સમગ્ર રાજયમાં ધરતીપુત્રોને કૃષિ સંશોધનોથી માહિતીગાર કરવા અને માર્ગદર્શન આપવા તાલુકે તાલુકે કૃષિરથનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને આજ રોજ સાબરકાંઠા જિલ્લાના ભિલોડા તાલુકાના ધંધાસણ ગામે કૃષિ મહોત્સવ યોજાયો હતો.
આ પ્રસંગે કૃષિ મહોત્સવના ઉદ્દઘાટક તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી ગંજાનંદભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ગામડાનો સર્વાગી વિકાસ કૃષિ વિના શકય નથી આથી ખેડૂતોએ સમૃધ્ધિમાં વધારો કરવા તેમજ કૃષિક્ષેત્રમાં આધૂનિક ખેત પધ્ધતિનો અને સુધારેલ ઓજારોથી કૃષિ વિષયક જાણકારી મેળવી આવકમાં બમણી કરવાનો અભિગમ રાજય સરકારનો છે જેથી ખેડૂતોએ કૃષિ ક્ષેત્રે ઝડપથી વિકાસ સાધવા ડ્રિપ ઇરિગેશન પધ્ધતિ અપનાવવા અનુરોધ કયો હતો.
પાલનપુર મુકામે ચૂંટણી ઓબ્ઝર્વરશ્રીઓની ઉપસ્થિતિમાં EVM મશીનોનું રેન્ડમાઇઝેશન કરાયું.'
બનાસકાંઠા સંસદીય વિસ્તારની પેટા ચૂંટણી આગામી તા. ૨ જી જુનના રોજ યોજવાની છે. જેની તૈયારીના ભાગરૂપે તંત્ર ધ્વારા સુંદર વ્યવસ્થાઓ ગોઠવાઇ છે. ગઇકાલે પાલનપુર મુકામે ચૂંટણી ઓબ્ઝર્વરશ્રીઓ, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી જે. જી. હિંગરાજીયા તથા માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં EVM મશોનોનું રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં કૂલ-૨૨૨૯ બેલેટ યુનિટ અને ૨૨૨૯ કંન્ટ્રોલ યુનિટની ફાળવણી કરવામાં આવી છે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એન. એલ. પાંડોરના જણાવ્યા પ્રમાણે બનાસકાંઠા સંસદીય મતવિભાગની દરેક વિધાનસભામાં ૧૨૭ % પ્રમાણે EVM મશીનોની ફાળવણી કરવામાં આવી છે. જેમાંથી ૧૨૦ ટકા ચૂંટણી કામ માટે અને ૭ ટકા EVM મશીનો તાલીમ માટે ફાળવાયાં છે. તેમણે જણાવ્યું કે, તા. ૧૭ અને ૧૮ મે ના રોજ મતદાન સ્ટાફને તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ મતદાન સ્ટાફને તાલીમ અપાશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો