અને માતાના મૃત્યુ થતાં બોટાદ પંથકમાં અરેરાટી સાથે આઘાતની લાગણી ફેલાઇ હતી.

મંગળવાર, 27 નવેમ્બર, 2018

ધવલ ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા સાયન્સ એક્ઝીબીશન યોજાયું



ધવલ ઈન્ટરનેશનલ સ્કૂલના ચમકતા તારલાઓએ, અત્રે આયોજીત વિજ્ઞાન મેળામાં વિવિધ પ્રયોગો તેમજ ચલિત મોડલ્સ બનાવી વિજ્ઞાનની એ શ્રેષ્ઠતમ ઝાંખી રજુ કરી હતી. ધોરણ ૩ થી ૧૨ સાયન્સ-કોમર્સ સુધીના તમામ વર્ગના વિદ્યાથીએ પોતાની કારીગરી તેમજ વિજ્ઞાનનો જાદુ દર્શાવી, દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
ભૂમી તથા ધ્રુમીલ દ્વારા માનવ શરીર, બિમારીઓ, યોગ, આયુર્વેદીની વિસ્તૃત માહિતીથી લઈને, પેટ્રોલ, કેરોસીનના વાયુથી અગ્નિ પ્રજવલિત કરતા ધોરણ ૫ ના કલ્પ, આર્યા તેમજ જયએ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. વલય અને સતીષનું CYMATICS એટલે કે ધ્વનીના તરંગોથી વિવિધ અવનવી આકૃતિઓ બનાવવી, આ પ્રોજેક્ટને શ્રેષ્ઠ આકર્ષણનું પુરસ્કાર મળ્યુ હતું.




અને શાંત્વના પુરસ્કાર મેળવતું ધોરણ ૧૨કોમર્સનું રિસોર્સ મેનેજમેન્ટ એનર્જી જનરેશન સહથી બહુચર્ચિત પ્રોજેક્ટ હતું. મિકી માઉસના મેસ્કટ તથા વોકિંગ રોબોટ પણ દર્શકોને સેલ્ફી લેવા તથા રીવ્યુ આપવા ખુબ ઉત્સાહિત કર્યા હતા. શાબ્દિક વર્ણન કરીએ તો ઓછુજ પડે, માટે ધવલ સાયન્સના કોઈપણ કાર્યક્રમને નજરે નિહાળવાનો લાહવો લેવોજ રહ્યો.
અહી નોંધનીય નીચે છે કે મેનેજીંગ ટ્રસ્ટી  દિનેશભાઈ ભુવા તેમજ સીઈઓ હિતેશ પટેલે  કાર્યક્રમ સફળ થવા બદલ પ્રિન્સીપાલ અનીતાબેન  તેમજ કાર્યક્રમના આયોજક શક્તિરાજ, તથા હેમાંગીબેન તેમજ સ્ટાફગણને અભિનંદન પાઠવ્યા હતા.

વીરપુર(જલારામ)ની સરકારી હોસ્પીટલમાં તાકીદે એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ કરવા પ્રજાની માંગ


હજારો ભક્તો વીરપુરમાં જલારામ બાપાના દર્શને આવે છે તે
યાત્રાધામની સરકારી હોસ્પિટલમાં એક પણ એમ્બ્યુલન્સ નથી.


જયાં દરરોજ હજારો ભક્તો ઉમટી પડે છે તેવા જેતપુર તાલુકાના વિરપુરમાં જલારામ બાપાના દર્શને આવે છે. તે યાત્રાધામની સરકારી હોસ્પિટલ એમ્બ્યુલન્સ વિહોણી છે. ગામમાં કોઈ બિમાર પડેતો તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવા એમ્બ્યુલન્સની કોઈપણ પ્રકારની સુવિધા નથી. જેથી વીરપુરમાં એમ્બ્યુલન્સની સુવિધા પુરી પાડવા માગ કરવામાં આવી રહી છે.
    વીરપુરમાં મોટી સંખ્યામાં ભક્તો જલારામ બાપાના દર્શન કરવા માટે આવે છે. પરંતુ વીરપુર ગામમાં આવેલી સરકારી હોસ્પિટલમાં એકપણ એમ્બ્યુલન્સ નથી. અને જે એમ્બ્યુલન્સ છે તે અકસ્મતાનો શિકાર બનેલી છે. તો બીજી એમ્બ્યુલન્સ પણ બંધ હાલતમાં છે. ખરા અર્થમાં સેવિકા ગણાતી એમ્બ્યલન્સને આજે ખરી સેવાની જરૂર છે.

    હોસ્પિટલમાં એક એમ્બ્યુલન્સ હતી પરંતુ છ માસ પહેલા એમ્બ્યુલન્સ અકસ્માતનો શિકાર બનતા એમ્બ્યુલન્સને રિપેર કરવામાં આવી નથી.વીરપુરની હોસ્પિટલને એમ્બ્યુલન્સ ફાળવવા તંત્રને ઘણી રજૂઆત કરવામાં આવી હોવા છતાં હોસ્પિટલને એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી નથી. જેથી વહેલી તકે એમ્બ્યુલન્સની ફાળવણી કરવાની માગ ગામના અગ્રણીઓ દ્વારા કરવામાં આવી રહી છે

મેટોડા જીઆઈડીસી પાસે ટ્રક હડફેટે અજાણ્યા પ્રોઢનું મોત


રાજકોટ તા.૨૭
રવિવારે સવારે મેટોડા જીઆઈડીસી નજીક એક ટ્રક હડફેટે અજાણ્યા પ્રોઢનું મોત થયાનો બનાવ લોધિકા પોલીસ દફતરે નોંધાતા પોલીસે અજાણ્યા પ્રોઢના વાલીવારસોની શોધખોળ વચ્ચે ટ્રક ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
    મળતી વિગતો મુંજબ મેટોડા જીઆઈડીસીના ગેટ નંબર-૧ પાસે રવિવારે સવારે જીજે ૧૦ ઝેડ ૬૭૮૫ નંબરના ટ્રક ચાલકે રોડ ક્રોસ કરી રહેલા એક અજાણ્યા પ્રોઢને હડફેટે લેતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. લોધિકા પોલીસે મૃતકની લાશ પીએમ માટે દવાખાને ખસેડી તેમના વાલીવરસોની શોધખોળ આદરી, ઉપરોક્ત ટ્રક ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પારડી ગામે જુગાર દરોડો રૂ.૬૬૩૦/- સાથે ૪ ઝડપાયા


રાજકોટ તા.૨૭
શાપર વેરાવળ પોલીસે ગઈકાલે પારડી ગામે જુગાર દરોડો પાડી ૪ પંટરોને રોકડ ૬૬૩૦/- સાથે પકડી પાડી તમામ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ શાપર વેરાવળ પોલીસે ગઈકાલે બાતમીના આધારે પારડી ગામના સત્યમ પાર્ક સોસાયટી, શ્રી દાદા પ્રોવિઝન સ્ટોરની સામે ખુલ્લા પટમાં રમાતા જુગાર પર દરોડો પાડતા ત્યાંથી જુગાર રમતા ૪ પંટરો રોકડ રૂપિયા ૬૬૩૦/- સાથે પકડાઈ ગયા હતા.
પકડાયેલા શાખ્શોમાં અનીલ પ્રેમજી ભાસ્કર(રાહુલ પાર્ક, પારડી), ગોવિંદ સોમ સોલંકી, સુરેશ ભાંજી વારગીયા(પડવલા રોડ) તેમાંજ્ભીખું બોઘા વાઘનો સમાવેશ થતો હોવાનું શાપર વેરાવળ પોલીસના એ.એસ.આઈ.આર.વી.બકોત્રાએ જણાવ્યું હતું.

જેતપુરમાં સ્વ.સવજીભાઈ કોરાટની પુણ્યતિથી નિમિત્તે અનેકવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા

જેતપુરમાં સ્વ.સવજીભાઈ કોરાટની પુણ્યતિથી
નિમિત્તે અનેકવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા


જેતપુર પંથકના ખરા અર્થમાં પ્રજાના પ્રહરી અને રાજયના પૂર્વ માર્ગ મકાન કેબીનેટ મંત્રી તથા પોતાના સતકાર્યોને કારણે ‘છોટે સરદાર’ તરીકે ઓળખાતા સ્વ. સવજીભાઈ કોરાટની તા. ર૬ નવેમ્બર, ર૦૧૮ના રોજ ર૦મી પૂણ્યતિથિ નિમિતે તેઓને ‘દિલસે’ શ્રધ્ધાંજલી આપવા માટે જેતપુર પંથકમાં અનેક સેવાયજ્ઞો યોજાયો
    જેતપુર શહેર-તાલુકા યુવા ભાજપ દ્વારા રક્તદાન કેમ્પ અત્રેની સવજીભાઇ કોરાટ હોસ્પીટલ બસ સ્ટેન્ડ સામે, કોર્ટની બાજુમાં જેતપુર ખાતે યોજાયો. લાયન્સ કલ્બ દ્વારા નેત્રરોગ તથા સારવાર કેમ્પ નેત્રમણિ આરોહણ કેમ્પ અત્રેની સરકારી હોસ્પીટલ ખાતે યોજાશે, જેસીઆઇ જેતપુર દ્વારા પશુરોગ નિદાન તથા સારવાર કેમ્પ જૂની સાંકળી ગૌશાળા  ખાતે યોજાયો હતો. આ તમામ કેમ્પમાં દર્દીઓને વિનામૂલ્યે દવાઓ પણ આપવામાં આવી હતી.



    સ્વ.શ્રી સવજીભાઈ કોરાટ. ની 20 મી પુણયત્તિથી  નિમિતે યોજેયેલ સર્વ નિદાન કેમ્પ માં ગુજરાત રાજ્ય મંત્રી  જયેશભાઇ રાદડિયા , પૂર્વ મંત્રી જસુમતીબેન કોરાટ, રાજકોટ ડેરી ના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા, જેતપુર ચેમ્બર કોમર્સ પ્રમુખ મનસુખભાઈ ખાચરિયા, ડાઇગ એશો. પ્રમુખ રાજુભાઇ પટેલ, ઉપપ્રમુખ જેન્તીભાઈ રામોલિયા, જેતપુર નગપલીકા પ્રમુખ કુસુમબેન સખરેલીયા, પૂર્વ પ્રમુખ રમાબેન મકવાણા, જેતપુર તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન સોલંકી, માર્કટિંગ યાર્ડ ચેરમેન દિનેશભાઇ ભૂવા, હાજરી અપી હતી

ઉપલેટાના વરજાંગજાળિયા ગામનો બનાવ આંગણવાડીમાં નોકરી અપાવવા રૂ.૭૦ હજાર પડાવ્યા વધુ રૂ.૧ લાખ માટે બંદુક બતાવી મારી નાખવાની ધમકી


જામનગર જીલ્લાના લાલપુરના અબ્દુલ હાલેપોત્રા, વસીમ હાલેપોત્રા અને
ચાંદીગઢના અનવર રાઉમા એમ ત્રણ શખ્શો સામે ઉપલેટા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ 


જામનગર પંથકના ત્રણ શખ્શોએ ઉપલેટા પંથકની એક યુવતીને આંગણવાડીમાં નોકરી અપાવી દેવાની લાલચ આપી રૂપિયા ૭૦ હજાર પડાવ્યા બાદ વધુ રૂપિયા ૧ લાખ પડાવવા બંદુક બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે ઉપલેટા પોલીસમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે ત્રણ શખ્શો સામે ગુનો નોંધી તમામની શોધખોળ આદરી છે. આ બનાવથી ઉપલેટા પંથકમાં ચકચાર જાગી છે.

    મળતી વિગતો મુજબ ઉપલેટા તાલુકાના વરજાંગજાળિયા ગામે રહેતા રાજેન્દ્રભાઈ વેલજીભાઈ સોલંકીની પુત્રી હિનાબેનને આંગણવાડી માં મુખ્ય સેવિકા તરીકેનું ફોર્મ ભર્યું હોય, નોકરી અપાવવી દેવાની લાલચ આપી, વિશ્વાસમાં લઈને રૂપિયા ૭૦ હજાર પડાવી લીધા હતા.

જામનગર જીલ્લાના લાલપુર શહેરમાં  ભાટિયા શેરીમાં રહેતા અબ્દુલ ઓસમાણ હાલેપોત્રા, લાલપુરમાં પ્રગટેશ્વર મંદિર પાસે રહેતા વસીમ તારમહમદ હાલેપોત્રા અને લાલપુર તાલુકાના ચંડીગઢ ગામે રહેતા અનવર ઉર્ફે અલ્તાફ અલીઉમાર રાઉમા એમ ત્રણેય શખ્શોએ વધુ રૂપિયા ૧ લાખ પડાવવા હિનાબેનના પિતા રાજેન્દ્રભાઈ સોલંકી તથા તેમના ભાઈને બે નાળચા વાળી બંદુક બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા ગભરાયેલા રાજેન્દ્રભાઈ સોલંકીએ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

    બનાવની ફરિયાદ પરથી ઉપલેટા પોલીસના પીઆઈ એચ.જી.પલ્લાચાર્યાએ જામનગર પંથકના ઉપરોક્ત ત્રણેય શખ્શો સામે આઈપીસી ૪૦૬, ૪૨૦, ૩૮૭, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪, આર્મ્સ એક્ટ ૨૫(૧-એ) મુજબ ગુનો નોંધી તેઓની શોધખોળ આદરી છે. આ બનાવથી ઉપલેટા પંથકમાં ચકચાર જાગી છે.

કલ્યાણપુર તાલુકાના નંદાણામાં જુગાર દરોડો : પ શખ્શો ઝડપાયા


આર.આર.સેલ રાજકોટ રેન્જની ટીમે રૂ.૧૩૫૧૦/- નો મુદ્દામાલ કબજે કર્યો
રાજકોટ તા.૨૭
આર.આર. સેલ રાજકોટ રેન્જની ટીમે ગઈકાલે બાતમીના આધારે દ્વારકા જીલ્લાના, કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે જુગાર દરોડો પાડી ૫ શખ્શોને રોકડ ૧૧૦૧૦/- સહીત કુલ રૂપિયા ૧૩૫૧૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ આર.આર.સેલના જે.એસ.પંડ્યા, ટીમના કુલદીપસિંહ જાડેજા, સજુભા જાડેજા, ડી.ડી.પટેલ સહીત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે બાતમી મળતા દ્વારકા જીલ્લાના, કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રાજશીભાઇના મકાન પાછળ જાહેરમાં રમાતા જુગાર પર દરોડો પડાયો હતો.
આ સમયે ત્યાં જુગાર રમતા પાલા અરજણ આંબલીયા, બાબુ દેવાનંદ આંબલીયા, સામત હડા આંબલીયા, મેરગ વીરા ચાવડા તેમજ ઠાકરશી ખેરાજ દાવડા એમ ૫ શખ્શો રોકડ રૂપિયા ૧૧૦૧૦/- અને રૂ.૨૫૦૦/- ના ૫ મોબાઈલ મળી કુલ રૂપિયા ૧૩૫૧૦/- ના મુદ્દામાલ સાથે પકડાઈ ગયા હતા. જે તમામ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

શનિવાર, 24 નવેમ્બર, 2018

રાજકોટમાં રૂડા અને આણંદપરના ખેડુતોને મળીને પાઇપલાઇન નાખશે

રાજકોટમાં રૂડા અને આણંદપરના ખેડુતોને
મળીને પાઇપલાઇન નાખશે

મહાનગરપાલિકાની ગૌરીદડ ખાતેના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ખેતીના ઉપયોગ માટે જરૂરી પાઈપલાઈનમાંથી પાણી આપવા આણંદપર ગામના ખેડૂતોની રજૂઆત હતી. રાજ્યના ખેડૂતોને સિંચાઇ માટે પાણી મળી રહે તે માટે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો અભિગમ રહ્યો છે, આણંદપરના ખેડૂતોની રજૂઆત અંગે આજરોજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થળ મુલાકાત લેતા મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, કમિશનર બંછાનિધિ પાની, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, ડ્રેનેજ ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળા, ડે.એન્જીનીયર મોરી તેમજ આણંદપર ગામના સરપંચ વિજયભાઈ ડોડીયા, અજીતભાઈ વાઢેર, દેવાભાઈ ડોડીયા તેમજ ખેડૂત અગ્રણી જેમલભાઇ કાનાભાઈ વાઢેર, વિગેરે ઉપસ્થિત રહેલ હતા.

ગૌરીદડ 70 એમએલડી પ્લાન્ટનું પ્રીપેડ પાણી હાલમાં આજી-2 ડેમમાં છોડવામાં આવે છે. આ પાણી સિંચાઇના ઉપયોગ માટે આવી શકે તે માટે આણંદપર નાની સિંચાઇ યોજના હેઠળ આવેલ ડેમમાં ઠાલવવામાં આવે તો આજુબાજુના ખેડૂતોને પાણીનો લાભ મળે અને હૈયાત કુવાના તળો પણ ઉંચા આવે આ માટે સ્થળ મુલાકાત બાદ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી આપવા માટે રૂડા દ્વારા અને ખેડૂતોની બનાવવામાં આવનાર સહકારી મંડળીના સયુંકત જનભાગીદારીથી પાઈપલાઈન નાંખવા સૈદ્ધાંતિક નિર્ણય કરવામાં આવેલ છે.

ગુરુવાર, 22 નવેમ્બર, 2018

૨૧-૧૧-૧૮ -૦૦૨ મહત્વના સમાચારો


તા.૨૧.૧૧.૧૮ ના મહતવન સમાચારો






રાજકોટ કોર્પોરેશને ખેડૂતોને રૂ.13 પ્રતિ હજાર લિટરના ભાવે ટ્રીટેડ વેસ્ટ વોટર વેંચવાનું ચાલુ કર્યું


આણંદપરના ખેડૂતોને 50 લાખ લીટરથી વધુ શુદ્ધ કરાયેલા પાણીનો જથ્થો અપાયો

રાજકોટ મહાપાલિકા તંત્ર દ્વારા શહેરની ભૂગર્ભ ગટરના ગંદા પાણીને શુદ્ધ કરીને તે પાણી સિંચાઈ માટે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત ગવરીદડ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતેથી આણંદપરના ખેડૂતોને 50 લાખ લીટરથી વધુ પાણીનો જથ્થો આપવામાં આવ્યો છે. ખેડૂતોને સિંચાઈ માટે પ્રતિ એક હજાર લીટરદીઠ રૂા.13ના ભાવથી પાણી આપવામાં આવી રહ્યું છે. જેથી મહાનગરપાલિકાને પ્રતિ હેક્ટરદીઠ રૂ.6,211ની આવક થશે.

આ ઉપરાંત મનપા દ્વારા રૈયાધાર પ્લાન્ટ ખાતેથી હાલમાં ફોરેસ્ટ વિભાગને વૃક્ષારોપણ માટે દરરોજ અંદાજે 15 હજાર લીટર પાણી આપવામાં આવે છે. માધાપર પ્લાન્ટ ખાતેથી ઈશ્વરીયા મહાદેવ પિયત સહકારી મંડળી લિમિટેડ માધાપરને દરરોજ અંદાજે 17-64 હેક્ટર વિસ્તારમાં પાણી આપવામાં આવી રહ્યું છે. રોણકીની જય દ્વારકાધીશ મંડળી તેમજ આણંદપર (બાઘી) ગામના ખેડૂતો પાસેથી પણ ટ્રીટેડ વેસ્ટ વોટરની માગણીની દરખાસ્તો મળી રહી છે.


મ્યુ.કમિશનરે આ અંગે કહ્યું હતુ કે, ટ્રીટેડ વેસ્ટ વોટરના વપરાશથી ખેતીવાડીમાં નર્મદાના પાણીનો વપરાશ ઘટશે. તેનાથી ખેડૂતો અને તંત્ર બન્નેને ફાયદો થશે. નર્મદાનું પાણી લોકોને પીવા માટે મળતું રહેશે અને ખેતીમાં સિંચાઈ માટે ટ્રીટેડ વેસ્ટ વોટરનો ઉપયોગ કરવામાં આવશે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર યુનિવસિર્ટી, ફોરેસ્ટ વિભાગ, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તથા ગાર્ડન શાખા પણ તમામ બગીચાઓમાં પાણી પાવા માટે ટ્રીટેડ વેસ્ટ વોટરનો ઉપયોગ કરશે તેમજ શહેરમાં જુદી જુદી જગ્યાએ ચાલતાં બાંધકામો માટે કોન્ટ્રાક્ટર્સ અને બિલ્ડર્સને પણ ટ્રીટેડ વેસ્ટ વોટર વેચવા માટેના પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવશે.(સાભાર : ફૂલછાબ)

મોબાઈલ ટાવરોના વેરા ઘટાડાનો નિર્ણય બન્યો વિવાદાસ્પદ: કોર્ટમાં પડકારવા વિપક્ષની તૈયારી

મોબાઈલ ટાવરો સંદર્ભે શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ દ્વારા કરાઇ આરટીઆઇ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં મોબાઇલ ટાવરના વેરામાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટેલીકોમ કંપનીઓની તરફેણમાં લેવાયેલો નિર્ણય હાલ વિવાદાસ્પદ બન્યો છે. ટેલીકોમા કંપનીઓને કરાવેલા ફાયદાને કોંગ્રેસ હવે હાઇકોર્ટમાં પડકાર આપવા જઇ રહી છે. 

આ માટે રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટ હેઠળ વિપક્ષ દ્વારા મહાનગરપાલિકા પાસે વિગતો પણ માગવામાં આવી છે.
તાજેતરમાં સ્ટેન્ડીંગ કમિટિમાં મોબાઈલ ટાવરોના વેરામાં 30 ટકાનો જંગી ઘટાડો કરવામાં આવ્યો છે. અગાઉ આ જ સ્ટેન્ડીંગ કમિટિએ વેરા ઘટાડાની દરખાસ્ત નામંજુર કરી હતી અને ત્યાર બાદ જનરલ બોર્ડમાં મોબાઈલ ટાવરના વેરા ઘટાડાની દરખાસ્ત તરત જ મંજુર કરી દેવાઈ હતી. 


આમ મોબાઈલ ટાવરના વેરામાં ઘટાડો વિવાદાસ્પદ બન્યો છે ત્યારે શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખે આ બાબતે માહિતી અધિકાર હેઠળ વિસ્તૃત વિગતો માંગી છે.
અગાઉ જનરલ બોર્ડ માટિંગમાં મોબાઈલ ટાવરનો વેરો પ્રતિ ચોરસમીટર દીઠ રૂા.50થી ઘટાડીને 35 કરવા માટેની દરખાસ્ત મુકવામાં આવી હતી. ત્યાર બાદ તાજેતરમાં સ્ટેન્ડિંગ કમિટીમાં ટેલિકોમ કંપનીઓના મોબાઈલ ટાવરનો વેરો પ્રતિ ચોરસમીટર દીઠ રૂા.35થી ઘટાડીને 15 કરવા માટેની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.
વિપક્ષ દ્વારા કરાયેલી આરટીઆઇ
શહેરમાં કુલ કેટલા અને ક્યા-ક્યા પ્રકારના મોબાઈલ ટાવરો છે, કેટલા સમયથી રાખવામાં આવ્યા છે, 

ટાવરોની મંજૂરી તથા માલિકી, મોબાઈલ ટાવરોની વેરા વસૂલ કરવાની જૂની અને નવી પધ્ધતિ, મોબાઈલ ટાવરોના વેરા કેટલી વખત વધારાયા અને ઘટાડવામાં આવ્યા, ક્યા ટાવરને કઈ કઈ શાખા દ્વારા મંજૂરી આપવામાં આવી, આ તમામ મોબાઈલ ટાવર અંગે કોઈ કોર્પોરેટર દ્વારા જનરલ બોર્ડ અને સ્ટેન્ડિંગમાં પૂછવામાં આવેલા સવાલ અને થયેલા વિરોધની માહિતી,' સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા લેવામાં આવેલા નિર્ણયની તેમજ તે સમયની મિનીટ્સ બુક ઓફ રેકોર્ડની વિગતો સહિતની માહિતીઓ પ્રમાણિત નકલમાં આપવી તથા આ તમામ મોબાઈલ ટાવરો અંગે બજેટમાં જોગવાઈ કરવામાં આવી હોય તો તે છેલ્લા 25 વર્ષના બજેટમાં કરવામાં આવેલી જોગવાઈઓ અને તેના આવક-જાવક સહિતના હેડવાઈઝ અને સવિસ્તૃત માહિતીની વિગતો પ્રમાણિત નકલમાં આપવા કોંગ્રેસ દ્વારા માગ કરવામાં આવી છે.(સાભાર : ફૂલછાબ)

રાજકોટની બે દીકરીઓ ડીસેમ્બરમાં સંસાર છોડી સંયમના માર્ગે કરશે પ્રસ્થાન



એસએસસીમાં 99.94 પીઆર લાવનાર આરાધના પણ લેશે દીક્ષા

રાજકોટ, તા. 21 : રાજકોટમાં ચાતુર્માસ માટે આવેલા રાષ્ટ્રસંત શ્રીનમ્રમુનિ મહારાજ સાહેબની નિશ્રામાં રાજકોટની બે દીકરીઓ ઊપાસના સંજયભાઈ શેઠ અને આરાધના મનોજભાઈ ડેલીવાળા સંસારનો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરશે અને સંયમના માર્ગે પ્રસ્થાન કરશે. આ બન્ને દીકરીઓનો ભવ્ય દીક્ષા મહોત્સવ આગામી તા.2થી 9 ડિસેમ્બર દરમિયાન ઉજવાનાર છે.

જે દીકરીઓ દીક્ષા ગ્રહણ કરવાની છે, તેમાં ઊપાસના શેઠની ઉંમર 24 વર્ષ છે અને બી.કોમ. સુધીનો અભ્યાસ કર્યો છે. સંજયભાઈ અને હેતલબેન શેઠની દીકરી ઊપાસનાએ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. તેને એક બહેન કિંજલ છે. જ્યારે મનોજભાઈ અને પૂનમબેન ડેલીવાળાની પુત્રી આરાધનાની ઉંમર 17 વર્ષની છે. ધોળકીયા સ્કૂલની વિદ્યાર્થિની આરાધનાએ એસએસસીમાં 99.94 માર્ક મેળવ્યા હોવા છતાં ભવિષ્યમાં કારકિર્દી બનાવવાનું ન વિચારીને નાની ઉંમરમાં જ સંયમના માર્ગે પ્રસ્થાન કરવાનું નક્કી કર્યું છે. આ અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપતાં ડોલરભાઈ કોઠારીએ જણાવ્યું હતું કે, તા.2 ડિસેમ્બરે વિરતી વિજય શોભાયાત્રા નીકળશે. તા.3જીએ સંયમ માઁના ખોળે શિક્ષા પ્રસ્તુતિ થશે. તા.4થી એ સવારે હું હતો હું હોઈશ કાર્યક્રમ રજૂ થશે. તા.પમીએ સંયમ વંદનાવલી અને બ્રહ્મદીક્ષાનો કાર્યક્રમ યોજાશે. તા.6ઠ્ઠીએ પ્રવજ્યા શોભાયાત્રા નીકળશે. તા.7મીએ અશ્વિનભાઈ જોશીનો દીકરી વ્હાલનો દરિયો કાર્યક્રમ યોજાશે. તા.8મીએ માતૃ પિતૃ વંદના, બપોરે અનુમોદના, કોળીયા વિધિ થશે. તા.9મીએ રેસકોર્સ મેદાનમાં ‘સંયમ સમવસરણ’ ખાતે ભવ્ય દીક્ષા મહોત્સવ ઉજવવામાં આવશે.



આ પ્રસંગે વિવિધ જૈન સંઘોના શ્રેષ્ઠીઓ ચંદ્રકાન્તભાઈ શેઠ, ઈશ્વરભાઈ ઘોઘા, પ્રવીણભાઈ કોઠારી, કમલેશભાઈ શાહ (એડવોકેટ), જીતુભાઈ બેનાણી, કિરીટભાઈ શેઠ, શિરીષભાઈ બાટવીયા, સુશીલભાઈ ગોડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ગુરુ એ સર્વસ્વ નથી, સહાયક છે : નમ્રમુનિ મહારાજ


પત્રકાર પરિષદને સંબોધન કરતાં રાષ્ટ્રસંત શ્રીનમ્રમુનિ મહારાજે જણાવ્યું હતું કે, જેના હૃદયમાંથી સત્ય પ્રગટ થાય છે તે સંયમનો સ્વીકાર કરે છે. અને સમજ પ્રગટ થાય ત્યારે સંયમ લાવવો પડતો નથી. સહજતાથી આવી જાય છે. ગુરુઓથી કોઈ શિષ્ય દીક્ષા નથી લેતા. અંદર પ્રગટેલા સત્યથી પ્રેરાઈને દીક્ષા લે છે. ગુરુને જૈન દર્શનમાં સર્વસ્વ માનવા છતાં સહાયક માનવામાં આવે છે.

દીક્ષાર્થી દીકરીઓ શું કહે છે ?


24 વર્ષીય દીક્ષાર્થી ઊપાસના શેઠે જણાવ્યું હતું કે, હું મેનેજમેન્ટ પર્સન છું. મને ક્યાંથી કેટલો નફો થાય છે તે જોવાનું છે. સંયમના માર્ગે મારે ગુમાવવાનું કશું જ નથી. માત્ર ને માત્ર આત્મકલ્યાણ મેળવવાનું છે. દીક્ષા ગ્રહણ કર્યા પછી પરિણામ શું આવશે, તેની ચિંતા કરતી નથી. 17 વર્ષીય આરાધના ડેલીવાળાએ કહ્યું કે, મારા દીક્ષા લેવાના ભાવ મક્કમ હતા. ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ સંસારી પક્ષે મારા મામા થાય પણ હવે ગુરુ-શિષ્યાનો સંબંધ થઈ જશે. તેમણે એમ પણ કહ્યું કે, દીક્ષા લેવા માટે કોઈ ઉંમર હોતી નથી. કારણ કે ઉંમર શરીરને હોય છે, આત્માને નહીં. (સાભાર : ફૂલછાબ)

બુધવાર, 21 નવેમ્બર, 2018

રાજકોટ શહેરમાં બીગબજાર પાછળના એ.બી.પાર્કમાંથી અલ્પેશ વ્યાસ વિલાયતી શરાબની ૨૫૨ બોટલ સાથે ઝડપાયો : શરાબ સપ્લાયરની શોધખોળ

રાજકોટ તા.૨૧
રાજકોટ તાલુકા પોલીસે બાતમીના આધારે ગઈકાલે બીગબજાર પાછળ આવેલા એ.બી.પાર્કમાં રહેતા એક શખ્શના ઘર પર છાપો મારી
વિલાયતી દારૂની ૨૫૨ બોટલ સહિતના રૂ.૧ લાખ ૧૩ હજાર ૩૦૦/- રૂપિયાના મુદ્દામાલ સાથે અલ્પેશ વ્યાસ નામના શખ્શને પકડી લીધો હતો. જયારે તેમને દારૂ પૂરો પાડનાર લક્ષ્મીનગરના હાર્દિક નામના શખ્શની શોધખોળ આદરાઈ હોવાનું પોલીસ જણાવે છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ તાલુકા પોલીસની ડી સ્ટાફની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે પોલીસ કોન્સ્ટેબલ અરજણભાઈ ઓડેદરાને બાતમી મળી હતી કે બીગબજાર પાછળ આવેલ એ.બી.પાર્કમાં રહેતા અલ્પેશ નરેન્દ્ર વ્યાસ નામના શખ્શના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો પડ્યો છે.


બાતમીના આધારે તાલુકા પોલીસના પીઆઈ વી.એસ.વણઝારાએ, ફોજદાર એન.ડી.ડામોર સહિતના  સ્ટાફને સાથે રાખી દરોડો પાડતા અલ્પેશ રૂપિયા ૧૧૩૩૦૦/- કિમતના જુદી જુદી બનાવટના વિદેશી દારૂની ૨૫૨ બોટલ સહિતના મુદ્દામાલ સાથે પકડાઈ ગયો હતો. આ તકે પોલીસની આકરી પૂછપરછ દરમિયાન અલ્પેશ વ્યાસે આ દારૂનો જથ્થો લક્ષ્મીનગરમાં રહેતા હાર્દિક નામના શખ્શ પાસેથી મેળવ્યો હોવાનું કબુલતા પોલીસે હાર્દિકની શોધખોળ આદરી છે. 




પડધરીની ૨ વર્ષની અપહ્યુત બાળકીને શોધવા પોલીસની ટીમોની સધન તપાસ

સોમવારી બજારમાંથી કોઈ ઉઠાવી ગયું છે : પોલીસે બાળકીનો ફોટો સોશિયલ
મીડિયામાં પણ મુક્યો  : એસપી ઘટના સ્થળે પહોંચ્યા : ધૂંધળા સીસી ફૂટેજના આધારે અજાણ્યા શખ્શ સુધી પહોંચવા પોલીસની કવાયત
રાજકોટ તા.૨૧
પડધરીની બજારમાંથી ગઈકાલે બપોરે બે વર્ષની બાળકીનું અપહરણ કરી અજાણ્યો શખ્સ ભાગી જતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. જીલ્લા પોલીસ વડા બલરામ મીણાએ પણ ઘટના સ્થળે દોડી જઈને પડધરી પોલીસ ઉપરાંત એલસીબી, એસઓજી અને આરઆર સેલોની ટીમોને કામે લગાડી છે. પણ  અપહૃત બાળકીની  કોઈ ભાળ પોલીસને મળી નથી.
પ્રાપ્ત વિગતો મુજબ દાહોદ જીલ્લાનાં ધાનપુર ગામના વતની પોપટભાઈ ડામોર ૧૫-૨૦ દિવસ પહેલા પરિવાર સાથે ખેતમજૂરી કરવા પડધરીના  ન્યારા ગામે આવ્યા હતા ત્યાં એક વાડીમાં રહી મજૂરી શરૂ કરી હતી. ગઈકાલે બપોરે તે પત્ની અને બે પુત્રી ઉપરાંત અન્ય પરિવારના સભ્યો સાથે પડધરી સરકારી હોસ્પિટલ સામે ભરાતી સોમવારી (ગુજરી) બજારમાં ખરીદી કરવા ગયા હતા.

બપોરે અઢી વાગ્યાની આસપાસ તેની પત્ની કમોદીબેન ચાર વર્ષની પુત્રી કેનાનું કાન વીંધાવતી હતી ત્યારે નાની બે વર્ષની પુત્રી રમીલા બાજુમાં ઉભી હતી. જેને કોઈ અજાણ્યો શખ્સ આવીને ઉપાડી ભાગી ગયો હતો. જાણ થતાં આદિવાસી પરિવાર હાંફળો-ફાંફળો બની ગયો હતો અને ઘણી શોધખોળ કરવા છતાં રમીલાનો કોઈ પતો નહીં મળતા અંતે પડધરી પોલીસને જાણ કરી હતી. જેના દ્વારા અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
એક બે વર્ષની બાળાનું આ રીતે ભરબજારમાંથી અપહરણ થઈ જાય તે બાબત ખૂબ જ ગંભીર હોવાથી એસપીએ પડધરીની વિઝીટ કરી હતી. આ ઉપરાંત ક્રાઈમ બ્રાંચ, એસઓજી અને આરઆર સેલની ટીમો દોડાવાઈ હતી. પોલીસની જુદી જુદી ટીમો બનાવી તેને કામગીરી સોંપવામાં આવી હતી. જે શખ્સે અપહરણ કર્યું હતું તેના ધૂંધળા  સીસી ટીવી ફૂટેજ પણ પોલીસને મળ્યા છે. તેના આધારે પોલીસે અજાણ્યા શખ્શ સુધી પહોંચવા કવાયત આદરી છે.

વીરડા-વાજડીના યુવાનના આપઘાત પાછળ યુવક-યુવતીનું બ્લેકમેઈલીંગ કારણભૂત


લોધિકા પોલીસે ખુશ્બુ નામની યુવતી અને તેના પ્રેમી સામે ગુનો નોંધ્યો :
પરણિત યુવાનને પૈસા આપવા માનસિક ત્રાસ અપાતો'તો : તપાસ શરુ

રાજકોટ તા.૨૧
રાજકોટ તાલુકાના વીરડા-વાજડી ગામના યુવાનનું બ્લેકમેઈલિંગ કરી પૈસા પડાવવા અપાતા ત્રન્સને કારણે આત્મહત્યા કરવા મજબુર કરનાર એક યુવતી અને પ્રેમી સામે લોધિકા પોલીસે ગુનો નોંધી બંનેની શોધખોળ આદરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ધ્રોલ તાલુકાના જાળિયા દેવાણી ગામનો એ હાલ રાજકોટ તાલુકાના વીરડા-વાજડી ગામે રહેતા ભરતભાઈ નારણભાઈ જાદવ નામના ૩૦ વર્ષના પરણિત યુવાને ગઈકાલે ખીરસરા ગામી સીમમાં રાહુલભાઈ અગ્રવાલની વાડીમાં આત્મહત્યા કરી લીધી હતી.

બનાવની જાણ પરથી ઘટના સ્થળે પહોચેલી લોધિકા પોલીસને એક સ્યુસાઈડ નોટ મળી હતી. જેમાં મૃતક ભરતભાઈએ લખ્યું છે કે, ખુશ્બુ નામની એક યુવતી અને તેનો પ્રેમી ઘણા સમય થયા તેમની પાછળ પડી, મોબાઈલમાં ખરાબ મેસેજ મોકલી, પૈસા પડાવવા બ્લેકમેઈલિંગ કરતા હતા. જે સહન ના થતા આત્મહત્યાનું પગલું ભર્યું છે.

સ્યુસાઈડ નોટમાં મૃતકે એવો પણ ઉલ્લેખ કર્યો છે કે, ખુશ્બુના પ્રેમીએ તેમને ગંદા મેસેજ મોકલી ચોરી પે સીનાજોરી કહેવત મુજબ પ્રેમી યુવાને અને ખુશ્બુએ તેમનું બ્લેકમેઈલિંગ કરવાનું શરુ કરી પૈસાની માંગણી કરતા હતા. મૃતકના ભાઈ સુરેશભાઈ નારણભાઈ જાદવની ફરિયાદ પરથી લોધિકા પોલીસના મહિલા પીએસઆઈ એચ.પી.ગઢવીએ ખુશ્બુ અને તેના પ્રેમી સામે આઈપીસી કલમ ૩૦૬, ૧૧૪ મુજબ ગુનો નોંધી બંનેની શોધખોળ આદરી છે.
દ્વારકા-રાજકોટ-સુરેન્દ્રનગર જીલ્લા વિસ્તારમાં જુગાર દરોડા
રૂ.૨.૨૪ લાખના મુદ્દામાલ સાથે ૧૦
પંટરોને  "ખેલતા" ઝડપી લેવાયા

ગોંડલના નવા માર્કેટ યાર્ડ, ખંભાળિયાના ભાડથર,
સુરેન્દ્રનગર જીલ્લામાં લીમડી હાઈવે પર દરોડા :
૧૫ શખ્શો સામે ગુનો નોંધી ૫ શખ્શોની શોધખોળ 

રાજકોટ તા.૨૧
    આર.આર.સેલ રાજકોટ રેન્જની ટીમે ગઈકાલે રાજકોટ, દ્વારકા અને સુરેન્દ્રનગર જીલ્લા વિસ્તારમાં ત્રણ સ્થળોએ જુગાર દરોડા પાડી રૂપિયા ૨.૨૪ લાખના મુદ્દામાલ સાથે ૧૦  શખ્શોને જુગાર રમતા ઝડપી લીધા હતા. પોલીસે કુલ ૧૫ શખ્શો સામે ગુનો નોંધ્યો છે. જ્યારે જુગાર રમાડવામાં ખુલેલા નામ અને નાશી છુટેલા ૫ શખ્શોની પોલીસે શોધખોળ આદરી છે.

    પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ રેજમાં ચાલતી જુગારની બદી નાબુદ કરવા માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક  રાજશીટ રેજ  સંદીપ સિંહ દ્વારા આર.આર.સેલ રાજકોટના પીએસઆઈ એમ,પી,વાળા વિગેરેને સુચના આપી હતી. જે અંગે સેલના સ્ટાફે સૌ પ્રથમ બાતમીના આધારે રાજકોટ જીલ્લના ગોંડલના નવા માર્કેટીંગ યાર્ડમાં જુગાર દરોડો પાડી  જયેશ ઉર્ફે ટકો ગાંડું પટેલ, ને વરલી ફીચારના સાહીત્ય તથા રોકડા રૂપિયા ૧૩૬૭૦/- તથા મોબાઇલ ફોન-૧ કિ.૩.૫૦૦/- સાથે પકડી પાડી કપાત લેનાર , ઇમરાન ઉર્ફે ઈમલો  હસન કટારીયા (રહે.. બન્ને વોરાકોટડારોડ, ગોંડલવાળા વિરુધ્ધ ગોંડલ સીટી પો.સ્ટે. ગુનો નોંધાવ્યો હતો.

    બીજા દરોડામાં દ્વારકા જીલ્લાના ખંભાળીયાના ભાડથર ગામે ક્રિશ્ના ડેરી સામેથી જુગાર રમતા સામત દેવાનંદ  કરમુર, આલા ભીમા ચાવડા, સામત દેવાણંદ કરમુર, લાખા નગા કંડોરીયા, દાદુ માલદે કંડોરીયા (રહે.બધા ભાડથર) વાળાઓને રોકડા રૂપિયા .૧૧,૦૯o/- તથા મોબાઇલ ફોન-૪ રૂ.૨૨૦૦/- સાથે પકડી પાડી તમામ વિરુધ્ધ ખંભાળીયો પો.સ્ટેમાં ગુનો નોંધાવ્યો હતો.


   
    જ્યારે સુરેન્દ્રનગર જીલ્લા પાણસીણાના લીંબડી ને.હા. ઉપર આવેલ ગીરીરાજ હોટલ પાછળ આવેલખેતરમાં ધાંસના છાપરા નીચે રમાતા જુગાર પર છાપો મારી પોલીસે  હુશૈન ઉર્ફે કાળીયો  યુસુબવોરા, મુબારફ ઉર્ફે મુબો ગુલામ ઘાંચી,  હનીફ ઉર્ફે કદો અકબર ઘાંચી તહાં  યુસુબ  રસુલ ઘાંચી (રહે. બધા રળોલ, લીંબડી)વાળાઓને રોકડા રૂપિયા ૧,૧૪,૬૦0/- તથા મોબાઇલ ફોન-૯ કિ.રૂ.૩૨,૦૦૦/- તેમજ એક બાઈક /- સાથે પકડી પાડ્યા હતા. જ્યારે જુગાર રમાડનાર હુસેન મામજી ઘાંચી રે.રળોલ તથા ભાગી છુટેલા  યાસીન ઘાંચી,  અબ્બાસ અલ્લાઉદીન ઘાંચી (રહે.બંને રળોલ) તથા  હારુન ઉર્ફે કાજી ધાંચી (રહે..બાજરડા તા. ધંધુફાવાળા)  સામે પાણસીણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.