રાજકોટના જાણીતા એડવોકેટ રમેશભાઈ રામાણીના કહેવા મુજબ ભગવાન કે ઘર મેં દેર હૈ પર અંધેર નહી હૈ.. આ જાણીતી કહેવત કાયદો અને ન્યાયતંત્રમાં પણ લાગુ પડે છે. જયારે ન્યાય મેળવવામાં વિલંબ થાય ત્યારે લોકોએ થોડીક ધીરજ રાખીને ન્યાયતંત્ર ઉપર ચોક્કસ ભરોસો રાખવો જોઈએ
રમેશભાઈ રામાણી રાજકોટ
જીલ્લાના જસદણ તાલુકાના લીલાપુર ગામના વતની છે. તેમના કુટુંબનો મુળ વ્યવસાય
ખેતી છે. લેઉવા પટેલ સમાજમાંથી આવતા રમેશભાઈ રાજકોટમાં છેલ્લાં ૩૦ વર્ષથી સ્થાયી થયા છે. રમેશભાઈએ તેમના વતન
જસદણ અને વીંછિયામાં હાઈસ્કૂલ સુધીનો અભ્યાસ પૂર્ણ કરી રાજકોટ ની
ધર્મેન્દ્રસિંહ કોલેજમાં બી.એ પૂર્ણ કરી અહીંનીજ એ. એમ. પી. લો કોલેજમાં
વકીલાતનો અભ્યાસ કરી એલ.એલ.બી., ડી.એલ.એલ.પી., ની ૧૯૯૮ માં ડિગ્રી મેળવી
છે.
રમેશભાઈ છેલ્લા ૧૮ વર્ષથી સિવિલ, રેવન્યુ અને ક્રિમિનલને લગતી
પ્રેક્ટીસ કરે છે. તેમની કાર્યપધ્ધતિ તેમજ અનુભવને લીધે આજે તેઓ ખુબજ
મોટું મિત્રવર્તુળ - ક્લાયન્ટો તેમજ શુભેચ્છકો ધરાવે છે. રમેશભાઈને મળવા માટે રમેશભાઈ એચ. રામાણી (બી.એ, એલ.એલ.બી, ડી.એલ.એલ.પી) એડવોકેટ,
(ગુજરાત હાઈકોર્ટ), ૩૪૨ - એ, ૩ જો માળ, જય ખોડીયાર કોમ્પ્લેક્ષ, બસ
સ્ટેન્ડની સામે, રજપૂતપરા મેઈન રોડ, રાજકોટ - ૩૬૦ ૦૦૧ તેમજ મોબાઈલ ૯૩૭૫૭ ૨૦૭૪૧ / ૯૭૨૬૯ ૨૨૪૩૩ અને ઇમેઇલ rhramani.advocate@gmail.com ઉપર સંપર્ક કરી શકાય છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો