રાજકોટ,
જીલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ, રાજકોટ(વાસ્મોસ)ની રાજકોટ જિલ્લાઅ કલેકટર
ડો. રાજેન્દ્રકુમારની અધ્યિક્ષતામાં કલેકટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં
રાજકોટ જિલ્લાના અગિયાર ગામોની લોક વ્ય વસ્થાલપિત પાણી પુરવઠા યોજનાઓને
વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. જયારે ચાર ગામોની રીવાઇઝડ પાણી પુરવઠા
યોજનાઓને પણ આ બેઠકમાં વહીવટી મંજૂરી અપાઇ હતી.
આ બેઠકમાં રાજકોટ તાલુકાના સાતડા ગામની રૂ.૧૧,૭૭,૮૦૦ની રકમની, ઢાંઢણી
ગામની રૂ.૧૨,૯૪,૦૦૦ની રકમની, ડુંગરપુર ગામની રૂ.૫,૯૦,૦૦૦ની રકમની અને
બારવણ ગામની રૂ.૧૪,૭૭,૮૦૦ની રકમની સ્વ,જલધારા પાણી પુરવઠા યોજનાને વહિવટી
મંજૂરી અપાઇ હતી જયારે મોરબી તાલુકાના લાલપર ગામની રૂ.૧૪,૯૫,૮૦૦ની રકમની
અને લખધીરપુર ગામની રૂ.૬,૭૪,૬૦૦ની રકમની પાણી પુરવઠા યોજનાને, માળીયા
તાલુકાના રાસંગપર ગામની રૂ.૧,૨૧,૬૦૦ની રકમની પાણી પુરવઠા યોજનાને, ટંકારા
તાલુકાના બેડી ગામની રૂ.૧૪,૯૭,૮૦૦ની રકમની પાણી પુરવઠા યોજનાને, ગોંડલ
તાલુકાના નાના સખપર ગામની રૂ.૧૩,૭૫,૭૦૦ની રકમની પાણી પુરવઠા યોજનાને,
ઉપલેટા તાલુકાના પડવલા ગામની રૂ.૧૪,૫૪,૮૦૦ની રકમની પાણી પુરવઠા યોજનાને
અને જેતપુર તાલુકાના થાણાગાલોળ ગામની રૂ.૧,૦૦,૧૪,૧૩૦ની રકમની પાણી પુરવઠા
યોજનાને વહીવટી મંજૂરી અપાઇ હતી. આ કામો પૂર્ણ થતાં કૂલ ૩૧૬૧૫ ની
વસ્તીરને પીવાનું પર્યાપ્ત પાણી મળી શકશે. આ બેઠકમાં ગત બેઠકની કાર્યવાહી
નોંધને બહાલી આપવામાં આવી હતી. ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામની
રૂ.૧૩,૧૮,૬૦૦ રીવાઇઝડ કિંમતની, મોરબી તાલુકાના જસમતગઢ ગામની રૂ.૪,૨૧,૦૦૦
રીવાઇઝડ કિંમતની, અને પડધરી તાલુકાના સાલપીપળીયા ગામની રૂ.૫,૪૨,૨૯૦
રીવાઇઝડ કિંમતની અને કેરાળા ગામની રૂ. ૧૬,૮૭,૦૮૦ રીવાઇઝડ કિંમતની રીવાઇઝડ
પાણી પુરવઠા યોજનાઓને પણ આ બેઠકમાં બહાલી આપવામાં આવી હતી.
બેઠકમાં વાસ્મોના કાર્યપાલક ઇજનેરશ્રી પી.એમ.ઠાકર, નિવૃત્તા રેન્જમ
ફોરેસ્ટન ઓફિસરશ્રી રાજપરા, યુનિટ મેનેજર શ્રી સી.એમ.વરસાણી, વાસ્મોંના
આસીસ્ટ ન્ટળ કો-ઓર્ડીનેટર્સ, તથા અન્યર સરકારી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત
રહ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો