LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
શુક્રવાર, 20 મે, 2011
જેતપુરના ૨ જીગરજાન મિત્રોની હત્યા થયાની પોલીસ ને આશંકા ?
જેતપુર ના ૨ જીગરજાન મિત્રો કૌશલ અને માનીશ ના તાજેતરમાં દવા પીવાથી મોત થયાનું પોલીચે ચોપડે નોંધાયું હતું. પણ આ બંને મૃતક મિત્રોના વાલીઓએ ગઈ કાલે જેતપુર પોલીસ માં પોતાના પુત્રોની દવા પીવડાવીને હત્યા કરાયાની શંકા વ્યક્ત કરતી એક ફરિયાદ કરતા સનસનાટી મચી ગઈ છે. પોલીસ પણ મૂંઝવણ ભરેલી અવસ્થામાં આ બનાવની તપાસમાં જોતરાઈ ગઈ છે.પોલીચે કહે છે કે મૃતક મિત્રોના વાલીઓની આ ફરિયાદ માં કેટલું તથ્ય છે ? તે તપાસમાં BAHAR આવ્યા વગર નહિ રહે. પોલીચે એવું પણ કીધું કે આ બંને મિત્રો મોતને ભેટ્યા તે દિવસે તેઓને કોઈક સાથે બોલાચાલી અને રકઝક થઇ હતી તે વાત ને સમર્થન મળે છે. પણ આ બનાવના આરોપી કોણ છે તે હાલ કહેવું મુશ્કેલ છે. કારણ આક્ષેપ તો કોઈ પણ કરી શકે. જોકે આ બનાવ ના જાણકારો કહે છે કે આ બનાવ હત્યાના ષડયંત્રનોજ છે.તેમાં શંકાને સ્થાન નથી. ત્યારે શહેર ના એક બાળકી બળાત્કાર પ્રકરણ અંગે કાઈ પણ ના ઉકલી શકનાર તેમજ ગઈ કાલેજ એક સોની મહિલાની ડોકમાંથી સોનાનું મંગળસુત્ર ઝૂંટવી હવામાં ઓગળી ગયેલા ચીલ ઝડપકારોને શોધવામાં વામણી સાબિત થયેલી જેતપુર પોલીસ ૨ મિત્રોના ભેદી મોતના બનાવમાં કેવુક પરિણામ લાવશે તે સમયજ બતાવશે. KASHYAP જોશી પત્રકાર જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો