રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. ની ટીમેં પકડી લીધો
રાજકોટ તા.૧૨
રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. ની ટીમેં ગઈકાલે કેશોદ પોલીસના અપહરણ અને પોક્સો ગુનામાં છેલ્લા અઢી વર્ષ થયા નાસતા ફરતા એક આરોપીને પકડી પાડી ધોરણસરની કાર્યાવાહી હાથ ધરી હતી.
મળતી વિગતો મુજબ રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચના અન્વયે એલસીબીના .પો. ઇન્સ જે એમ ચાવડા તથા
પીએસઆઈ એચ..જે.જાડેજા ના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીને પકડવા આપી હતી. જે કામગીરી માટે બ્રિજરાજસિંહ જાડેજા, અમિતભાઇ કનેરીયા, મયુરસિંહ જાડેજા, રાહિમભાઇ દલ વિગેરે પડધરી પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલિંગમા હતા.
દરમિયાન આ સ્ટાફને મળેલી બાતમીના આધારે કેશોદ પોલીસના અપહરણ અને પોકસોના ગુનામાં છેલ્લા અઢી વર્ષથી નાસતા ફરતા સાગર ઉર્ફે કવો નગીન પરમાર (રહે.કેશોદ) ને પડધરી થી પકડી પાડી પડધરી પોલીસને સોંપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો