અનુસૂચિત જાતિની વિઘાર્થીનીઓને આદર્શ નિવાસી શાળા વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવવાની તક
વડોદરા-અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા શહેરના માંજલપુરમાં સરકારી આદર્શ નિવાસી કન્યા શાળાનું સંચાલન કરવામાં આવે છે. જયાં અનુસૂચિત જાતિની વિઘાર્થીનીઓને વિનામૂલ્યે શિક્ષણ, ભોજન, નિવાસની સગવડો આપવામાં આવે છે. સન ૨૦૧૧-૧૨ના શૈક્ષણિક સત્રથી નવી પદ્ધતિ પ્રમાણે ધો. ૯ થી ૧૨ અને ધો. ૧૧ વિજ્ઞાન પ્રવાહનો વર્ગ શરૂ કરવામાં આવી રહયો છે. તેમાં પ્રવેશ મેળવવા ઇચ્છતી વિઘાર્થીનીઓને સત્વરે શાળાનો / નર્મદા ભવનના સી-બ્લોકમાં આવેલી જિલ્લા પછાતથ વર્ગ કલ્યાણ અધિકારીની કચેરી (ફોન નં. ૦૨૬૫-૨૪૩૫૬૨૧) નો સંપર્ક કરવા જણાવાયું છે.
માધ્યમિક શાળાઓમાં ક્રમિક વર્ગો શરૂ કરવા સૂચના
વડોદરા-સને ૨૦૧૧-૧૨ ના શૈક્ષણિક વર્ષ માટે ધો.૯ થી ૧૨નો વર્ગ- વધારો / ક્રમિક વર્ગ શરૂ કરવા માંગતા હોય તેવી શહેર જિલ્લાની તમામ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી વડોદરામાંથી ક-૨ શાખામાંથી જાહેર રજાના દિવસો સિવાય કચેરી સમય દરમ્યાન અરજી પત્રકો રૂબરૂમાં આવીને મેળવી લેવાના રહેશે. પરત સ્વીકારવાની છેલ્લી તા. ૧૩/૭/૨૦૧૧ છે. સમય મર્યાદા પછી ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ તે જિલ્લા શિક્ષણાધિકારી વડોદરાની યાદી જણાવે છે.
જિલ્લા સુખાકારી સમિતિની બેઠક મળશે
વડોદરા-સંપૂર્ણ સ્વચ્છતા અભિયાનના અમલીકરણ માટે જિલ્લા સુખાકારી સમિતિની રચના કરવામાં આવી છે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષપદે તેની આગામી બેઠક સોમવાર તા. ૧૩/૬/૨૦૧૧ના રોજ સાંજના ૪.૦૦ કલાકે જિલ્લા પંચાયત કચેરીના કમિટી રૂમ નં.૧માં મળશે.
આરટીઓ કચેરીમાં મોટર સાયકલની નવી નંબર સીરીઝ
વડોદરા-આરટીઓ કચેરીમાં મોટરસાયકલ (બે પૈંડાવાળા વાહનો ) વાહનો માટે તા. ૧૬/૬/૧૧ના રોજ જીજે-૦૬-ઇ.એલ-૧ થી ૯૯૯૯ સુધીના નંબરની નવી સીરીઝ શરૂ કરવામાં આવશે. તેમાં પસંદગીના નંબર મેળવવા માટેની અરજીઓ રૂબરૂમાં કચેરીના વડા કારકુન શ્રી કે.વી.બારીયા સમક્ષ તા. ૧૬/૬/૧૧ના રોજ પાંચ કલાક સુધીમાં ઓફર સહિતની રકમ દર્શાવવાની રહેશે. અરજદારે નિયત ફી રૂા. ૫૦૦/- કે તેથી વધુ જે રકમ ભરવા માંગતા હોય તે રકમનો પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી વડોદરાના નામનો ફકત સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનો ડીમાન્ડ/પે ઓડૅર સામેલ કરી રકમની વિગત આંકડા તથા શબ્દોમાં સ્પષ્ટ દર્શાવવાની રહેશે.
વાહન રજિસ્ટ્રેશનની તારીખથી તા. ૧૬/૬/૧૧ના રોજ ૩૦ દિવસ પૂર્ણ થયેલ હોય તેવા અરજદારોએ પસંદગી નંબર માટે કરેલ અરજી વિચારણા હેઠળ લેવામાં આવશે નહિ
ડિમાન્ડ ડ્રાફટ/પે ઑર્ડર છ માસની અંદરનો હોવો જોઇએ તેમજ સ્માર્ટ ઓપ્ટીકલકાર્ડની ફી રૂા. ૨૦૦/- અલગથી ભરવાની રહેશે. વિગતવાર જાણકારી માટે કચેરીનો સંપર્ક કરવો.
પેટલાદ તાલુકાના ખેડૂતોએ જમીન મહેસુલની રકમ તા. ૩૧ જૂલાઇ સુધી ભરવા અનુરોધ
આણંદ-તાલુકા પંચાયત પેટલાદ દ્વારા જમીન મહેસુલ લેણાંની વસુલાત માટે નાગરિકોએ જમીન મહેસુલની રકમ તા. ૩૧/૦૭/૨૦૧૧ સુધીમાં જે તે ગામના તલાટી કમ મંત્રીશ્રીને ભરપાઇ કરીને પહોંચ મેળવી લેવા તાલુકા વિકાસ અધિકારીશ્રી બી.બી.સાધુએ અનુરોધ કર્યો છે. જેઓ વસુલાત ભરવામાં નિષ્ફળ જશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી અને વસુલાત કરવામાં આવશે, જેની તમામ બાકીદારોએ ખાસ નોંધ લેવા જણાવવામાં આવે છે. તમામ તáëËí કમ મંત્રીશ્રીએ રજાના દિવસો દરમિયાન ગામે હાજર રહીને વસુલાતની કામગીરી કરવાની રહેશે અને તા.૩૧/૦૭/૨૦૧૧ સુધીમાં ૧૦૦ ટકા વસુલાત થાય તે માટે કામગીરી કરવાની રહેશે. નબળી વસુલાત કરનાર તલાટી સામે શિક્ષાત્મક પગલા લેવëÜëં આવશે, જેની તમામ તલાટી કમ મંત્રીશ્રીઓએ નોધ લેવા તાલુકા વિકાસ અધિકારી, પેટલાદની યાદીમાં જણાવ્યું છે.
દૂધાળા પશુ એકમ સ્થાપવા વ્યાજ સહાય યોજના
આણંદ-શ્વેતક્રાંતિના ઉદગમ બિંદુ સમાન આણંદ જિલ્લામાં પશુપાલન વ્યવસાય ખૂબ જ વિકાસ પામ્યો છે. જિલ્લામાં ઉપલબ્ધ સુગ્રથિત સહકારી માળખાનો લાભ નાના પશુપાલકોને મળી રહયો છે. કૃષિ મહોત્સવ દરમ્યાન પશુપાલકોને દૂધાળા પશુ યોજના અંગે સમજૂતી આપવામાં આવી હતી.
દૂધાળા પશુના એકમ સ્થાપવા વ્યાજ સહાયની યોજના અમલમાં છે જેમાં ૪ પશુના એકમ માટે વાર્ષિક વ્યાજના ૧૦૦ ટકા અને ૧૦ પશુના એકમ માટે વાર્ષિક વ્યાજના ૭૫ ટકા સહાયનું ધોરણ નિર્ધારીત છે. યોજનાનો લાભ જનરલ, અનુસૂચિત જનજાતિ અને અનુ.જાતિ ના પશુપાલકોને મળે છે. યોજનાના અરજીપત્રક જિલ્લા કક્ષાએ નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાÝÖ, આણંદ અથવા તાલુકા કક્ષાએ પશુ ચિકિત્સા અધિકારી,પશુ દવાખાના પર×í ઉપલબ્ધ થશે.
અરજદારે અરજીપત્રક સાથે બાંહેધરી પત્રક, જમીનના દાખલા, ધાસચારાની વ્યવસ્થા અંગેની વિગત જરૂરી આયોજન અને અંદાજ સાથે રજૂ કરવાની હોય છે. અરજદાર પાસે પશુના ધાસચારા માટે પિયત વાળી જમીન અથવા લીલા સૂકા ધાસચારાની વ્યવસ્થા હોવી આવશ્યક છે. બેંક દ્વારા અરજી મંજૂર થયા બાદ ધિરાણ ઉપલબ્ધ થયે થી યોગ્ય ચકાસણી કરીને વ્યાજની માગણી અનુસાર સહાયનું ચૂકવણું થાય છે.
આણંદ જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૩ મી જુન ના રોજ યોજાશે
અરજદારોએ તેમના પ્રશ્નો તા. ૧૦ મી જુન સુધી મોકલી આપવા
આણંદ-આણંદ જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૩-૬-૨૦૧૧ને ગુરૂવારના રોજ સવારે ૧૦-૩૦ કલાકથી સરકીટ હાઉસ, આણંદ ખાતે યોજાનાર છે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પ્રશ્નો રજુ કરવા ઇચ્છતા અરજદારોએ તેમની ફરિયાદની વિગતો સાથેની અરજી બે નકલમાં સંબંધિત ખાતાના અધિકારીના હોદ્દાને ઉદ્દેશીને મોકલી તેની એક નકલ કલેકટર કચેરીએ મોકલવાની રહેશે.
અરજી રજુ કરવાની સમય મર્યાદા તા. ૧૦-૬-૨૦૧૧ સુધીની છે. અરજદારોએ આ કાર્યક્રમમાં હાજર રહેવુ હોય તો તેઓએ તા. ૨૩-૬-૨૦૧૧ના રોજ સવારે ૧૦/૧૫ કલાકે સરકીટ હાઉસ, આણંદ ખાતે હાજર થઇ નોંધણી કરાવવાની રહેશે. રજુ થયેલ પ્રશ્નોનું નિરાકરણ તે જ દિવસે સવારે ૧૦-૩૦ કલાકથી કરવામાં આવશે. જેથી અરજદારોએ જાતે હાજર રહેવા વિનંતી છે. અરજદારોએ અરજીની અંદર પોતાનો ટેલીફોન નંબર અથવા મોબાઇલ નંબર અવશ્ય લખવાનો રહેશે.
ગામડાના પ્રશ્નો ઉકેલવા રાજય સરકારની નવી પહેલ