- ગત ફેબુ્-૨૦૧૮ માં પણ રાજીનામુ આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી
- સવા ચાર વર્ષ સુધી રજીસ્ટ્રાર તરીકેની કામગીરી સંભાળ્યા બાદ અંગત કારણથી
હોદ્દો છોડયો,
સૌરાષ્ટ્ર યુનિ.માં આંતરીક ખટપટ અને આંટીઘુટીવાળા વહીવટમાં સવાચાર વર્ષ સુધી કાર્યકારી રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવનારા ડો. ધીરેન પંડયાએ આજે અંગત કારણ દર્શાવી રજીસ્ટ્રાર પદેથી છૂટા થઈ જતાં યુનિ.ના તમામ કર્મચારીઓમાં ભારે ચકચાર મચી ગઈ હતી.
લાંબા સમય સુધી રજીસ્ટ્રાર તરીકેની કામગીરી સંભાળ્યા બાદ એક એક આજે રજીસ્ટ્રારનો ચાર્જ છોડી દેતા તેમની કામગીરીનો હવાલો અગાઉ રજીસ્ટ્રારનો કાર્યભાર સંભાળનાર એસસીએસટી સેલનાં ડેપ્યુટી રજીસ્ટ્રાર આર.જી. પરમારને સોંપવામાં આવ્યો હતો. તેઓ આવતીકાલ તા.૧૪ને શુક્રવારથી રજીસ્ટ્રાર તરીકે કામગીરી સંભાળશે.
સૌરાષ્ટ્ર યુનિ.માં રજીસ્ટ્રારની પોસ્ટ છેલ્લા એક દાયકા કરતાં વધુ સમયથી ખાલી રહી છે આ રજીસ્ટ્રારની જગ્યા ભરવા માટે અગાઉ અરજીઓ મગાવવામાં આવી હોવા છતાં નવી નિમણુંક કરવાને બદલે કાર્યકારી રજીસ્ટ્રારથી ગાડુ ગબડાવવામાં આવતું હતું. આ જગ્યા ઉપર ચાર વર્ષથી વધુ સમય સુધી ફરજ બજાવી આજે રાજીનામું આપી દઈ હોદા ઉપરથી મુક્ત થનાર ડો. ધીરેન પંડયાએ તેમની કામગીરીનો હિસાબ આપી જણાવ્યું હતું કે મારા ફરજ કામ દરમિયાન રૂા ૧૨૬ કરોડની ગ્રાન્ટ મળી છે યુનિ.ને એ ગ્રેડ પ્રાપ્ત થયો છે તેમજ ૭૮ મેજર રીસર્ચ પ્રોજેકટ ૩૫ માઈનોર રીસર્ચ પ્રોજેકટ ઉપરાંત ૪૦ હજાર વૃક્ષોનું નંદનવન ઉભુ કરવા સહિતનાં કામો થયા છે.
યુનિ.માં આધુનિક મેદાનો, લાયબ્રેરી, હોસ્ટેલ, વિવિધભવનો, સીસીડીસી સેન્ટર ભરતી મેળાસહિતના કામો થયા છે. અલબત તેમ છતાં તેઓએ અગાઉ ફેબુ્રઆરી ૨૦૧૮માં પણ અંગત કારણોથી રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
પરંતુ નવા અધિકારીની નિમણુંક નહી થતી હોવાથી આખરે આજે તેઓએ રાજીનામું ધરી દેતા રજીસ્ટ્રાર તરીકેની કામગીરીમાંથી મુક્ત કરવામાં આવ્યા હતાં. તેઓ હવે એચ.આર.ડી.સી.માં એસો. પ્રોફેસર તરીકે કામગીરી સંભાળશે. વધુમાં તેઓએ રાજીનામા પાછળ કોઈની સાથે મનભેદ કે મતભેદ નહી હોવાનું જણાવ્યું હતું.
યુનિ.ના કાર્યકારી રજીસ્ટ્રાર ડો. નિલાબંરીબેન દવે એ પણ ડો. ધીરેન પંડયાની કાર્યનિષ્ઠા પ્રત્યે સંતોષ વ્યક્ત કરી તેમની કૌટુંબિક જવાબદારી સંભાળવા માટે તેઓએ રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું. યુનિ. માં લાંબા સમયથી કુલપતિ રજીસ્ટ્રાર, પરીક્ષા નિયામક, એકેડેમીક ઓફિસર સહિતની ખાલી પડેલી જગ્યાઓને લીધે દિન-પ્રતિદિન વહીવટ વિવાદાસ્પદ બ નતો રહ્યો છે.
આગામી વર્ષ દરમિયાન નેકના એક્રીડીએશન યુનિ. પુરજોશથી તૈયારી કરી રહી છે. ત્યારે રજીસ્ટ્રાર જેવા મહત્વના પદ ઉપરથી ડો. ધીરેન પંડયાએ રાજીનામું આપતા આંતરીક ખટપટ હવે ચરમસીમાએ પહોંચી ગઈ હોવાની ચર્ચાઓ પણ સંભળાતી રહી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો