રાજકોટ તા.૨૧
રાજકોટ તાલુકા પોલીસે બાતમીના આધારે ગઈકાલે બીગબજાર પાછળ આવેલા એ.બી.પાર્કમાં રહેતા એક શખ્શના ઘર પર છાપો મારી
વિલાયતી દારૂની ૨૫૨ બોટલ સહિતના રૂ.૧ લાખ ૧૩ હજાર ૩૦૦/- રૂપિયાના મુદ્દામાલ સાથે અલ્પેશ વ્યાસ નામના શખ્શને પકડી લીધો હતો. જયારે તેમને દારૂ પૂરો પાડનાર લક્ષ્મીનગરના હાર્દિક નામના શખ્શની શોધખોળ આદરાઈ હોવાનું પોલીસ જણાવે છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ તાલુકા પોલીસની ડી સ્ટાફની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે પોલીસ કોન્સ્ટેબલ અરજણભાઈ ઓડેદરાને બાતમી મળી હતી કે બીગબજાર પાછળ આવેલ એ.બી.પાર્કમાં રહેતા અલ્પેશ નરેન્દ્ર વ્યાસ નામના શખ્શના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો પડ્યો છે.
બાતમીના આધારે તાલુકા પોલીસના પીઆઈ વી.એસ.વણઝારાએ, ફોજદાર એન.ડી.ડામોર સહિતના સ્ટાફને સાથે રાખી દરોડો પાડતા અલ્પેશ રૂપિયા ૧૧૩૩૦૦/- કિમતના જુદી જુદી બનાવટના વિદેશી દારૂની ૨૫૨ બોટલ સહિતના મુદ્દામાલ સાથે પકડાઈ ગયો હતો. આ તકે પોલીસની આકરી પૂછપરછ દરમિયાન અલ્પેશ વ્યાસે આ દારૂનો જથ્થો લક્ષ્મીનગરમાં રહેતા હાર્દિક નામના શખ્શ પાસેથી મેળવ્યો હોવાનું કબુલતા પોલીસે હાર્દિકની શોધખોળ આદરી છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો