ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર દ્વારા અકાદમી સ્થાપના દિને ગુજરાતના ૧૨ કલાકારોનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાટણના રહેવાસી ગૌરવ પુરસ્કૃત કલાકાર શ્રી મુગટલાલ અમથાલાલ નાયકનું જયસુંદરી નાટયગૃહ, અમદાવાદ ખાતે તાજેતરમાં ગુજરાત રાજય સંગીત નાટક અકાદમીના સચિવશ્રી ર્ડા. પ્રદિપ આઝાદના હસ્તે શિલ્ડ અને શાલથી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.
શ્રી મુગટલાલ નાયક ૧૫ વર્ષની ઉંમરથી તેમના વડીલોની જુની રંગભૂમિ ભવાઇમાં સ્ત્રી પાત્ર અનોખી રીતે ભજવતા હતા. કલાકારોની ભવાઇ મંડળ બનાવી ગુજરાત અને ગુજરાત બહારના રાજયોમાં કાર્યક્રમો રજુ કરી ગુજરાતની લોક સંસ્કૃતિને ઉજાગર કરી હતી. શ્રી નાયક સાત બેડા નૃત્ય નવરંગ ગરબો કરી લોકોના મન મોહી લેતા હતા.
કસબી કલાકાર શ્રી મુગટલાલની કલા ક્ષેત્રે ગૌરવપુર્ણ કામગીરીને લીધે તા. ૦૩/૦૯/૨૦૧૨ના રોજ પૂર્વ મંત્રીશ્રી ફકીરભાઇ વાઘેલાના હસ્તે રૂ. ૫૧ હજારનો ચેક અને તાંબાના શીલ્ડથી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો