દરેક નિર્વ્યસની એ વ્યસની ઓ નું વ્યસન છોડાવવું જોઈએ-પુ.જેજે શ્રી પ્રિયાંકરાયજી મહોદય શ્રી
ગઈ કાલે "વિશ્વ તમાકુ વિરોધી દિન "નિમિતે MYM -જેતપુર દ્વારા એક વીશાળ વ્યસનમુક્તિ અભિયાન રેલી
નું આયોજન કરવામાં આવેલું. શ્રી મોટી હવેલી જેતપુર થી શરુ થયેલી આ રેલી ને પુ.જેજે શ્રી પ્રિયાંક રાયજી
મહોદય શ્રી એ શરૂઆત આપી હતી. અને કહ્યું હતું કે તમાકુ તથા અન્ય વ્યસન ની ગંભીરતા વ્યસનીઓ એ
સમજવી જોઈએ,આવી જીવલેણ ચીજો નો હમેશ ને માટે ત્યાગ કરવો જોઈએ,દરેક નિર્વ્યસની લોકો એ દરેક
અઠવાડિયે એક વ્યસની ને વ્યસન માંથી મુક્ત કરવાની નેમ લેવી જોઈએ.લગભગ ૨૦૦ લોકો થી આગળ વધેલી
આ વિશાળ રેલી માં વ્યસન મુક્તિ ને લાગતા બેનર્સ તથા સાઇન બોર્ડ દ્વારા લોકો ને માહિતગાર કરવામાં આવેલ હતા.
એક ટ્રેક્ટર ની ફરતે MYM -જેતપુર દ્વારા ચાલતા વ્યસન મુક્તિ કેન્દ્ર ની જાહેરાતો તથા બીજા ટ્રેક્ટર માં શ્રી છોટુ ભાઈ સોની
તેમજ શ્રી ગુણુભાઈ માખેચા દ્વારા વ્યસન મુક્તિ ને લગતા સુત્રોચાર થતા હતા. શહેર ના મુખ્ય માર્ગો પર
નીકળેલી આ રેલી ને શહેરીજનો એ ખુબ આવકાર આપ્યો હતો.શ્રી મોટી હવેલી જેતપુર દ્વારા ચાલતા
વ્યસન મુક્તિ કેન્દ્ર પુ.શ્રી બાલ કૃષ્ણ મહારાજ શ્રી નાં આશીર્વાદ થી ખુબ કાર્યરત છે.જેની આ તકે નોંધ લેવી જોઈએ.
લોકો વ્યસનો છોડી તેના પરિવાર માટે વિચારે તે એક સારું સુચન છે. આ રેલી માં પ્રમુખ શ્રી કિશોરભાઈ કાકડિયા
તથા યુવક મંડળ ના તમામ સભ્યો એ ભાગ લઇ રેલી ને સફળતા અપાવવા માં ખુબ જહેમત ઉઠાવી હતી.
મનીષ ધ્રુવ
માનદ મંત્રી
શ્રી મદનમોહન પ્રભુ યુવક મંડળ-જેતપુર (MYM -JETPUR )
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો