દુધસાગરડેરી હોલ ખાતે સહકારી શૈક્ષણિક સેમીનાર યોજાયો
કૃષિ મહોત્સવ થકી ખેડુતોસધ્ધર થતા બેન્કમાં થાપણો મુકતા થયા છે. -નાણા મંત્રીશ્રી નિતીનભાઇ પટેલ
મહેસાણા જિલ્લા દુધ સાગર ડેરી હોલ ખાતે ઉત્તર ગુજરાત અર્બન કો,ઓપ બેન્ક ફેડરેશન મહેસાણા દ્વારા સહકારી શૈક્ષણિક સમેનાર યોજવામાં આવ્યો હતો. ટેક્ષશન અને વીમા ચેક્સ અર્પણ કાર્યક્રમમાં નાણાં અને આરોગ્ય મંત્રીશ્રી નિતીનભાઇ પટેલ,ગૃહ રાજ્ય મંત્રીશ્રી રજનીકાન્ત પટેલ,પુર્વ મંત્રીશ્રી અનિલભાઇ પટેલ,નિવૃત એડીશનલ રજિસ્ટ્રારશ્રી જી.કે.પંડ્યા ચાર્ટડ એકાઉન્ટ હસમુખભાઇ દોશી સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રંસગે નાણા મંત્રીશ્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે કૃષિ મહોત્સવ અંતર્ગત ખેડુતોને રાજ્ય સરકાર દ્વારા ઉત્તમ બિયારણ,રોટા વેટર,સ્પ્રીકલર ,ઓઇલ એન્જીન ,ટ્રકટર વગેરે ૧૫૦ કરોડના માત્ર યાંત્રિક સાધનો આપવાનું કામ કર્યું છે. મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ખેડુતોની વિશેષ કાળજી લીધી છે. પરિણામે ખેડુતો સાધન સંપન્ન અને સુખી જીવન જીવતા થયા છે આજે ઉત્તર ગુજરાતના ખેડુતો ધિરાણ લેવાને બદલે બેન્કમાં થાપણો મુકતા થયા છે. તેનો શ્રેય બેન્કો ઉપારંત ઉત્તર ગુજરાતની સહકારી સંસ્થાઓને જાય છે. આજે ધિરાણની સાથે સેવાનો વિકલ્પ સહકારી સંસ્થાઓએ ઉપાડી લીધેલ છે તેના માધ્યમથી અકસમાત વિમા યોજના અંતર્ગત અસરગ્રસત ખેડુતોના પરિવારને ૧ લાખના ચેક તેમણે અર્પણ કર્યા હતા મંત્રીશ્રીએ ફ્લડ આઇ ટી ટુ યોજના અંતર્ગત કે.જી થી પી.જી ના વ્યાપમાં આવતા લાભાર્થી વિર્ધાર્થીઓને કોમ્પયુટર સાધન સહાય વિતરણ કર્યા હતા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો