નવા પગારપંચ સહિતના પ્રશ્ર્નો નહીં ઉકેલાતા લડત : ગુજરાતના 20 હજાર સહિત
દેશના 2 લાખ કર્મચારીઓ જોડાશે : બીએસએનએલની સેવા ઠપ્પ થવાની સંભાવના
બીએસએનએલના કર્મચારીએ અને અધિકારીઓ દ્વારા વિવિધ માંગણીઓ સબબ આગામી તા.3 ડિસેમ્બરથી રાષ્ટ્ર વ્યાપી હડતાલ પર ઉતરનાર છે. જેમાં રાજકોટ સહિત ગુજરાતના 20 હજાર સહિત દેશભરના બે લાખથી વધુ કર્મચારીઓ અને અધિકારીઓ જોડાનાર છે.
બીએસએનએલના કર્મચારીઓના તમામ યુનિયનો દ્વારા આ અનિશ્ર્ચિત મુદતનું હડતાલનું એલાન આપવામાં આવેલ છે. આ સંદર્ભે બીએસએનએલના કર્મચારીઓના યુનિયન લીડરોએ જણાવ્યું હતું કે બીએસએનએલના અધિકારીઓ અને કર્મચારીઓને નવા પગારપંચ સહિતના અનેક પ્રશ્ર્નો લાંબા સમયથી અઘ્ધરતાલ અટકી રહ્યા છે. આ બાબતે બીએસએનએલ મેનેજમેન્ટને અગાઉ વારંવારની રજૂઆત કરી મેમોરન્ડમ આપવામાં આવેલ હતું.
તેમ છતાં બીએસએનએલ મેનેજમેન્ટ અને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનિકેશન દ્વારા તેના પરત્વે કોઇપણ જાતનું લક્ષ નહી અપાતા અંતે આગામી તા.3 ડિસેમ્બરથી રાષ્ટ્ર વ્યાપી હડતાલનું એલાન આપવામાં આવેલું છે. યુનિયન લીડરોએ વધુમાં એવુ પણ જણાવ્યું હતું કે બીએસએનએલના અધિકારીઓ અને કર્મચારીઓને નવુ પગાર પંચ નહી અપાતા કર્મચારીઓની હાલત કફોડી બની જવા પામેલ છે.
આ ઉપરાંત બીએસએનએલને ફોરજી સ્પેકટ્રમ એલોટમેન્ટ કરવામાં આવતા નથી. જયારે ખાનગી કંપનીઓ પાસે ફોરજીની ટેકનોલોજી આવી ગયેલ છે. જયારે બીએસએનએલે હાલ માત્ર ફોરજીના સીમકાર્ડથી જ કામ ચલાવી રહ્યું છે. ફોરજીની જે નવી ટેકનોલોજી ગ્રાહકોને મળવી જોઇએ તે કોઇ કારણોસર અપાતી નથી. આ ઉપરાંત પેન્શનરોનું પેન્શન પણ રીવાઇઝ કરવામાં આવતું નથી. આ સહિતના અનેક મહત્વના પ્રશ્ર્નો છેલ્લા લાંબા સમયથી અણઉકેલ હોય, આ પ્રશ્ર્નો ઉકેલવાની માંગ સાથે બીએસએનએલના યુનિયનો દ્વારા આગામી તા.3 ડિસેમ્બરથી રાષ્ટ્ર વ્યાપી હડતાલનું એલાન આપવામાં આવેલ છે. આ હડતાલના પગલે તા.3 ડિસેમ્બરથી બીએસએનએલની તમામ સેવાઓ ઠપ્પ બની જવાની શકયતા પણ વ્યકત કરવામાં આવી રહી છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો