અનુયાયીઓ

શુક્રવાર, 21 ડિસેમ્બર, 2018

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં RMO નિમણુંકના કચવાટને શાંત કરવા 'કુનેહતા" અપનાવશે : સુપ્રિ.ડો.મહેતા





આરોગ્ય કમિશ્નરના આદેશનું પાલન કરવા ત્રણેય મેડીકલ ઓફિસરની બદલી
"નિશ્ચિત" કરવા હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટની કવાયત : તબીબો નિષ્ઠાથી ફરજ બજાવે

રાજકોટ શહેરની સિવિલ હોસ્પીટલમાં એક સાથે ૩ તબીબોની મોરબી ખાતે બદલી થયાની વાતનો કચવાટ હજુ શમ્યો નથી ત્યાં હવે આર.એમ..ની નિમણુંક બાબતે હોસ્પિટલના તબીબોમાં આંતરિક ચણભણાટ શરુ થયો છે. જો કે આવા ચણભણાટને શાંતિથી, એકબીજાની સમજુતી વચ્ચે "કુનેહતા"થી શાંત કરી દેવાની વાત હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. મનિષ મહેતાએ "સાંજસમાચાર" સમક્ષ દોહરાવી હતી. તેઓએ એવું પણ જણાવ્યું છે કે, અહીંથી ૩ મેડીકલ ઓફિસરની બદલીના આદેશો બાદ હાલ ૧ મેડીકલ ઓફિસરની બદલી કરી દેવાઈ છે. બાકીના બે મેડીકલ ઓફિસરની પણ બદલી નિશ્ચિત હોય, આ બાબતે કોઈ ઉહાપોહ કરતુ હોય તો વાજબી નથી.



પ્રાપ્ત વિગતો મુજબ શહેરની સિવિલ હોસ્પીટલમાં એકબાજુ તબીબોના ઘસારાને પહોચી વળવા અહી વધુ તબીબોની જરૂરીયાત વર્તાઈ રહી છે. ત્યારે આવા કઠીન સમયે જ ગાંધીનગર ખાતેથી ડો.અગ્રાવત, ડો.ટાંક, ડો.ચાવડાની મોરબી હોસ્પીટલમાં બદલી કરવાના આદેશ છૂટતા આરોગ્યલક્ષી સેવાઓ માટે સિવિલ હોસ્પીટલમાં "એક સાંધે ત્યાં તેર તૂટે" તેવી પરિસ્થિતિનો તબીબી આલમમાં કચવાટ ફેલાયો છે.

સિવિલ હોસ્પીટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. મનિષ મહેતાએ ટેલીફોનીક મુલાકાત દરમિયાન "સાંજસમાચાર"ને જણાવેલ કે, આરોગ્ય કમિશ્નરના આદેશો બાદ ત્રણેય મેડીકલ ઓફિસરને અહીંથી છુટા કરી ડેપ્યુટેશન ઉપર મોરબી મોકલવાની કાર્યવાહી ચાલી રહી છે. હાલ એક ડો. અગ્રાવતની બદલી કરવામાં આવી છે. આ વાતને લઈને એટલે કે ત્રણમાંથી એક જ મેડીકલ ઓફિસરની બદલી કેમ કરાઈ ? તે વાતને લઈને કોઈ ઉહાપોહ સર્જાવાના પ્રયાસો કરતુ હોત તો તે ગેરવાજબી અને નિરર્થક બની રહેશે.

કારણ બાકી રહેતા ડો.ચાવડા અને ડો. ટાંકની પણ  બદલી પણ  નિશ્ચિત જ છે અને આજે બંનેને છુટા કરશે તેવું કહી આરોગ્ય કમિશનરના આદેશને "રીસ્પેકટ" આપવું તે તેઓની ફરજ થતું હોવાનું ડો.મેહતાએ જણાવ્યું હતું. ટૂંકા ગાળામાં અગાઉ મેડીકલ ઓફિસર ડો.દુસરાની મોરબી બદલી થયા બાદ વધુ ૩ મેડીકલ ઓફિસર ડો.અગ્રાવત, ડો.ટાંક અને ડો. ચાવડાની મોરબી ખાતે બદલીની નોબત સહનાર ડો. મનિષ મહેતા એવું પણ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પીટલમાં ખાલી પડનાર ૩ મેડીકલ ઓફિસરની જગ્યાઓ તાકીદે ભરવા તેઓ દ્વારા ઉચ્ચ આરોગ્ય તંત્રને રજુઆતો કરવામાં આવી રહી છે. 
 RMO નિમણુંકનો વિવાદ શું છે ?
રાજકોટ : સિવિલ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. મહેતાએ આર.એમ.ઓ. તરીકે ડો.રોયની નિમણુક કરી ત્યારથી તબીબોમાં આંતરિક ચણભણાટ શરુ થયો છે. આર.એમ.ઓ.ના પદ પર સ્વાભાવિક સિનિયર તબીબોની નિમણુંકો થતી હોય છે. જ્યારે ડો.રોય તો જુનિયર હોવાનું બતાવી અમુક તબીબો વચ્ચે ચર્ચાઓ થઇ રહી છે કે, સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા તેમના નજીકના ડો. રોયને આર.એમ..બનાવ્યા તે વાતમાં શું આશય હોય શકે ? સિવિલ હોસ્પીટલમાં તો ૧૦ જેટલા તબીબ સીનીયરો કે જેઓ 20 થી ૨૩ વર્ષ થયા ફરજ બજાવી રહ્યા છે, તેમાંથી કેમ કોઈની પસંદગી ના કરવામાં આવી ? ડો. રોય તો ૧૦-૧૨ વરસ જ જુના તબીબ છે. ત્યારે આ વાતના વિખવાદના મૂળમાં હકીકત શું છે ? તે જાણવાના પ્રયાસમાં પણ સિવિલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. મેહતાએ જણાવેલ કે, આર.એમ..ની નિમણુકમાં જુનિયર-સીનીયરને બદલે સંબંધિત તબીબની કાર્યકુશળતા, તેમની ફરજ, ફરજ પરત્વેની નિષ્ઠા જોવાતી હોય છે. ક્યા તબીબ કેટલી અને કેવી ફરજ બજાવે છે ? વી બાબતોની નોંધ લેવાતી હોય છે. જ્યારે ઘડિયાળના કાટે ફરજ બજાવવા વાળા સંબંધિતોની આપોઆપ બાદબાકી થઇ જતી હોય છે. અને આ માટેના તમામ હક, અધિકારો તેઓની પાસે હોય, વાજબી નિર્ણય લઈને ડો. રોયને આર.એમ..બનાવાયા છે. આર.એમ.. બનવા માટે કોઈ મેડીકલ ઓફિસર ઘસીને નાં પાડી દે તો શું થાય ? તેવા પ્રશ્નના જવાબમાં ડો.મેહતાએ જણાવેલ કે, પ્રત્યેક તબીબની ફરજ જોવાતી હોય છે. આવા પદ માટે કોણ અને ક્યારે યોગ્ય છે ? તે વાત પણ તેઓ દ્વારા નક્કી થતી હોય, જો કોઈ આ મુદ્દે ચણભણાટ ઉભી કરતુ હશે કે તેઓની પાસે આ બાબતે મામલો આવશે તો કુનેહતાથી મામલો થાળે પાડી દેવાનું જણાવ્યુ હતું.


મેંગોપીપલ પરીવાર દ્વારા ઝુપડપટ્ટીમાં પ્રમુખસ્વામીની જન્મ જ્યંતી ની ઉજવણી



તાજેતરમાં નિર્મલરાજ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મેંગોપીપલ પરીવાર દ્વારા તેમના કાર્યરત ઝુપડપટ્ટીના દરેક  ફ્રી એજ્યુકેશન ક્લાસમાં રાજકોટ તથા જામનગરમાં એક જ સાથે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીની જન્મ જ્યંતીની ઉજવણી કરવામાં આવેલ.

સ્વામીજીના ફોટાને તિલક કરી ઝુપડપટ્ટીના બધા બાળકોએ ફુલહાર પહેરાવેલ, શિક્ષકો દ્વારા બાળકો ને સ્વામીજીના જીવન વિશે સુંદર અને સરળ ભાષામાં સમજણ આપેલ અને ત્યાર બાદ બધા બાળકો ને સંસ્થા તરફથી નાસ્તાનું વિતરણ કરવામાં આવેલ.






આ સત્કર્મ ને સાર્થક કરવા માટે નરેન્દ્રભાઈ રાઠોડ, રાજુભાઈ ત્રિવેદી, રશ્મિબેન સગપરીયા, સોનલબેન વિરાણી, શિલ્પાબેન વિગેરે લોકો એ જહેમત ઉઠાવેલી.

અત્રે ઉલ્લેખનીય છે કે મેંગોપીપલ પરીવાર ઝુપડપટ્ટી અને સ્લમ વિસ્તારો ના બાળકો માટે છેલ્લા ૫ વર્ષ થી સતત કાર્યશીલ સંસ્થા છે. તે આવા બાળકો માટે રાજકોટ તથા જામનગર માં ફ્રી એજ્યુકેશન ક્લાસ ચલાવી રહી છે. સંસ્થા ની વધુ માહિતી માટે પ્રમુખ મનીષભાઈ રાઠોડ ( મો. ૯૨૭૬૦૦૭૭૮૬/૯૨૨૭૦૦૭૭૮૬ ) નંબર પર સંપર્ક કરવા અનુરોધ છે.

રાજકોટ જિલ્લાની સ્વનિર્ભર શાળાઓને ફી નિર્ધારણ કાયદા અન્વયે એફીડેવીટ કરવા સુચના



રાજકોટ જિલ્લાની તમામ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક  તેમજ રાજકોટ, ઉપલેટા તથા જેતપુર શહેરની પ્રાથમિક શાળાઓના આચાર્ય/સંચાલકશ્રીને જિલ્લા શિક્ષણાધિકારી તેમજ ફિ નિયમન સમિતી રાજકોટ ઝોન દ્વારા જણાવવામાં આવે છે કે, ફિ નિર્ધારણ, કાયદો-૨૦૧૭ હેઠળ દરેક સ્વ નિર્ભર શાળાઓની ફિ, ફિ નિર્ધારણ સમિતી દ્વારા નિર્ધારીત કરેલ હોય તેવી શાળા વર્ષ ૨૦૧૭-૧૮ તથા ૨૦૧૮-૧૯ ના વર્ષો માટે સમિતીના હુકમ મુજબ જ જે તે શાળાએ દરેક વિદ્યાર્થીની ફી લીધેલ છે અને તે હુકમથી વધુ કોઇ ફી ઉઘરાવેલ નથી તે સંબંધે એફીડીવીટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, રાજકોટને તા. ૧૦/૦૧/૨૦૧૯  સુધીમાં મોકલી આપવા જણાવવામાં આવે છે. 

બુધવાર, 19 ડિસેમ્બર, 2018

આજનો વિચાર :

આજનો વિચાર : તુમ જો બિછડે હો જલ્દબાઝી મેં, યાર તુમ રૂઠ ભી તો સકતે થે... - મેહસર અફરીદી

આજનો વિચાર : લગ્નમાં છોકરીવાળા વધુ ડાન્સ કરે તો સમજી લેવાનું કે એના ઘરની માથાકૂટ હવે તમારા ઘરે આવી રહી છે.. અને છોકરાવાળા જોરશોરથી ડાન્સ કરતા દેખાય તો માની લેવાનું કે ભાઈનું માંડમાંડ ગોઠવાણું છે...  - વૉટ્સએપ પર વાંચેલું

આજનો વિચાર : જત જણાવવાનું તને કે છે અજબ વાતાવરણ, એક ક્ષણ તું હોય છે ને એક ક્ષણ તારું સ્મરણ.. - રાજેન્દ્ર શુક્લ

આજનો વિચાર : ખબર નથી પડતી કે કેમ અન્યોને ગમે છે એ, લખાતું હોય છે જે કંઈ ફકત એકાદ જણ માટે... - ડૉ. મુકુલ ચોક્સી

આજનો વિચાર : ઘર તો હતાં અનેક ને ઝાંપા હતા અનેક, તોય આશરાના આપણે ફાંફાં હતા અનેક, એકાદ ડગની દૂર પણ કપી શકાઈ નૈં, એકાદ ડગના માર્ગમાં ફાંટા હતા અનેક... — અનિલ ચાવડા

આજનો વિચાર : દરેક માણસ એની જીભની પાછળ છુપાયેલો હોય છે. જો એને સમજવો હોય તો એને બોલવા દો... - વૉટ્સઍપ પર વાંચેલુ

આજનો વિચાર : ખાઈ પીને ન્હાઈને કવિતા નથી બનતી, એ દોસ્ત.. લોહી વહે ત્યારે જ કાગળ વચ્ચે ધરવો જોઈએ... - ડૉ. મુકુલ ચોક્સી


એક મિનિટ : બકો : આ વૉટ્સઍપમાં જરૂર જાતજાતનાં વિટામિનો હોવાં જોઈએ.. પકો : કેમ એવું લાગે છે તને..?? બકો : જો તે, એક દિવસ વૉટ્સઍપ ન વાપરીએ તો આખો દિવસ કમજોરી લાગે છે, સુસ્તી જેવું લાગે છે...

એક મિનિટ :  જ્યોતિષ : બકા, તારી કુંડળીમાં અઢળક ધન છે.. બકો : એ બધું ઠીક પણ મહારાજ, એ કહો કે આ ધન કુંડળીમાંથી મારા બૅન્ક અકાઉન્ટમાં ક્યારે ટ્રાન્સફર થશે..??

એક મિનિટ : બકાની વાઈફ : હું આજે સાંજે કંઈ રસોઈ બનાવવાની નથી, થાકી ગઈ છું. થાકી.. બકો : હા, હોં, ન બનાવતી... અમેય થાકી ગયા છીએ...


કાગળ પરના દીવા : અંદર અંદર સળવળતી એક ઘટનાથી શરૂઆત કરું તો તમને એમાં વાંધો છે કંઈ..?? ઠરી ગયેલી ફૂંક ફરી પેટાવી ઝંઝાવાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ..?? - સંજુ વાળા
સાયલન્સ પ્લીઝ : આપણે જે છીએ તે જ બની રહેવાની હિંમત રાખવી જોઈએ...  ભલે પછી એમાં આપણને ડર લાગતો હોય કે બીજાઓને આપણે વિચિત્ર લાગતા હોઈએ... – અજ્ઞાત

પાન બનાર્સવાલા : ઘણી વખત આપણી સહમતી કે અસહમતીનું એકમાત્ર કારણ ગેરસમજણ હોય છે... – વોટ્સએપ પર વાંચેલું

પાન બનાર્સવાલા : જિંદગીમાં સમયનું બહુ મહત્વ છે એવું નથી, જિંદગીમાં સમયનું જ મહત્વ છે... - અજ્ઞાત

  સૌરભ શાહ

રાજકોટ: ફોરેન ટ્રેડ ડેવલપમેન્ટ ઓફિસર 4 હજારની લાંચ લેતા ઝડપાયો



 રાજકોટ: ફોરેન ટ્રેડની કચેરીનો ફોરેન ટ્રેડ ડેવલપમેન્ટ ઓફિસર લીલાધર કેશવભાઇ શ્રીવાસ્તવ રૂ. 4 હજારની લાંચ લેવાના આરોપસરના છટકામાં સપડાયો હતો. આ અંગે એક્સપોર્ટનો ધંધો કરતાં આસામીએ તેના ફોરેન ટ્રેડ લાયસન્સમાં પાન નંબર ખોટો લખાવેલ હોય તે સુધારી આપવા માટે અરજી કરી હતી. આ અરજીના સંદર્ભમાં તાત્કાલીક પાન નંબર સુધારી આપવા માટે ફોરેન ટ્રેડ ડેવલોપમેન્ટ ઓફિસર લીલાધર કેશવભાઇ શ્રીવાસ્તવે રૂ. છ હજારની લાંચની માગણી કરી હતી. જે પૈકી રૂપિયા 2 હજાર સ્વીકારી લીધા હતાં.

બાકીના રૂપિયા 4 હજાર પછી આપવાનો વાયદો કરાયો હતો. આ લાંચની રકમ ધંધાર્થી આપવા માગતા ન હતાં આથી લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદ પરથી રાજકોટ બ્યુરોના મદદનીશ નિયામક એચ.પી.દોશીના સુપરવિઝન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર સી.જે. સુરેજા અને તેમની ટીમે છટકુ ગોઠવ્યું હતું. આ છટકામાં લીલાધર શ્રીવાસ્તવ રંગેહાથ ઝડપાયો હતો. અધિકારી કલાસ-2માં આવતો હોય તેના નિવાસસ્થાનની તલાશી લેવાની પ્રક્રિયા ચાલી રહી છે.

અમદાવાદના તજજ્ઞ ડોક્ટર્સનો સિવિલ હોસ્પિટલ ખાતે નિ:શુલ્ક ઓપરેશન કેમ્પ



નવજાત શિશુ થી ૧૮ વર્ષ સુધીના બાળકોની સર્જરી - ખોડખાપણ તેમજ કપાયેલા હોઠ અને તાળવાની સર્જરી નિ:શુલ્ક કરી આપવામાં આવશે

રાજ્ય સરકાર દ્વારા જનઆરોગ્ય માટે બહોળા પ્રમાણમાં નિ:શુલ્ક સ્વાસ્થ્ય સુવિધાઓ પૃરી પાડવામાં આવે છે. અનેકવિધ યોજનાઓ હેઠળ જરૂરિયાતમંદ દર્દીઓને વિવિધ સારવાર પુરી પાડવામાં આવે છે તેમજ અવાર નવાર કેમ્પનું વિશિષ્ઠ આયોજન કરવામાં આવે છે.  જેના ભાગ રૂપે રાજકોટમા સર્વપ્રથમ વાર મુખ્યમંત્રી અમૃતમ યોજના, મુખ્યમંત્રી વાત્સલ્ય યોજના અને આયુષ્માન ભારત યોજના હેઠળ ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી અને જયદીપ હોસ્પિટલ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે તા. ૨૯-૧૨ ને શનિવારના રોજ સવારે ૧૦ થી ૧૨ કલાક દરમયાન તજજ્ઞ ડોક્ટર્સની ટીમ દ્વારા નવજાત શિશુ થી ૧૮ વર્ષ સુધીના બાળકોનું નિ:શુલ્ક નિદાન તેમજ સર્જરીના કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં અમદાવાદના ડો. જયુલ કામદાર (નવજાત બાળકોના સર્જન) ડો. નિશ્વલ નાયક (કોસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જન) ઉપસ્થિત રહી બાળકોની સર્જરી , દાજ્યા પછી રહી ગયેલ ખોડ ખાંપણ તથા સ્માઈલ ટ્રેન અંતર્ગત કપાયેલા હોઠ તેમજ ફાટેલા તાળવાનુ નિદાન તેમજ સર્જરી નિ:શુલ્ક કરી આપવામાં આવશે. આ  કેમ્પનું આયોજન સવારે ૧૦ થી ૧૨ કલાક દરમ્યાન પીડીયું જનરલ હોસ્પિટલ, નવી ઓપિડી બિલ્ડીંગ, બાળકોના વિભાગ રૂમ નં ૧૯ ખાતે રાખવામાં આવેલ છે. આ કેમ્પનો વધુને વધુ જરૂરિયાતમંદ લોકો લાભ લે તેમ ચીફ ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસર તેમજ પીડીયું જનરલ હોસ્પિટલ તથા ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર રાજકોટ દ્વારા અનુરોધ કરાયો છે. (માહિતી બ્યુરો -રાજકોટ)


મંગળવાર, 18 ડિસેમ્બર, 2018

૧૨ વર્ષથી નાસતો ફરતો કોઠી ગામનો શખ્શ કુવાડવા રોડ પરથી પકડાયો બી-ડીવીઝન પોલીસે પકડી લીધો



રાજકોટ તા.૧૮
શહેરના બી-ડીવીઝન પોલીસના એક ગુના સબબ છેલ્લા ૧૨ વર્ષથી નાસતા ફરતા જસદણ તાલુકાના કોઠી ગામના શખ્શને પોલીસે કુવાડવા રોડ પરથી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.


મળતી વિગતો મુજબા જસદણ તાલુકાના કોઠી ગામનો પોપટ સામત સીરોડીયા(ઉ.વ.૩૫) નામનો શખ્શ બી ડીવીઝન પોલીસ મથકમાં મારી નાખવાની ધમકીના ગુનામાં વર્ષ ૨૦૦૭ થી નાસતો ફરતો હતો. આ શખ્શ કુવાડવા રોડ પર આંટા મારતો હોવાની વિરમભાઇ ધગલ અને એભાલભાઈ બરાલીયાને બાતમી મળી હતી.

જેને બી ડીવીઝન પોલીસના પીઆઈ ઠાકર, પીએસઆઈ ડામોર સહિતના સ્ટાફે ગઈકાલે કુવાડવા રોડ, મેંગો માર્કેટ પાસેથી ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.



પેરોલ પર છૂટ્યા બાદ નાસતો ફરતો કાલાવડ પંથકનો શખ્શ ગોંડલમાંથી ઝડપાયો : કાલાવડ પોલીસને સોંપાશે

રાજકોટ તા.૧૮
કાલાવડ પોલીસમાં ખૂનના ગુનામાં આજીવન કેદ ભોગવતા અને પેરોલ પર છૂટ્યા બાદ જેલમાં પાછો હાજર નાં થઈને નાસતા ફરતા કાલાવડ પંથકના શખ્શને રાજકોટ રૂરલ એસ.ઓ.જી.કાફલાએ ગોંડલમાંથી ઝડપી લઇ ગોંડલ શહેર પોલીસને સોંપ્યો છે. અહીંથી ટ્રાન્સફર વોરંટના આધારે ગોંડલ પોલીસ કાલાવડ પોલીસને શોપશે.

પ્રાપ્ત વિગતો મુજબ કાલાવડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ખૂનના ગુનામાં આજીવન કારાવાસ ભોગવતો ગુલાબશા ગીગાશા શાહમદાર(રહે.વાવડી, તા.કાલાવડ,જીલ્લો જામનગર, મૂળ ધોરાજી) તા.૨૩-૫-૨૦૧૮ થી ૧૪ દિવસની પેરોલ પર છૂટ્યો હતો.

દરમિયાન નિયત તારીખે જેલમાં હાજર નહિ થઈને ગુલાબશા ભાગતો ફરતો હતો. બીજીબાજુ નાસતા ફરતા શખ્શોને પકડવાની કામગીરી કરતા રાજકોટ રૂરલ એસઓજીના વિજયભાઈ ચાવડાને બાતમી મળી હતી કે ગુલાબશા ગોન્ડળના વોરા વોંકળા રોડ, પંચ પીરની ધાર વિસ્તારમાં પોતાના ભાઈ ઈરફાનશા ગીગાશા સાથે રહે છે. બાતમીના આધારે પીઆઈ એમ.એન,.રાણા, વિજાભાઈ, ઉપેન્દ્રસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા ધર્મેન્દ્રભાઈ ચાવડા, જયવીરસિંહ રાણા વિગેરે સ્ટાફે ગુલાબશાને ગોંડલમાંથી ઝડપી લઇ ગોંડલ સીટી પોલીસને સોંપ્યો હતો

શાપર(વેરાવળ) નજીક કાર હડફેટે ૨ ને ગંભીર ઈજાઓ

રાજકોટ તા.૧૮
ગઈકાલે સાંજે શાપર વેરાવળ નજીક એક અજાણી કાર ચાલકે રોડ પર ઉભેલા ૨ વ્યક્તિઓને હડફેટે લેતા બંનેને ફ્રેકચર જેવી ગંભીર ઈજાઓ સાથે સારવાર માટે હોસ્પીટલે ખસેડાયા છે.

પ્રાપ્ત વિગતો મુજબ શાપર વેરાવળમાં શીતળા માતાજીના મંદિર પાસે રામપાર્ક સોસાયટીમાં રહેતા અશ્વિનભાઈ અંબારામબજાઓ નાધોરા(ઉ.વ.૨૨) સહીત ૨ યુવાનો ગઈકાલે સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ એડન્ટ પંપ ચોકડી પાઈ ઉભા મોબાઈલ પર વાતો કરતા હતા ત્યારે ત્યાં અચાનક ઘસી આવેલી એક નવી ઇકો કાર ચાલકે બંનેને હડફેટે લેતા બંનેને હાથે, પગે ફ્રેકચર જેવી ગંભીર ઈજાઓ પહોચતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.
બનાવની ફરિયાદ પરથી શાપર વેરાવળ પોલીસના એ.એસ.આઈ.એન.બી રાઠોડે કાર ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જેતપુરના નવાગઢમાંથી વરલીના આંકડા રમાડતો શખ્શ ઝડપાયો

તા.૧૮દિલીપ
જેતપુરના નવાગઢ ચોકડી વિસ્તારમાં જાહેરમાં વરલી ફીચરના આંકડાનો જુગાર રમાડતા એક શખ્શને પોલીસે પકડી પડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી વિગતો મુજબ જેતપુરના નવાગઢમાં ચોકડી વિસ્તારમાં કેડી પાન પાસે વરલી ફીચરનો જુગાર ખેલાતો હોવાની બાતમી પરથી પોલીસે દરોડો પાડી દીપક હમીર વાળા નામના કોળી શખ્શને નજીવી રકમ સાથે પકડી પાડ્યો હતો. જેતપુર સીટી પોલીસના જમાદાર એચ.બી.સાવલિયાએ દીપક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોટીમારડમાં જુગાર દરોડો ૫ તાસપ્રેમીઓ પકડાયા

રાજકોટ તા.૧૮
પાટણવાવ પોલીસે મોટીમારડ ગામે જાહેરમાં રમાતા જુગાર પર દરોડો પાડી ૫ શખ્શોને પકડી લીધા હતા. પોલીસને મોટી રકમ જુગારના પટમાંથી મળવાની આશા હતી. પણ માત્ર રૂ.૨૬૯૦/- જ મળ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ પાટણવાવ પોલીસ વિસ્તાર હેઠળ આવતા મોટીમારડ ગામે ખરાવાડ પ્લોટ, રામદેવપીરના મંદિર પાસે જાહેરમાં જુગાર ખેલાતો હોવાની પોલીસને બાતમી મળી હતી. પોલીસે દરોડો પાડતા સુખા માલા પરમાર(અમાપર, તા.ગઢડા), માધા મંગા ચૌહાણ), પુના હીરા રેવર, જેન્તી છગન પાટડીયા, બધા હીરા રેવર (રહે.બધા મો.મારડ) રોકડ રૂ.૨૬૯૦ સાથે પકડાઈ ગયા હતા. પાટણવાવ પોલીસના એ.એસ.આઈ. પી.બી.જાડેજાએ તમામ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.







જુનાગઢ રહેતા, જેતલસરના નિવૃત રેલ કર્મી વૃદ્ધ છતાં કાયમી યુવાન લખુભાઈ લખુભાઈ ગીરનારીનો આજે જન્મદિન



રાજકોટ તા.૧૮
જેતલસર જંકશનના રેલવેના નિવૃત લોકોચાર્જમેન લક્ષ્મણભાઈ મોહનભાઈ પરમાર(સેવક લખું ગિરનારી)નો આજે જન્મ દિન છે.પોતાના જીવનના ૭૬ માં વર્ષમાં પ્રવેશેલા લખુભાઈએ આજની તારીખે પણ યુવાન જેવા જ સેવાકીય કાર્યોમાં રત છે.
રેલ્વેમાં નિવૃત્તિના સમયે પણ રેલવેના કોઈ પણ પ્રશ્ને તેઓ સજાગ રહી જરૂરીયાતમંદોને મદદરૂપ થઇ રહ્યા છે. સમાજના કોઈ પણ વ્યક્તિઓને સુખ-દુઃખના ભાગીદાર થવા તેઓ હમેંશા પહેલા હોય છે. ઈશ્વર અને દત્ત મહારાજ તેઓને દીર્ધાયુષ્ય બક્ષે તેવી હિતેચ્છુઓ, મિત્રોએ શુભેચ્છા પાઠવવા તેમના મો. ૬૩૫૩૯ ૬૬૬૧૦ પર સંપર્ક કરી શકે છે.

શનિવાર, 15 ડિસેમ્બર, 2018

મેંગોપીપલ પરીવારના બાળકોએ લીધી સ્વામીનારાયણ નગરની મુલાકાત






તાજેતરમાં નિર્મલરાજ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મેંગોપીપલ પરીવારના ઝુપડપટ્ટી અને સ્લમ વિસ્તારોના બાળકો એ સ્વામિનારાયણ નગર પીકનીક ની માજા માણી હતી .

બાળકો એ ત્યાં ની કલાકૃતી અને પ્રવેશદ્વાર નિહાળી ઉપરાંત દરેક ડોમ ની પણ મુલાકાત લીધેલી. વ્યસન મુક્તિ અને માતાપિતા ની સાચી સેવા જેવી અનેક સમજણો મેળવી બાળકો ધન્ય બનેલ.
પીકનીક ના આયોજન માં ઉષાબેન, નિલેશભાઈ, અશોકસિંહ, તથા બ્રિજેશભાઈ એ સુંદર સહકાર આપેલ.

અત્રે ઉલ્લેખનીય છે કે મેંગોપીપલ પરીવાર ઝુપડપટ્ટી અને સ્લમ વિસ્તારો ના બાળકો માટે છેલ્લા ૫ વર્ષ થી સતત કાર્યશીલ સંસ્થા છે. તે આવા બાળકો માટે રાજકોટ તથા જામનગર માં ફ્રી એજ્યુકેશન ક્લાસ ચલાવી રહી છે. સંસ્થા ની વધુ માહિતી માટે પ્રમુખ શ્રી મનીષભાઈ રાઠોડ ( મો. ૯૨૭૬૦૦૭૭૮૬/૯૨૨૭૦૦૭૭૮૬

રાજ્યના ખેડુતોના હિતમાં જમીન માપણીની અક્ષમ્ય ભૂલોના વિરોધ માટે ચાલતા આંદોલનને ગુજરાત ખેડૂત સમાજ રાજકોટ જિલ્લા પ્રમુખ સહિત રાજ્યના ખેડુત સંગઠનો સમર્થન આપવા મક્કમ


લેન્ડ રેકર્ડ વિભાગના કર્મચારીઓએ તારીખ 17 થી 21 ડિસેમ્બર દરમિયાન કાળી પટી બાંધી ફરજ બજાવશે.

 વર્ષ 2010 - 11 થી રાજ્ય સરકાર દ્વારા આધુનિક રીતે જમીન માપણી કરવા માટે  સંયુક્ત જિલ્લા ઓને પાઇલોટ પ્રોજેક્ટ તરીકે સ્વીકારી કામગીરી હાથ ધરાઈ હતી જમીન માપણી માટે બનેલ મેન્યુઅલ ખૂબ જ સરસ હતો, કાગળ પરના નિયમો પરફેક્ટ હતા પણ બધા નિયમો કાગળ પર રહ્યા ને આખી જમીન માપણી પણ કાગળ પર જ કરી નાખવામાં આવી જેના કારણે ગુજરાતના લગભગ 125 કરોડ સર્વે નમ્બરમાં ગોટાળા થયા, ખેતરો કાગળ પર ગોટાળે ચડ્યા છે., લાંબા ટૂંકા થયા, ત્રિકોણ હતા લંબ ચોરસ થયા આવી અનેક ભૂલો સામે આવી છે.

     ગુજરાત ખેડૂત સમાજ પ્રમુખ ચેતન ગઢીયા અને સતત 5 વર્ષની લડતના ફળ સ્વરૂપ સરકારને 5814 ગામોને પ્રોમોલગેસન કરતા અટકાવવાની ફરજ પડી અને 12220 ગામોમાં જ્યાં પ્રમોલગેસન થઈ ગયું છે એવા ગામોમાં ભૂલ સુધારણા અરજી દ્વારા જમીન માપણીની ભૂલો સુધારવી શક્ય જ નથી ને અત્યારે આવો સરકાર આવો જે  પ્રયત્ન કરી રહી છે એ "ધૂળમાં કાંકરા જોવા કે સોવા" કહેવત જેવું કામ આદર્યું છે જેના કારણે લેન્ડ રેકર્ડ શાખાના વર્ગ 3ના કર્મચારીઓ અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે "લ્યે  લાલો ને ભારે હરદા" જેવી હાલત વર્ગ 3ના કર્મચારીઓની થઈ છે.

જમીન માપનીનું બધું ખોટું કામ ખાનગી એજન્સીઓ કરી ગયા, જમીન માપણી બાબતે મંજુર થયેલા બધા જ રૂપિયા ખાનગી એજન્સીઓ કાઈ કામ કર્યા વગર ચાઉ કરી ગયા છે ને એમની ભૂલો સર્વેયેરોએ સુધારા કરવાનો સમય આવ્યો છે. સર્વેયેરોએ જે રેગ્યુલર કામ કરવાનું હોય એ બધું મૂકીને આ ખાનગી એજન્સીઓએ કરેલી ભૂલો સુધારવા સર્વેયેરોને કામે લગાડ્યા છે, 2 વર્ષથી જમીન માપણીની લગતું ખેડૂતનું એકપણ રેગ્યુલર કામ સર્વેયેરો કરી શક્યા નથી.

સર્વેયેરોનું ખરેખર જે કામ છે એ કરાવવાને બદલે ખાનગી એજન્સીના ગોટાળા સુધારવા લેન્ડ રેકર્ડ ડિપાર્ટમેન્ટ કામ કરી રહ્યું છે. ખાનગી એજન્સીઓએ કરેલા ગોટાળા સરકારી સર્વેયેરો પાસે સુધરાવવા સર્વેયરોને કામે લગાડવા એટલે ગુજરાતના ખેડૂતોને હેરાન કરવા, ગુજરાતની જનતાના નાણાં ખોટી જગ્યાએ વાપરવા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે જેના કારણે સર્વેયેરો પર કામનું એટલું બધું ભારણ આવી પડ્યું છે કે સર્વેયેરોએ ઇતિહાસમાં પહેલી વખત જિલ્લા બહાર જઈ કામ કરવાની ફરજ પડી છે.

એટલું જ નહીં સર્વેયેરોએ ડિસેમ્બર મહિનામાં રિસર્વે વાંધા અરજીઓ દફ્તરી, કામગીરી તથા હુકમો કરવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. સર્વેયેરો દીઠ રોજની 8 દરખાસ્ત પુરી કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે જે અશક્ય છે. માનવ અધિકારોનું હનન થઈ રહ્યું છે. એવું કર્મચારીઓ જણાવી વિરોધનો સુર પુરાવી રહ્યા છે અને લેન્ડ રેકર્ડ વિભાગના કર્મચારીઓએ તારીખ 17 થી 21 ડિસેમ્બર દરમિયાન કાળી પટી બાંધી ફરજ બજાવશે.

જ્યારે 24 થી 29  ડિસેમ્બર દરમિયાન લેન્ડ રેકર્ડ વિભાગના વર્ગ 3ના કર્મચારી મંડળના તમામ જિલ્લાના ના પ્રતિનિધિ વતી 5 કર્મચારીઓ પ્રતીક ઉપવાસ કરશે ત્યારબાદ 31 ડિસેમ્બરના રોજ રાજ્યના તમામ જિલ્લાના લેન્ડ રેકર્ડ વિભાગના કચેરીના વર્ગ 3 ના કર્મચારીઓ માસ સીએલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી વિરોધ નોંધાવી આંદોલન કરવા જઈ રહ્યા છે. ત્યારે ગુજરાત ખેડૂત સમાજ અને ગુજરાતના વિવિધ ખેડુત સંગઠનો તેમની સાથે ટેકામાં  સમર્થન જાહેર કરી રહ્યા છે...
ઔદ્યોગિક કલસ્ટરના ટ્રીટ કરેલ વેસ્ટ વોટરને
ડીપ સી ડીસ્ચાર્જ કરવાની પોલીસી જાહેર
કરતી સરકાર : જેતપુરના ઉદ્યોગપતિઓ ખુશ


અમદાવાદ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જેતપુર ડાઈંગ એશો.ના ૧૦૦ જેટલા પ્રતિનીધીઓની હાજરી


અમદાવાદ ખાતે ગુજરાત રાજ્યના સંતુલિત વિકાસની વાતે રાજ્ય સરકાર દ્વારા EASE OF DOING BUSINESS અંતર્ગત લીધેલા ઝડપી અને પ્રેરક નિર્ણયોને બિરદાવવા માટે મુખ્યમત્રી વિજયભાઈ રૂપાણીનો અભિવાદન સમારોહ ગુજરાત રાજ્યના તમામ સયુંકત પર્યાવરણીય અને ઓદ્યોગિક વિકાસ માટેની માળખાકીય સુવિધાઓના એશો.નો દ્વારા યોજાયેલ.

જેમાં જયદ્રથસિંહ પરમાર, રાજ્યકક્ષાના મંત્રી, કૃષિ, પંચાયત અને પર્યાવરણ, બળવંતસિંહ રાજપૂત(અધ્યક્ષ ગુજરાત ઓદ્યોગિક વિકાસ નિગમ ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં જેતપુરના ટેક્ષટાઈલ ઉદ્યોગના પ્રતિનિધિ તરીકે જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એશો. દ્વારા ૧૦૦ જેટલા કારખાનેદાર સભ્યો તેમજ પ્રમુખ રાજુભાઈ હીરપરા, ઉપપ્રમુખ જેન્તીભાઈ રામોલીયા, કારોબારીઓ ગોવિંદભાઈ ઠુંમર, સુરેશભાઈ સખરેલીયા, ભાવિકભાઈ વૈષ્ણવ અને સર્વે કારોબારી સભ્યો હાજર રહ્યા હતા.

સમારોહમાં મુખ્યમંત્રીએ જીપીસીબી તેમજ જીઆઈસીડીસીને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય સરકારે લીધેલા નિર્ણયોની જાહેરાત કરી હતી. તેમજ સમગ્ર રાજ્યના જુદા જુદા ઓદ્યોગિક કલસ્ટરના ટ્રીટ કરેલ વેસ્ટ પાણીને ડીપ સી ડીસ્ચાર્જ માટેની પોલીસીની મહત્વની જાહેરાત કરી હતી. જેનેન જેતપુર સહિતના સમગ્ર ઉદ્યોગકારોએ ઉત્સાહ સાથે વધાવી લીધી હતી.

આ નવા અને ખુબ મહત્વાકાંક્ષી પ્રોજેકને લીધે શુદ્ધ કરેલ ઓદ્યોગિક વેસ્ટ પાણીના નિકાલનો પ્રશ્ન સરળ થતા સંતુલિત વિકાસ સાથે પર્યાવરણની જાળવણી અને રોજગારીની નવી તકોનું સર્જન થશે. મુખ્યમંત્રીના દીપ સી ડીસ્ચાર્જ પોલીસીની જાહેરાત અંગે રાજ્ય સરકારના અભિગમને લીધે જેતપુરના ઉદ્યોગકારો વતી જેતપુર ડાઈંગ એશો.જોદેદારોએ રાજ્યસરકાર અ(ને મુખ્યમંત્રીનો આભાર માન્યો હોવાનું રાજુભાઈ હિરપરાએ જણાવ્યું હતું.

“ડુબેલી પ્રાચીન સોનાની દ્વારિકા ઉપર દરિયાઈ પ્રજાતિનો અભ્યાસ કરતા છાત્રો



ભારત દેશના રાષ્ટ્રિય ઉત્પાદનમાં ખેતી અને ખનીજ પેદાશોની સમક્ષક મરીન પ્રોડકટ પણ મોટો હિસ્સો ધરાવે છે. તેમજ હવા, પૃથ્વી અને પાણીના પેટાળમાં વસતી પ્રજાતિઓનો વૈવિધ્ય માણવા જમનગરથી આશરે ૧૨૫ કિલોમીટર દુર આવેલ ડની આઈલેન્ડથી વિશેષ કોઈ જગ્યા નથી. ધવલ ઈન્ટરનેશનલ સ્કૂલ જેતપુરના વિદ્યાર્થીનું એક ગ્રુપ પંચજન્ય પર્યાવરણ ટ્રસ્ટના એમ.ડી અને દરિયાઈ પ્રજાતિના નિષ્ણાંત  રવિભાઈ વાઢેર અને અન્ય પર્યાવરણ વિંદ  સાથે ત્રિદિવસીય શિબિરમાં હવા, પાણી અને જમીનની પ્રજાતિનો ઊંડો અભ્યાસ કર્યો હતો.






જેમાં મરીનપ્રોજેક્ટ નીચે હેલ્થ માટે અતિ ઉપયોગી એવી Algae(શેવાળ), લીલ અને અન્ય ઔષધીય વનસ્પતિઓ સાથે સ્ટાર ફિશ, પેફર ફિશ, ક્રેબ્સ, સી રેબીટસ, પોમ્ફર્ટ, ઓક્ટોપસ અને લોબસ્ટર જેવી અલભ્ય અને કિંમતી જીવંત દરિયાઈ પ્રજાતિનો અભ્યાસ કર્યો. ગગનમાં વિહરતા પક્ષીઓના અભયારણ્યમાં સાઈબીરીયાથી લઈને દુર પૂર્વના યુરોપિયન દેશોની પક્ષીઓની પ્રજાતિઓની જીવનશૈલી વિષે પ્રત્યક્ષ શિક્ષણ મેળવેલ દરિયાની અંદર પાંગરતી સૌથી સુંદર પ્રજાતિ પરવાળાઓને જોઇને વિધાર્થીઓએ સમુદ્રની સુંદરતાનો અહેસાસ કરેલ, તેમજ આ અભ્યાસ વર્ગની સાથેસાથ વિધાર્થીઓએ સ્વીમીંગ, ફ્લોટિંગ અંડર વોટેર વોકિંગ જેવા કરતબો નેચર કલેમીટી જેવા પ્રસંગોએ જીવનરક્ષાનીતાલીમો મેળવેલ. અંતમાં દરિયાઈ પ્રજાતિની ઈશ્વરની સૌથી સુંદર સર્જન એટલે કે ડોલ્ફિન કે જે માણસના મગજ જેવી વિચારિક શક્તિ ધરાવતી પ્રજાતિ સાથે ડી.જે. ના સથવારે ડોલ્ફિન ડાંન્સ મધદરિયે માણેલ હતો.

જેતપુરના મોટાગુંદાળા ગામે રૂ.૩૦ હજારની ઘરફોડ ચોરી


 જેતપુર તા.૧૫
ગઈકાલે જેતપુર તાલુકાના મોટાગુંદાળા ગામે એક રહેણાંક મકાનમાં ત્રાટકેલા તસ્કરો રોકડ રૂપિયા ૧૨ હજાર અને સોના ચાંદીના દાગીના મળી રૂપિયા ૩૦ હજારની મત્તા ચોરી કરી ગયાની જેતપુર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ જેતપુર  તાલુકાના મોટાગુનાદાલા ગામે રહેતા હરસુખભાઈ નાથાભાઈ સોલંકી મકાનમાં ગઈકાલે પ્રવેશેલા તસ્કરો રોકડ ૧૨ હજાર તથા ૧૮ હજારના સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા ૩૦ હજારની મત્તા ચોરી ગયા હતા. આ બનાવની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવાતા પીએસઆઈ પી.જે.બાંટવાએ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જીવનની અંતિમ ક્ષણો પત્નીની સમાધિ પાસેજ ગાળી વયોવૃદ્ધનો ગળાફાંસો ખાઈ આપઘાત : પડધરીના પાટી રામપરનો બનાવ


રાજકોટ તા.૧૫
પડધરી તાલુકાના પાટી રામપર ગામે રહેતા એક વયોવૃદ્ધે ગઈકાલે સ્મશાનમાં પત્નીની સમાધિ નજીકના વૃક્ષ સાથે દોરડું ભરાવી ગળાફાંસો ખાઈ લેતા જાણકારોમાં અરેરાટી વ્યાપી છે.
પ્રાપ્ત વિગતો મુજબ પડધરી પોલીસના એ.એસ.આઈ.પુજાબેન મંડલીએ "સાંજસમાચાર"ને જણાવ્યું હતું કે, પડધરી તાલુકાના પાટી રામપર ગામે રહેતા બળવંતભાઈ લક્ષ્મણભાઈ કણબી નામના ૮૨ વર્ષના રાવળદેવ વયોવૃદ્ધે ગઈકાલે ગામના સ્મશાનમાં પોતાના પત્નીની સમાધિ સ્થળ નજીકના જ વૃક્ષની ડાળીએ દોરડું બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.
બનાવની જાણ પરથી પડધરી પોલીસ ઘટના સ્થળે દોડી જઈને મૃતક બળવંતભાઈના મૃતદેહને પીએમ માટે હોસ્પીટલે ખસેડેલ. પુજબેને વધુ વિગતો આપી હતી કે મૃતક વયોવૃદ્ધને ૪ સંતાનોમાં ૨ પુત્ર અને ૨ પુત્રી છે. લાંબા સમય થયા તેમના દિકરાની સાથે રહેતા હતા. પણ છેલ્લા દોઢ બે મહિના થયા તેઓ પત્નીની સમાધિ સ્થળ નજીક પાથરણું પાથરી રાત દિવસ ગાળતા હતા. પત્નીના વિરહમાં બળવંતભાઈએ આ પગલું ભર્યાનું મનાય છે. વધુ તપાસ પડધરી પોલીસે હાથ ધરી છે.

શુક્રવાર, 14 ડિસેમ્બર, 2018

સૌરાષ્ટ્ર યુનિ.ના કાર્યકારી રજીસ્ટ્રાર ધીરેન પંડયાનું રાજીનામું આજથી આર.જી.પરમાર રજીસ્ટ્રારનો હોદો સંભાળશે



- ગત ફેબુ્-૨૦૧૮ માં પણ રાજીનામુ આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી

- સવા ચાર વર્ષ સુધી રજીસ્ટ્રાર તરીકેની કામગીરી સંભાળ્યા બાદ અંગત કારણથી
હોદ્દો છોડયો,


સૌરાષ્ટ્ર યુનિ.માં આંતરીક ખટપટ અને આંટીઘુટીવાળા વહીવટમાં સવાચાર વર્ષ સુધી કાર્યકારી રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવનારા ડો. ધીરેન પંડયાએ આજે અંગત કારણ દર્શાવી  રજીસ્ટ્રાર પદેથી છૂટા થઈ જતાં યુનિ.ના તમામ કર્મચારીઓમાં ભારે ચકચાર મચી ગઈ હતી.

લાંબા સમય સુધી રજીસ્ટ્રાર તરીકેની કામગીરી સંભાળ્યા બાદ એક એક આજે રજીસ્ટ્રારનો ચાર્જ છોડી દેતા તેમની કામગીરીનો હવાલો અગાઉ રજીસ્ટ્રારનો કાર્યભાર સંભાળનાર એસસીએસટી સેલનાં ડેપ્યુટી રજીસ્ટ્રાર આર.જી. પરમારને સોંપવામાં આવ્યો હતો. તેઓ આવતીકાલ તા.૧૪ને શુક્રવારથી રજીસ્ટ્રાર  તરીકે કામગીરી સંભાળશે.

સૌરાષ્ટ્ર યુનિ.માં રજીસ્ટ્રારની પોસ્ટ છેલ્લા એક દાયકા કરતાં વધુ સમયથી ખાલી રહી છે આ રજીસ્ટ્રારની જગ્યા ભરવા માટે અગાઉ અરજીઓ મગાવવામાં આવી હોવા છતાં નવી નિમણુંક કરવાને બદલે કાર્યકારી રજીસ્ટ્રારથી ગાડુ ગબડાવવામાં આવતું હતું. આ જગ્યા ઉપર ચાર વર્ષથી વધુ સમય સુધી ફરજ બજાવી આજે રાજીનામું આપી દઈ હોદા ઉપરથી મુક્ત થનાર ડો. ધીરેન પંડયાએ તેમની કામગીરીનો હિસાબ આપી જણાવ્યું હતું કે મારા ફરજ કામ દરમિયાન રૂા ૧૨૬ કરોડની ગ્રાન્ટ મળી છે યુનિ.ને એ ગ્રેડ પ્રાપ્ત થયો છે તેમજ ૭૮ મેજર રીસર્ચ પ્રોજેકટ ૩૫ માઈનોર રીસર્ચ પ્રોજેકટ ઉપરાંત ૪૦ હજાર વૃક્ષોનું નંદનવન ઉભુ કરવા સહિતનાં કામો થયા છે.

યુનિ.માં આધુનિક મેદાનો, લાયબ્રેરી, હોસ્ટેલ, વિવિધભવનો, સીસીડીસી સેન્ટર ભરતી મેળાસહિતના કામો થયા છે. અલબત તેમ છતાં તેઓએ અગાઉ ફેબુ્રઆરી ૨૦૧૮માં પણ અંગત કારણોથી રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

પરંતુ નવા અધિકારીની નિમણુંક નહી થતી હોવાથી આખરે આજે તેઓએ રાજીનામું ધરી દેતા રજીસ્ટ્રાર તરીકેની કામગીરીમાંથી મુક્ત કરવામાં આવ્યા હતાં. તેઓ હવે એચ.આર.ડી.સી.માં એસો. પ્રોફેસર તરીકે કામગીરી સંભાળશે. વધુમાં તેઓએ રાજીનામા પાછળ કોઈની સાથે મનભેદ કે મતભેદ નહી હોવાનું જણાવ્યું હતું.

યુનિ.ના કાર્યકારી રજીસ્ટ્રાર ડો. નિલાબંરીબેન દવે એ પણ ડો. ધીરેન પંડયાની કાર્યનિષ્ઠા પ્રત્યે સંતોષ વ્યક્ત કરી તેમની કૌટુંબિક જવાબદારી સંભાળવા માટે તેઓએ રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું. યુનિ. માં લાંબા સમયથી કુલપતિ રજીસ્ટ્રાર, પરીક્ષા નિયામક, એકેડેમીક ઓફિસર સહિતની ખાલી પડેલી જગ્યાઓને લીધે દિન-પ્રતિદિન વહીવટ વિવાદાસ્પદ બ નતો રહ્યો છે.

આગામી વર્ષ દરમિયાન નેકના એક્રીડીએશન યુનિ. પુરજોશથી તૈયારી કરી રહી છે. ત્યારે રજીસ્ટ્રાર જેવા મહત્વના પદ ઉપરથી ડો. ધીરેન પંડયાએ રાજીનામું આપતા આંતરીક ખટપટ હવે ચરમસીમાએ પહોંચી ગઈ હોવાની ચર્ચાઓ પણ સંભળાતી રહી છે.

સંતાનોનાં પિતા દ્વારા નવાગામની ૧૪ વર્ષની તરૂણી પર ત્રણ દૂષ્કર્મ



- રાજકોટ નજીકનાં નવાગામની ચોંકાવનારી ઘટના
- 'સેલ્ફી' બતાવી બદનામ કરી દેવાની ધમકી આપી ડરાવી, ધમકાવી હવસનો શિકાર બનાવી, આરોપીની ધરપકડ

શહેરની ભાગોળે નવાગામ આણંદપર ગામની રંગીલા સોસાયટીમાં રહેતાં ૨૯ વર્ષનાં અને ત્રણ સંતાનોનાં પિતા અરવિંદ હકાભાઈ બાલાણી નામનાં શખ્સે એક તરૂણીને બદનામ કરવાની બીક બતાવી તેની ઉપર અવારનવાર દૂષ્કર્મ ગુજાર્યાનો બ નાવ કુવાડવા પોલીસમાં જાહેર થયો છે. પોલીસે રેપ અને પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.

ભોગ બ નનારની ઉપર માત્ર ૧૪ વર્ષ છે. તેણે પોલીસને કહ્યું કે આરોપીનાં ઘરે તેને તથા તેનાં પરિવારને અવાર જવર કરવાનો વહેવાર હતો આરોપી જયારે પણ તેનાં ઘરે આવતો ત્યારે તેની ઉપર નજર બગાડતો હતો.

પાંચેક માસ પહેલા આરોપીની પત્ની તેને ઈમિટેશનનું કામ કરવા પોતાનાં ઘરે તેડી ગઈ હતી. બાદમાં આરોપીની પત્ની કોઈ કામ અર્થે બહાર જતાં એકલા પડેલા આરોપીએ તેને હવસનો શિકાર બ નાવી હતી. એટલું જ નહીં તેની સાથે સેલ્ફી પણ લીધી હતી. આ ઘટનાને કારણે તે ગભરાઈ જતાં ચાર પાંચ દિવસ તો ઘરની બહાર પણ નિકળી ન હતી.

આ ઘટનાનાં એકાદ માસ પછી આરોપી ફરીથી તેનાં ઘરે આવ્યો હતો. ત્યારે ઘરમાં કોઈ ન હતું. જેનો ગેરલાભ લઈ આરોપીએ સેલ્ફી બતાવી અન્યથા બધાને તે દેખાડી બદનામ કરી નાખવાની ધમકી આપી ફરીથી તેની ઉપર દૂષ્કર્મ ગુજાર્યું હતું.

આ પછી સાતેક દિવસ પછી ફરીથી તેનાં ઘરે આવી સીમકાર્ડ સહિતનો મોબાીલ આપ્યો હતો. જેની ઉપર તેની સાથે વાતચીત કરતો હતો. છેલ્લા એક માસમાં આરોપીએ તેને ડરાવી, ધમકાવી પોતાનાં ઘરે બોલાવી ચારથી પાંચ વખત બળજબરી કરી હતી.

ગઈ તા. ૮મીએ આરોપીએ તેને કોલ કરી મારે તારી સાથે લગ્ન કરવા છે તેમ કહી મોડીરાત્રે ઘરની બહાર બોલાવી નવાગામ ઢોરે લઈ જઈ ત્યાં હવસનો શિકાર બનાવી હતી. ત્યારબાદ અત્યારે મારી પાસે રૂપિયા નથી.

પછી જમીન વેંચી તને ભગાડી જઈશ તેમ કહી ત્યાંથી ભાગી ગયો હતો તે ડરી જતાં તે દિવસે ઘરે પણ ગઈ ન હતી. અંતે ઘરે પહોંચી વાલીઓને આપવીતી જણાવતા ફરિયાદ નોંધાવાનો નિર્ણય લઈ આજે બપોરે કુવાડવા પોલીસમાં જઈ ફરિયાદ નોંધાવતાં પીઆઈ એમ.ડી. ચંદ્રવાડીયા અને હિતેષ ગઢવીએ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી.
મેંગોપીપલ પરીવાર દ્વારા જામનગરની પછાત વિસ્તારોની આંગણવાળીમાં પૌષ્ટિક નાસ્તાનું વિતરણ શરૂ કરાયું  

તાજેતરમાં નિર્મલરાજ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મેંગોપીપલ પરીવાર દ્વારા  જામનગરમાં જુના રેલ્વે સ્ટેશન પાસે આવેલ ભીમવાસ અને ગંજીવાળાની ટોટલ ૩ આંગણવાળી ના બાળકોને શુદ્ધ, પૌષ્ટિક અને ઘરનો બનાવેલ નાસ્તો આપવાની શરૂવાત કરી છે. જેમાં ઘરે જ બનાવેલ પૌવા બટેટા , ઈડલી - ચટણી અને કઠોળ જેવા નાસ્તો આપવા માં આવી રહ્યો છે. 
 

ગરમ ગરમ અને પૌષ્ટિક નાસ્તો મેળવી અંદાજે ૫૦ થી વધુ બાળકોના ચહેરા પર આવેલ સ્મિત અદભુત હૉય છે. સંસ્થા દ્વારા અહીં વધુ પ્રવૃત્તિઓ પણ થતી રહેશે તેવું સંસ્થા પ્રમુખ જણાવી રહ્યા છે.આંગણવાળીમાં સતકર્મ કરવા માટે શિલ્પાબેન મશરૂ અમલાની, નરેન્દ્રભાઈ રાઠોડ, રાજુભાઈ ત્રિવેદી અને મેંગોપીપલ પરીવાર ની જામનગર ટીમ દ્વારા સુંદર જહેમત ઉઠવામાં આવેલ.

અત્રે ઉલ્લેખનીય છે કે મેંગોપીપલ પરીવાર છેલ્લા ૪ વર્ષ થી રાજકોટ અને જામનગર ની ઝુપડપટ્ટી માટે સતત કાર્યશીલ સંસ્થા છે. સંસ્થા આવા બાળકો માટે ફ્રી એજ્યુકેશન ક્લાસ ચલાવી રહી છે. સંસ્થા ની વધુ માહિતી માટે પ્રમુખ શ્રી મનીષભાઈ રાઠોડ ( મો. ૯૨૭૬૦૦૭૭૮૬/૯૨૨૭૦૦૭૭૮૬) નંબર પર સંપર્ક કરવા અનુરોધ છે.

ભારત સંચાર નિ.લિ. બ્રોડબેન્‍ડ અને લેન્‍ડલાઇન ટેરિફ પ્‍લાનમાં ફેરફાર



ભારત સંચાર નિ.લિ. દ્વારા એક્સપિરિયન્‍સ બ્રોડબેન્‍ડ ૨૪૯ પ્‍લાનમાં તા.૧ ડિસે.-૨૦૧૮થી ફેરફાર કરવામાં આવ્‍યો છે. રાષ્‍ટ્રભરના બીએસએનએલ નેટવર્ક પર અનલિમિટેડ કોલ્‍સની સુવિધાની સાથે રાત્રે ૧૦.૩૦ થી સવારે ૬ સુધી અને રવિવારે આખો દિવસ દેશભરના બધા જ નેટવર્ક પર અનલિમિટેડ કોલ્‍સની સુવિધામાં ઉમેરો કરી રૂ.૩૦૦ સુધીના કોલ્‍સ કોઇપણ નેટવર્ક પર ફ્રી આપવામાં આવશે.

બ્રોડબેંડની ૮ Mbps સુધીની સ્‍પીડ ૧૫ GB સુધી અને ત્‍યારબાદ ૧ Mbps સુધીની સ્‍પીડ અનલિમિટેડ બ્રોડબેંડ વપરાશ માટે મળતી હતી તેમાં સુધારો કરીને દરરોજ ૮ Mbps સુધીની સ્‍પીડ ૧.૫ GB સુધી અને ત્‍યારબાદ ૧ Mbps સુધીની સ્‍પીડ અનલિમિટેડ બ્રોડબેંડ વપરાશ માટે મળશે. તા.૧ ડિસે.-૨૦૧૮થી આ પ્‍લાનનું માસિક ભાડું રૂ.૨૪૯થી વધારીને રૂ.૨૯૯ કરવામાં આવ્યું છે. માસિકભાડા વાળા વર્તમાન ગ્રાહકો કે જેમને આ પ્‍લાનમાં ૬ માસ પૂરા થયા નથી તેમને ૬ માસ પૂરા થયેથી ઉપરોક્ત ફેરફાર લાગુ પડશે. તા.૧ ડિસે.-૨૦૧૮થી નવા જોડાનાર ગ્રાહકોને ૧૮૦ દિવસ સુધી માસિક ભાડામાં રૂ.૫૦નું કેશબેક આપવામાં આવશે.

ભારત સંચાર નિ.લિ. દ્વારા અર્બન જનરલ લેન્‍ડલાઇન પ્‍લાન, રૂરલ જનરલ લેન્‍ડલાઇન પ્લાન અને LL 99 onnet પ્‍લાનમાં તા.૧ ડિસે.-૨૦૧૮થી ફેરફાર કરવામાં આવ્‍યો છે. અર્બન જનરલ લેન્‍ડલાઇન પ્‍લાનમાં અનુક્રમે રૂ.૨૪૦ અને રૂ.૨૦૦ના કોલ્સ ફ્રી આપવામાં આવતા હતા, હવે ગ્રાહકોને આ બંને પ્‍લાનમાં દેશભરના કોઇપણ નેટવર્ક પર ૨૪ કલાક અનલિમિટેડ ફ્રી કોલિંગની સુવિધા મળશે. રૂ.૨૪૦નું રૂ.૨૯૯ અને રૂ.૨૦૦નું રૂ.૨૪૯ ભાડું કરવામાં આવ્યું છે. રૂરલ જનરલ લેન્‍ડલાઇન પ્લાનમાં અનુક્રમે રૂ.૧૮૦ અને રૂ.૧૬૦ના કોલ્સ ફ્રી આપવામાં આવતા હતા, હવે ગ્રાહકોને આ બંને પ્‍લાનમાં દેશભરના કોઇપણ નેટવર્ક પર ૨૪ કલાક અનલિમિટેડ ફ્રી કોલિંગની સુવિધા મળશે. બંને પ્‍લાનું ભાડું વધારીને રૂ.૧૮૦ કરવામાં આવ્યું છે.
LL 99 onnet પ્‍લાનમાં ગ્રાહકોને દેશભરના બીએસએનએલ નેટવર્ક પર ૨૪ કલાક અનલિમિટેડ ફ્રી કોલિંગની સાથે રાત્રે ૧૦.૩૦ થી સવારે ૬ સુધી અને રવિવારે આખો દિવસ દેશભરના બધા જ નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી કોલ્‍સની સુવિધા આપવામાં આવતી હતી તેમાં વધારો કરીને રૂ.૧૦૦ સુધીના ફ્રી કોલ્સ અન્‍ય નેટવર્ક પર આપવામાં આવશે. આ સાથે આ પ્‍લાનનું માસિક ભાડું રૂ.૯૯ થી વધારીને રૂ.૧૨૯ કરવામાં આવે છે.

માસિકભાડા વાળા વર્તમાન ગ્રાહકો કે જેમને આ પ્‍લાનમાં ૬ માસ પૂરા થયા નથી તેમને ૬ માસ પૂરા થયેથી ઉપરોક્ત ફેરફાર લાગુ પડશે. તા.૧ ડિસે.-૨૦૧૮થી અમલી છે. વાર્ષિક, દ્વિવાર્ષિક અને ત્રિવાર્ષિક પેમેન્ટ ઓપ્‍શનવાળા ગ્રાહકોને તેમના પેમેન્‍ટ મુજબની અવધિ પૂરી થયેથી ઉપરોક્ત ફેરફાર લાગુ થશે, વધુ વિગતો માટે ભારત સંચાર નિ.લિ.ની નજીકની કચેરીનો સંપર્ક કરી શકાશે. (માહિતી બ્યુરો - રાજકોટ)

ન્યાયતંત્રમાં દેર છે પણ અંધેર નથી... - રમેશભાઈ રામાણી


રાજકોટના જાણીતા એડવોકેટ રમેશભાઈ રામાણીના કહેવા મુજબ ભગવાન કે ઘર મેં દેર હૈ પર અંધેર નહી હૈ.. આ જાણીતી કહેવત કાયદો અને ન્યાયતંત્રમાં પણ લાગુ પડે છે. જયારે ન્યાય મેળવવામાં વિલંબ થાય ત્યારે લોકોએ થોડીક ધીરજ રાખીને ન્યાયતંત્ર ઉપર ચોક્કસ ભરોસો રાખવો જોઈએ

રમેશભાઈ રામાણી રાજકોટ જીલ્લાના જસદણ તાલુકાના લીલાપુર ગામના વતની છે. તેમના કુટુંબનો મુળ વ્યવસાય ખેતી છે.  લેઉવા પટેલ સમાજમાંથી આવતા રમેશભાઈ રાજકોટમાં છેલ્લાં ૩૦ વર્ષથી સ્થાયી થયા છે. રમેશભાઈએ તેમના વતન જસદણ અને વીંછિયામાં હાઈસ્કૂલ સુધીનો અભ્યાસ પૂર્ણ કરી રાજકોટ ની ધર્મેન્દ્રસિંહ કોલેજમાં બી.એ પૂર્ણ કરી અહીંનીજ એ. એમ. પી. લો કોલેજમાં વકીલાતનો અભ્યાસ કરી એલ.એલ.બી., ડી.એલ.એલ.પી., ની ૧૯૯૮ માં ડિગ્રી મેળવી છે.
 

રમેશભાઈ છેલ્લા ૧૮ વર્ષથી  સિવિલ, રેવન્યુ અને ક્રિમિનલને લગતી પ્રેક્ટીસ કરે છે. તેમની કાર્યપધ્ધતિ તેમજ અનુભવને લીધે આજે  તેઓ ખુબજ મોટું મિત્રવર્તુળ - ક્લાયન્ટો તેમજ શુભેચ્છકો ધરાવે છે. રમેશભાઈને મળવા માટે રમેશભાઈ એચ. રામાણી (બી.એ, એલ.એલ.બી, ડી.એલ.એલ.પી) એડવોકેટ, (ગુજરાત હાઈકોર્ટ),  ૩૪૨ - એ,  ૩ જો માળ, જય ખોડીયાર કોમ્પ્લેક્ષ, બસ સ્ટેન્ડની સામે, રજપૂતપરા મેઈન રોડ, રાજકોટ - ૩૬૦ ૦૦૧ તેમજ મોબાઈલ ૯૩૭૫૭ ૨૦૭૪૧ / ૯૭૨૬૯ ૨૨૪૩૩ અને ઇમેઇલ rhramani.advocate@gmail.com ઉપર સંપર્ક કરી શકાય છે.


જીવનભર પૈસા ન કમાનારા અને લોકોને મદદરૂપ થતા રહેલા અનોખા ડોક્ટરની પ્રેરક વાત


 - આશુ પટેલ

કોલકાતાના વતની એવા ડોક્ટર તપન કુમાર લાહિરી ઈંગ્લેન્ડમાં મેડિકલ ડિગ્રી લઈને પાછા ભારત આવ્યા એ પછી બનારસ હિન્દુ યુનિવર્સિટીની ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં પ્રોફેસર અને કાર્ડિયોલોજિસ્ટ તરીકે જોડાયા. તેમણે તેમની કારકિર્દી દરમિયાન હજારો વ્યક્તિઓનાં હૃદયના ઓપરેશન્સ કર્યાં અને તેમની પાસે ભણીને સંખ્યાબંધ વિદ્યાર્થીઓ ડોક્ટર બન્યા. ડોક્ટર લાહિરીને ૨૦૧૬માં પદ્મશ્રીથી સન્માનિત કરાયા. આખી જિન્દગી લોકોને મદદરૂપ થતા રહેલા ડોક્ટર લાહિરીને પદ્મશ્રી આપવાનું સરકારને બહુ મોડું સૂઝ્યું. જો કે તેમને પદ્મશ્રી નહીં, પણ પદ્મભૂષણ કે પદ્મવિભૂષણથી સન્માનિત કરાય તો પણ એ સન્માન ઓછું ગણાય. આખી જિન્દગી લોકોને મદદરૂપ થતા રહેલા ડોક્ટર લાહિરીને પદ્મશ્રી આપવાનું સરકારને બહુ મોડું સૂઝ્યું.

ડોક્ટર લાહિરી તેમની જિંદગીમાં હજારો દર્દીઓને મદદરૂપ બન્યા છે. આજના સમયમાં મોટા ભાગના ડો ક્ટરોનું ધ્યાન ચિક્કાર પૈસા કમાવા પર હોય છે ત્યારે ડોક્ટર લાહિરીએ પોતાની હોસ્પિટલ શરૂ કરીને બેંક બેલન્સ તગડું કરવાને બદલે દર્દીઓને મદદ કરવાનું લક્ષ્ય જ નજર સામે રાખ્યું. ડોક્ટર લાહિરી ૨૦૦૩માં નિવૃત્ત થયા ત્યાં સુધીમાં તેમણે પોતાના માટે કાર પણ ન ખરીદી. તેઓ હંમેશાં ઘરેથી ચાલતા-ચાલતા બનારસ હિન્દુ યુનિવર્સિટી જતા હતા. નિવૃત્ત થયા પછી તેમણે બનારસ હિન્દુ યુનિવર્સિટીને માનદ સેવા આપવાનું ચાલુ રાખ્યું. તેઓ આજની તારીખે પણ ઘરેથી ચાલીને બનારસ હિન્દુ યુનિવર્સિટી જાય છે અને પ્રોફેસર તથા કાર્ડિયોલોજિસ્ટ તરીકે મફત સેવા આપે છે. અને એવું નથી કે તેઓ અમુક કલાક પૂરતા પોતાની સેવા આપવા જાય છે. તેઓ નોકરી પર હતા એ વખતે જેટલો સમય આપતા હતા એટલો જ સમય વર્તમાન સમયમાં પણ આપે છે. વાત અહીં પૂરી થતી નથી. તેમને પેન્શનની જે રકમ મળે છે એમાંથી તેઓ પોતાની મૂળભૂત જરૂરત પૂરતી રકમ પોતાની પાસે રાખે છે અને બાકીની રકમ બનારસ હિન્દુ યુનિવર્સિટીને આપી દે છે. તેમની જીવનશૈલી એકદમ સીધીસાદી છે એટલે તેમની આર્થિક જરૂરત પણ બહુ ઓછી છે. તેમની નોકરી દરમિયાન પણ તેમને જે વેતન મળતું હતું એમાંથી તેઓ ગરીબ દર્દીઓને આર્થિક સહાય કરતા રહ્યા હતા.

ડોક્ટર લાહિરી નિશ્ચિત સમય પર બનારસ હિન્દુ યુનિવર્સિટી પહોંચી જાય છે. તેઓ સમયપાલનના એટલા આગ્રહી છે કે તેમના માટે એવું કહેવાય છે કે તેમને આવતા જોઈને લોકો પોતાની ઘડિયાળમાં સમય સેટ કરી શકે. તેમની ત્રીસ વર્ષની નોકરી દરમિયાન અને પંદર વર્ષની માનદ સેવા દરમિયાન તેમણે એક લાખથી વધુ દર્દીઓના હૃદયના ઓપરેશન્સ કર્યા છે. તેમણે પોતાની ખાનગી હોસ્પિટલ કરી હોત તો દેશના અન્ય અનેક કાર્ડિયોલોજિસ્ટ્સની જેમ તેઓ અબજો રૂપિયા કમાઈ શક્યા હોત, પણ તેઓ નોખી માટીના માનવી સાબિત થયા. ડોક્ટર ટી. કે. લાહિરી જેવા અનોખા માણસોનું જીવન સાર્થક સાબિત થતું હોય છે. પોતાના માટે તો બધા જ જીવતા હોય છે, બીજાઓ માટે જીવનારા લોકો બહુ ઓછા હોય છે. આવા પરોપકારી માણસો જીવનભર લોકોને સુખી કરતા રહેતા હોય છે. (મુંબઈ સમાચારમાંથી સાભાર)

બુધવાર, 12 ડિસેમ્બર, 2018

ખડવંથલીની યુવતી, આટકોટની કિશોરીએ ઝેરી દવા પિતા બંને સારવાર હેઠળ


રાજકોટ તા.૧૨


ગોંડલ તાલુકાના ખડવંથલી ગામની યુવતી અને આટકોટની કિશોરીએ કોઈ અગમ્યો કારણોસર ઝેરી દવા પી લેતા બંનેને રાજકોટની સિવિલ હોસ્પીટલમાં દાખલ કરાઈ છે.

મળતી વિગતો મુજબ ગોંડલ તાલુકાના ખડવંથલી ગામના ગીરીશભાઈ પટેલની વાડીએ સવિતાબેન નાનશિંગ બાંભનિયા(ઉ.વ.20) નામની યુવતીએ કોઈ અકળ  કારણોસર ગત રાતીના 8 વાગ્યે ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ખસેડાઈ છે.

જ્યારે આટકોટની કાજળ મનસુખ રાઠોડ નામની કિશોરીએ પણ ગઈકાલે સાંજના પોતાના ઘરે અકળ કારણોસર ઝેરી દવા પી લેતા તેણીને પણ શહેરની સિવિલ હોસ્પીટલમાં ખસેડાઈ છે. બંને બનાવોના હોસ્પિટલ ચોકી સુત્રોએ કાગળો કરી સંબંધિત પોલીસને મોકલવા તજવીજ હાથ ધરી છે.


હરીપળ(પાળ) ફેકટરીમાં બોઈલરના ગરમ પાણીથી દાજેલા બીજા પ્રૌઢનું પણ મોત


અગાઉ ધનજીભાઈ ગઢવી સારવારમાં મોતને ભેટ્યા હતા

રાજકોટ તા.૧૨

આજથી સાતેક દિવસ પહેલા લોધિકા પાળ ગામની એક ફેકટરીમાં બોઈલરના ગરમ પાણીથી અકસ્માતે દાઝેલા અને સારવાર લઇ રહેલા બીજા પ્રોઢનું પણ સિવિલ હોસ્પીટલમાં મૃત્યુ થયું છે.

પ્રાપ્ત વિગતો મુજબ લોધિકા તાલુકાના હરીપર પાળ ગામે આવેલ સુપેક(ટુપેક) નામની કંપનીમાં બોઈલર ફાટતા ગરમ પાણીથી દાઝેલા કાન્તીભાઈ સુંદરભાઇ પરમાર(ઉ.વ.૫૨, રહે. જામનગર રોડ, બજરંગ વાડી પાસે, રાજકોટ)નું ગઈકાલે સારવાર દરમિયાન રાજકોટની સિવિલ હોસ્પીટલમાં મોત થયું હતું.

અગાઉ આ બનાવમાં ધનજીભાઈ કરશનભાઈ ગઢવી(ઉ.વ.૬૪, રહે. કોઠારિયા મેઈન રોડ, વિવેકાનંદ નગર)નું સારવાર દરમિયાન મોત થયું હતું. પાળની કંપનમાં સર્જાયેલા દુર્ઘટનાએ બે નો ભોગ લીધો છે. કાન્તીભાઈના મૃત્યુની તપાસ સહિતની આગળની કાર્યવાહી યુનીવર્સીટી પોલીસે હાથ ધરી છે.

ધોરાજીના કલાણાં ગામની પોસ્ટઓફિસમાં પોસ્તમાસ્તરે રૂ.૭૫ હજારની ઉચાપત કરી


જોકે માસ્તરે પૈસા ભરી દિધા પણ "રોલ" કરતા
પાટણવાવ પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ

રાજકોટ તા.૧૨
ધોરાજી તાલુકાના કલાણા ગામની પોસ્ટ ઓફીસના પોસ્ટ માસ્તરે રૂપિયા ૭૫ હજાર પોતાના અંગત ઉપયોગ માટે રોલ કરી મોડા જમા કરાવ્યાની પાટણ પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ધોરાજી તાલુકાના કલાણા ગામે પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતા જનકરાય પોપટલાલ પંડ્યા પોતાની ફરજ દરમિયાન તા.૧૬ મી ડિસેમ્બરે રૂપિયા ૭૫૦૦૦/- પોસ્ટના ચોપડે જમા લીધા નહોતા. બાદમાં તા.૨૧ નારોજ ૩૦૦૦૦/-, તા.૨૨-૧૨ નારોજ ૨૦૦૦૦/- તમજ તા.૨૬-૧૨-૧૭ ના રોજ ૨૫૦૦૦/- જમા કરી દીધા હતા.

પણ આટલો સમય રૂ.૭૫ હજારનો રોલ કરવા બદલ જનકભાઈ સામે પ્રશાંત કલ્યાણજી પીલોજપરા(રહે.મોતીબાગ, જુનાગઢ, મૂળ રાજકોટ શ્યામનગર-૪, નાનામવા રોડ, રાજકોટ)એ પાટણવાવ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ આર.એ.ભોજાણીએ પોસ્ટમાસ્તર સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ચૂલામાં કેરોસીન નાખવ જતા થાનગઢની પરિણીતા અકસ્માતે દાઝી જતા સારવારમાં


રાજકોટ તા.૧૨
સુરેન્દ્રનગરના થાનગઢ ગામે ગઈકાલે ચુલા પર રસોઈ બનાવતી વખતે ચૂલામાં થયેલા ભડકાથી દાઝી ગયેલી પરિણીતાને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ખસેડાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢ ગામે રહેતા ચિરાગભાઈ રાજેશભાઈ સોઢા નામના વાલ્મીકી યુવાનના પત્ની કાજલબેન(ઉ.વ.૨૨) ગઈકાલે ચુલા પર રસોઈ બનાવતા હતા. દરમિયાન કાજલબેન ચુલામાં કેરોસીન પૂરતા હતા હતા ત્યાર અકસ્માતે થયેલા ભડકામાં તે દાઝી જતા તેણીને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ખસેડાઈ છે.
પોલીસના જણાવ્યા અનુસાર કાજલબેનના  સાસુ-સસરા હયાત નથી. તેમના માવતર થાનગઢ નજીકના રાણીપાટ ગામે રહે છે. કાજલબેન લગ્નનો ૯ માસનો ગાળો ધરાવે છે. અને ૩ માસના ગર્ભ સાથે સગર્ભા તરીકે દિવસો ગાળો ધરાવે છે. હોસ્પિટલ ચોકી સુત્રોએ જરૂરી કાગળો કરી સંબંધિત પોલીસને મોકલવા તજવીજ હાથ ધરી છે.

રામોદના જગદીશ રાઠોડ પર ૩ શખ્શોનો પ્લાસ્ટિકના પાઈપથી હુમલો : ફરિયાદ



બાઈકની સાઈડ આપવા બાબતે બોલાચાલી કરી રમેશ ગજેરા, મુકેશ ગજેરા અને ચંદ્રેશ શેખડા જગદીશ પર તૂટી પડ્યા : હુમલાખોરો સામે એટ્રોસિટી સહિતની કલમો અન્વયે ગુનો નોંધાયો

રાજકોટ તા.૧૨
કોટડાસાંગાણીના રામોદ ગામે બે દિવસ પહેલા બાઈકની સાઈડ આપવા જેવી નજીવી બાબતે અનુજાતિ યુવાન પર ત્ર પટેલ શખ્શોએ હુમલો કરી જાતી પ્રત્યે હડધૂત કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ કોટડાસાંગાણી તાલુકાના રામોદ ગામે રહેતા જગદીશ રમેશ રાઠોડ નામના ૨૪ વર્ષીય યુવાનને રોડ પર " ઈન્ડીકેટર ચાલુ કર્યા વગર ગાડી કેમ ઉભી રાખે છે " તેવું કહી બોલાચાલી કરી તે જ ગામના રમેશ નાનજી ગજેરા, મુકેશ નાનજી ગજેરા અને ચંદ્રેશ માલજી શેખડા એમ ત્રણ શખ્શોએ પીવીસીના પાઈપ વડે હુમલો કરી, જાતી પ્રત્યે હડધૂત કરી નાશી છૂટ્યા હતા.
આ બાબતે જગદીશ રાઠોડે કોટડાસાંગાણી પોલીસમાં ફરિયાદ નોંધાવતા એસસીએસટી સેલ, રાજકોટ રૂરલના નાયબ પોલીસ અધિક્ષક એસ.એસ.મહેતાએ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

નવાગઢની પરિણીતાને સાસરિયાઓએ માર મારી ઘરમાંથી કાઢી મુક્યાની રાવ



યોગીતાબેન વેકરીયાએ શહેર પોલીસમાં પતી, સાસુ, સસરા, દેર, દેરાણી સામે ફરિયાદ નોંધાવી



જેતપુરના નવાગઢ વિસ્તારમાં રહેતી એક પટેલ પરિણીતાને સાસરીયાઓએ ત્રાસ આપી પહેરેલ લુગડે ઘરમાંથી કાઢી મુકાયાની જેતપુર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ નવાગઢ પટેલ ચોક પાસે રહેતી યોગીતાબેન હસમુખભાઈ વેકરીયા(ઉ.વ.૨૮) ને સાસરિયાઓએ " તું ઘરકામ બરાબર કરતી નથી, કરિયાવર ઓછો લાવી છો" વિગેરે બાબતે અવારનવાર મ્હેણાં ટોણા મારી, મારકૂટ કરી, ગાળો આપી, ઘરમાંથી પહેરેલ લુગડે કાઢી મુક્ત યોગીતાબેન તેમના જુનાગઢ(ખામધ્રોળ) સ્થિત પિતાના ઘરે ચાલ્યા ગયા છે.

ફરિયાદમાં આરોપીઓ તરીકે દર્શાવાયેલા સાસરિયાઓમાં પતિ હસમુખ કેશુ વેકરીયા, સસરા કેશુ હરી વેકરીયા, સાસુ હેમીબેન કેશુભાઈ વેકરીયા,, દિયર હિતેશ કેશુ વેકરીયા અને દેરાણી માધુરી હિતેશ વેકરીયાના નામોનો સમાવેશ થાય છે. જેતપુર સીટી પોલીસના એ.એસ.આઈ. જે.વી.સીઘલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અપહરણ-પોક્સોના ગુનામાં ભાગતો ફરતો'તો : અઢી વર્ષથી નાસતો ફરતો આરોપી સાગર પરમાર પડધરીમાંથી ઝડપાયો


રાજકોટ ગ્રામ્ય  એલ.સી.બી. ની ટીમેં પકડી લીધો
રાજકોટ તા.૧૨
રાજકોટ ગ્રામ્ય  એલ.સી.બી. ની ટીમેં  ગઈકાલે કેશોદ પોલીસના અપહરણ અને પોક્સો ગુનામાં છેલ્લા અઢી વર્ષ થયા નાસતા ફરતા એક આરોપીને પકડી પાડી ધોરણસરની કાર્યાવાહી હાથ ધરી હતી.
મળતી વિગતો મુજબ રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક  બલરામ મીણાની સુચના  અન્વયે એલસીબીના .પો. ઇન્સ  જે એમ ચાવડા તથા
પીએસઆઈ  એચ..જે.જાડેજા ના માર્ગદર્શન હેઠળ  નાસતા ફરતા આરોપીને પકડવા આપી હતી. જે કામગીરી માટે બ્રિજરાજસિંહ જાડેજા, અમિતભાઇ કનેરીયા, મયુરસિંહ જાડેજા, રાહિમભાઇ દલ વિગેરે પડધરી પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલિંગમા હતા.
દરમિયાન આ સ્ટાફને મળેલી બાતમીના આધારે  કેશોદ પોલીસના અપહરણ અને પોકસોના ગુનામાં છેલ્લા અઢી વર્ષથી નાસતા ફરતા સાગર ઉર્ફે કવો નગીન પરમાર (રહે.કેશોદ) ને પડધરી થી પકડી પાડી પડધરી પોલીસને સોંપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ટંકારા તાલુકાના મીતાણા ગામની ઘટના સુરેશે મુક્કો મારી મોટાભાઈ મહેશ પારધીની આંખ ફોડી નાખી : દેશી દારૂ લેવા જતા હુમલો

તબીબીઓએ ઓપરેશન કરી મહેશની આંખનો ડોળો કાઢી નાખ્યો : જાણકારોમાં અરેરાટી

રાજકોટ તા.૧૨
ટંકારા તાલુકાના મીતાણા ગામે ગઈકાલે દેશી દારૂ લેવા ગયેલા મોટાભાઈ પર હુમલો કરી નાનાભાઈએ મુક્કો મારી આંખ ફોડી નાખી હતી. તબીબોએ ઓપરેશન કરી મહેશની આંખનો ડોળો કાઢી નાખતા પરિવારજનોમાં અને જાણકારોમાં અરેરાટી વ્યાપી છે.



પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના મીતાણા ગામે રહેતો અને દારૂ પીવાની ટેવ ધરાવતો મહેશ મનુ પારધી (ઉ.વ.૩૫) ગઈકાલે ગામમાં દેશી દારૂ વેચતા સુરેશ મોહન પારધી પાસે દારૂ લેવા ગયો હતો. ત્યારે કોઈ વાતની બોલાચાલી થતા કાકાના દિકરા નાનાભાઈ એવા સુરેશે મહેશભાઈ પર હુમલો કરી એક મુક્કો મારી આંખ ફોડી નાખતા મહેશભાઈને લોહી નીગળતી હાલતમાં દવાખાને ખસેડાયા હતા.

જ્યાં તબીબોએ ઓપેરેશન દ્વારા મહેશભાઈની આંખનો ડોળો કાઢી નાખતા તેમને આજીવન એક આંખ ગુમાવવાની ખોટ પડી ગઈ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ બિછાનેથી મહેશભાઈના પરિવારજનોએ પોલીસ અને તબીબોને જણાવેલ કે, મહેશભાઈ સેન્ટીંગ કામ કરે છે. અપરણિત છે. ૨ ભાઈ અને ૧ બેહેનમાં મોટો ભાઈ છે.

ગઈકાલે કાકાના દિકરા એવા ભાઈ સુરેશ પાસે દારૂ લેવા ગયો ત્યારે માથાકૂટ થઇ હતી. માતાએ પણ હોસ્પીટલમાં રોકકળ વચ્ચે વલોપાત કર્યો હતો કે, ઘરમાં કમાનાર દિકરાને આવી રીતે આંખ ગુમાવવાનો વારો આવતા હવે તે પરિવારનું કેમ ગુજરાન ચલાવશે ? આ બનાવના જાણકારોમાં પણ અરેરાટી વ્યાપી ગઈ છે.

શનિવાર, 8 ડિસેમ્બર, 2018

મંડલીકપૂર નજીક પાટીદડના બાઈક ચાલકને હડફેટે લેનાર રીક્ષા ચાલક સામે ગુનો નોંધાયો


આજથી એકાદ મહિના પહેલા જેતપુર તાલુકાના મંડલીકપુર ગામ નજીક રીક્ષા હડફેટે ચડેલા પાટીદડના બાઈક ચાલકને ગંભીર ઈજાઓ થઇ હોવાની ગઈકાલે જેતપુર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.
    પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકાના પાટીદડ ગામે રહેતા નવનીતભાઈ ખીમજીભાઈ ખાચર નામના આધેડને ગઈ તા.૧૨ મી નવેમ્બરે જેતપુર તાલુકાના મંડલીકપુર ગામે રોડ પર જીજે ૦૪ વી ૯૪૪૦ નંબરની રીક્ષા ચાલકે હડફેટે લેતા માથામાં, શરીરે અને પાંસળી-આંગળીમાં ફ્રેકચર જેવી ગંભીર ઈજાઓ થઇ હતી.
    આ બાબતે ગઈકાલે ઈજાગ્રસ્ત આધેડના પત્ની હર્ષાબેન નવનીતભાઈ ખાચરે જેતપુર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા એ.એસ.આઈ. પી.બી.વાઘેલાએ તપાસ હાથ ધરી છે.

શુક્રવાર, 7 ડિસેમ્બર, 2018

ધારીના ફાચરીયા ગામની કરુણ ઘટના ચાલુ ચુલા નજીક કેરોસીન ઢોળાયું ને થયેલા ભડકામાં બાળક દાઝ્યો : મોત

વિંછીયાના મોટી લાખવડ ગામે નજીવી બાબતે
૨ યુવાનો પર ૩ શખ્શોનો
ધારિયા-કુહાડીથી ખૂની હુમલો

સામસામી ફરિયાદોમાં ૬ શખ્શો સામે ગુનો નોંધાયો : ૪ ની ધરપકડ

રાજકોટ તા.૭
વિંછીયા તાલુકાના મોટી લાખવડ ગામે બે મહિના પહેલા મકાનની દીવાલ બાબતે થયેલા ઝગડાનો ખાર રાખી બે યુવાનો પર ત્રણ શખ્શોએ ધરિયા-કુહાડી વડે ખૂની હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ૨ શખ્શોની ધરપકડ કરી, ત્રીજાની શોધખોળ સાથે તપાસ હાથ ધરી છે. તો સામા પક્ષે પણ ૩ શખ્શો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ૬ શખ્શો સામે ગુનો નોંધી ૪ ની ધરપકડ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ વિંછીયા તાલુકાના મોટી લાખવડ ગામે રહેતા રણછોડભાઈ ઉર્ફે મુન્નાભાઈ રૂપાભાઇ સાંબડ (ઉ.વ.૨૮) અને તેમના નાના ભાઈ રામશી ઉપર ગભરુ સવશી સાંબડ, વિભા સવશી સાંબડ અને સવશી મેઘા સાંબડ એમ ત્રણેય શખ્શોએ ધારિયા કુહાડી વડે ખૂની હુમલો કરતા રણછોડભાઈ અને રામશીને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પીટલે ખસેડાયા હતા.

રણછોડભાઈએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, બે મહિના પહેલા તેમના મકાનની દીવાલ બાબતે માથાકૂટ થઇ હોય, આ વાતનો ખાર રાખી ઉપરોક્ત ત્રણેય શખ્શોએ તેમના પર હુમલો કર્યો હતો. પીએસઆઈ વી.એમ.કોલાદરાએ ગણતરીની કલાકોમાં વિભાભાઇ અને સવશીભાઈની ધરપકડ કરી ગભરૂભાઈની શોધખોળ આદરી છે. 

તો સામા પક્ષે ગભરુ સવશી સાંબડ(ઉ.વ,૩૨)એ પણ રણછોડ રૂપા, રામશી રૂપા અને રૂપા મોતી સામે ધરિયા વડે હુમલો કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે રણછોડ અને રૂપાની ધરપકડ કરી રામશીની અટક કરવા કવાયત આદરી છે.
************************

પારડીની મહિલાને રાજકોટના સાસરિયાનો ત્રાસ
તારે અહી રહેવું હોય તો રૂપિયા ૫૦ હજાર
લઇ આવ નહીતર જાનથી મારી નાખીશું

પહેરેલ કપડે કાઢી મુક્ત શાપર(વે.)પોલીસમાં મહિલાની ફરિયાદ

રાજકોટ તા.૭
શાપર(વેરાવળ)નજીકના પારડી ગામે રહેતી પરિણીતાને રાજકોટ સ્થિત સાસરીયાઓએ શારીરિક માનસિક ત્રાસ આપી પિયરમાંથી રૂપિયા લઇ આવવાનું કહી પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મુક્યાની શાપર(વે.)પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસે પતિ, સાસુ, નણંદ સામે ગુનો નોંધી તમામની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટમાં મોરબી રોડ, નાની ફાટક પાસે , રાજા લક્ષ્મી સોસાયટી-૩ માં રહેતી ધારાબેન ચેતનભાઈ ચૌહાણ નામની ૨૨ વર્ષની પરિણીતાને સાસરીયાઓએ કરિયાવર, કામકાજ બાબતે અવારનવાર મ્હેણાં, ટોણા મારી ઢીકાપાટુનો માર મારી ઘરમાંથી કાઢી મૂકી હતી.

ફરિયાદમાં પરિણીતાએ જણાવ્યું છે કે તા.૧૭-૬-૨૦૧૭ ના રોજ લગ્ન થયા પછી માત્ર ચાર મહિનાના ટૂંકા ગાળામાં જ પતિ ચેતન તુલસી ચૌહાણ, સાસુ ભાનુબેન કાળુભાઈ પૈજા, તેમજ નણંદ જાગૃતિ માનીશ વેકરીયાએ શારીરિક માનસિક ત્રાસ શરુ કર્યો હતો.

અને છેલ્લે "તારે અહી રહેવું હોય તો માવતરિયેથી રૂપિયા ૫૦ હજાર લઇ આવ નહીતર જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી, માર મારી ઘરમાંથી કાઢી મૂકી છે. સંસાર હવે લાંબો ચલાવવો મુશ્કેલ જણાતાં ધારાબેને શાપર નજીકના પારડી ગામે રાજ પેટ્રોલ પંપ પાછળ, ગાયત્રી પાર્કમાં રહેતા પિતા પ્રદીપભાઈ હેમંતભાઈ વ્યાસના ઘરે આવી જઈને શાપર વેરાવળ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ધારબેનની ફરિયાદ પરથી શાપર પોલીસના મહિલા પીએસઆઈ સી.એસ.વાછાણીએ ગુનો નોંધી ધારાબેનના પતી, સાસુ અને નણંદની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. 
*************************

ઘર પાસે સાંઠીઓ મૂકી રસ્તો બંધ કરવાની વાતમાં બોલાચાલી બાદ બઘડાટી બોલી

વિંછીયાના સનાળી ગામે મીનાબેન અસવાર પર
૫ મહિલા સહીત ૭ નો ધારિયા-ગુપ્તીથી  હુમલો

મીનાબેન પર હેતલ, સોનલ, સરદારસંગ, નંદા, સોનલ પ્રહલાદ,
સુજાબેન અને દાનસંગભાઈ તૂટી પડ્યા : હુમલામાં ગુપ્તીનો પણ ઉપયોગ

રાજકોટ તા.૭
વિંછીયા તાલુકાના સનાળી ગામે ઘર પાસે સાંઠીઓ મૂકી રસ્તો બંધ કરવાની વાતમાં બોલાચાલી બાદ મામલો બઘડાટી સુધી પહોચી જતા એક મહિલા પર ૫ મહિલા સહીત ૭ શખ્શોએ લોખંડનો પાઈપ અને ગુપ્તી, ધારિયું અને કુહાડા અને લોખંડની કોંસ વડે હુમલો કરી ઈજા પહોચાડ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ વિંછીયા તાલુકાના સનાળી ગામે રહેતા મીનાબેન કરણભાઈ અસવાર(ઉ.વ.૩૨) પર તે જ ગામના હેતલબેન દાનસંગભાઈ રાઠોડ, સોનલબેન દાનસંગભાઈ રાઠોડ, સરદારસંગ દાનસંગ રાઠોડ, નંદાબેન દાનસંગભાઈ રાઠોડ, સોનલબેન પ્રહલાદભાઈ રાઠોડ, સુજાબેન દાનસંગભાઈ રાઠોડ તેમજ દાનસંગભાઈ કાળુભાઈ રાઠોડ વિગેરેએ એકસંપ કરી લોખંડનો પાઈપ અને ગુપ્તી વડે હુમલો કરતા મીનાબેનને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.

દવાખાને મીનાબેને પોલીસને જણાવેલ કે, આરોપીઓએ તેમના ઘર પાસે સાંઠીઓ ખડકી રસ્તો બંધ કર્યો હોય, આ બાબતે ટપારવા જતા લાજવાને બદલે ગાજેલા ઉપરોક્ત આરોપીઓએ તેમના પર હુમલો કર્યો હતો. વિંછીયા પોલીસના જમાદાર બી.બી.સિંગે ૫ મહિલા સહીત ૭ સામે ગુનો નોંધી તમામની અટક કરવા તજવીજ હાથ ધીર છે.
*****************************


જેતપુરમાં એકટીવા હડફેટે વડીયાના
ઇલેક્ટ્રિક ધંધાર્થીનું સારવારમાં મૃત્યુ
રાજકોટ તા.૭

ગઈકાલે જેતપુરમાં સરદારચોક પાસે એકટીવાની હડફેટે ચડેલા વડીયાના પ્રોઢનું સારવાર દરમિયાન રાજકોટની સિવિલ હોસ્પીટલમાં મૃત્યુ થયું હતું. પોલીસે એકટીવા ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ અમરેલી જીલ્લાના વડીયા ગામે મોરભાઈ ચોક વિસ્તારમાં રહેતા ધનસુખપૂરી રેવાપુરી ગોસ્વામી (ઉ.વ.૫૪)નામના બાવાજી પ્રોઢ જેતપુરમાં પંખા સહિતનો ઇલેક્ટ્રિકનો પરચુરણ માલસામાન લેવા ગયા હતા.

દરીમીયાન જેતપુરમાં સરદાર ચોકમાં તેઓ જતા હતા ત્યારે એક એકટીવા ચાલકે તેમને હડફેટે લેતા ધનસુખભાઈને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. પણ ત્યાં તેમની સ્થિતિ ગંભીર જણાતા વધુ સારવાર માટે આ બાવાજી પ્રોઢને રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ બાબતે વિગતો આપતા તેમના એકના એક પુત્ર રુદ્ર(ઉ.વ.૧૪)એ જણાવેલ કે ગઈકાલે તેમના પિતા જેતપુર ગયા ત્યારે આ બનાવ બન્યો હતો. મૃતક ધનસુખભાઈ ઇલેક્ટ્રિકના નાના મોટા ધંધા સાથે સંકળાયેલા છે. પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
*********************

ધારીના ફાચરીયા ગામની કરુણ ઘટના
ચાલુ ચુલા નજીક કેરોસીન ઢોળાયું ને
થયેલા ભડકામાં બાળક દાઝ્યો : મોત

સંજયભાઈ પાટડિયાના ત્રણ સંતાનોમાં દીપ સૌથી
નાનો દોઢ વરસનો પુત્ર હતો : કોળી પરિવારમાં શોક

રાજકોટ તા.૭
અમરેલી જીલ્લાના, ધારી તાલુકાના ફાચરીયા ગામે ગઈકાલે અકસ્માતે દાઝી ગયેલા એક દોઢ વર્ષના બાળકનું રાજકોટની સિવિલ હોસ્પીટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. બાળક ઘરમાં રમતો હતો ત્યારે આ અકસ્માત થતા કોળી પરિવારજનોમાં શોક ફેલાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ધારી તાલુકાના ફાચરીયા ગામે ગઈકાલે સાંજે ચારેક વાગ્યાની આસપાસ સંજયભાઈ પાટડિયા નામના કોળી યુવાનના ઘરે તેમનો દોઢ વર્ષનો બાળક દીપ રમતો હતો.


ત્યારે અચાનક ઘરમાં કેરોસીનની સીસી ઢોળા તા. નજીકમાં જ ચાલુ ચૂલામાં ભડકો થતા દીપ ગંભીર રીતે ચુલાના જાળમાં લપેટાઈ જતા, દીપ ગંભીર રીતે દાઝી જતા પ્રથમ ધરી, અમરેલી બાદ વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ખસેડાયેલ. જ્યાં આજે દીપનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

બનાવ બાબતે વધુ વિગતો આપતા દીપના પિતા સંજયભાઈ પાટડિયાએ જણાવેલ કે, તેમને સંતાનમાં એક પુત્રી ભૂમિકા(ઉ.વ.૧૦), બે પુત્રોમાં તીર્થ (ઉ.વ.૩) અને સૌથી નાનો દીપ(દોઢ વર્ષ) છે. સંજયભાઈ રીક્ષા ચલાવવાની મજુરીકામ કરે છે. બનાવથી કોળી પરિવારજનોમાં અરેરાટી સાથે શોક વ્યાપી ગયો છે.
*****************


રોડ પર આડી ઉતારેલી ગાયને બચાવવા જતા
પોરબંદર હાઈવે પર બાઈક સ્લીપ થયું

જામરાવલના યુવાનનું સારવારમાં મોત
રાજકોટ તા.૭
ગઈકાલે પોરબંદર હાઈવે પર રોડ પર આડી ઉતરેલી ગાયને બચાવવા જતા, બાઈક સ્લીપ થઇ જતા ઘવાયેલા બે યુવાનોમાં એકનું સારવાર દરમિયાન રાજકોટની સિવિલ હોસ્પીટલમાં મૃત્યુ થયું હતું. જયારે બીજાયુવાનને સારવાર અપાઈ રહી છે.
પ્રાપ્ત વિગતો મુજબ દેવભૂમિ દ્વારકા, જીલ્લાના, કલ્યાણપુર તાલુકાના જામરાવલ ગામના બે યુવાનો મોહનભાઈ રણમલભાઈ વાઘેલા(ઉ.વ.૪૦) અને નાગાભાઈ અરજણભાઈ ગામી(ઉ.વ.૩૫) પોતાનું પૈક લઈને પોરબંદર હાઈવે, કુતિયાણાથી આગળ પહોંચ્યા ત્યારે રોડ પર અચાનક ગાય આડી ઉતરતા, ગાયને બચાવવા જતા બાઈક સ્લીપ થઇ જતા બને ગંભીર રીતે ઘાયલ થતા પ્રથમ પોરબંદર પ્રાથમિક સારવાર અપાવી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા.
જ્યાં નાગાભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જ્યારે મોહનભાઈને સિવિલ હોસ્પીટલના વોર્ડ-8 માં સારવાર અપાઈ રહી છે. બનાવના હોસ્પિટલ ચોકી સુત્રોએ કાગળો કરી સંબંધિત પોલીસને મોકલવા તજવીજ હાથ ધરી છે.
****************


કાલાવડ તાલુકામાં ટેકાના ભાવે ખરીદાતી
મગફળીમાં લાગવગશાહીના આક્ષેપો


કાલાવડ તાલુકાના ખેડૂતો સાથે જામનગર જીલ્લાના સંબંધિતો ભેદભાવની નીતિ રાખતા હોય તેમ ટેકાના ભાવે ખરીદાતી મગફળીની વાતમાં લાગવગશાહી ચાલતી હોવાના રામદેવસિંહ રતુભા જાડેજાએ આક્ષેપો સાથે જામનગર જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી છે.


રજુઆતમાં અરજદારે જણાવ્યું છે કે, ટેકાના ભાવે મગફળી વેંચાણ કરતા ખેડૂતોને પોતાની મગફળીના વેંચાણ સેન્ટર પર પોતાના નામનું રજીસ્ટ્રેશન, અરજી કરવાની હોય છે. અરજી રજીસ્ટ્રેશન માટે કાલાવડ ખાતે માર્કેટ યાર્ડ(શાકભાજી)માં કાર્યવાહી થાય છે. ને ત્યાર બાદ મગફળી ખરીદ સેન્ટર નાની વાવડી રોડ, કાલાવડ ખાતે ખરીદ કરવામાં આવે છે. પરંતુ કાલાવડના મામલતદાર તેમનો સ્ટાફ રજીસ્ટ્રેશન સેન્ટર મુજબના નામાવલીનું લીસ્ટ ખરીદ સેન્ટર પર ધ્યાને લેવામાં આવતું નથી. રાજકીય વગદાર ખેડૂતોની મગફળી પહેલા ખરીદવામાં આવે છે.

ગયા વર્ષે પણ ખેડૂતોના હિતને ધ્યાને લઈને આ બાબતે અવારનવાર રજુઆતો કરાઈ હતી. પણ તંત્ર આ બાબતે હજુ પણ બેધ્યાન રહેતા હોય ખેડૂતોમાં હાલાકી વધી રહી છે. રામદેવસિંહ જાડેજાએ રજુઆતમાં એમ પણ જણાવેલ છે કે મગફળી ખરીદ કેન્દ્ર પર સીસી કેમેરા મુકવાની માંગ હજુ ઠેરની ઠેર છે. પરિણામે મગફળી ખરીદી કેન્દ્ર પર ગેરરીતી ચાલતી હોવાનો તેમનો આક્ષેપ છે.
*****************************

૪ વર્ષથી અપહરણના ગુનામાં

નાસતો ફરતો જામનગર પંથકનો
દિવ્યેશ મકવાણા પકડાયો

બુટાવદરના શખ્શને રાજકોટ રૂરલ
એસ.ઓ.જી.એ વડવાજડીથી પકડ્યો

રાજકોટ તા.૭
રાજકોટ રૂરલ એસ.ઓ.જી.એ ગઈકાલે પાટણવાવ પોલીસના અપહરણના ગુનામાં છેલ્લા ૪ વર્ષ થયા નાસતા ફરતા જામનગર પંથકના આરોપીને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અપહરણનો ભોગ બનનાર યુવતીને પણ હસ્તગત કરી પાટણવાવ પોલીસને સોંપી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે  રૂરલ એસ.ઓ.જી.ના પીઆઈ મહેન્દ્રસિંહ રાણા પોતાના સ્ટાફ સાથે મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આવા સમયે આજથી ૪ વર્ષ પહેલા અપહરણ કરાયેલ અને આ અંગે પાટણવાવ પોલીસમાં નોંધાયેલ ગુનાવાળી યુવતી વડવાજડી ગામે રહેતી હોવાની બાતમી મળી હતી.


પોલીસ કાફલાએ  આ ગામે પહોચી અપહ્યુત યુવતીને શોધી કાઢી પૂછપરછ કરતા તેણી જામનગર જીલ્લાના, જામજોધપુર તાલુકાના, બુટાવદરના દિવ્યેશ નાનજી મકવાણા સાથે પત્ની તરીકે રહેતી હોવાની કબુલાત આપી હતી.

જે વાત પરથી પોલીસે દિવ્યેશની અપહ્યુત યુવતી સાથે અટક કરી પાટણવાવ પોલીસને સોંપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી . યુવતી અને અપહરણકાર યુવાનને પકડવા એસઓજીના પીઆઈ એમ.એન.રાણા, જમાદાર વિજયભાઈ ચાવડા, ઉપેન્દ્રસિંહ જાડેજા, સંજયભાઈ નિરંજની, દિનેશભાઈ ગોંડલિયા, સહીલભાઈ વિગેરે રોકાયા હતા.