દહેગામ તાલુકાના મહિલા સમરસ ગામ ઝાલાના મુવાડા ખાતે તા. ૦૨ જુલાઇના રોજ
પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી શ્રી નરોત્તમભાઇ
પટેલના હસ્તેત મહાત્મા ગાંઘી ગ્રામ સચિવાલયનું ખાતમુહૂર્ત, શાળાની
કોમ્પ્યુીટર લેબ, અમૃતાલયમ તથા લાયબ્રેરીનું ઉદૂઘાટન કરવામાં આવ્યું
હતું. આ પ્રસંગે શિક્ષણ રાજય મંત્રી અને જિલ્લામ પ્રભારી મંત્રી શ્રી
જયસિંહ ચૌહાણ ઉપસ્થિંત રહયાં હતાં.
આ પ્રસંગે પંચાયત મંત્રી શ્રી નરોત્તમભાઇ પટેલે જણાવ્યું હતું કે, દરેક
સમાજના વિકાસમાં શિક્ષણ એ પાયાની ભૂમિકા અદા કરે છે. આ જ્ઞાનની સદીમાં જે
સમાજનું યુવાઘન ભણેલું-ગણેલું હશે, તે સમાજમાં આમૂલ પરિવર્તન આવશે. કોઇ
પણ ગામનો સાચો વિકાસ જયાં સુઘી ગ્રામજનો નહિં, ઇચ્છે ત્યાં સુઘી શકય નથી.
આપનું ગામ સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રને સાચી રીતે સમજી ગયું છે. જેનું
દષ્ટાં ત ગામમાં સમરસ મહિલા સરપંચની નિયુકત્તી છે. તેવું કહી મંત્રીશ્રીએ
રાજય સરકારની સમરસ ગ્રામ પંચાયત યોજનાની વિસ્તૃસત વાત કરી હતી. તે ઉપરાંત
ગામમાં ચાલતી ઘાર્મિક પ્રવૃતિના કારણે ગ્રામજનોના વિચારોમાં પરિવર્તન
આવ્યું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો