અનુયાયીઓ

મંગળવાર, 3 જુલાઈ, 2012

પત્રકારત્વટને ધર્મ તરીકે અપનાવીએ. - કટારલેખકશ્રી જવલંત છાયા ’’મહાત્માક ગાંધીનું પત્રકારત્વઃ આજના પરિપ્રેક્ષ્યયમાં’’ વિષય પર પોરબંદર માં પ્રેસ સેમિનાર યોજાયો

પોરબંદર,
પોરબંદર માં ''મહાત્મા ગાંધીનું પત્રકારત્વઃજઆજના પરિપ્રેક્ષ્યનમાં'' ના
વિષય પર પ્રેસ સેમિનાર યોજાયો હતો.પ્રદેશિક માહિતી કચેરી-રાજકોટના
ઉપક્રમે અને જિલ્લાન માહિતી કચેરી પોરબંદરના સહયોગથી યોજાયેલા આ
સેમિનારનો પ્રારંભ કલેકટરશ્રી ગિરીશભાઇ શાહે મંગલદીપ પ્રગટાવીને કરાવ્યોા
હતો. જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.બી.ભટ્ટ, જિલ્લાપ પોલીસ વડાશ્રી દિપન
ભદ્રન, કૂતિયાણા પ્રાંત અધિકારીશ્રી પંકજ ઔંધિયા, પ્રબુધ્ધબ નાગરિકો,
પત્રકાર મિત્રો તથા વિદ્યાર્થીઓ એ આ સેમિનારમાં ભાગ લીધો હતો.
જાણીતા કટાર લેખક અને પત્રકાર શ્રીજવલંત છાયાએ ચાવીરૂપ પ્રવચન કરતાં
પૂ.ગાંધીબાપૂની જન્મ્ભૂમિ પોરબંદરમાં આ વિષય પર સેમિનારના આયોજનને
બિરદાવતા કહ્યુ હતુ કે, ગાંધીજી નું પત્રકારત્વૂ આજે પણ માર્ગદર્શક
છે.ગાંધીજીના પરિપ્રેક્ષ્યામાં પત્રકારત્વતને આપણે ધર્મ માનીને અનુસરવું
જોઇએ.ગાંધીજીએ વર્ષ- ૧૯૦૪ થી ઇન્ડી.યન ઓપીનીયન થી શરૂ કરીને પત્રકારત્વર
ક્ષેત્રે આપેલા પ્રબળ યોગદાન નું વર્ણન કરતાં શ્રી છાયાએ કહ્યુ હતુ કે,
પત્રકાર તરીકે ગાંધીજી લોકોની લાગણીઓને વાચા આપતા.માત્ર વિષયને જ
સ્પનર્શતા નહિ, પરંતુ સમાજજીવન નો એકસ-રે રજૂ કરતા હતા.ગાંધી વિચારો
દિવાદાંડીની જેમ આજે પણ માર્ગદર્શક બની રહ્યા છે, જેને સમગ્ર વિશ્વ
અનુસરી રહ્યુ છે.
ગાંધીજીના પત્રકારત્વુની મુખ્યઅ ખાસિયત એ હતી કે, તેઓ ચોકસાઇના ખૂબ જ
આગ્રહી હતા. કોઇપણ માધ્યજમથી લોકો સમક્ષ રજૂ કરવાની તમામ બાબતોને તેઓ
ઝીણવટપૂર્વક મૂલવતા અને પછી જ પ્રસ્તૂ ત કરતા.ગાંધીજીનું પત્રકારત્વર
સત્યબના ઉદ્દેશ્ય્ને કેન્દ્રજમાં રાખીને જ પ્રસ્તૂ્ત થતું હતુ અને સૌનું
સારૂ કરવા માટેની ભાવના સાથે વણાયેલુ રહેતું.ગાંધીજી પત્રકાર ઉપરાંત સારા
પત્રો લખનાર સારા પત્ર-કાર પણ હતા.ગાંધીજીનું સાહિત્યત સત્ય્ અને
રાષ્ટ્રતભકિતની જીવંત પ્રેરણા આપતું, જે લોકોમાં પ્રબળ ચેતના જગાડતુ.
ગાંધી ચિંધ્યાા માર્ગે થતાં સત્યા્ગ્રહનો ઉલ્લે્ખ કરીને શ્રી છાયા એ
કહ્યુ કે, ગાંધી ચિંધ્યોા માર્ગ સીક્સ લેન હાઇ-વે નથી પણ કાંટાળો માર્ગ
છે.સત્ય્ માટે થતાં સત્યા ગ્રહ માં કયાંય હિંસાને સ્થાેન હોઇ ન શકે, તેમ
ગાંધીજી પ્રબળપણે માનતા હતા.
ગાંધીજીની ઘણી બાબતો અનુસરણીય છે.તેઓ નાના માં નાના કામો તથા માનવસેવા ને
પણ સમાન મહત્વસ આપતા, તેના દ્દષ્ટાંંતો આપીને શ્રી છાયાએ જણાવ્યુવ હતુ
કે, પત્રકારત્વર ક્ષેત્રમાં ચોકસાઇ, ચીવટ, ભાષાની લાવણ્યાતા અને સત્ય
તાપૂર્ણ પ્રસ્તૂીતિ જેવા ગુણોના ગાંધીજી આગ્રહી હતા, જે આજના
પરિપ્રેક્ષ્ય માં પણ એટલા જ પ્રસ્તૂાત છે.
રાજકોટના સંયુકત માહિતી નિયામકશ્રી નટુભાઇ પરમારે સ્વાીગત પ્રવચન અને
મુખ્યઆ અતિથિશ્રીઓનો પરિચય આપતા કહ્યું હતુ કે, ગાંધીજી નું પત્રકારત્વત
આજના સમયમાં પણ પ્રસ્તૂયત છે. ગાંધીબાપૂ નું સમગ્ર જીવન જુદા જુદા
ક્ષેત્રે પથદર્શક છે.ગાંધીયુગના ટાંચા સાધનો અને મર્યાદિત ટેકનોલોજીના
સમયમાં પણ ગાંધીજીએ પ્રબળ પત્રકારત્વન દ્વારા દેશપ્રેમની ભાવનાને લોકોમાં
પ્રબળ બનાવી હતી.જે આજના સમયમાં પણ અદ્યતન ટેકનોલોજીના માધ્યપમથી વધુ
અસરકારક બની શકે છે.
જિલ્લાન કલેકટરશ્રી ગિરીશભાઇ શાહ અને જિલ્લાશ વિકાસ અધિકારીશ્રી
કે.બી.ભટ્ટે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. ગાંધીજીના પત્રકારત્વલ વિશે
રસપ્રદ પ્રશ્નોત્તરી થઇ હતી જેમાં પત્રકારો, પ્રબુધ્ધ. નાગરિકો તથા
વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
કાર્યક્રમના અંતે સહાયક માહિતી નિયામકશ્રી વિનોદ કોટેચાએ આભારદર્શન કર્યુ
હતું. કાર્યક્રમ નું સુંદર સંચાલન શ્રી ભાવિનીબેન શુકલએ કર્યુ હતુ.
કાર્યક્રમમાં સંદેશ-રાજકોટના પ્રતિનિધિશ્રી અમીતભાઇ રાડીયા, પ્રબુધ્ધુ
અગ્રગણ્ય નાગરિકો સર્વશ્રી પદુભાઇ રાયચુરા, ભરતભાઇ રાજાણી, ઉપેન્દ્ર
મહેતા, ગીગનભાઇ બાપોદરા, ડો.ભરડા, હિતેશભાઇ દત્તાણી સહિતના મહાનુભાવો
ઉપસ્થિેત રહ્યા હતા.
આ સેમિનારને સફળ બનાવવામાં રાજકોટના સહાયક માહિતી નિયામકશ્રી એ.પી.જોશી,
મેનેજરશ્રી જગદીશ ત્રિવેદી, શ્રી રાજકુમાર જેઠવા, રશ્મિન યાજ્ઞિક,
ડી.પી.નાકરાણી, શ્રી અરવિંદ વેકરીયા સહિત રાજકોટ તથા પોરબંદરના માહિતી
પરિવારની ટીમના સભ્યો.એ જહેમત ઉઠાવી હતી.

ટિપ્પણીઓ નથી: