અનુયાયીઓ

શનિવાર, 18 મે, 2013

બનાસકાંઠા સંસદીય મતવિસ્‍તાર બહારની વ્‍યકિત ચૂંટણી પ્રચાર પુરો થયા પછી બનાસકાંઠામાં હાજર રહી શકશે નહીં.’’

ભારતના ચૂંટણી આયોગ ધ્વારા લોકસભા પેટા ચૂંટણીનો કાર્યક્રમ તારીખ ૩/૫/૨૦૧૩ ના રોજ જાહેર થયેલ છે. તે મુજબ ૨-બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગની પેટા ચૂંટણી માટે મતદાન તા. ૨/૦૬/૨૦૧૩ના રોજ યોજાનાર છે. અને મતગણતરી તા. ૦૫/૦૬/૨૦૧૩ ના રોજ હાથ ધરાનાર છે. તેમજ આ ચુંટણીની તમામ પ્રક્રિયા તા. ૭/૬/૨૦૧૩ ના રોજ પુરી થનાર છે.

ચૂંટણી દરમિયાન પ્રચાર ઝુંબેશનો સમયગાળો પુરો થયા બાદ (મતદાન સમાપ્‍તિ પહેલાના-૪૮ કલાકથી શરૂ કરીને) મતદાર વિભાગની બહારથી આવેલ હોય અને સબંધિત મતદાર વિભાગના મતદાર ન હોય તેવા રાજકીય હોદ્દેદારોએ (Political Functionaries) સબંધિત મતદાર વિસ્‍તારમાં હાજર રહેવા ઉપર ભારતના ચૂંટણી પંચની સૂચનાઓ મુજબ પ્રતિબંધ મુકવા જરૂરી જણાય છે આથી શ્રી જે. જી. હિંગરાજીયા, (આઇ.એ.એસ.) જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી, બનાસકાંઠાને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪થી મળેલ સત્તાની રૂએ નીચેની વિગતે પ્રતિબંધ મુકવા હુકમ કરવામાં આવે છે.

 (૧) ૨- બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગમાં પેટા ચૂંટણી અન્‍વયે પ્રચાર ઝુંબેશનો સમયગાળો પુરો થયા બાદ (મતદાન સમાપ્‍તિ પહેલાના ૪૮ કલાકથી શરૂ કરીને) મતદાર વિભાગની બહારથી આવેલ હોય અને સબંધિત મતદાર વિભાગના મતદાર ન હોય તેવા રાજકીય હોદ્દેદારો (Political Functionaries) સબંધિત મતદાર વિસ્‍તારમાં હાજર રહી શકશે નહીં. વધુમાં આ હુકમ સંબંધિત મતદાર વિભાગમાં ચૂંટણી લડતા ઉમેદવારો અને તેમના ચૂંટણી એજન્‍ટોને લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કનાર ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ            તા. ૨/૬/૨૦૧૩ સુધી અમલમાં રહેશે.

ચૂંટણી પ્રચાર માટે પરવાનગી વિના વાહનોનો ઉપયોગ નહીં કરી શકાય.


ભારતના ચૂંટણી આયોગ ધ્વારા લોકસભા પેટા ચૂંટણીનો કાર્યક્રમ તારીખ ૩/૫/૨૦૧૩ ના રોજ જાહેર થયેલ છે. તે મુજબ ૨-બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગની પેટા ચૂંટણી માટે મતદાન તા. ૨/૦૬/૨૦૧૩ના રોજ યોજાનાર છે અને મતગણતરી તા. ૦૫/૦૬/૨૦૧૩ ના રોજ હાથ ધરાનાર છે. તેમજ આ ચુંટણીની તમામ પ્રક્રિયા તા. ૭/૬/૨૦૧૩ ના રોજ પુરી થનાર છે.

ચૂંટણી દરમિયાન ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર માટે ઉપયોગમાં લેવામાં આવતાં વાહનો ઉપર ભારતના ચૂંટણી પંચની સુચનાઓ ધ્‍યાને લેતાં કેટલાક નિયંત્રણો મુકવા જરૂરી જણાય છે. આથી શ્રી જે. જી. હિંગરાજીયા, (આઇ.એ.એસ.) જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી, બનાસકાંઠાને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪થી મળેલ સત્તાની રૂએ નીચેની વિગતે પ્રતિબંધ મુકવા હુકમ કરવામાં આવે છે.

(૧) સમગ્ર બનાસકાંઠા જિલ્‍લામાં લોકસભા પેટા ચૂંટણી અન્‍વયે ચૂંટણીના પ્રચાર માટે ઉપયોગમાં લેવામાં આવતા વાહન ચૂંટણી અધિકારી કે તેમણે અધિકૃત કરેલા સક્ષમ અધિકારીની પૂર્વ પરવાનગી વિના ઉપયોગમાં લઇ શકાશે નહીં. પરવાનગી મેળવેલ વાહનનો જે તે વિધાનસભા મતદાર વિસ્‍તારમાં જ તેનો ઉપયોગ કરી શકાશે. (૨) મતદાનના દિવસે ઉમેદવાર તેમના પોતાના માટે એક વાહન, ચૂંટણી એજન્‍ટ માટે એક વાહન અને પક્ષના કાર્યકરોનો ઉપયોગમાં એક વાહન મળી કૂલ ત્રણ જ વાહનો ચૂંટણી અધિકારી કે તેમણે અધિકૃત કરેલા સક્ષમ અધિકારીની પૂર્વ પરવાનગી મેળવી ઉપયોગ કરી શકશે. આ જાહેરનામાનો ભંગ કનાર ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ તા. ૨/૬/૨૦૧૩ સુધી અમલમાં રહેશે.

‘‘ કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૧૩ ’’ મેળવી લેવો :


નવસારીઃ  ધોરણ-૧૦ અને ધોરણ-૧૨માં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓ તથા સ્‍નાતક થયેલા શિક્ષિત યુવાનો માટે મહત્ત્વની કારકિર્દી ઘડવામાં માર્ગદર્શકરૂપ ગુજરાત રોજગાર સમાચાર '' કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૧૩'' માહિતીખાતા દ્વારા પ્રસિધ્‍ધ કરવામાં આવ્‍યો છે. આ વિશેષાંક રૂા.૨૦/-ની છૂટક કિંમતે વહેલા તે પહેલાના ધોરણે જિલ્લા માહિતી કચેરી, જિલ્લા સેવાસદન, એ/૩, બહુમાળી ભવન, જુનાથાણા, નવસારી ખાતેથી કચેરી સમય દરમિયાન મળી રહેશે.

 માહિતીખાતા દ્વારા દર વર્ષે ધોરણ-૧૦ અને ૧૨ વિદ્યાર્થીઓ અને સ્‍નાતકોને કારકિર્દી પસંદ કરવામાં સહાયરૂપ થવાના હેતુથી વિશેષાંક પ્રકાશિત કરવાની પ્રણાલી રહી છે. આ વર્ષે પણ વિવિધ વિષયો જેવાં કે, ધોરણ-૧૦ પછીના અભ્‍યાસક્રમો, ડિપ્‍લોમાં એન્‍જિનિયરીંગના અભ્‍યાસક્રમો, ધોરણ-૧૨ પછીના વિવિધ અભ્‍યાસક્રમો, સ્‍નાતક પછીના અભ્‍યાસક્રમો, સ્‍પર્ધાત્‍મક, પરીક્ષાઓ, વિવિધ પ્રવેશ પરીક્ષાઓ, સંરક્ષણ દળમાં પ્રાપ્‍ય રોજગારી જેવા વિષયોને આવરી લેતાં નિષ્‍ણાંત અને તજજ્ઞ લેખકો દ્વારા લખાયેલા ઉપયોગી લેખો-અદ્યતન સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્‍યો છે. આ અંક વહેલા તે પહેલાના ધોરણે મેળવી લેવા માહિતી વિભાગ ઘ્‍વારા જણાવાયું છે.

 

નવસારી તાલુકા પંચાયતને શ્રેષ્‍ઠ તાલુકા પંચાયત એવોર્ડ :


 નવસારીઃ ભારત સરકાર ઘ્‍વારા પંચાયતીરાજ સંસ્‍થાઓને પ્રોત્‍સાહન આપવાની યોજના હેઠળ ૨૦૧૧-૧૨ ના વર્ષમાં રાજયની શ્રેષ્‍ઠ નવસારી તાલુકા પંચાયત ને જાહેર કરવામાં આવી છે. દિલ્‍હી ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી હસુમતીબેન પટેલને ભારત સરકારના પંચાયત મંત્રીશ્રીના હસ્‍તે પ્રમાણપત્ર અને એવોર્ડ એનાયત કરાયો હતો. નવસારી તાલુકા પંચાયતને રૂા.૨૦ લાખનો પુરસ્‍કાર પ્રાપ્‍ત થયો છે.

જિલ્લા કલેક્ટરશ્રી રાકેશ શંકરના અધ્યક્ષપદે જિલ્લા સંકલન સમિતિની મળેલી બેઠક

પ્રજાકીય સમસ્યાઓ - લોકપ્રશ્નોના વાજબી અને ઝડપી ઉકેલ દ્વારા પ્રજાજનોને  લોકાભિમુખ વહિવટની પ્રતીતિ કરાવવા જિલ્લા કલેક્ટરશ્રી રાકેશ શંકરનો અનુરોધ

સરકારી બાકી લ્હેણાંની વસુલાત ઘનિષ્ઠ બનાવવા સુચના

આકસ્મિક સંજોગો અને પૂર્વ મંજૂરી સિવાય ગેરહાજર રહેનાર અધિકારીઓ સામે સખ્તાઇના પગલાંનો દિશાનિર્દેશ


 રાજપીપળા

જિલ્લા કલેક્ટરશ્રી રાકેશ શંકરે વિવિધ સરકારી વિભાગોમાં રજૂ થતી પ્રજાકીય સમસ્યાઓ - લોકપ્રશ્નોનો સમયમર્યાદામાં વાજબી અને ઝડપી ઉકેલ આવે તે દિશાના પ્રયાસોને વધુ સઘન બનાવી, નાગરિક અધિકારપત્ર મુજબ પ્રજાજનોને તેમના હક્ક પ્રાપ્તિની સાથે લોકાભિમુખ વહિવટની પ્રતીતિ થાય તે જોવા અમલીકરણ અધિકારીઓને ખાસ અનુરોધ કર્યો હતો.

 જિલ્લા કલેક્ટરશ્રી રાકેશ શંકરે જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં તમામ અમલીકરણ અધિકારીઓને અચૂક હાજર રહેવાની કડક સુચના આપતા જણાવ્યું હતું કે, આ બેઠકમાં આકસ્મિક સંજોગો અને પૂર્વ મંજુરી સિવાય કોઇપણ અધિકારીની ગેરહાજરી કોઇપણ સંજોગોમાં સાંખી લેવાશે નહી અને આવા અધિકારીઓ સામે સખ્તાઇના પગલાં ભરવાનો પણ તેમણે દિશાનિર્દેશ કર્યો હતો.

જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી એસ.છાકછુઆક, નિવાસી અધિક કલેક્ટર શ્રીમતી રંજનબેન વાળા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી ઝાલા સહિત જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલી જિલ્લા સંકલન સમિતિને બેઠકને સંબોધતા શ્રી રાકેશ શંકરે દરેક વિભાગોની મુદ્દાવાર સમીક્ષા કરતાં બાકી સેન્સસ તુમારો અને લોકરજૂઆતો વગેરેનો સમયસર નિકાલ કરવાની ભારપૂર્વક હિમાયત કરી હતી.

વલસાડની ૩૫ વર્ષિય મહિલા ભાનુબેન પટેલ ગુમ થઇ :


વલસાડઃ વલસાડ શહેરના તીથલ રોડ સ્‍થિત ગુજરાત હાઉસીંગ બોર્ડ, બ્‍લોક નંબર-૪, રૂમ નંબર-૯૧ ખાતે રહેતી ૩૫ વર્ષિય મહિલા નામે ભાનુબેન દિલીપભાઇ અજયભાઇ કોળી પટેલ ગુમ થઇ છે. વલસાડના નાયબ પોલીસ અધિક્ષક તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવ્‍યા અનુસાર ભાનુબેન દિલીપભાઇ અજયભાઇ કોળી પટેલ ઘરેથી કોઇને પણ, કંઇ પણ કહ્યા વિના કયાંક ચાલી જતા ગુમ થઇ છે, તે આજદિન સુધી મળી આવેલ નથી. ગુમ થનાર શરીરે મજબૂત બાંધાની, રંગે ઘંઉવર્ણી, ઊંચાઇ ૪ ફૂટ-૩ ઇંચ, મોઢુ લંબગોળ, આંખમાં રતાપણા છે. ગુમ થતી વખતે આ મહિલાએ કાળા રંગનો પંજાબી ડ્રેસ પહેરેલ હતો. તેણી ગુજરાતી ભાષા જાણે છે. આ વર્ણનવાળી મહિલાની ભાળ કે પત્તો મળે તો વલસાડ ટાઉન પોલીસ સ્‍ટેશનનો ફોન નંબર : ૦૨૬૩૨-૨૪૪૨૩૩ ઉપર સંપર્ક સાધવા જણાવાયુ છે.

માહિતી ખાતા દ્વારા પ્રકાશિત કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક ૨૦૧૩ મેળવવા સંપર્ક કરો


 સૂરતઃ ધો.૧૦ અને ધો.૧૨ પછીના પરિણામો બાદ વિઘાર્થીઓ અને વાલીઓને પોતાના બાળકો માટે કારકિર્દીનું કયું ક્ષેત્ર પસંદ કરવું  તે મૂંઝવણનો વિષય થઇ પડે છે. વૈશ્વિક સ્‍તરે ઉજજવળ કારકિર્દીના અનેક ક્ષેત્રો છે. અઘતન ટેકનોલોજી અને વૈશ્વિક કક્ષાએ બદલાતા સમયના પરિપ્રેક્ષ્યમાં રોજગારીના નવા ક્ષેત્રો વિકસ્‍યા છે. આવા નિર્ણાયક તબકકે વિઘાર્થીઓને યોગ્‍ય માર્ગદર્શન અને ઉપયોગી માહિતીની જરૂરિયાત હોય તે સ્‍વાભાવિક છે.  આવા સમયે વિઘાર્થીઓને તેમની મનગમતી ઉજજવળ કારકિર્દી ઘડવા માટે યોગ્‍ય વિકલ્‍પ પસંદ કરવા માટે રાજય સરકારના માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ગુજરાત રોજગાર સમચાર કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક ૨૦૧૩ તેમના માટે પથદર્શક બની રહેશે.

આજના આધુનિક યુગમાં રોજેરોજ નવા વ્‍યવસાયોની ઉપલબ્‍ધ થતી અઢળક તકોમાંથી યોગ્‍ય તક ઝડપવા યોગ્‍ય અભ્‍યાસની પસંદગીવ્‍યકિતના વિકાસના દ્વાર ખોલવામાં પાયાનું પ્રદાન કરે છે. વાલીઓ અને વિઘાર્થી મિત્રો સમજદારીપૂર્વક ભાવિ કારકિર્દીની પસંદગી કરે એ વર્તમાન સમયમાં અતિ આવશ્‍યક છે. માહિતી વિભાગ દ્વારા ધો.૧૦ અને ધો.૧૨ પછીના ૨૬૦ પાનાના દળદાર વિશેષાંક અનુભવી તજજ્ઞ લેખકો દ્વારા તૈયાર કરાયેલ અઘતન માહિતી સાથે વૈવિધ્‍યસભર માર્ગદર્શન આપતા લેખો વિઘાર્થીઓ માટે ભાગ્‍યવિધાતા બની રહેશે. આ અંકમાં ધો.૧૦ અને ધો.૧૨ પછીના અભ્‍યાસક્રમો ઉપરાંત સ્‍નાતકઅનુસ્‍નાતક પછીના અભ્‍યાસક્રમોનો સમાવેશ કરવામાં આવ્‍યો છે. માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ આ ગુજરાત રોજગાર સમાચાર કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક ૨૦૧૩ ની છૂટક વેચાણ કિંમત રૂપિયા ૨૦-૦૦ છે.આ અંક મેળવવા માટેᅠᅠદક્ષિણ ઝોન પ્રાદેશિક માહિતી કચેરી, સ્‍ટેટ બેંકની પાછળ,ચોકબજાર  ખાતેથી જાહેર રજાઓના દિવસો સિવાય કચેરી સમય દરમિયાન મળી શકશે તેમ સંયુકત માહિતી નિયામક શ્રી મહેશચંદ્ર કટારાએ એક યાદી દ્વારા જણાવ્‍યું છે.

ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર




ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

Link to ઋષિ ચિંતનના સાંનિધ્યમાં

પ્રાર્થના આત્માનું પાથેય

Posted: 16 May 2013 10:08 PM PDT

પ્રાર્થના આત્માનું પાથેય પ્રાર્થના એ ભોજન કરતા કરોડગણી વધારે ઉ૫યોગી ચીજ છે. ખાવાનું ભલે ચૂકી જવાય, ૫રંતુ પ્રાર્થના ક્યારેય ચૂકવી ન જોઈએ. પ્રાર્થના તો આત્માનું ભોજન છે. જો આ૫ણે આખો દિવસ ઈશ્વરનું ચિંતન કર્યા કરીએ તો બહુ સારું, ૫ણ જો કે તે બધા માટે સંભવ નથી. એટલે આ૫ણે દરરોજ ઓછામાં ઓછું થોડાક સમય માટે ઈશ્વર […]

મનોવિકાર આ૫ણા સૌથી મોટા શત્રુ

Posted: 16 May 2013 10:02 PM PDT

મનોવિકાર આ૫ણા સૌથી મોટા શત્રુ આ૫ અભાવગ્રસ્ત છો. જરૂરિયાતોથી પીડાવ છો તો તેમાં ક્ષુબ્ધ અથવા અસંતુષ્ટ રહેવાનું શું કામ ? અસંતોષ આ૫ની આ પીડાઓનો ઉ૫ચાર નથી. તેનો ઉ૫ચાર છે – વધુમાં વધુ ૫રિશ્રમ અને પુરુષાર્થ. પૌરુષ અને શ્રમશીલતાની શકિત આ૫ને ઈશ્વર તરફથી મળી જ છે. તેનો ઉ૫યોગ કરો અને પોતાની પીડાઓથી મૂકત થઈ જાવ. જો […]
You are subscribed to email updates from ઋષિ ચિંતનના સાંનિધ્યમાં
To stop receiving these emails, you may unsubscribe now.
Email delivery powered by Google
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610

FLOATING MARKET, BANGKOK

FLOATING MARKET, BANGKOK, THAILAND




























































જૈન તીર્થ, તિર્થંકરોની અથ થી ઇતી સુધીની માહિતી


જૈન તીર્થ, તિર્થંકરોની અથ થી ઇતી સુધીની માહિતી

નિરમા યુનિવર્સિટીમાં અભ્‍યાસ કરતા ધર્માનુરાગી જૈન યુવાન ચિંતન મહેતાએ જૈન ધર્મને તિર્થોનું અને જૈનોના ૨૪ તીર્થંકરોની અથ થી ઇતિ સુધીની માહિતી આપતું જૈન લેગસી નામનું પ્રોજેકટ તૈયાર કરી લોન્‍ચ કર્યો છે. આ ઉપરાંત આ પ્રોજેકટમાં જૈન ધર્મના મેગેઝીન, તેમના લેખક, લેખકનો પરિચય વગેરે માહિતી તથા જૈન ઉત્‍સવો અને એ ઉત્‍સવ પાછળનું મહત્‍વ પણ સમાવિષ્‍ટ કર્યું છે. તેની અદંર મેપની મદદથી લોકેશનની માહીતી પુરી પાડવામાં આવી છે. જયારે લોકો કોઇ પણ તીર્થ સ્‍થળ ઉપર જવાનુ પસંદ કરશે ત્‍યારે તેમને ઘણી બધી મદંદ કરશે. મને બીજા કરતા કઈક અલગ કરવાનો વિચાર આવ્‍યો જેના કારણે મે આ બનાવ્‍યુ છે એને ભવિષ્‍યમાં પણ દરેક ધર્મના લોકોને મદદ કરી શકાય તેવુ કામ કરવાની ઈચ્‍છા છે. ચિંતને એવો પ્રોજેક્‍ટ બનાવ્‍યો છે કે જેનાથી ફોટોગ્રાફ્‌સ, ઇતિહાસ, જગ્‍યાનું સરનામું વગેરે માહીતી મળી રહેશે. આ પ્રોજેક્‍ટ વિન્‍ડો માટે અને વિન્‍ડો ૮ ડેસ્‍ટોપ ટેબલેટમાં ચલાવી શકાય. આમા માઈક્રો સોફટ અપલોડ કરી કુલ ૧૪૬ દેશની એપ્‍લીકેશન ડાઉન લોડ કરી શકાય છે. આનો મૂળ હેતુ જૈન પીપલ અને અન્‍યને પણ હેલ્‍પફૂલ થવાનો છે. આ અંગે ચિતન મહેતા  કહે છે કે આ એપ્‍લીકેશનમાં જૈનતીર્થ વિશેની બધી માહીતી, બધા ફોટોગ્રાફ, તેનો ઈતિહાસ જગ્‍યાનુ સરનામુ વગેરે જેવી તમામ માહીતી જેતે તીર્થના મૂળ નાયક, ત્‍યાંની ધર્મશાળા અને આજુ બાજુના તીર્થ તેમજ તેની આજુ બાજુની નજીકનુ બસસ્‍ટેન્‍ડ તથા એરપોર્ટની તમામ સુવીધાઓ મુકવામાં આવી છે. ૨૪ તીર્થકર ભગવાનુ નામ તેમનુ ભૂતકાળનુ નામ ભવિષ્‍યનુ નામ જન્‍મ તારીખ તેમની દિક્ષા તારીખ, મોક્ષ તેમનો પરીચય, સ્‍વર્ગવાસ, તેમનુ નિર્માણ સ્‍થળ જેવી તમામ માહીતી પુરી પાડી છે. આમ પણ આપણા ગુજરાતમાં જૈનતીર્થ વધુ પ્રમાણમાં છે. કેટલાંક લોકો એવા પણ છે કે જેઓ આવા તીર્થધામની મુલાકાત લેવા ઇચ્‍છતા હોય છે. પણ માહીતીના અભાવે તેઓ મુલાકાત લઇ શકતા નથી. આ એપ્‍લીકેશન હેલ્‍પફૂલ બનશે.

MAANA LAKSHANO PUTRINE PAARNAMATHI..PHOTO CAPTION BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-9974262812-9909520812

MAANA LAKSHANO PUTRINE PAARNAMATHI.
PHOTO CAPTION BY KASHYAP JOSHI
JETALSAR-JETPUR
9974262812
9909520812

શુક્રવાર, 17 મે, 2013

સ્વામી નારાયણ મંદિરનો શત વાર્ષિક પાટોત્સવ યોજાયો


મહેસાણા જિલ્લાના મોટપ ખાતે સ્વામી નારાયણ મંદિર ખાતે શત વાર્ષિક પાટોત્સવ યોજાયો હતો. ૧૨ થી ૧૬ મે દરમિયાન ચાલતા આ ભાગવદ સપ્તાહના પુર્ણાહુતિપ્રસંગે  ગૃહ રાજ્ય મંત્રીશ્રી રજનીકાન્ત પટેલે વિશેષ હાજરી આપી હતી.ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ કૌશલેન્દ્ર પ્રસાદ મહારાજ સાથે પોથી પુજન કરી વિશેષ આરતી કરી હતી. તેમજ સ્વામી નારાયણ ભગવાનના આશિર્વચનમેળવ્યા હતા

 

 

 

રાજ્ય સરકારે સહકારી ક્ષેત્રે આગવી પ્રગતિ કરી છે. –-ગૃહમંત્રીશ્રી રજનીકાન્ત પટેલ

દુધસાગરડેરી હોલ ખાતે સહકારી શૈક્ષણિક સેમીનાર યોજાયો

કૃષિ મહોત્સવ થકી ખેડુતોસધ્ધર થતા બેન્કમાં થાપણો મુકતા થયા છે. -નાણા મંત્રીશ્રી નિતીનભાઇ પટેલ


મહેસાણા જિલ્લા દુધ સાગર ડેરી હોલ ખાતે  ઉત્તર ગુજરાત અર્બન કો,ઓપ બેન્ક ફેડરેશન મહેસાણા દ્વારા સહકારી શૈક્ષણિક સમેનાર યોજવામાં આવ્યો હતો. ટેક્ષશન અને વીમા ચેક્સ અર્પણ કાર્યક્રમમાં નાણાં અને આરોગ્ય મંત્રીશ્રી નિતીનભાઇ પટેલ,ગૃહ રાજ્ય મંત્રીશ્રી રજનીકાન્ત પટેલ,પુર્વ મંત્રીશ્રી અનિલભાઇ પટેલ,નિવૃત એડીશનલ રજિસ્ટ્રારશ્રી જી.કે.પંડ્યા ચાર્ટડ એકાઉન્ટ હસમુખભાઇ દોશી સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રંસગે નાણા મંત્રીશ્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે કૃષિ મહોત્સવ અંતર્ગત ખેડુતોને રાજ્ય સરકાર દ્વારા ઉત્તમ બિયારણ,રોટા વેટર,સ્પ્રીકલર ,ઓઇલ એન્જીન ,ટ્રકટર વગેરે ૧૫૦ કરોડના માત્ર યાંત્રિક સાધનો આપવાનું કામ કર્યું છે. મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ખેડુતોની વિશેષ કાળજી લીધી છે. પરિણામે ખેડુતો સાધન સંપન્ન અને સુખી જીવન જીવતા થયા છે આજે ઉત્તર ગુજરાતના ખેડુતો ધિરાણ લેવાને બદલે બેન્કમાં થાપણો મુકતા થયા છે. તેનો શ્રેય બેન્કો ઉપારંત ઉત્તર ગુજરાતની સહકારી સંસ્થાઓને જાય છે. આજે ધિરાણની સાથે સેવાનો વિકલ્પ સહકારી સંસ્થાઓએ ઉપાડી લીધેલ છે તેના માધ્યમથી અકસમાત વિમા યોજના અંતર્ગત અસરગ્રસત ખેડુતોના પરિવારને ૧ લાખના ચેક તેમણે અર્પણ કર્યા હતા મંત્રીશ્રીએ ફ્લડ  આઇ  ટી ટુ યોજના અંતર્ગત કે.જી થી પી.જી ના વ્યાપમાં આવતા લાભાર્થી વિર્ધાર્થીઓને  કોમ્પયુટર સાધન સહાય વિતરણ કર્યા હતા

રાધનપુર ખાતે મુખ્યમંત્રીશ્રીએ કૃષિ સ્ટોલ અને પશુ આરોગ્ય મેળાના ડોમની મુલાકાત લીધી


રાધનપુર ખાતે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કૃષિ મહોત્સવ-૨૦૧૩નો પ્રારંભ કરાવ્યો હતો. તે પ્રસંગે કૃષિ યુનિવર્સિટીના વિવિધ પ્રદર્શન સ્ટોલ અને પશુ આરોગ્ય મેળાના ડોમની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ ગૌ પુજન કર્યું હતું. તે સમયે મુખ્યમંત્રીશ્રીને પશુપાલન અને સહકાર તથા ગૌસેવા અને મત્સ્યદ્યોગના સેક્રેટરી દ્વારા ગાય-વાછરડીનું સ્મૃતિચિન્હ અર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાણાં મંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, કૃષિ મંત્રીશ્રી બાબુભાઇ બોખીરીયા તથા મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

પાટણ જિલ્લાનું ગૌરવ અમદાવાદ ખાતે અકાદમી સ્થાપના દિને પાટણના ગૌરવ પુરસ્કૃત કલાકાર મુગટલાલ નાયકનું વિશિષ્ટ સન્માન કરાયું


      ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર દ્વારા અકાદમી સ્થાપના દિને ગુજરાતના ૧૨ કલાકારોનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાટણના રહેવાસી ગૌરવ પુરસ્કૃત કલાકાર શ્રી મુગટલાલ અમથાલાલ નાયકનું જયસુંદરી નાટયગૃહ, અમદાવાદ ખાતે તાજેતરમાં ગુજરાત રાજય સંગીત નાટક અકાદમીના સચિવશ્રી ર્ડા. પ્રદિપ આઝાદના હસ્તે શિલ્ડ અને શાલથી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.

શ્રી મુગટલાલ નાયક ૧૫ વર્ષની ઉંમરથી તેમના વડીલોની જુની રંગભૂમિ ભવાઇમાં સ્ત્રી પાત્ર અનોખી રીતે ભજવતા હતા. કલાકારોની ભવાઇ મંડળ બનાવી ગુજરાત અને ગુજરાત બહારના રાજયોમાં કાર્યક્રમો રજુ કરી ગુજરાતની લોક સંસ્કૃતિને ઉજાગર કરી હતી. શ્રી નાયક સાત બેડા નૃત્ય નવરંગ ગરબો કરી લોકોના મન મોહી લેતા હતા.

કસબી કલાકાર શ્રી મુગટલાલની કલા ક્ષેત્રે ગૌરવપુર્ણ કામગીરીને લીધે તા. ૦૩/૦૯/૨૦૧૨ના રોજ પૂર્વ મંત્રીશ્રી ફકીરભાઇ વાઘેલાના હસ્તે રૂ. ૫૧ હજારનો ચેક અને તાંબાના શીલ્ડથી વિશિષ્ટ સન્માન  કરવામાં આવ્યું હતું. 

પાલનપુર સરકીટ હાઉસ ખાતે ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી હરેન્દ્ર વીરસિંહને મળી શકાશે.’’


લોકસભા પેટા ચૂંટણી-૨૦૧૩ અન્વયે બનાસકાંઠા જીલ્લા માટે ભારતના ચૂંટણીપંચ તરફથી કામગીરીની દેખરેખ માટે ચૂંટણી નિરીક્ષકશ્રીઓ (ઓબ્ઝર્વરશ્રીઓ)ની નિમણુંક કરવામાં આવી છે. જેમાં ૧૦-દાંતા, ૧૨-પાલનપુર, અને ૧૩-ડીસા વિધાનસભા મતદાર વિભાગના નિરીક્ષક(ઓબ્ઝર્વર) તરીકે શ્રી હરેન્દ્રવીરસિંહની નિમણુંક કરવામાં આવી છે. તેઓશ્રીનું પાલનપુરમાં આગમન થઇ ગયું છે. તેમના સંપર્ક માટેનો નંબર-૦૨૭૪૨-૨૫૩૩૮૬ છે અને મોબાઇલ નં. ૮૧૪૧૦ ૯૯૫૬૫ છે. તેઓશ્રી પાલનપુર સરકીટ હાઉસ ખાતે સવારના ૯ થી ૧૦ કલાક સુધી મુલાકાતીઓને મળી શકશે. તેમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી બનાસકાંઠા ધ્વારા જણાવાયું છે.

 

ચૂંટણીને અનુલક્ષી જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી દ્વારા  હથિયાર પરવાનેદારો માટે જાહેરનામું પ્રસિધ્ધ કરાયું.

ભારતના ચૂંટણી આયોગ ધ્વારા ૨-બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગની પેટા ચૂંટણીની જાહેરાત થયેલ હોઇ આદર્શ આચાર સંહિતા અમલી બની છે. તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા તા.૭/૬/૨૦૧૩ સુધી પૂર્ણ કરવાની છે. આ ચૂંટણી દરમ્‍યાન કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે માટે જરૂરી પ્રબંધ કરવો આવશ્‍યક જણાય છે. જે ધ્‍યાને લેતા બનાસકાંઠા જિલ્‍લાના હથિયાર પરવાનેદારોએ ધારણ કરેલ હથિયારના સંદર્ભમાં કેટલાંક પ્રતિબંધ મૂકવાનું આવશ્‍યક જણાય છે.             

શ્રી જે.જી.હિંગરાજીયા(આઇ.એ.એસ.)જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી, બનાસકાંઠા પાલનપુરને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ ની કલમ ૧૪૪ થી મળેલ સત્તાની રૂએ હુકમ ફરમાવાવમાં આવે છે. કે (૧) બનાસકાંઠા જિલ્‍લાના સમગ્ર વિસ્‍તારમાં કોઇ વ્‍યકિતને શસ્ત્ર  અધિનિયમ-૧૯૫૯ ની કલમ-૨ની વ્‍યાખ્‍યામાં આવતું કોઇપણ શસ્‍ત્ર ધારણ કરી ફરવુ નહિ. તેમજ હથિયાર પોતાના રહેઠાણના સ્‍થળે સેફ કસ્ટડીમાં રાખવા. (૨) નીચે દર્શાવ્‍યા મુજબના વ્‍યકિતઓએ ધારણ કરેલ હથિયાર પરવાના હેઠળના પરવાનેદારોના સંદર્ભમાં વ્‍યકિતગત અને વિગતવાર સમીક્ષા કરીને તેમના હથિયાર જે તે પોલીસ સ્‍ટેશનમાં જમા લેવા માટે પોલીસ અધિક્ષકશ્રી બનાસકાંઠાને અધિકૃત કરવામાં આવે છે.(અ). જામીન ઉપર છોડેલી વ્‍યકિતઓ (બ). ફોજદારી ગુનાઓ કર્યાની ભૂમિકાવાળી વ્‍યકિતઓ (ક). હુલ્‍લડના ગુનામાં ખાસ કરીને ચૂંટણી સમય દરમ્‍યાન સંડોવાયેલ વ્‍યકિતઓ (ઙ) ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ વ્યકિતઓ (ઇ). મેળા દરમ્‍યાન કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવામાં બાધકરૂપ થાય તેમ હોય તેવા ઇસમો. સમય મર્યાદામાં નોટીસ બજાવી શકાય તેમ ન હોય અને સુનાવણી આપવાનું શક્ય ન હોઇ ઉપર પેરામાં જણાવેલ હુકમમાં ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ જાહેર કરવામાં આવે છે. આ આદેશ કાયદો અને વ્‍યવસ્‍થાનો ચાર્જ સંભાળતા અધિકારીશ્રીઓ, સુરક્ષા કર્મચારીઓને લાગુ પડશે નહિ. આ આદેશનો ભંગ કનાર ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ તા. ૭/૬/૨૦૧૩ સુધી અમલમાં રહેશે.

ચૂંટણી દરમ્‍યાન ચાર કે તેથી વધુ વ્‍યકિતઓએ  ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું.

ભારતના ચૂંટણી આયોગ ધ્વારા ૨-બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગની પેટા ચૂંટણીની જાહેરાત થયેલ હોઇ આદર્શ આચાર સંહિતા અમલી બની છે. તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા તા.૭/૬/૨૦૧૩ સુધી પૂર્ણ કરવાની છે. આ ચૂંટણી દરમ્‍યાન ઉમેદવારો તથા તેમના કાર્યકરો દ્વારા પ્રચાર ઝુંબેશ માટે સભા,સરઘસ વિ.નીકળવાની શક્યતા હોવાથી બનાસકાંઠા જિલ્‍લાના સમગ્ર વિસ્તારમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓની કોઇ મંડળી-સરઘસની મનાઇ કરવાનું જણાય છે.             

શ્રી જે.જી.હિંગરાજીયા(આઇ.એ.એસ.) જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી, બનાસકાંઠા-પાલનપુરને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪થી મળેલ સત્તાની રૂએ ચૂંટણી હેઠળના બનાસકાંઠા જિલ્લાના સમગ્ર મતદાર વિસ્તારમાં તા. ૬/૫/૨૦૧૩ થી તા.૭/૬/૨૦૧૩ સુધી (બન્ને દિવસો સહિત) ચાર કે તેથી વધુ વ્યક્તિઓની કોઇ મંડળીને સભા ભરવા કે બોલાવવા તેમજ સરઘસ માટે મનાઇ ફરમાવવામાં આવે છે. આ હુકમ સરકારની નોકરીમાં તથા રોજગારમાં હોય તે વ્‍યકિતઓને, ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્‍યકિતઓને, કોઇ લગ્‍નના વરઘોડાને, કોઇપણ સ્‍મશાન યાત્રાને લાગુ પડશે નહી.

આ હુકમનો ભંગ અથવા ઉલ્‍લંધન કરવા બદલ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

ચૂંટણી દરમ્‍યાન પોષડોડા પરવાનેદારોએ પોષડોડાનું વેચાણ બંધ રાખવું."

ભારતના ચૂંટણી આયોગ ધ્વારા ૨-બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગની પેટા ચૂંટણીની જાહેરાત થયેલ હોઇ આદર્શ આચાર સંહિતા અમલી બની છે. તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા તા.૭/૬/૨૦૧૩ સુધી પૂર્ણ કરવાની થાય છે. બનાસકાંઠા જિલ્‍લાની કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ નજર સમક્ષ લેતાં જાહેર સુલેહ શાંતિ તેમજ જાહેર સુરક્ષા જાળવવા માટે બનાસકાંઠા જિલ્‍લામાં આવેલ તમામ પોષડોડા પરવાનેદાર દ્વારા થતા પોષડોડાનું વેચાણ ચૂંટણી થતા સુધી બંધ રાખવું જરૂરી જણાય છે.

આ જિલ્‍લામાં જાહેર સુલેહ શાંતિના ભાગરૂપે કેફી પદાર્થોનું વેચાણ બંધ રહે તે હેતુસર ગુજરાત પ્રોહીબેશન અધિનિયમ-૧૯૪૯ ની કલમ-૧૪૨ ની જોવાઇઓ અનુસાર બનાસકાંઠા જિલ્‍લાના તમામ પોષડોડા પરવાનેદારો દ્વારા તા. ૨૦/૦૫/૨૦૧૩ થી તા. ૫/૦૬/૨૦૧૩ સુધી (બંને દિવસો સહિત) પોષડોડાનું વેચાણ બંધ રાખવા ફરમાવવામાં આવે છે.                   

 

ચૂંટણી અધિકારીની કચેરીની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ત્રણથી વધુ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ."

ભારતના ચૂંટણી આયોગ ધ્વારા લોકસભા પેટા ચૂંટણીનો કાર્યક્રમ તારીખ ૩/૫/૨૦૧૩ ના રોજ જાહેર થયેલ છે. તે મુજબ ૨-બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગની પેટા ચૂંટણી માટે મતદાન તા. ૨/૦૬/૨૦૧૩ ના રોજ યોજાનાર છે. અને મતગણતરી તા. ૦૫/૦૬/૨૦૧૩ ના રોજ હાથ ધરાનાર છે.તેમજ આ ચુંટણીની તમામ પ્રક્રિયા તા. ૭/૬/૨૦૧૩ ના રોજ પુરી થનાર છે.

ચૂંટણી દરમિયાન ઉમેદવારી પત્રો ભરવા માટે ઉમેદવારો મોટી સંખ્‍યામાં ટેકેદારો તથા વાહનો સાથે આવતા હોય છે.જેના કારણે ચૂંટણી અધિકારીઓની કચેરીમાં તેમજ કમ્‍પાઉન્‍ડમાં અવ્‍યવસ્‍થા ઉભી થાય છે. આવી પરિસ્‍થિતી નિવારવા માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા આ અંગે કરેલ અધતન સુચના મુજબ કેટલાક નિયંત્રણો મુકવા જરૂરી જણાય છે.

શ્રી જે.જી. હિંગરાજીયા(આઇ.એ.એસ.) જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી, બનાસકાંઠા-પાલનપુરને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪થી મળેલ સત્તાની રૂએ ચૂંટણી સંદર્ભે ઉમેદવારી પત્રો ભરવા આવનાર ઉમેદવાર, ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં વધુમાં વધુ ત્રણ વાહનો સાથે રાખી પ્રવેશી શકશે. ઉમેદવારીપત્ર ભરતી વખતે ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં વધુમાં વધુ પાંચ વ્‍યકિતઓ (ઉમેદવાર સહિત) પ્રવેશી શકશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્‍લંધન કરવા બદલ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

ચૂંટણીને અનુલક્ષી કામચલાઉ ઝુંબેશ કચેરીઓ ઉપર કેટલાક પ્રતિબંધો મુકાયા."

ભારતના ચૂંટણી આયોગ ધ્વારા લોકસભા પેટા ચૂંટણીનો કાર્યક્રમ તારીખ ૩/૫/૨૦૧૩ ના રોજ જાહેર થયેલ છે. તે મુજબ ૨-બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગની પેટા ચૂંટણી માટે મતદાન તા. ૨/૦૬/૨૦૧૩ન રોજ યોજાનાર છે અને મતગણતરી તા. ૦૫/૦૬/૨૦૧૩ ના રોજ હાથ ધરાનાર છે.તેમજ આ ચુંટણીની તમામ પ્રક્રિયા તા. ૭/૬/૨૦૧૩ ના રોજ પુરી થનાર છે.

ચૂંટણી દરમિયાન જિલ્‍લાની કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તથા ચૂંટણી મુકત, ન્‍યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ ચૂંટણી પ્રક્રિયા દરમ્‍યાન લોકોની સલામતી રહે, સુલેહ શાંતિનો ભંગ થતો અટકાવી શકાય તે હેતુસર વિવિધ રાજકીય પક્ષો કે અન્‍ય વ્‍યકિતઓ દ્વારા સ્‍થાનિક ઝુંબેશના હેતુસર ઉભી કરવામાં આવતી કામચલાઉ ઝુંબેશ કચેરીઓ ઉપર ભારતના ચૂંટણી પંચની સુચનાઓ મુજબ કેટલાક નિયંત્રણો મુકવા જરૂરી જણાય છે.

શ્રી જે.જી.હિંગરાજીયા(આઇ.એ.એસ.)જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી, બનાસકાંઠા-પાલનપુરને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ મુજબ મળેલ સત્તાની રૂએ આથી ફરમાવે છે કે, લોકસભા પેટા ચૂંટણી દરમ્‍યાન વિવિધ રાજકીય પક્ષો કે અન્‍ય વ્‍યકિતઓ દ્વારા સ્‍થાનિક ઝુંબેશના હેતુસર નીચે દર્શાવેલ શરતોને આધીન રહીને જ કામચલાઉ ઝુંબેશ કચેરી ઉભી કરવાની અને ચલાવવાની મંજૂરી સંબંધિત ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા આપવામાં આવશે.

(૧) આવી કચેરી કોઇ જાહેર કે ખાનગી મિલકત ઉપર દબાણ કરીને ખોલી શકાશે નહીં. (૨) આવી કોઇ પણ કચેરી કોઇ ધાર્મિક સ્‍થળોએ અથવા તેના પ્રાગણમાં ઉભી કરી શકાશે નહીં. (૩) આવી કોઇ પણ કચેરી કોઇ શૈક્ષણિક સંસ્‍થા/હોસ્‍પિટલની બાજુમાં ઉભી કરી શકાશે નહીં. (૪) આવી કોઇ પણ કચેરી કોઇ મતદાન મથકના ૨૦૦ મીટરની અંદર ઉભી કરી શકાશે નહીં. (૫) આવી કચેરીઓ પક્ષના પ્રતીક/ફોટાગ્રાફ સહિત ફકત એકજ પક્ષનો ધ્‍વજ અને બેનર પ્રદર્શિત કરી શકશે. (૬) આવી કચેરીઓમાં ઉપયોગમાં લેવામાં આવેલા બેનર્સનું કદ ૪x૮ થી વધુ ન હોવું જોઇએ અને સ્‍થાનિક કાયદા હેઠળ બેનર/હોર્ડિગ્‍સ વગેરે માટે આનાથી ઓછું કદ નિર્દિષ્‍ટ કરવામાં આવ્‍યું હોય તો બેનરનું કદ તેનાથી વધુ ન હોવું જોઇએ. ઉપરોકત હુકમનો ભંગ કર્યે ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ કસુરવાર સામે પગલાં લેવાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ધાર્મિક સ્‍થળોનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે કરી શકાશે નહી."

ભારતના ચૂંટણી આયોગ ધ્વારા લોકસભા પેટા ચૂંટણીનો કાર્યક્રમ તારીખ ૩/૫/૨૦૧૩ ના રોજ જાહેર થયેલ છે. તે મુજબ ૨-બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગની પેટા ચૂંટણી માટે મતદાન તા. ૨/૦૬/૨૦૧૩ના રોજ યોજાનાર છે. અને મતગણતરી તા. ૦૫/૦૬/૨૦૧૩ ના રોજ હાથ ધરાનાર છે તેમજ આ ચુંટણીની તમામ પ્રક્રિયા તા. ૭/૬/૨૦૧૩ ના રોજ પુરી થનાર છે. તે અનુસાર ભારતના નિર્વાચન આયોગે બંધારણની કલમ-૩૨૪ હેઠળ તેમને મળેલ સત્તાની રૂએ ચૂંટણી પ્રક્રિયા દરમ્‍યાન આદર્શ આચાર સંહિતાનો અમલ કરવા મળેલ સુચનાઓ મુજબ ધાર્મિક સ્‍થળોનો ચૂંટણી પ્રચારના ઉપયોગ પર નિયંત્રણ રાખવાની જરૂર છે.

ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા ધાર્મિક સ્‍થળોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરવામાં આવે તો તેનાથી જાહેર જીવનને સમસ્‍યાઓ ઉભી થવા સંભવ છે. ચૂંટણીઓ મુકત અને ન્‍યાયી વાતાવરણમાં યોજાય તે માટે ચુંટણીતંત્ર પ્રયત્‍નશીલ છે. જેથી ધાર્મિક સ્‍થળોનો ચૂંટણીલક્ષી પ્રચાર માટે ઉપયોગ ન થાય તે માટે નિયંત્રણો મુકવા જરૂરી છે.

શ્રી જે. જી. હિંગરાજીયા (આઇ.એ.એસ.) જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી, બનાસકાંઠા-પાલનપુરને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ મુજબ મળેલ સત્તાની રૂએ આથી ફરમાવે છે કે, ૨-બનાસકાંઠા સંસદીય મતદાર વિસ્‍તારમાં આવેલ કોઇપણ મંદિર, મસ્‍જિદ, ચર્ચ, ગુરૂદ્વારા અથવા કોઇપણ ધાર્મિક પ્રાર્થના સ્‍થળોનો ચૂંટણીલક્ષી ભાષણો કે ચૂંટણીના કોઇપણ પ્રકારના હેતુ માટે તા. ૬/૫/૨૦૧૩ થી તા. ૨/૬/૨૦૧૩ સુધીના સમયગાળા દરમિયાન ઉપયોગ કરી શકાશે નહિ. આ હુકમનો ભંગ અથવા ઉલ્‍લંધન કરવા બદલ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

કૃષિ મહોત્‍સવ-૨૦૧૩ -ભિલોડા તાલુકાના ધંધાસણ ગામે કૃષિ મહોત્‍સવ યોજાયો.

સમગ્ર રાજયમાં ધરતીપુત્રોને કૃષિ સંશોધનોથી માહિતીગાર કરવા અને માર્ગદર્શન આપવા તાલુકે તાલુકે કૃષિરથનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેના અનુસંધાને આજ રોજ સાબરકાંઠા  જિલ્લાના ભિલોડા તાલુકાના ધંધાસણ ગામે કૃષિ મહોત્‍સવ યોજાયો હતો.

આ પ્રસંગે કૃષિ મહોત્‍સવના ઉદ્દઘાટક તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી ગંજાનંદભાઇ પ્રજાપતિએ જણાવ્‍યું હતું કે, ગામડાનો સર્વાગી વિકાસ કૃષિ વિના શકય નથી આથી ખેડૂતોએ સમૃધ્‍ધિમાં વધારો કરવા તેમજ કૃષિક્ષેત્રમાં આધૂનિક ખેત પધ્‍ધતિનો અને સુધારેલ ઓજારોથી કૃષિ વિષયક જાણકારી મેળવી આવકમાં બમણી કરવાનો અભિગમ રાજય સરકારનો છે જેથી ખેડૂતોએ કૃષિ ક્ષેત્રે  ઝડપથી વિકાસ  સાધવા ડ્રિપ ઇરિગેશન પધ્‍ધતિ અપનાવવા અનુરોધ કયો હતો.


પાલનપુર મુકામે ચૂંટણી ઓબ્‍ઝર્વરશ્રીઓની ઉપસ્‍થિતિમાં EVM મશીનોનું રેન્‍ડમાઇઝેશન કરાયું.'

બનાસકાંઠા સંસદીય વિસ્‍તારની પેટા ચૂંટણી આગામી તા. ૨ જી જુનના રોજ યોજવાની છે. જેની તૈયારીના ભાગરૂપે તંત્ર ધ્વારા સુંદર વ્યવસ્થાઓ ગોઠવાઇ છે. ગઇકાલે પાલનપુર મુકામે ચૂંટણી ઓબ્‍ઝર્વરશ્રીઓ, જિલ્‍લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી જે. જી. હિંગરાજીયા તથા માન્‍ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં EVM મશોનોનું રેન્‍ડમાઇઝેશન કરવામાં આવ્‍યું હતું. જિલ્‍લામાં કૂલ-૨૨૨૯ બેલેટ યુનિટ અને ૨૨૨૯ કંન્‍ટ્રોલ યુનિટની ફાળવણી કરવામાં આવી છે. નાયબ જિલ્‍લા ચૂંટણી અધિકારીશ્રી એન. એલ. પાંડોરના જણાવ્‍યા પ્રમાણે બનાસકાંઠા સંસદીય મતવિભાગની દરેક વિધાનસભામાં ૧૨૭ % પ્રમાણે EVM મશીનોની ફાળવણી કરવામાં આવી છે. જેમાંથી ૧૨૦ ટકા ચૂંટણી કામ માટે અને ૭ ટકા EVM મશીનો તાલીમ માટે ફાળવાયાં છે. તેમણે જણાવ્‍યું કે, તા. ૧૭ અને ૧૮ મે ના રોજ મતદાન સ્‍ટાફને તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં તમામ મતદાન સ્‍ટાફને તાલીમ અપાશે.

૧૭મી મે ના રોજ મોરઝીરા અને પીપલાઇ દેવી ખાતે કૃષિરથ તથા કિશાન સભા યોજાશે


વલસાડઃ ડાંગ જિલ્લા માં નવમાં કૃષિ મહોત્‍સવ-૨૦૧૩ની કરવામાં આવી રહેલી ઉજવણીના ભાગરૂપે આગામી તા. ૧૭/૫/૨૦૧૩ના રોજ કૃષિરથના નિયત થયેલા કાર્યક્રમ પ્રમાણે તાલુકા પંચાયત  ટાકલીપાડા સીટના ગામોમાં પરિભ્રમણ કરશે. સવારે ૮-૩૦ કલાકે પીપલાઇદેવી ખાતે કિશાન સભા યોજાશે. જ્‍યારે ગડદ તાલુકા પંચાયત સીટ વિસ્‍તારના ગામોમાં કૃષિરથ પરિભ્રમણ કરશે તથા મોરઝીરા ખાતે કિશાન સભા યોજાશે. જેમા ખેતીવાડી અધિકારીઓ કૃષિ વૈજ્ઞાનિકો,તજજ્ઞો દ્વારા આધુનિક વૈજ્ઞાનિક ખેતી પધ્‍ધતિઓ,સિંચાઇ પધ્‍ધતિઓ વાડી ઉછેર પ્રવૃતિ ,સોઇલ હેલ્‍થ કાર્ડ, પાક સંરક્ષક દવાઓનો  ઉપયોગ, સિઝન પ્રમાણે વારાફરથી પાકની ફેરબદલી કરી સમયસર વાવેતર કરવુ, ઓછા ખર્ચે ઓછા પાણીએ વધુ સિંચાઇ વિસ્‍તારને આવરી લેતી ટપક સિંચાઇ પધ્‍ધતિથી થતા ફાયદા તથા ગુણવત્‍તા યુકત પાકોનું ઉત્‍પાદન મેળવી શકાય તે અંગેની જાણકારી આપવામાં આવશે. તથા જુદી-જુદી કૃષિ સહાય યોજના હેઠળ કિટસનુ વિતરણ કરવામાં આવશે. પશુપાલન વિભાગ દ્વારા પશુપાલન કેમ્‍પમાં ખેડુતોના પશુઓને આરોગ્‍ય સારવાર પુરી પાડવામાં આવશે. જેનો લાભ લેવા ખેડુતોને તથા પશુપાલકોને જણાવવામાં આવ્‍યું છે.

વલસાડનો ૪૫ વર્ષિય અસ્‍થિર મગજનો યુવક ઓમપ્રકાશ પાલીવાલ ગુમ થયો :


વલસાડઃ વલસાડ શહેરના રેલ્‍વે યાર્ડ, રૂમ નંબર-૫૧૯, ઇસ્‍ટ ખાતે રહેતો અને મૂળ તમીલનાડુનો ૪૫ વર્ષિય યુવક નામે ઓમપ્રકાશ હરીશંકર પાલીવાલ ગત તા.૨૭મી એપ્રિલ, ર૦૧૩નાં રોજથી ગુમ થયો છે. વલસાડ સિટી પોલીસ સ્‍ટેશન તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવ્‍યા અનુસાર ઓમપ્રકાશ પાલીવાલ તા.૨૭/૪/ર૦૧૩નાં રોજ બપોરના ૧:૧પ વાગ્‍યાના સુમારે, વિનય મેડીકલ સ્‍ટોર્સની બાજુની ગલીમાં, કયાંક ચાલી જતા ગુમ થયો છે, તે આજદિન સુધી મળી આવેલ નથી. ગુમ થનાર શરીરે પાતળા બાંધાનો, રંગે ઘંઉવર્ણ, ઊંચાઇ ૫ ફૂટ-૬ ઇંચ, મોઢુ લંબગોળ, જમણા પગની જાંઘમાં કાળા તલનું નિશાન છે. ગુમ થનાર યુવક અસ્‍થિર મગજનો છે. તે હિન્‍દી તથા તાલીમનાડુની પ્રાદેશિક ભાષા જાણે છે. આ વર્ણનવાળા યુવકની ભાળ કે પત્તો મળે તો વલસાડ સિટી પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા જણાવાયુ છે.

તા. ૧૯મી  મેના રોજ વલસાડ ખાતે કારકીર્દી માર્ગદર્શન શિબિર યોજાશે

વલસાડઃ ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થતાંની સાથે જ વાલીઓ અને વિદ્યાર્થીઓ હવે પછી શું?ની વિમાસણમાં મુકાઇ જતા હોય છે. વાલીઓ અને વિદ્યાર્થીઓની આ વિમાસણનો ઉકેલ લાવવા માટે આગામી તા. ૧૯/૦૫/૨૦૧૩ના રોજ નવચેતન ધોડિયા સમાજ,વલસાડ દ્વારા સવારે ૦૯:૩૦ કલાકે કારકીર્દી માર્ગદર્શન શિબિરનું આયોજન સમસ્‍ત ધોડિયા સમાજ સંચાલિત શ્રીમતી ગજરાબેન છગનલાલ પટેલ સાંસ્‍કૃતિક ભવન અટક પારડી, વલસાડ ખાતે કરવામાં આવ્‍યું છે. આ શિબિરમાં ધો.૧૦ પછી શું? અને ધો.૧૨ પછી શું? વિષય પર માર્ગદર્શન પુરૂં પાડવામાં આવશે. રસ ધરાવતા વાલીઓ અને વિદ્યાર્થીઓને સમયસર હાજર રહેવા શ્રી ભરતભાઇ પટેલ, પ્રમુખ નવચેતન ધોડિયા સમાજ, વલસાડ તરફથી જણાવાયું છે.

આઇ.ટી.આઇમાં પ્રવેશ ઇચ્‍છુકો ધ્‍યાન આપે

વલસાડઃ વલસાડ જિલ્લામાં કાર્યરત તમામ આઇ.ટી.આઇ અને કૌશલ્‍ય વર્ધન કેન્‍દ્રો ખાતે એમ્‍પાવર યોજના અંતર્ગત પ્રવેશ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત પ્રવેશ મેળવવા ઇચ્‍છતા ઉમેદવારોએ નજીકના કૌશલ્‍ય વર્ધન કેન્‍દ્રોનો સંપર્ક કરી પ્રવેશ ફોર્મ મેળવી લેવું. વધુ વિગતો માટે નજીકની આઇ.ટી.આઇનો સંપર્ક કરવા આચાર્યશ્રી, ઔદ્યોગિક તાલીમ સંસ્‍થા, પારડી તરફથી જણાવાયું છે.

વનરાજ કોલેજ ધરમપુર ખાતે આઇ.એ.એસ તાલીમ પ્રવેશ પરીક્ષા યોજાશે

વલસાડઃ ડૉ.સૌરભ જે.દેસાઇ ચેરિટેબલ ટ્રસ્‍ટ સંચાલિત ઇન્‍સ્‍ટીટયુટ ઓફ એડવાન્‍સ સ્‍ટડીઝ ખાતે ચલાવવામાં આવતા આઇ.એ.એસ તાલીમ વર્ગમાં પ્રવેશ માટેની પ્રવેશ પરિક્ષા તા. ૧૯/૦૫/૨૦૧૩ના રવિવારના દિને સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦ કલાકે દરમિયાન યોજાશે. આ પરિક્ષા બેસવા માટે કોલેજમાં નામ નોંધાવ્‍યા છે તેવા તમામ પરીક્ષાર્થીઓ તથા નામ ન નોંધાવ્‍યા હોય તેવા અન્‍ય કોઇપણ કોલેજ કે યુનિવર્સીટીના વિદ્યાર્થી ભાઇ-બહેનો પરીક્ષા આપવા માટે ઉપસ્‍થિત રહી શકશે. આ પૂર્વે જેમણે પરિક્ષા આપી છે તેવા તમામ વિદ્યાર્થી ભાઇ-બહેનો ફરીથી પરિક્ષા આપી શકશે. પરિક્ષા આપવા માંગતા તમામ પરિક્ષાર્થીઓને વનરાજ કોલેજ ધરમપુર ખાતે સમયસર ઉપસ્‍થિત રહેવા કોલેજ અને પરિક્ષાના આયોજકો તરફથી અનુરોધ કરાયો છે. વધુ વિગતો માટે મો.નં- ૯૯૯૮૨૫૯૪૨૩ અથવા મો. નં-૯૯૯૮૨૧૯૩૨૩ પર સંપર્ક કરવા શ્રી યોગેશભાઇ ભટ્ટ, આચાર્યશ્રી વનરાજ કોલેજ ધરમપુર તરફથી જણાવાયું છે.

તા.ર૧મી મે, ર૦૧૩નાં રોજ યોજાશે :


જિલ્લા અધિકારીઓને લાભાર્થીઓની યાદી રજુ કરવા જણાવાયુ

વલસાડઃ આગામી દિવસોમાં યોજાનારા વલસાડ જિલ્લાના ગરીબ કલ્‍યાણ મેળા સંદર્ભે એક અગત્‍યની સમીક્ષા બેઠક તા.ર૧/પ/ર૦૧૩નાં રોજ સાંજે ૪ વાગ્‍યે કલેક્‍ટોરેટ ખાતે યોજાનાર છે. આ બેઠકમાં ગરીબ કલ્‍યાણ મેળા અંગેની પૂર્વતૈયારીઓ તથા આગોતરા આયોજન અંગે જરૂરી ચર્ચા વિચારણા હાથ ધરાશે. વલસાડ જિલ્લાના સંબંધિત વિભાગોને ગરીબ કલ્‍યાણ મેળાના લાભાર્થીઓની યાદી તાત્‍કાલિક રજુ કરવા, તથા આ બેઠકમાં સમયસર સ્‍વયં ઉપસ્‍થિત રહેવા કલેકટરશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે                           

કતારગામ ખાતે રહેતા કાજલબેનની ભાળ મળે તો જાણ કરશોઃ


સુરતઃસુરત શહેરના કતારગામ પોલીસ સ્‍ટેશનના જણાવાયા અનુસાર તા.૩૦/૪/૨૦૧૩ના રોજ ૩૦૩, સોલા એપાર્ટમેન્‍ટ, આરોગ્‍ય કેન્‍દ્રની પાછળ, કતારગામ ખાતે રહેતા માવજીભાઈ પટેલની પુત્રી કાજલબેન (ઉ.વ.૨૧) ગુમ થયા છે. જે શરીરે પાતળા બાંધાના, રંગે ધઉવર્ણી, ઉચાઈ ૫.૪ ફુટ છે. લાલ તથા સફેદ રંગનો પંજાબી ડ્રેસ પહેર્યો છે. કોઈને ભાળ મળે તો નજીકના પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

 

ઉમરા ખાતે રહેતા દિવ્‍યાબેનની ભાળ મળે તો જાણ કરશોઃ

સુરતઃ સુરત શહેરના ઉમરા પોલીસ સ્‍ટેશનના જણાવાયા અનુસાર તા.૨/૫/૨૦૧૩ના રોજ આલ્‍યય પાર્ક, ગોકુળ રો હાઉસ, પાર્લે પોઈન્‍ટ ખાતે રહેતા દિવ્‍યા સ્‍ટેનલી જોન માર્ટીન(ઉ.વ.૨૬) ગુમ થયા છે. જે શરીરે મજબુત બાંધાના, રંગે ધઉવર્ણી, ઉચાઈ ૫.૨ ફુટ છે. બ્‍લ્‍યુ રંગનું ટોપ પહેર્યું છે. કોઈને ભાળ મળે તો નજીકના પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

સલાબતપુરા ખાતે રહેતા વસીમ સલીમ શેખની ભાળ મળે તો જાણ કરશોઃ

સુરતઃ સલાબતપુરા પોલીસ સ્‍ટેશનના જણાવાયા અનુસાર તા.૨૮/૪/૨૦૧૩ના રોજ મુળ કઠોર ગામના રહેવાસી હાલ રઝાનગર, ભાઠેના-૧, વાડીગલા દરબાર પાસે, સલાબતપુરા ખાતે રહેતા વસીમ સલીમ શેખ (ઉ.વ.૨૭) ગુમ થયા છે. જે શરીરે મધ્‍યમ બાંધાના, રંગે શ્‍યામવર્ણી, ઉચાઈ ૫.૫ ફુટ છે. મરૂન ટી શર્ટ તથા બ્‍લ્‍યુ જીન્‍સ પહેર્યું છે. જે કોઈને ભાળ મળે તો નજીકના પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

(1) મન્દીરમાં ચોરી થયાના ન્યુઝ મને ગમે છે (2) આધુનીક ધર્મસ્થાનો !






ગોવીન્દ મારુ posted: "મન્દીરમાં ચોરી થયાના ન્યુઝ મને ગમે છે –રોહીત શાહ  'નો પ્રોબ્લેમ' મને ડાઉટ છે કે આ વાત સાંભળ્યા પછી તમને મારા માટે અણગમો થશે, મારા વીચારો પ્રત્યે તમને નારાજગી થશે. કદાચ તમને મારા પ્રત્યે નફરત પણ થઈ જાય ! છતાં મારે વીનમ્ર નીખાલસતાથી કહેવું છે કે જ્યારે હ"
Respond to this post by replying above this line

New post on અભીવ્યક્તી

(1) મન્દીરમાં ચોરી થયાના ન્યુઝ મને ગમે છે (2) આધુનીક ધર્મસ્થાનો !

by ગોવીન્દ મારુ

મન્દીરમાં ચોરી થયાના ન્યુઝ મને ગમે છે –રોહીત શાહ  'નો પ્રોબ્લેમ' મને ડાઉટ છે કે આ વાત સાંભળ્યા પછી તમને મારા માટે અણગમો થશે, મારા વીચારો પ્રત્યે તમને નારાજગી થશે. કદાચ તમને મારા પ્રત્યે નફરત પણ થઈ જાય ! છતાં મારે વીનમ્ર નીખાલસતાથી કહેવું છે કે જ્યારે હું કોઈ મન્દીરમાં ચોરી થયાના સમાચાર સાંભળું છું […]

Read more of this post

Comment    See all comments    Like

Unsubscribe or change your email settings at Manage Subscriptions.

Trouble clicking? Copy and paste this URL into your browser:
http://govindmaru.wordpress.com/2013/05/16/rohit-shah-2/

Thanks for flying with WordPress.com


ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર







ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

Link to ઋષિ ચિંતનના સાંનિધ્યમાં

આધ્યાત્મિક જીવન આ રીતે જીવો

Posted: 16 May 2013 11:08 AM PDT

આધ્યાત્મિક જીવન આ રીતે જીવો  શરીર એ બીજું કઈ નથી, માત્ર એક સાધન છે, આત્માના ઉદ્ધારનું સાધન, તેની શોધ-ખબર રાખવી જોઈએ, ૫ણ જયાં સુધી તે સાધનરૂપે આત્મોદ્વારમાં સહાયક થઈ શકે, તે હદ સુધી જ ખબર રાખવી જોઈએ. તેને સ્વસ્થ અને સશક્ત બનાવી રાખવા માટે જે કંઈ જરૂરી હોય તે કરો ૫ણ તેની ઈન્દ્રિય-લિપ્સાની જિજ્ઞાસાનું મનોરંજન […]
You are subscribed to email updates from ઋષિ ચિંતનના સાંનિધ્યમાં
To stop receiving these emails, you may unsubscribe now.
Email delivery powered by Google
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610

All Raghuvanshis,


Dear All Raghuvanshis,
Hope you are in pink of your health. I am glad to inform you that we have organised the competition "RAGHUVANSHI HEER SHODH PRATIYOGITA" which is announced with complete guidelines on 5th May in the Karobari Samiti Sabha of Shree Lohana Mahaparishad at Bhuj, Kutch. This is multiple choice questions objective examination (based on the selected topics from Five Books released during 6th World Raghuvanshi Maha Adhivation held on 4/5/6 January, 2013 at Ahmedabad) which will be held on 15th August across the globe. This new initiative was highly appreciated by all the members present in the meeting.
Please find below the links for letter for Guide Lines, Promotional Poster, Application Form and the Selected Syllabus from all the Five Books referred to hereinabove for your ready reference and doing the needful and also to forward the same to all Mahajans / Individuals who may take initiative and motivate community members of All Age Groups to participate in the aforesaid examination.
The above information along with the reading material for ready reference is also available on website www.lohanamahaparishad.org
I am sure that you will try your best to get maximum participants from your area. Be in touch, will keep you updated.
Thank you in advance in anticipation of your best services and cooperation.

Jay Jalaram                         Jay Raghuvansh                                Jay Mahaparishad                          
NOTE:
-          We also appreciate Mr. Samir Kakkad (Dr. S. N. Kakkad & family from Bhabhar) who has offered 20 tablets/ playbooks (electronic device costing Rs. 2 Lacs approx.) for the best three performers in each category.
-          We also welcome the contribution for event sponsorship of Rs. 1,00,000/- and stationery printing sponsorship of Rs. 75000/- (Question papers, response sheets, admit card etc...) Name / logo of the donors will be printed on all relevant articles.
 
Himanshu B. Thakkar
Chairman - Professional Committee
Shree Lohana Mahaparishad
403/404, 'Naindhara'
Nr. Grand Bhagwati, S. G. Road,
Ahmedabad - 380054
Ph: +9179 26854782, Fax : +9179 40007732