રાજકોટની ભાગોળે નવાગામમાં આવેલ ટ્રાન્સપોર્ટની ઓફિસે તપાસ કરતા ૧૦૩ બોટલ દારૂ-૯૬ ચપલા, ૧૬૪ બીયરના ટીન મળ્યા : મુંબઈના સોનું ટ્રેડીંગમાંથી ભાવનગર, જામનગર અને રાજકોટના શખ્શનું પાર્સલ આવ્યું'તું
રાજકોટ તા.૩૦
શહેરમાં દેશી વિદેશી દારૂના ધંધાર્થીઓ પર પોલીસે ઘોંસ બોલાવી છે ત્યારે બુટલેગરોએ દારૂની હેરફેર માટે નવો પેંતરો શોધી કાઢ્યો હોય તેમ હવે પાર્સલમાં દારૂ મંગાવવામાં આવતો હોવાના કારસ્તાનનો પોલીસે પર્દાફાશ કર્યો છે. રાજકોટની ભાગોળે નવાગામમાં બી-ડીવીઝન પોલીસે ટ્રાન્સપોર્ટની ઓફિસમાં તપાસ કરતા પાર્સલમાંથી ૧૦૩ બોટલ દારૂ-૯૬ ચપલા, ૧૬૪ બીયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે આ અંગે તપાસ કરતા મુંબઈના સોનું ટ્રેડીંગમાંથી આ પાર્સલ રાજકોટ, જામનગર અને ભાવનગરના શખ્શો દ્વારા મંગાવવામાં આવ્યા હોવાનું માલુમ પડતા પોલીસે આ આરોપીઓને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ બી-ડીવીઝન પોલીસ મથકના સ્ટાફે ગઈકાલે છકડો રીક્ષામાંથી ૫૭ બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો બાદમાં આ ગુનાની તપાસ દરમિયાન પોલીસને એવી વિગતો મળી હતી કે બુટલેગરો દ્વારા ટ્રાન્સપોર્ટ મારફત દારૂનો જથ્થો મંગાવવામાં આવી રહ્યો છે. જે બાતમીના આધારે બી-ડીવીઝન પોલીસ મથકના પીએસઆઈ એમ.એફ.ડામોર તથા સ્ટાફે નવાગામમાં આવેલ એચ.એચ.રોડવેઝ નામની ટ્રાન્સપોર્ટની ઓફિસમાં તપાસ હાથ ધરી હતી.
પોલીસે અહી રહેલા પાર્સલો કે જેમની ડીલીવરી લેવા કોઈ આવ્યું ના હોય, તેવા પાર્સલો ખોલી તપાસ કરતા આવા અલગ અલગ ચાર પાર્સલોમાંથી વિદેશી દારૂની ૧૦૩ બોટલ, ૯૬ દારૂના ચપલા તેમજ ૧૬૪ બીયરના ટીન મળી આવ્યા હતા. જેથી પોલીસે રૂપિયા ૭૯૫૦૦/- નો દારૂનો આ જથ્થો કબજે કરી તપાસ હાથ ધરી હતી.
પોલીસે એચ.એચ.રોડવેઝના ટ્રાન્સપોર્ટર યુસુફભાઈની પૂછપરછ કરતા મુંબઈની સોનું ટ્રેડીંગ નામની પેઢી દ્વારા આ પાર્સલો અહી મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ આ પાર્સલો જામનગરના ધર્મેશ, ભાવનગરના ઉમર, ધવલ તમજ રાજકોટના સુનીલ નામના વ્યક્તિના હોવાનું માલુમ પડતા પોલીસે મુંબઈની સોનું ટ્રેડીંગ પેઢીના સંચાલક તેમજ જેમના નામના પાર્સલ આવ્યા હતા તે તમામ સામે ગુનો નોંધી તેમને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.