ભારતમાં પરંપરાથી ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. દરેકનાં જીવનમાં
ગુરુનું વિશેષ મહત્વા હોય છે. આજે ગુરૂપૂર્ણિમાના પવિત્ર પ્રસંગે
બનાસકાંઠા જિલ્લાંના વડગામ તાલુકાના ગામોમાં આવેલા વિવિધ મઠોના સંતો અને
મહંતશ્રીઓના આશીર્વાદ મંત્રી શ્રી ફકીરભાઇ વાઘેલાએ મેળવ્યાં હતાં.
સામાજીક ન્યા્ય અને અધિકારીતા તથા રમત ગમત વિભાગના મંત્રી શ્રી ફકીરભાઇ
વાઘેલાએ નાગરપુરા ખાતે મહંત શ્રી અરવિંદગીરી મહારાજના આશીર્વાદ મેળવ્યાં
હતાં. વડગામના મહંતશ્રી સત્યશનારાયણપુરી મહારાજ, મગરવાડા મણિભદ્ર આશ્રમના
મહંતશ્રી વિજય સ્વમરૂપદાસજી, માલોસણાના નિરાંતપંથી સંતશ્રી બાબુભાઇ વૈધ,
અને કોટડીના નિરાંતપંથી સંતશ્રી પરથીરામ મહારાજે મંત્રીશ્રીને આર્શીવચન
પાઠવ્યાંબ હતાં. મંત્રીશ્રીએ મહંતોના આશ્રમની મુલાકાત લઇ ભગવાનના દર્શન
કરી ગુરુજીઓના ચરણસ્પબર્શ કર્યા હતાં.
આ પ્રસંગે મંત્રીશ્રી સાથે અગ્રણીઓ સર્વશ્રી ર્ડા. કે. એસ. મોગરા, શ્રી
ફલજીભાઇ ચૌધરી, શ્રી એન. ટી. રાઠોડ, શ્રી ચિમનભાઇ સાંલંકી, શ્રી
પ્રવિણસિંહ રાણા, શ્રી દૂધાભાઇ પરમાર, શ્રી અશ્વિન સકસેના, જિલ્લાણ પછાત
વર્ગ કલ્યાિણ અધિકારીશ્રી વી. એલ. જાદવ, વિ. જા. સમાજ કલ્યાનણ
અધિકારીશ્રી આર. એચ. પ્રજાપતિ, મામલતદારશ્રી આર. સી. લિમ્બામચીયા,
અધિકારીઓ તથા વિશાળ સંખ્યારમાં ગ્રામજનો હાજર રહ્યાં હતાં.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો