અનુયાયીઓ

મંગળવાર, 27 માર્ચ, 2012

અમદાવાદના શ્રેષ્ઠી મહાજનો દ્વારા સંચાલિત ટ્રસ્ટની આગવી પહેલ વરિષ્ઠ વડીલો માટેના શાંતિ નિકેતન સિનીયર લીવીંગનું ઉદ્દધાટન દાતાશ્રીઓનું ઉષ્માભર્યું


મુખ્ય મંત્રીશ્રી
વરિષ્ઠ નાગરિકો માટેની સાર સંભાળનું આદર્શ ઊર્જા કેન્દ્ર ગુજરાત પુરું પાડશે
અડવાણીજી
શાંતિ નિકેતન જેવી વડીલો માટેની વ્યવસ્થા દેશમાં પ્રેરીત થવી જોઇએ
અમદાવાદના શ્રેષ્ઠી મહાજનો દ્વારા સંચાલિત ટ્રસ્ટની આગવી પહેલ
વરિષ્ઠ વડીલો માટેના શાંતિ નિકેતન સિનીયર લીવીંગનું ઉદ્દધાટન
દાતાશ્રીઓનું ઉષ્માભર્યું અભિવાદન
પૂર્વ નાયબ વડાપ્રધાન અને વરિષ્ઠ સંસદસભ્ય શ્રી એલ. કે. અડવાણીની અધ્યક્ષતામાં મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અડાલજમાં શાંતિ નિકેતન સિનીયર લીવીંગ સંકુલમાં વરિષ્ઠ વડીલો માટેના આધુનિક સારસંભાળ આવાસ નવદીપ સંકુલનું ઉદ્દધાટન કર્યું હતું.
અમદાવાદના પ્રતિષ્ઠિત મહાજન શ્રેષ્ઠીઓના બનેલા ગર્વનીંગ બોર્ડ અન્વયે આધુનિકતમ્‍ વરિષ્ઠ નાગરિકો માટેના નવદીપ સંકુલનું બે લાખ ચોરસ ફુટ વિસ્તારમાં નિર્માણ થયું છે. સરસપુર સેવા સમિતિના સહયોગમાં અમદાવાદના અખિલ ગુજરાત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેનું સંચાલન કરાશે. ટ્રસ્ટ વતી શ્રી અડવાણીજી અને મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દાતાશ્રીઓનું અભિવાદન કર્યું હતું.
શ્રી એલ. કે. અડવાણીજીએ શાંતિ નિકેતનને વરિષ્ઠ નાગરિકો માટે સમાજશક્તિનો એક નવો પ્રયોગ ગણાવ્યો હતો. એવો અભિગમ છે જેનું સફળ પરિણામ દશ વર્ષ પછી જોવા મળશે તેવો વિશ્વાસ શ્રી અડવાણીજીએ વ્યકત કર્યો હતો.
જૂની અને નવી યુવા પેઢી વચ્ચેના અંતરથી સર્જાતા સામાજિક અને પારિવારિક પડકારોનો ઉલ્લેખ કરતાં શ્રી અડવાણીજીએ જણાવ્યું કે, પરિવાર પ્રથા હિન્દુસ્તાનની એવી વ્યવસ્થા છે જેની દુનિયામાં પ્રસંશા થાય છે. આજના યુગમાં ન્યુકલીયર ફેમીલીના સમાજમાં શાંતિ નિકેતન જેવી વ્યવસ્થા દેશમાં અન્ય પ્રદેશોમાં પણ સમાજશક્તિ દ્વારા વિકસીત થાય તેવું પ્રેરક સૂચન તેમણે કર્યું હતું અને નવદીપ સંકુલમાંથી પ્રેરણા લઇને પરિવાર વ્યવસ્થા નવા સ્વરૂપે સંક્રમિત થાય તેવી અભ્યર્થના તેમણે વ્યકત કરી હતી.
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ બદલાતા સમાજજીવનના પ્રવાહોનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, પ૦૦૦ વર્ષથી સમાજજીવનમાં પરિવાર પ્રથાની વ્યવસ્થામાં આંતર ઊર્જા અને સ્વયંભૂ પ્રાણતત્ત્વ રહેલું છે તે ભારતની બૃહદ પરિવાર વ્યવસ્થા રહી છે પરંતુ કાળક્રમે સમયની થપાટો સાથે ગુલામીકાળની મુક્તિના આંદોલનમાં સમાજ શક્તિ લપેટાઇ ગઇ હતી અને પરિવાર વ્યવસ્થામાં દિપણ થવાનો પ્રારંભ આજે માઇક્રોફેમિલી રૂપે વિસ્તર્યો છે ત્યારે પરિવારપ્રથામાં વરિષ્ઠ વડીલો દેશ કે સમાજ ઉપર બોજ બની રહેતાં નથી. ભારતમાં હજુ પરિવાર અને સમાજ વૃદ્ધો-વરિષ્ઠોને સાચવે છે. કરોડ જનસંખ્યામાં માંડ ૧૭૦ વૃદ્ધાશ્રમો ચાલે છે તેની પ્રતીતિ કરાવે છે, એમ તેમણે જણાવ્યું હતું.
પેઢીઓ વચ્ચેના અસંતુલનમાં જનરેશન ગેપથી સૌથી વધુ વરિષ્ઠ વડીલો અને બાળકો ભોગ બને છે ત્યારે વરિષ્ઠ વડીલોની જેમ બાળકના સારસંભાળની નવતર સમયાનુકુળ વ્યવસ્થા ઉભી થવી જોઇએ એવી હિમાયત કરતાં મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું કે, સંયુકત કુટુંબમાંથી વાત્સલ્ય સ્નેહ, હૂંફ મળતા હોય તો સ્થિતિ બાળ પેઢીને કયાં લઇ જશે? માઇક્રો ફેમિલી જોતા બાળક કે વડીલને કોઇના ભરોસે છોડી દેવાય નહીં. દિશામાં બાળઉછેર અને બાળવિકાસ માટે ચિલ્ડ્રન યુનિવર્સિટી નવી પહેલ છે.
મુખ્ય મંત્રીશ્રીએ સમાજમાં તરછોડાયેલા, બાળકો અને મહિલાઓના સ્વમાનભેર પુનઃસ્થાપન માટે બાલગોકુલમ્‍નો અભિગમ સાકાર કરવાની નેમ વ્યકત કરી હતી. 
સમાજજીવનની શક્તિમાં મહાજન પરંપરા સેવા પ્રવૃત્ત્િાના અનેક નવા સંસ્કાર સ્વરૂપો વિકસાવ્યા છે એને પ્રેરણારૂપ ગણાવતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શાંતિ નિકેતન સમાજમાં વરિષ્ઠ નાગરિકો માટે નવી ઊર્જા ચેતનાનું કેન્દ્ર બનશે અને નવું નજરાણું દેશને મળશે, તેમ જણાવ્યું હતું.
પ્રારંભમાં મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ઉત્કર્ષ શાહે સૌને આવકારી શાંતિ નિકેતન સિનીયર લીવીંગની અભિભાવના પ્રસ્તુત કરી હતી.
પ્રસંગે સમાજ શ્રેષ્ઠીઓ તથા વેપાર-ઉઘોગ જગતના અગ્રણીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.


રાજકોટ ખાતે ૧૮ થી ૨૫ એપ્રિલ-૨૦૧૨ દરમ્‍યાન ભારતીય સૈન્‍યમાં વિવિધ કેટેગરીની જગ્‍યાઓની ભરતી રેલી અમરેલી જિલ્‍લાના ઉમેદવારોએ તા.૨૪ એપ્રિલના રોજ ઉપસ્‍થિત રહેવું


અમરેલી
ભારતીય સૈન્‍યમાં સોલ્‍જર જનરલ ડ્યુટી, સોલ્‍જર ટેકનીકલ, સોલ્‍જર ટેકનીકલ (એન.એ.), સોલ્‍જર 

ક્લાર્ક/સ્‍ટોર કીપર ટેકનીકલ, સોલ્‍જર ટેકનીકલ નર્સીંગ આસિસ્‍ટન્‍ટ, સોલ્‍જર ટ્રેડ્સમેન કેટેગરીની જગ્‍યાઓની ભરતી ટૂંક સમયમાં થનાર છે.
આર્મી રિક્રુટિંગ ઓફિસ જામનગર દ્વારા સૌરાષ્‍ટ્ર કચ્‍છ, દીવ પ્રદેશના ઉમેદવારો માટે સીટી પોલિસ હેડક્વાર્ટસ, રેસકોર્સ ગ્રાઉન્‍ડ-રાજકોટ ખાતે આગામી તા. ૧૮ થી ૨૪ એપ્રિલ ર૦૧૨ દરમ્‍યાન લશ્‍કરી ભરતી મેળો યોજાશે. આ ભરતી મેળામાં સૌરાષ્‍ટ્ર કચ્‍છ, દીવ પ્રદેશના ઉમેદવારોને આવરી લેવામાં આવશે.
ઉમેદવારોએ પસંદગી માટે  શારીરિક ક્ષમતા, દાકતરી તપાસ તથા સામાન્‍ય પ્રવેશના માપદંડો માંથી પાસ થવાનું રહેશે. તમામ કેટેગરી માટેની શારીરિક કસોટીની પરીક્ષાઓમાં ૧૮મી એપ્રિલે સુરેન્દ્રનગર, ૧૯મી એપ્રિલના રોજ રાજકોટ જિલ્‍લાના ઉમેદવારોએ શારિરીક કસોટી માટે ઉપસ્‍થિત રહેવાનું રહેશે. તા. ૨૦મી એપ્રિલના રોજ જુનાગઢ જિલ્‍લાના ઉમેદવારો, જામનગર તથા પોરબંદર અને કચ્‍છ જિલ્‍લાના ઉમેદવારોએ તા.૨૧લી એપ્રિલના રોજ હાજર રહેવાનું રહેશે. ભાવનગર તથા દીવ (યુટી)ના ઉમેદવારોએ તા.૨૩મીના રોજ ઉપસ્‍થિત રહેવા અને ૨૪મી એપ્રિલના રોજ અમરેલી જિલ્‍લાના ઉમેદવારોએ સ્‍ક્રીનીંગ અને શારીરિક કસોટી માટે ઉપસ્‍થિત રહેવાનું રહેશે.
આ તમામ કેટેગરી માટે એન.સી.સી. સર્ટીફિકેટ ધારક, સર્વિસમેનના પુત્રો, માજી સૈનિકોના પુત્રો અને સૌરાષ્‍ટ્રના તમામ જિલ્‍લાના સ્‍ટેટ અને નેશનલ લેવલના સ્‍પોર્ટમેન માટે તા.૨૫મી એપ્રિલના રોજ શારીરિક કસોટી યોજાશે. શારીરિક કસોટી માટે તમામ જિલ્‍લાના ઉમેદવારોએ નિયત તારીખે સવારે ૪.૩૦ કલાકે હાજર રહેવાનું રહેશે.
સોલ્‍જર ટેકનીકલ કેટેગરી માટેની અરજી કરનારે જો પરિક્ષાના પરિણામ બાકી હોય તો પ્રિન્‍સીપાલ કે હેડમાસ્‍તર દ્વારા આપવામાં આવેલું પ્રોવિઝનલ સર્ટીફિકેટ લાવવાનું રહેશે. કોમન એન્‍ટ્રન્‍સ ટેસ્‍ટ એડમિટ કાર્ડ આપવામાં આવેલ હોય તેવા તમામ ઉમેદવારો (સો. ટેક્નિ (એન.એ) સિવાય) માટે, આર્મી રિક્રુટીંગ ઓફિસ જામનગર  દ્વારા તા.૨૯મી જુલાઇના રોજ કોમન એન્‍ટ્રન્‍સ ટેસ્‍ટ યોજાનાર છે.
ભરતી સંબંધિત વિવિધ કેટેગરી માટે આવશ્યક લાયકાત, અભ્‍યાસ, શારીરિક માપદંડ તથા અન્‍ય માહિતી અને વિગતો માટે આર્મી રિક્રુટીંગ ઓફિસ જામનગર (૦૨૮૮) ૨૯૧૧૩૧૦ અથવા નજીકની જિલ્‍લા રોજગાર કચેરી (૦૨૯૭૨) ૨૨૩૩૯૪નો સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.

જામનગરમાં તા.૩૧ માર્ચના રોજ મહિલા સંમેલન યોજાશે .


જિલ્‍લા પંચાયત, જામનગર દ્વારા તા.૩૧ માર્ચના રોજ ઓશવાળ સેન્‍ટરમાં વિશાળ મહિલા સંમેલન યોજાશે
કલેકટર કચેરી, જામનગર ખાતે આજે કલેકટરશ્રી સંદિપકુમારના અધ્‍યક્ષ સ્‍થાને અને જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી અજયકુમારની ઉપસ્‍થિતીમાં યોજાએલ બેઠકમાં આ સંમેલન યોજવા જિલ્‍લાના વરિષ્‍ઠ અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી.
આ મહિલા સંમેલનમાં જિલ્‍લાની  ૯૨ મહિલાઓને માતા યશોદા એવોર્ડથી સન્‍માનીત કરાશે. ૧૧૩ કન્‍યાઓને કન્‍યા કેળવણીનિધિ અંતર્ગત અને ૩૧ વિવધ રમતોમાં શ્રેષ્‍ડ દેખાવ કરનાર મહિલા ખેલાડીઓને પુરસ્‍કૃત કરાશે.

ગોડાઉનની જાહેર વિતરણ વ્‍યવસ્‍થાની કામગીરી બંધ રહેશે
ગુજરાત રાજય નાગરિક પૂરવઠા નિગમનું નાણાંકીય વર્ષ ૩૧ માર્ચ ૨૦૧૨ ના રોજ પૂર્ણ થતું હોવાથી જામનગર જિલ્‍લાના તમામ ગોડાઉનોમાં હાજર રેહલા જથ્‍થાની ભૌતિક તપાસણી કરવાની હોવાથી ગોડાઉનની જાહેર વિતરણ વ્‍યવસ્‍થાની કામગીરી તા.૨૮/૩/૧૨ થી તા.૩૧/૩/૧૨ સુધી બંધ રહેશે. તો તમામ દુકાનદારોએ તેમનો જથ્‍થો તા.૨૭/૩/૧૨ સુધીમાં લાગુ પડતા ગોડાઉનો પરથી મેળવી લેવા એક યાદીમાં જણાવાયુ છે.

કૃષિ મહોત્‍સવ અમલીકરણ સમિતિની બેઠક મળશે
કૃષિ મહોત્‍સવ-૨૦૧૨ ની જિલ્‍લા કક્ષાની અમલીકરણ સમિતિની બેઠક કલેકટરશ્રીના અધ્‍યક્ષસ્‍થાને તા.૨૮/૩/૧૨ના રોજ સાંજે ૪ કલાકે કલેકટર કચેરી, કોન્‍ફરન્‍સ હોલ, જામનગર ખાતે યોજાશે. તેમ જિલ્‍લા ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવાયુ છે.

દ્વિચક્રીય વાહનો માટે જી.જે.૩-ઇકે સીરીઝ શરૂ થશે


રાજકોટ
પ્રાદેશિક વાહનવ્યવહારની કચેરી, રાજકોટ દ્વારા દ્વિચક્રી વાહનો માટે તા.૭/૪/૨૦૧૨ના રોજ જી.જે.૩-ઇકે(GJ--EK) ૧ થી ૯૯૯૯ સુધીના નંબરોની નવી સીરીઝ શરૂ કરવામાં આવનાર છે. જેમાં પસંદગીનાં નંબર મેળવવા અરજદારે નિયત ફી રૂ ૫૦૦/- કે તેથી રકમની ઓફર સહિતની અરજી એક જ ડીમાન્ડ ડ્રાફટ/પે ઓર્ડર સામેલ કરી પોસ્‍ટ ખાતા મારફત રજી. ટપાલ/રજી. એ.ડી.થી કરવાની રહેશે. જી.જે.૩-ઇકે સીરીઝ માટે પસંદગી નંબરોની અરજી નીચે દર્શાવેલ વિગતો ધ્‍યાને લઇ કરવાની રહેશે તથા નીચે દર્શાવેલ વિગતે પસંદગી નંબરની ફાળવણી કરવામાં આવશે.
જી.જે.૩-ઇકે સીરીઝના પસંદગી નંબરો માટે અરજી સેલ સર્ટિફીકેટ (ફોર્મ-ર૧)ની તારીખથી તા.૩-૪-૨૦૧૨ ના રોજ દિવસ ૩૦ પૂર્ણ થયેલ ન હોય તેવા અરજદારોએ અરજી કરવી. તે સિવાયની અરજી કરેલ હશે તો દફતરે કરવામાં આવશે.
પોષ્‍ટ ખાતા મારફત મોકલેલ કવર ઉપર ‘‘ઇકે માં પસંદગી નંબર માટે’’ ફકત લખવાનું રહેશે. કવર ઉપર લેવા માંગતા વાહન નંબર લખવાના રહેશે નહિ. તા. ૩-૪-૧૨ સુધી મળેલ અરજીઓ જ માન્‍ય રહેશે. ત્‍યાર બાદ મળેલ અરજીઓ દફતરે કરવામાં આવશે.
નમૂનો-ર૦ રજીસ્‍ટ્રેશનની હુકમ થયેલ, અસલ દસ્‍તાવેજો સાથે ડી.ડી/પે ઓર્ડર મોકલવાના રહેશે તેમજ પસંદગી નંબર માટેની અરજીમાં ‘‘પસંદગી’’ નંબર તથા સીરીઝ સાથે દર્શાવવાની રહેશે તેમજ ઓફરની રકમ તથા ડી.ડી./પે ઓર્ડરની વિગત દર્શાવવાની રહેશે. પસંદગી નંબર માટે એકજ ડી.ડી./પે ઓર્ડર સામેલ રાખવાનો રહેશે.
પે. ઓર્ડર/ડી.ડી.છ(૬) માસની અંદરનો હોવો જોઇએ તેમજ એક જ પસંદગી નંબર માટે એક સરખી રકમની ઓફર હોય તેવા કિસ્‍સામાં નાના અંગ્રેજી આલ્‍ફાબેટ A-B-C ના ક્રમ મુજબ જે અરજદારનો નામનો આલ્‍ફાબેટ પ્રથમ હશે તેને નંબરની ફાળવણી કરવામાં આવશે.
કવર પર અરજદારનું પુરુ નામ સરનામું દર્શાવવાનું રહેશે.
એકજ પસંદગી નંબર માટે એક થી વધુ અરજીઓ આવેલ હશે તેવા કિસ્‍સામાં જે વાહનમાલિકશ્રીએ વધુ રકમનો ડી.ડી./પેઓર્ડર સાથે અરજી કરેલ હશે તેને ફાળવવામાં આવશે.
પોસ્ટ ખાતા મારફત અરજીઓ ખોલી તેનું વર્ગીકરણ કરી જે અરજદારને  નંબરની ફાળવણી કરેલ હશે, તેનું લીસ્‍ટ તા.૭.૪.૨૦૧૨ના રોજ નોટિસ બોર્ડ પર પ્રસિધ્‍ધ કરવામાં આવશે. આ તારીખ સિવાય પસંદગીના નંબરના અરજદારે પૂછપરછ માટે રૂબરૂ સંપર્ક સાધવો નહીં.
પસંદગી નંબર માટે આવેલ અરજી અંગે કોઇ વિવાદ ઉભો થશે તો તેવા કિસ્‍સામાં પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારીશ્રીએ લીધેલ નિર્ણય આખરી ગણવાનો રહેશે. પસંદગી નંબર માટે આવેલ અરજીઓ તે નોંધાયેલ અરજીના પત્રકો તથા દફતરે કરેલ અરજીઓ સીરીઝ શરૂ થયાની તારીખથી ત્રણ માસ સુધી કચેરીના હિતમાં જાળવવામાં આવશે.       
જી.જે.૩-ઇકે(GJ--EK) સીરિઝમાં નિયત ફી રૂ. ૫૦૦/- રોકડેથી વસૂલી પસંદગી નંબરોની ફાળવણી તા.૧૦.૪.૨૦૧૨ ના કરવામાં આવશે. જેનો સમય સવારના ૯.૦૦થી ૧૧.૦૦ સુધીનો રહેશે.
પસંદગી નંબરની ફાળવણી દરમ્‍યાન કોઇ કર્મચારી કે અધિકારીની ફરજમાં રૂકાવટ કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો તે વ્યકિત સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પોલીસ હવાલે કરવામાં આવશે. જેની પણ નોંધ લેવા શ્રી ડી.આર.પટેલ,પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારી, રાજકોટ દ્વારા જણાવાયુ છે. 

અશ્વપાલનને વ્‍યાવસાયીક ઢબે વિકસાવવા રાજય સરકાર ઉત્‍સુક કૃષિ મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણી રાજકોટમાં કાઠીયાવાડી-મારવાડી અશ્વશોનું સમાપન કૃષિ મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણી અને રાજયના પોલીસ વડા શ્રી ચિતરંજનસિંધના હસ્‍તે વિજેતા અશ્વસવારો-અશ્વપાલકોને પુરસ્‍કારો-શિલ્‍ડ એનાયત થયા અશ્વો અને અશ્વારોએ ઘોડેશ્વારીના કૌશલ્‍યભર્યા કરતબો રજુ કર્યા


અશ્વપાલનને વ્‍યાવસાયીક ઢબે વિકસાવવા રાજય સરકાર ઉત્‍સુક
કૃષિ મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણી
રાજકોટમાં કાઠીયાવાડી-મારવાડી અશ્વશોનું સમાપન
કૃષિ મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણી અને રાજયના પોલીસ વડા શ્રી ચિતરંજનસિંધના હસ્‍તે વિજેતા અશ્વસવારો-અશ્વપાલકોને પુરસ્‍કારો-શિલ્‍ડ એનાયત થયા
અશ્વો અને અશ્વારોએ ઘોડેશ્વારીના કૌશલ્‍યભર્યા કરતબો રજુ કર્યા
રાજકોટ
રાજકોટ ખાતે રાજકોટ ગ્રામ્‍ય પોલીસ દળ તેમજ પશુપાલનખાતુ અને ગુજરાત કાઠીયાવાડી મારવાડી અશ્વપાલક સહકારી મંડળી આયોજીત ૧૪માં આંતરરાષ્‍ટ્રીય કક્ષાના કામા અશ્વોશોના સમાપન પ્રસંગે ઉપસ્‍થિત રહેલા કૃષિ અને પશુપાલન મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીએ અશ્વશોના આયોજન બદલ આયોજક સંસ્‍થાઓને બિરદાવી જણાવ્‍યું હતુ કે અશ્વપાલનને વ્‍યાવસાયીક ઢબે વિકસાવવા રાજય સરકાર ઉત્‍સુક છે. કૃષિ મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીએ ઘોડેશ્વારીના દાવ અને કૌશલ્‍ય રજુ કરનાર અશ્વપાલકોને બિરદાવતા જણાવ્‍યું હતુ કે આની પાછળ દિવસો સુધી લીધેલી તાલીમ જવાબદાર છે.
કૃષિ મંત્રીશ્રીએ જણાવ્‍યું હતુ કે આજે રાજયમાં ૧૩ હજાર અશ્વો છે. રાજયમાં બે અશ્વસંવર્ધન કેન્‍દ્રો છે. કાઠીયાવાડી અશ્વની નસલ જળવાઇ રહે તે માટે રાજય સરકાર પ્રયત્‍નશીલ છે. ગુજરાતની લોકસંસ્‍કૃતિ સાથે વણાયેલી કાઠીયાવાડી અશ્વોની નશ્‍લના સંવર્ધન અને જતન માટે રાજય સરકારે રાજકોટ ખાતે સ્‍થાપેલ સૌરાષ્‍ટ્ર યુનિ.ના ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્‍ય કેન્‍દ્ર અંતર્ગત કાઠીયાવાડી અશ્વ વિશે સંશોધનો અને અભ્‍યાસ થશે.
કૃષિ મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીના હસ્‍તે આ પ્રસંગે ઉત્તમ કાઠીયાવાડી અશ્વ સ્‍પર્ધાના પ્રથમ  વિજેતા રાજેન્‍દ્રસિંહ જાડેજા-પોરબંદર ઘોડો રત્‍નાકર, દ્વિતીય બાલાભાઇ કોડીયાતર-પોરબંદર ઘોડો-રાજા, તૃતીય- વિમલભાઇ ભદ્રેશા-પોરબંદર-ઘોડો વીર તથા રાજકોટના બહાદુરસીંહ ગોહિલ-ઘોડો-લકીને રોકડ પુરષ્‍કારો, શિલ્‍ડ અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.
આ પ્રસંગે અતિથિવિશેષ પદે ઉપસ્‍થિત રહેલા રાજયના પોલીસ વડાશ્રી ચિતરંજનસિંઘે જણાવ્‍યુ હતુ કે રાજય સરકારના પ્રોત્‍સાહનથી અશ્વ-શોના આયોજન તથા મળેલા આવકારને કારણે સમગ્ર ભારતમાંથી અશ્વ-પ્રેમીઓને અહિ બોલાવીને રાષ્‍ટ્રીય ક્ક્ષાનું આયોજન થાય તે દિવસો દૂર નથી.
રાજકોટ રેન્‍જના પોલીસ મહાનીરીક્ષકશ્રી પ્રવિણસીંહાએ જણાવ્‍યું હતુ કે દેશમાં ઘણા રાજયોમાંથી માઉન્‍ટેડ પોલીસ લુપ્‍ત થતી જાય છે જયારે ગુજરાતમાં માઉન્‍ટેડ પોલીસની પ્રગતિ થઇ રહી છે. ગુજરાત માઉન્‍ટેડ પોલીસને ચંદ્રકો પણ મળેલા છે. રાજકોટ ગ્રામ્‍ય જિલ્‍લામાં માઉન્‍ટેડ પોલીસ મથક ખાતે હોર્સ રાઇડીંગ સ્‍કૂલ શરુ કરેલ છે. તેથી સૌરાષ્‍ટ્રની અશ્વપાલનની પરંપરા આગળ વધશે. રાજકોટમાં કામા અશ્વ શોની સફળતા પછી આનાથી પણ મોટો કાર્યક્રમ યોજાશે એમ તેમણે જણાવ્‍યુ હતું.
રાજયના પશુપાલન નિયામકશ્રી ડો. એ.જે.કાછીયા પટેલે રાજય સરકાર અશ્વોની કાઠીયાવાડી અને મારવાડી નશ્લના સંવર્ધન અને જતન માટે ધ્‍યાન આપી રહી હોવાનું જણાવ્‍યુ હતું. કચ્‍છમાં અશ્વની સીંધી જાત વર્ષોથી છે.
શરૂઆતમાં રાજકોટના એસ.પી.શ્રી પ્રેમવીરસિંહે સૌનું સ્‍વાગત કર્યુ હતુ અને અશ્વશોના આયોજનમાં સહભાગી બનનાર સંસ્‍થાઓ, માઉન્‍ટેડ સ્‍કુલના પ્રશિક્ષણાર્થીઓ અને આ કાર્યક્રમને આવકારનાર રાજકોટના નાગરિકોનો આભાર માન્‍યો હતો.
આ પ્રસંગે કૃષિ મંત્રીશ્રી ઉપરાંત રાજયના પોલીસ વડાશ્રી ચિતરંજન સિંધ, તથા રાજકોટ રેન્‍જના પોલીસ મહાનીરીક્ષકશ્રી પ્રવિણસીંહા, દરબારશ્રી સત્‍યજીત ખાચર, પૂ. ઘનશ્‍યામજી મહારાજ, ડો. કે.બી.રાવલ, શ્રી શામજીભાઇ ખુંટ તથા જિલ્‍લા ભાજપ પ્રમુખશ્રી લાલજીભાઇ સાવલીયા વગેરે મહાનુભાવોના હસ્‍તે વિવિધ સ્‍પર્ધામાં વિજયી બનેલા અશ્વસવારોને રોકડ પુરષ્‍કારો અને શિલ્‍ડ અર્પણ કરાયા હતા. કાર્યક્રમમાં શ્રી આર.ડી.ઝાલા, પૂ. શ્રી અમરાવાળા, શ્રી રાજેન્‍દ્રસીંહ જાડેજાએ નિર્ણાયકો તરીકે સેવાઓ આપી હતી.
સમાપના દિવસે અશ્વપાલકોએ ગરો લેવો, ટેન્‍ટ પેગીંગ, મટકી ફોડ વગેરે જેવા દિલઘડક ઘોડેશ્વારીના પ્રયોગો રજુ કર્યા હતા. જયારે માઉન્‍ટેડ પોલીસ દ્વારા હેરતભર્યા ઘોડેશ્વારીના પ્રયોગો પોલીસ જવાનોએ રજુ કર્યા હતા. જેમાં પી.એસ.આઇ. શ્રી બળદેવસિંહ સરવૈયા, શ્રી રામવીર યાદવ, શ્રી જીતેન્‍દ્રસીંહ ઝાલા તથા શ્રી નાજુભાઇ ભુવા વગેરેનો સમાવશે થાય છે. એક માત્ર મહિલા ઘોડેશ્વાર ભગવતીબેન શામજીભાઇ ખુંટનું સન્‍માન શ્રીમતિ રેણુકાસિંઘના હસ્‍તે કરાયું હતું.
રાજકોટ રૂરલ માઉન્‍ટેડ પોલીસ ગ્રાઉન્‍ડ ખાતે તા. ર૩ થી રપ ત્રણ દિવસ દરમ્‍યાન કૂલ ૧૬૦ અશ્વપાલકોએ ભાગ લીધો હતો અને ઘોડેશ્વારીના પ્રયોગો રજુ કર્યા હતા.
આ પ્રસંગે કાઠીયાવાડી-મારવાડી અશ્વપાલક સહકારી મંડળીના અધ્‍યક્ષશ્રી ઘનશ્‍યામજી મહારાજે આ પ્રકારના આયોજનમાં સહભાગી સૌનો આભાર માન્‍યો હતો.
કાર્યક્રમમાં વાંકાનેર રાજવી શ્રી દિગ્‍વિજયસિંહ ઝાલા, યુવરાજ શ્રી કેસરસિંહજી ઝાલા, રાજકોટ કલેકટર ડો. રાજેન્‍દ્રકુમાર, કૃષિ સહકારી બેન્‍કના ડીરેકટરશ્રી ચેતનભાઇ રામાણી, રાજકોટ રૂરલ ડી.વાય.એસ.પી.શ્રી ચૌહાણ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

આ પ્રસંગે રાજકોટ અને ભાવનગરની હોર્સ રાઇડીંગ સ્‍કુલના પ્રશિક્ષણાર્થીઓનું પણ સન્‍માન કરાયું હતું.

સોમવાર, 26 માર્ચ, 2012

ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન

સુરત ગુરુકુલમાં તા. 1-4-2012, શ્રીહરિ જયંતી – રામનવમીના દિવસે અખંડ ધૂનના સવાલાખ કલાક નિમિત્તે ઉત્સવ રાખેલ છે તેના ઉપક્રમે રાજકોટ અને તેની શાખા ગુરુકુલોમા અભ્યાસ કરેલ હોય અને હાલમાં સુરતમાં રહેતા હોય તેવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન – સંમેલન તા.31-3-2012, શનિવારે રાત્રે : 8-00 કલાકે પ.પૂ. ગુરુવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના સાનિધ્યમાં રાખેલ છે 
ન્યુઝ બાય કશ્યપ જોશી પત્રકાર જેતપુર
સૌજન્ય હિતેશભાઈ જોશી રાજકોટ 

JETPUR MA BPL YAADIMA BHARE GOTALA..SRIMANTONE PAN APAYU STHAT..NAGAR PALIKANA NIYAMAK KYA CHHO TAME ? JETPUR NI BPL NI YAADI TO TAPASO..



JETPUR MA BPL YAADIMA BHARE GOTALA..SRIMANTONE PAN APAYU STHAT..NAGAR PALIKANA NIYAMAK KYA CHHO TAME ? JETPUR NI BPL NI YAADI TO TAPASO..



રવિવાર, 25 માર્ચ, 2012

દિલ્હીના વેપારીએ રૂ. ૭૩ કરોડનું બ્લેક મની જાહેર કર્યું

દિલ્હીના વેપારીએ રૂ. ૭૩ કરોડનું બ્લેક મની જાહેર કર્યું: સરકાર એક તરફ વિદેશની બેન્કોમાં રહેલા ભારતીયોનાં બ્લેક મનીને દેશમાં પાછાં લાવવા માટે અનેક પગલાં લઈ રહી છે ત્યારે દિલ્હીના એ

૨૮ ૨૮ વર્ષ થયા રાજકોટ NA વૃદ્ધાને ફેમીલી પેન્શન માટે રઝળવું પડે છે. ફોટો અને અહેવાલ કશ્યપ જોશી દ્વારા





રબારીકા નજીક ખનીજ ચોરી પકડાઈ

રબારીકા નજીક ખનીજ ચોરી પકડાઈ 
જેતપુર તાલુકાના રબારીકા ગામ નજીક ગઈ કાલે સરપંચ ગટુભાઈ લાલુની સજાગતાથી મોટાપાયે ખનીજ ચોરી પકડવા પામી છે. જામનગર અને રાજકોટ ના ખાન ખનીજ તંત્ર અ દરોડા દરમીયા છ ચકરડી તથા એક ટ્રક  મળી કુલ રૂપિયા ૧૦ લાખ નો મુદામાલ કબજે કર્યો હતો. ખનીજ ચોર કોણ કોણ  છે તેની વિગતો મેળવવા તંત્ર ધાંડે લાગ્યું છે. આ બનાવનો વીરપુર પોલીસ MA ગુનો નોંધાવશે.

તેલંગણા મુદ્દે વિદ્યાર્થીનો આપઘાત, તણાવ

તેલંગણા મુદ્દે વિદ્યાર્થીનો આપઘાત, તણાવ: આંધ્રપ્રદેશ અલદ તેલંગમા રાજ્યની માંગને લઈને એક વિદ્યાર્થીનાં આત્મહત્યા પછી ફરી પાછો આ મુદ્દો ગરમાયો છે. વિદ્યાર્થીની અંતિમયાત્રા દરમિયાન રવિવારના રોજ...

GET EARNING ON NET AT HOME WITHOUT INVESTMENT-99095 20812

The law of wild says “Kill only when you are Hungry!!!”

Photographer Michel Denis-Huot, who captured these amazing pictures on safari in Kenya's Masai Mara in October last year, said he was astounded by what he saw: "These three brothers (cheetahs) have been living together since they left their mother at about 18 months old,' he said. 'On the morning we saw them, they seemed not to be hungry, walking quickly but stopping sometimes to play together. 'At one point, they met a group of impala who ran away. But one youngster was not quick enough and the brothers caught it easily'".

કોંગ્રેસ ગઠબંધન ધર્મ નીભાવવામાં નિષ્ફળ રહી:પવાર

કોંગ્રેસ ગઠબંધન ધર્મ નીભાવવામાં નિષ્ફળ રહી:પવાર: કેન્દ્રીય કૃષિમંત્રી શરદ પવારે શનિવારના રોજ એ આરોપોને ફગાવી દીધા હતા જેમાં રાકાંપા પર રાજ્યમાં તાજેતરમાં જિલ્લા પરિષદના અધ્યક્ષ અને ઉપાદ્યક્ષ પદ...

નરેન્‍દ્રભાઇ મોદી સમરસ ગામના સંકલ્‍પથી ગુજરાતે લોકશાહીનું ઉત્તમ સ્‍વરૂપ દેશને આપ્‍યું છે સમરસ સરપંચો સામૂહિક શકિતથી વિકાસ માટેનું નેતૃત્‍વ લે પ્રત્‍યેક ઘરમાં શૌચાલય પ્રત્‍યેક ગામમાં દિકરી શિક્ષિત હોય પ્રત્‍યેક ગામના ખેડૂત ખાતેદારો ટપક સિંચાઇથી ખેતી કરે ગામ કુપોષણથી મૂકત બને સાત જિલ્લાની ર૯૮ સમરસ ગ્રામ પંચાયતો અને સમરસ સરપંચોનું અભિવાદન રૂા. ૭.૩૦ કરોડના પ્રોત્‍સાહક પુરસ્‍કારો પ્રદાન કરતા મુખ્‍યમંત્રીશ્રી

ગામના વિકાસ માટે અનેક એવા પ્રયોગો છે જેના માટે બજેટના નાણાંની પણ જરૂર નથી મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ સર્વસંમતિથી ગ્રામ પંચાયતોની ચૂંટણી કરીને સમરસ સરપંચ અને સમરસ ગ્રામ પંચાયતોને રૂા. ૭.૩૦ કરોડથી વધારે પ્રોત્‍સાહક પુરસ્‍કારોનું આણંદ ખાતે વિતરણ કરતા જણાવ્‍યું હતું કે સમરસ ગ્રામ પંચાયત માટેના સંકલ્‍પને વિશાળ પ્રતિસાદ આપીને ગ્રામસમાજે ઉત્તમ લોકશાહીનો પથ બતાવ્‍યો છે. સમરસ ગામની પ્રાથમિક શાળા ‘એ' ગ્રેડની કેમ ના હોય? -એવો કૃતસંકલ્‍પ કરવા તેમણે સરપંચોને આહ્‍્‌વાન કર્યું હતું. સન્‍ધ્‍યા સમયે ગામની યુવા બાળ પેઢી ભારતીય રમતો રમે તો ગામમાં નવી, ઊર્જા નવી, પ્રાણશકિત મળી રહેશે તેમ પણ તેમણે જણાવ્‍યું હતું. સમરસ ગ્રામ પંચાયતોને વિકાસ માટે વિશેષ પ્રોત્‍સાહક અનુદાન આપવાની પ્રેરક યોજના હેઠળ આજે આણંદમાં મધ્‍ય ઝોનના સાત જિલ્લાઓની સમરસ ગ્રામ પંચાયતોના સરપંચોનું શાનદાર અભિવાદન મુખ્‍યમંત્રીશ્રીના હસ્‍તે થયું હતું. અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા, દાહોદ, પંચમહાલ અને સુરેન્‍દ્રનગર જિલ્લાઓની મળીને કુલ ર૯૮ સમરસ ગ્રામ મપંચાયતો અને સરંપચોને રૂા. ૭.૩૦ કરોડ પ્રોત્‍સાહક પુરસ્‍કારો પણ મુખ્‍યમંત્રીશ્રીએ એનાયત કર્યા હતા. ચૈત્રી પડવાના પૂનિત દિવસે અને ક્રાંતિકારી શહીદો સુખદેવ, ભગતસિંહ અને રાજગુરૂના શહિદ દિવસે દેશભકિતના વાતાવરણમાં આજે પંચાયતની આ પાયાની સંસ્‍થાના ગૌરવ સમી સમરસ ગ્રામ પંચાયતોને પુરસ્‍કૃત કરવામાં આવી હતી. ગુજરાતના ગ્રામ પંચાયતના સમરસ અભિગમનો અભ્‍યાસ કરવા મહારાષ્‍ટ્રમાંથી આવેલા સરપંચોને આવકારતાં શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ જણાવ્‍યું કે ચૂંટણી જીતવાનો મિજાજ અને સમસ્‍ત ગામ એક બનીને સર્વસંમતીથી ચૂંટાઇને આવે તેનો મિજાજ તો કોઇ ઓર જ હોય છે. સામાન્‍ય રીતે ગામડામાં ચૂંટણીના વેર-ઝેરથી પેઢીઓ સુધી સંઘર્ષ થતો હતો, તે બરબાદીથી ગામડાને બચાવવા સમરસ ગ્રામ પંચાયતના અભિગમને રાજ્‍યભરમાંથી વિશાળ આવકારદાયક પ્રતિસાદ મળ્‍યો છે. આ નાની ઘટના નથી.-સમસ્‍ત ગામનો ભરોસો મેળવવો મોટી સિધ્‍ધિ છે, અને આખું ગામ કેટલી મોટી આશા સાથે ઇજ્જત આબરૂ આપે છે તે સમજીને ગામના લોકો યાદ કરે તેવાં કામો કરીને જ પાંચ વર્ષ સુધી વહીવટ કરીશ એવો સંકલ્‍પ કરવા મુખ્‍યમંત્રીશ્રીએ આહ્‍્‌વાન કર્યું હતું. ગુજરાતે સમરસ ગ્રામ પંચાયતના અભિગમથી ગામડામાં લોકશાહીનું ઉત્તમ સ્‍વરૂપ દેશને આપ્‍યું છે. સમરસ ગામમાં પાયાના સરકારી સેવાકર્મીઓને સાથે રાખીને ગામના ભલા માટે સામૂહિક શકિતથી પંચાયતના તમામ સભ્‍યો અને ગામના આગેવાનો સાથે ગામના ભલા માટેની નંદનવન બને તેવી વિકાસથી ચર્ચા કરવી જોઇએ એવું સમરસ સરપંચોને તેમણે પ્રેરક માર્ગદર્શન આપ્‍યું હતું. ગામમાં વરસાદનું પાણી રોકવા માટેનું નેતૃત્‍વ લઇને આખા ગામની જનશકિત સ્‍થિતિ બદલી શકે છે. હજારો ગામડાં આ રીતે પાણીની અછતમાંથી મૂકિત મેળવી શકે છે એમ મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું અને, કુપોષણની પીડામાંથી સગર્ભા માતાની કુખે વિકલાંગ બાળક પેદા ના થાય તે માટે ગામ ભેગુ મળીને સગર્ભા ગરીબ માતાની સગર્ભાવસ્‍થાના નવ મહિના પોષણની ચિન્‍તા કરે તો એક નવજાત શિશુના નેવું વર્ષની જિંદગી તંદુરસ્‍ત બની જશે. નાના-નાના કામોથી ગામડાની અનેક સમસ્‍યાના ઉકેલ સાથે પરિવર્તન લાવવા સામૂહિક ગ્રામશકિત જાગૃત કરવાનું નેતૃત્‍વ લેવા મુખ્‍યમંત્રીશ્રીએ પ્રેરક માર્ગદર્શન આપ્‍યું હતું. ગામમાં કોઇ બાળક માયકાંગલુ કે કુપોષિત રહે નહીં, કોઇ દિકરી અભણ રહે નહીં, કોઇ ગામે ગંદકી રહે નહીં- એવા અનેક સંકલ્‍પો કરવા તેમણે અપીલ કરી હતી. સમરસ સરપંચ ધારે તો આખા ગામની સમસ્‍યા ઉકેલીને વિકાસની શિકલ બદલી જશે. ગરીબ પરિવારોનું સશકિતકરણ કરવાની અનેક સરકારી યોજના છે તેનો મહત્તમ લાભ અપાવવાનો પ્રેરક અનુરોધ કરતાં મુખ્‍યમંત્રીશ્રીએ દશ વર્ષ પહેલાં ગુજરાતમાં માત્ર ૪ ગામ નિર્મળ હતા અને દશ વર્ષમાં ૬૦૦૦ ગામો નિર્મળ ગ્રામ બની ગયા- જે ગ્રામશકિતના પ્રતાપે જ બન્‍યા છે એમ જણાવ્‍યું હતું. પ્રત્‍યેક ગામમાં બહેન-દીકરીની ઇજ્જત લૂંટાતી અટકાવવા જાન આપી દેનારા, ગૌરક્ષા માટે બલિદાન આપનારા કોઇને કોઇ શહિદો છે ત્‍યારે હવે સરપંચ નેતૃત્‍વ લઇને પ્રત્‍યેક ગામની બહેન-દિકરી, માતા માટે ઘર-ઘરમાં શૌચાલયની સુવિધા આપે એવી હ્વદયસ્‍પર્શી અપીલ તેમણે કરી હતી. ગામમાં પાણી બચાવવાની સાથે ટપક સિંચાઇથી જ ખેતી કરવાની પ્રેરણા આપતાં મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે ઉત્તમ ખેતી દ્વારા આર્થિક વ્‍યવસ્‍થા તરફ લઇ જવાં છે. ગામડાને જાજરમાન બનાવવા છે, ગામડાને વિકાસથી ધબકતા પ્રાણવાન બનાવવા છે. માત્રને માત્ર વિકાસનો જ મંત્ર લઇને આ સરકાર ચાલે છે. રપ કી.મી. ત્રિજયામાં આ સરકારમાં કોઇને કોઇ વિકાસકામો થતાં જ રહે છે. અને આ વિકાસ માટેના નાણાં જનતાના છે અને તેને સમાજને પરત આપી વિકાસમાં રૂપિયો ઉગી નીકળે એવા કામો થઇ રહ્યા છે. તેમ તેમણે જણાવ્‍યું હતું. સરપંચોની નેતૃત્‍વશકિતને બિરદાવતા મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે ગ્રામ પંચાયતો ઉત્તમ વહીવટની શાખ પૂરી પાડે. ડિસેમ્‍બરના ચુનાવોમાં રાજ્‍યની ર૧૩૩ પંચાયતોમાં વિકાસ માટે સમરસતાનો માર્ગ અપનાવ્‍યો છે તેવી માહિતી આપવાની સાથે સહુને આવકારતા પંચાયત વિભાગના અધિક મુખ્‍ય સચિવશ્રી રજનીકાંત પટેલે જણાવ્‍યું હતું કે ૮૭૪ પંચાયતોએ મહિલા સરપંચો અને સમરસતાનો આગવો દાખલો બેસાડયો છે. પંચાયત મંત્રીશ્રી નરોત્તમભાઇ પટેલ, શિક્ષણ મંત્રીશ્રી રમણલાલ વોરા, આરોગ્‍ય રાજ્‍યમંત્રીશ્રી પરબતભાઇ પટેલ, આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રીશ્રી જશવંતસિંહ ભાભોર, નાયબ દંડકશ્રી અંબાલાલ રોહિત, સાંસદ સ્‍મૃતિ ઇરાની, મનસુખભાઇ માંડવીયા, રાજ્‍ય મહિલા આયોગના અધ્‍યક્ષ લીલાબેન અંકોલીયા, ધારાસભ્‍ય જ્‍યોત્‍સનાબેન પટેલ, શિરીષ શુકલ, જિલ્લા પંચાયતોના અધ્‍યક્ષશ્રીઓ, પૂર્વ સાંસદશ્રી દીપકભાઇ પટેલ, અગ્ર સચિવશ્રી સંગીતાસિંઘ, સહિત મહાનુભાવો અને સરપંચો આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહ્યા હતા.

ધર વિહોણા માટે એક લાખ આવાસો નિર્માણ કરાશે - નરોત્તમભાઇ પટેલ

હાલમાં સમરસ ગામોની ૫૦૦૦ બહેનોને ગાંધીનગર બોલાવી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. સરપંચો પોતાના ગામને કેવી રીતે વિકાસની ઊંચાઈ પર લઈ જઈ શકે તે માટે તેમનામાં રહેલી શકિતનો આભાસ થયો ખૂબ જરૂરી છે, એ તેમણે અભ્યાસ અને સરકારની યોજનાઓની સાચી સમજથી મેળવવી પડશે. પંચાયતી રાજયના ૫૦ વર્ષની ઉજવણીના આયોજન અંગે ચર્ચા કરતા તેમણે જણાવ્યું હતું કે ગામો શહેરોને ટક્કર મારે તેવા ગામોમાં સુવિધા ઊભી કરવાની છે. ગામોને સ્વભંડોળ ભેગુ કરી રાજય સરકાર દ્વારા આપવામાં આવતા ભંડોળનો ઉપયોગ કરી ગામોના વિકાસ કરવા જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા ૦ થી ૧૬ આંક વાળા ગરીબોને આવાસો આપી દેવામાં આવ્યા છે હવે ૧૭ થી ૨૦ આંક વાળા ગરીબો આવાસો આપવામાં આવશે. બજેટમાં રૂા. ૩૫૦ કરોડ સરદાર આવાસ યોજના માટે ફાળવવામાં આવ્યા છે. હજુ ૩.૫ લાખ આવાસ બાંધવાના બાકી છે. તેમાંથી 1 લાખ આવાસ આ વર્ષે બંધાશે. સરકારની વિવિધ યોજનાઓનો સીધો લાભ મળે તે માટે ગરીબ કલ્યાણ મેળા શરૂ કરવામાં આવ્યા. રાજયના ૨૫૫ ગામોને ગટર યોજના આપવાનું આયોજન રાજય સરકારે કર્યું છે. તેમાંથી પ્રથમ તબક્કામાં ૮૮ ગામોનાં ટેન્ડર આપી દેવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. રાજયના ૧૩,૬૮૫ ગામો ઈ-ગ્રામની વ્યવસ્થાથી જોડાયા હોવાનો ગર્વ પણ મંત્રીશ્રીએ લઈ સરપંચોને તેનો ભરપુર લાભ લેવા આગ્રહ કર્યો હતો.

ગામના ધન કચરામાંથી વર્મીકંપોસ્ટ ખાતર બનાવતું બાબેન ગામ બાબેન ગામના સરપંચે પોતાના ગામના વિકાસની ઝાંખી કરાવી

સુરતના બારડોલી તાલુકાના બાબેન ગામના એવોર્ડ વિનર સરપંચ શ્રી ભાવેશભાઇએ જણાવ્યું હતું કે, બીજી વખત તેઓ સમરસ સરપંચ તરીકે ચૂંટાયા છે. શ્રેષ્ઠ ગ્રામપંચાયત તરીકે ગામને ૨૫ લાખનો પુરસ્કાર અનુદાન પણ મળે છે. ગામની સ્વચ્છતા જાળવવા માટે પંચાયત ડોર ટુ ડોર પ્રથા અપનાવી કચરાનો નિકાલ કરે છે. પંચાયતે બારડોલી નગરપાલિકા સાથે એમ.ઓ.યુ. કર્યા છે. જે અંતર્ગત ધનકચરામાંથી વર્મી કંપોસ્ટ ખાતર તૈયાર કરવામાં આવે છે, જેનો ઉપયોગ ગામના ખેડૂતો કરે છે. ગામે આજે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. રાજયના મુખ્યમંત્રીએ કુપોષણ સામે જે જંગ છેડયો છે તેને સમર્થન આપવા ગ્રામજનો ગામના શિવાલયમાં જે અભિષેક માટે ચડાવાતા દૂધમાંથી અમુક પાત્ર એક ભાગ અલગ કરી ગામની આંગણવાડીના બાળકોને આપવામાં આવે છે, જેથી તેઓ કુપોષણરૂપી અભિશાપથી મુકત રહી શકે. ગ્રામજનોને પીવાના પાણીની સુવિધા માટે ગામમાં સ્વજલધારા થકી આરઓ પ્લાન્ટની વ્યવસ્થા કરાઇ છે. શાળાનો ડ્રોપ આઉટ રેશિયો, આજે ગુણોત્સવ તથા શાળા પ્રવેશોત્સવના પરિણામે બન્યો છે. ગામમાં રસીકરણ, જન્મ તથા મરણની નોંધણી અને સંસ્થાકીય પ્રસૂતિ ૧૦૦ ટકા સુધી પહોંચી છે. ગામમાં ૧૨૫ બહેનો સખીમંડળ સાથે સંકળાયેલ છે. તેઓ હેરકટિંગના વ્યવસાય થકી મહિને પ થી ૬ હજારની આવક મેળવી મહિલાઓ આત્મનિર્ભર બની છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપણે સરપંચો નસીબદાર છીએ કે રાજયના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ તળેના ગુજરાતના વિકાસયુગમાં પ્રજાની સેવા કરવાનો મોકો મળ્યો છે.

નવા વર્ષે રાજયમાં ૧૨ હજારથી વધુ નંદધરો બાંધવાનું આયોજન - અગ્ર સચિવ સંગીતાસિધ

રાજય સરકારે નવા વર્ષના અદાજપત્રમાં ૧૨ હજારથી વધુ આંગણવાડીઓના મકાનો (નંદધરો) બાંધવાનું આયોજન કર્યું છે. તેવી જાણકારી આપતા મહિલા અને બાળ વિકાસ વિભાગના અગ્રસચિવ શ્રીમતી સંગીતાસિંધે જણાવ્યું હતું કે, ભૂલકાંઓ, કિશોરીઓ, સગર્ભાઓ અને ધાત્રી માતાઓને પૂરક પોષણથી સશકત કરવા અને આરોગ્ય સાચવવાનું આયોજન રાજય સરકારે કર્યું છે. તેવા ગ્રામસ્તરે પરિણામલક્ષી અમલીકરણમાં સરપંચો વિશિષ્ટ ભૂમિકા અદા કરવાની છે. તેમણે જણાવ્યું તું કે બાળકો, કિશોરીઓ અને માતાઓ માટે વિનામૂલ્યે રેડી ટુ કૂક પોષક આહાર વિનામૂલયે ઉપલબ્ધ કરાવનારું ગુજરાત પ્રથમ રાજય છે. સખી મંડળોને પણ બાળ અને મહિલા પોષણ યોજનાઓના અમલીકરણમાં જોડવામાં આવી છે. તેમણે નવ જિલ્લાઓમાં કિશોરીઓને સશકિતકરણ માટે અમલમાં મૂકવામાં આવેલી સપના યોજના તેમજ માતા યશોદા પુરસ્કાર યોજવાની માહિતી આપી હતી.

શિક્ષણક્ષેત્રની સિદ્ધિઓ વર્ણવતા શિક્ષણમંત્રીશ્રી રમણલાલ વોરા

સમરસ સરપંચ અને સમરસ ગ્રામ પંચાયત અભિવાદન તથા પુરસ્કાર પ્રદાન સમારોહ પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી રમણલાલ વોરાએ છેલ્લા દાયકામાં શિક્ષણ ક્ષેત્રે હાંસલ કરેલી સિદ્ધિનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રી, મંત્રી મંડળના મંત્રીઓ, વરિષ્ઠ સનદીઅધિકારીઓએ ધોમધોમતા તાપમાં ગામડાં ખૂંદી વળીને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજીને ૧૦૦ ટકા શાળા નામાંકન સહિત ૩૯ ટકા જેવો ઊંચો ડ્રોપ આઉટ રેશિયો સાત ટકાના દરે લઈ જવામાં આવ્યો છે. જેને આગામી સમયમાં શૂન્ય થઈ લઈ જવાની રાજય સરકારની પ્રતિબદ્ધતા છે. માત્ર શિક્ષણ નહિ ગુણવત્તાસભર શિક્ષણ માટે દેશમાં એકમાત્ર ગુજરાતમાં ગુણોત્સવ યોજાય છે. ગુણોત્સવ દ્વારા વિઘાર્થીઓના અને શાળાઓને ગ્રેડ આપવાની સ્પર્ધાયુકત પ્રથા અમલી બની છે. પ્રાથમિક શાળાઓની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઈ છે. કન્યા કેળવણીને વધુ વ્યાપક બનાવવા ૧૦૨૦૦ જેટલી પ્રાથમિક શાળાઓમાં ધોરણ આઠનો પ્રારંભ કરવા સાથે વધુ ૫૭૪૦ જેટલી શાળાઓમાં ધોરણ આઠનો પ્રારંભ કરવામાં આવશે. શિક્ષણના સુદઢીકરણ માટે ૨૧૦૦૦ વિઘાસહાયકોને નિમણૂક અપાઈ છે. તેની સાથે નવા શૈક્ષણિક સત્ર ૨૦૧૨-૧૩માં વધુ ૧૫૦૦૦ શિક્ષકેની ભરતી કરવાનું મોટું આયોજન કરવામાં આવ્યું છે. શિક્ષણના વ્યાપને લીધે દેશમાં એકમાત્ર ગુજરાત ૭૨ ટકા રોજગારી આપવામાં અગ્રેસર છે. વાંચે ગુજરાત અભિયાન અંતર્ગત એક જ દિવસમાં ૫૦ લાખ લોકોએ ૫૦ લાખ કલાક વાચનનો વિશ્વ વિક્રમની નોંધ ગીનીસ બુકમાં નોંધ લેવા છે. એમ જણાવતા શ્રી વોરાએ પ્રાથમિક શાળામાં રૂા. ૩૪ કરોડના ખર્ચે ગ્રંથાલય ઊભા કરી ભાવિપેઢીને વાચન પ્રેરિત કરાશે. ૩૫ ટકા મહિલા શિક્ષણ દર વાળા ગામોની કન્યાઓને પ્રોત્સાહિત કરવા રૂા. ૧૦૦૦નો વિઘાલક્ષમી બોન્ડ નવા સત્રથી રૂા. ૨૦૦૦નો કરવામાં આવશે. એમ જણાવતા રાજયમાં ગુણવત્તા સભર શિક્ષણ ખસાથે સંસ્કારયુકત શિક્ષણની વિભાવના વ્યકત કરી હતી.

ગુજરાત સરકાર જયારે માતાઓનું જીવન બચાવવાની શ્રેષ્ઠ વ્યવસ્થાઓ કરી રહી છે ત્યારે ભારત સરકાર મહિલા આરોગ્ય પ્રત્યે ધોર બેદરકારી દાખવે છે - સાંસદ સ્મૃતિ ઈરાની

સાંસદ સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે ચિરંજીવી અને બાળ સખા યોજનાઓ દ્વારા માતા અને બાળકોના જીવનની રક્ષાની શ્રેષ્ઠ વ્યવસ્થાઓ કરી છે. જયારે બીજી તરફ ભારત સરકાર માતા મરણ દરના ૨૦૦૫ના આંકડાઓના આધારે માતૃઆરોગ્યના આયોજનો કરીને ધોર બેદરકારીનો પુરાવો આપે છે. ગુજરાતના પ્રત્યેક ગામને મોડેલ ગામ બનાવીએ તેવી હાકલ કરતા સાંસદે જણાવ્યું હતું કે ભારત સરકારે સત્તા છીનવવાનો અભિગમ અપનાવ્યો છે ત્યારે ગુજરાત સરકારે સત્તાઓની સમતોલ વહેંચણી દ્વારા સરપંચોને ગ્રામવિકાસનો છૂટો દોર આપ્યો છે. રાજય સરપંચો પાસેથી વિકાસની વ્યૂહરચના અને અમલીકરણ શીખવા જેવું છે. પંચાયતો લોકશાહીનો પાયો છે અને સબળ પંચાયતો સક્ષમ રાજયની ખાતરી આપે છે. ત્યારે સમરસ ગ્રામપંચાયતની વિભાવના રાજયના મુખ્યમંત્રીશ્રીનું સહુનો સાથ, સહુનો વિકાસનું સૂત્ર સાકાર કરે છે. કુપોષણ સામે લડત આપવા રાજયના લોકોએ સદ્‍ભાવના અભિયાનમાં રૂા. ૪ કરોડનું યોગદાન કુપોષણ મુકિત માટે આપ્યું છે.

રાજયનું આરોગ્ય સુધારવા અને સાચવવા અંદાજપત્રમાં રૂા.૩૦૬૦ કરોડનીજોગવાઇ કરી છે - પરબતભાઇ પટેલ

(માહિતી બ્યુરો, આણંદ) તા. ૨૩ માર્ચ - આરોગ્ય રાજયમંત્રીશ્રી પરબતભાઇ પટેલએ જણાવ્યું હતું કે રાજયનું આરોગ્ય સુધારવા અને સાચવવા રાજય સરકારે નવા અંદાજપત્રમાં રૂા.૩૦૬૦ કરોડની જોગવાઇ કરી છે. રાજયના બાળકોને કુપોષણમાંથી મુકત કરવા પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ હેઠળ રૂા.૬૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. ગરીબ પરિવારોની સગર્ભાઓને ખાનગી દવાખાનાઓમાં સલામત પ્રસૂતિ કરાવવાની વિનામૂલ્યે સગવડ આપતી ચિરંજીવી યોજનાને વિશ્વ આરોગ્ય સંસ્થા અને વડાપ્રધાનશ્રીના પુરસ્કારો મળ્યાં છે. ચિરંજીવી યોજના અને ૧૦૮ની જીવનરક્ષક સેવાઓના પગલે સંસ્થાકીય પ્રસૂતિઓનો દર વધીને ૯૩ ટકા થયો છે. ૧૦૮ એમ્બ્યુલન્સમાં ૨૩૪૫૧ સુવાવડો દ્વારા માતા-બાળકોની જિંદગી બચાવી છે. રાજયના ૨૪ જિલ્લાઓમાં આઇસીયુ ઓન વ્હીલ્સની જીવનરક્ષક સેવા કાર્યરત કરવામાં આવી છે. આરોગ્યની આ સગવડોથી માનવ વિકાસ સૂચકાંક સુધરશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

સમરસ ગામના સંકલ્પથી ગુજરાતે લોકશાહીનું ઉત્તમ સ્વરૂપ દેશને આપ્યું છે સમરસ સરપંચો સામૂહિક શકિતથી વિકાસ માટેનું નેતૃત્વ લે

સાત જિલ્લાની સમરસ ગ્રામપંચાયતો અને સમરસ સરપંચોનું અભિવાદન રૂા. ૭.૩૦ કરોડના પ્રોત્સાહક પુરસ્કારો પ્રદાન કરતા મુખ્યમંત્રીશ્રી પ્રત્યેક ધરોમાં શૌચાલય પ્રત્યેક ગામમાં દીકરી શિક્ષિત હોય પ્રત્યેક ગામના ખેડૂત ખાતેદારો ટપક સિંચાઇથી ખેતી કરે ગામ કુપોષણથી મુકત બને ગામના વિકાસ માટે અનેક એવા પ્રયોગો છે જેના માટે બજેટના નાણાંની પણ જરૂર નથી (માહિતી બ્યુરો, આણંદ) તા. ૨૩ માર્ચ - મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સર્વસંમતિથી ગ્રામપંચાયતોની ચૂંટણી કરીને સમરસ સરપંચ અને સમરસ ગ્રામપંચાયતોને રૂા.૭.૩૦ કરોડથી વધારે પ્રોત્સાહક પુરસ્કારોનું આણંદ ખાતે વિતરણ કરતા જણાવ્યું હતું કે, સમરસ ગ્રામ પંચાયત માટેના સંકલ્પને વિશાળ પ્રતિસાદ આપીને ગ્રામસમાજે ઉત્તમ લોકશાહીનો પથ બતાવ્યો છે. સમરસ ગામની પ્રાથમિક શાળા એ ગ્રેડની કેમ ના હોય? એવો કૃતસંકલ્પ કરવા તેમણે સરપંચોને આહ્‍વાન કર્યું હતું. સંધ્યાસમયે ગામની યુવા-બાળ પેઢી ભારતીય રમતો રમે તો ગામમાં નવી ઊર્જા, નવી પ્રાણશકિત મળી રહેશે. સમરસ ગ્રામપંચાયતોને વિકાસ માટે વિશેષ પ્રોત્સાહક અનુદાન આપવાની પ્રેરક યોજના હેઠળ આજે આણંદમાં મધ્યઝોનના સાત જિલ્લાઓની સમરસ ગ્રામપંચાયતોના સરપંચોનું શાનદાર અભિવાદન મુખ્યમંત્રીશ્રીના હસ્તે થયું હતું. અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા, દાહોદ, પંચમહાલ અને સુરેન્દ્રનગર જિલ્લાઓની મળીને કુલ ૨૯૮ સમરસ ગ્રામપંચાયતો અને સરપંચોને રૂા.૭.૩૦ કરોડ પ્રોત્સાહક પુરસ્કારો પણ મુખ્યમંત્રીશ્રીએ એનાયત કર્યા હતા.

વલસાડની કેરી હવે દુનિયાના ખૂણેખૂણામાં પહોંચશે : વલસાડી હાફૂસની સોડમ વિશ્વ સમસ્‍તના કેરી પ્રેમીઓનું મન મોહી રહી છે વલસાડની કેરી તથા શાકભાજીના નિકાસકારો સાથે યોજાઇ જિલ્લા પ્રશાસનની ઉપયોગી બેઠક :

વિશ્વ સમસ્‍તમાં જેની સોડમ ફેલાઇ ચૂકી છે તે વલસાડી હાફૂસ કેરીનો સ્‍વાદ દુનિયાના દરેક કેરી પ્રેમીઓને મળી શકે, અને વલસાડના કેરી પકવતા ધરતીપુત્રોને તેનું વૈશ્વિક બજાર ઉપલબ્‍ધ થઇ શકે તેવા આશય સાથે વલસાડ જિલ્લા પ્રશાસન અને વિદેશોમાં કેરીની નિકાસ કરતા નિકાસકારોની એક અગત્‍યની બેઠક તાજેતરમાં વલસાડ ખાતે યોજાઇ ગઇ. વલસાડ જિલ્લામાં મબલખ પ્રમાણમાં પાકતી હાફૂસ, કેસર અને તોતાપુરી કેરી તથા કારેલા, દૂધી, પરવળ જેવા વેલાવાળા શાકભાજીની માંગ દેશના સીમાડા ઓળંગીને હવે દરિયાપારના દેશોમાં વધવા પામી છે. આ માંગને પહોંચી વળવા, તથા વલસાડની કેરી અને શાકભાજીને વૈશ્વિક ઓળખ મળે તથા ખેડૂતોને તેના પોષણક્ષમ ભાવો પ્રાપ્ત થાય અને વપરાશકારોને ગુણવત્તાયુક્‍ત ફળ તથા શાકભાજી નિયમિત અને સમયસર મળી રહે તેવું શિસ્‍તબધ્‍ધ આયોજન ઘડી કાઢવા વલસાડ કલેકટર શ્રી એલ.સી.પટેલે આ બેઠકમાં માર્ગદર્શન આપતાં જણાવ્‍યું હતું. બી.એન.કે.એગ્રી એન્‍ડ એક્‍સપોર્ટ પ્રા.લી. સૂરત, સાચી એક્‍સપોર્ટ ઇન્‍ડિયા પ્રા.લી. ધરમપુર તથા ભારતીય વૉલમાર્ટ જેવી નિકાસકાર કંપનીઓના પ્રતિનિધિઓ, ઘરેલું બજાર તથા વિશ્વ બજારમાં કાર્યરત એજન્‍સીઓ, શાકભાજીના ઉત્‍પાદનમાં અમૂલ્‍ય યોગદાન અને માર્ગદર્શન આપનારી ધરમપુરની ઍનાર્ડે જેવી સંસ્‍થા, જિલ્લાનું બાગાયત તંત્ર, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી વિપૂલભાઇ જાદવ સહિત રસ ધરાવતા મહાનુભાવોની સાથે જિલ્લા પ્રશાસનની યોજાયેલી આ બેઠકમાં કલેકટર શ્રી પટેલે ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડયું હતું. વલસાડ બ્રાંડ કેરીની નિકાસ અંગે જરૂરી પરામર્શ અને વિચાર વિનિમય માટે યોજાયેલી આ બેઠકની ફળશ્રૃતિ કેરીની આગામી મોસમમાં જોવા મળશે, તેવો આશાવાદ જિલ્લાના બાગાયત અધિકારી શ્રી ચૌધરીએ બેઠકમાં વ્‍યક્‍ત કર્યો હતો.

બનાસકાંઠા જિલ્લામાં ૧૦૬ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી તા. ૧૫ મી એપ્રિલે યોજાશે.

રાજયની ૧૭૨૮ ઉપરાંતની ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી તા.૧૫/૪/૨૦૧૨ ના રોજ યોજવા રાજય ચૂંટણી ઓયોગે તા.૨૧/૩/૨૦૨ના રોજ જાહેરત કરી છે. જે મુજબ બનાસકાંઠા જિલ્લામાં ૧૦૬ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી બનાસકાંઠા દ્વારા જણાવાયું છે. આ ચૂંટણીમાં ઉમેદવારો અને રાજકીય પક્ષો માટે આદર્શ આચારસંહિતા તા.૨૧/૩/૨૦૧૨ ના રોજ સાંજના ૧૬-૦૦ કલાકથી ગ્રામ પંચાયતોની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી હેઠળના વોર્ડના વિસ્તારમાં અમલમાં આવે છે. ચૂંટણીનો કાર્યક્રમ નીચે મુજબ છે. અ.ન. વિગત તારીખ ૧ ચૂંટણીની નોટીસો/જાહેરનામા પ્રસિધ્ધ કરવાની તારીખ ૨૬/૦૩/૨૦૧૨ ૨ ચૂંટણી અધિકારીશ્રીએ ચૂંટણી નોટિસ પ્રસિધ્ધ કરવાની તારીખ ૨૬/૦૩/૨૦૧૨ ૩ ઉમેદવારીપત્રો રજુ કરવાની છેલ્લી તારીખ ૩૧/૦૩/૨૦૧૨ ૪ ઉમેદવારીપત્રોની ચકાસણીની તારીખ ૦૨/૦૪/૨૦૧૨ ૫ ઉમેદવારી પરત ખેંચવાની તારીખ ૦૩/૦૪/૨૦૧૨ ૬ મતદાનની તારીખ અને સમય ૧૫/૪/૨૦૧૨ (રવિવાર) સવારના ૮-૦૦થી સાંજના ૫-૦૦ કલાક ૭ જરૂર જણાય પુનઃમતદાનની તારીખ ૧૬/૪/૨૦૧૨ ૮ મતગણતરીની તારીખ ૧૭/૪/૨૦૧૨ (૧) આ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી હેઠળના વોર્ડોના વિસ્તારમાં આજરોજ જાહેરાતથી આદર્શ ચૂંટણી આચારસંહિતા અમલમાં આવે છે. (૨) આ અંદાજિત ગ્રામ પંચાયતોમાં ૧૭૨૮ સરપંચની ચૂંટણી તેમજ અંદાજિત ૧૪૧૪૩ વોર્ડોમાં સભ્યની ચૂંટણી યોજાશે. સાથોસાથ આ સિવાયની જે ગ્રામ પંચાયતોની મુદત તા.૩૧/૧૦/૨૦૧૨ પછી પુરી થાય છે તેમાં પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી યોજાશે. (૩) રાજય ચૂંટણી આયોગના તા.૧૩/૬/૨૦૧૧ના આદેશથી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવાના અધિકારો જે તે પ્રાંત અધિકારીશ્રીને સુપ્રત કરેલ હોઇ, ગ્રામ પંચાયતોની ચૂંટણીના જાહેરનામા તેઓ દ્વારા બહાર પાડવામાં આવશે. (૪) ચૂંટણીમાં ઉમેદવારે ઉમેદવારી પત્ર સાથે પોતાનો ગુન્હાહિત ઇતિહાસ, શૈક્ષણિક લાયકાત, મિલ્કત અને દેવાં બાબતનું એકરારનામું ચૂંટણી અધિકારી સમક્ષ રજુ કરવાનું રહેશે. (૫) આ ચૂંટણીમાં મતદાન સમયે, મતદારે ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ ઓળખપત્ર (EPIC) રજુ કરવાનું રહેશે. પરંતું વ્યાજબી કારણસર રજુ કરી શકાય તેમ ન હોય તો, સબંધિત મતદારની ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે મતદાર, રાજય ચૂંટણી આયોગના તા.૨૧/૩/૨૦૧૧ના આદેશથી નિયત કરેલ ૧૩ (તેર) ફોટાવાળા દસ્તાવેજો પૈકી કોઇપણ એક દસ્તાવેજ રજુ કરી શકાશે. (૬) કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને નિર્ભય રીતે મતદારો મતદાન કરી શકે તે અંગે પુરતો પોલીસ બંદોબસ્ત પણ કરવામાં આવ્યો છે. (૭) આ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણી વિજાણું મતદાન યંત્રોના ઉપયોગથી કરવામાં આવશે.

‘ ઇગ્નુ ‘ એ શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન સાથે ક્રાંતિની જ્યોત પ્રગટાવી છે: રાજ્યપાલશ્રી

ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય મુક્ત વિશ્વવિદ્યાલયના રજતજયંતિ મહોત્સવ કાર્યક્રમ પ્રસંગે ‘ ઇગ્નુ ‘ની સેવાઓને બિરદાવતાં રાજ્યપાલશ્રી શિક્ષણમાં ઉચ્ચ પ્રકારની ગુણવત્તા, અનેક પ્રકારના નવા કોર્ષ તથા શૈક્ષણિક સુવિધાઓ સાથે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રિય મુક્ત વિશ્વવિદ્યાલયે શિક્ષણક્ષેત્રે માત્ર પરિવર્તન જ નહીં ક્રાંતિની જ્યોત પ્રગટાવી છે, તેમ રાજ્યપાલ ડૉ. શ્રીમતિ કમલાજીએ જણાવ્યું છે. અમદાવાદ ખાતે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રિય મુક્ત વિશ્વવિદ્યાલયની રજત જયંતિ વર્ષ મહોત્સવના યોજાયેલ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનપદેથી ઉદબોધન કરતાં રાજ્યપાલશ્રીએ ‘ ઇગ્નુ ‘ ની શિક્ષણક્ષેત્રે સેવાઓને બિરદાવતાં જણાવ્યું હતું કે માત્ર શાળા કે કોલેજમાં જઇને જ શિક્ષણ મેળવી શકાય છે તે માન્યતાને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રિય મુક્ત વિશ્વવિદ્યાલયે ખોટી ઠેરવી છે. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે ‘ ઇગ્નુ ‘ ના આજ સુધીના ઇતિહાસમાં એક પણ વખત એવું નથી બન્યું જેમાં એક પણ કોર્ષની પરીક્ષાની તારીખ બદલવી પડી હોય, આ બાબત ‘ ઇગ્નુ ‘નું શ્રેષ્ઠ વહીવટી વ્યવસ્થાપન દર્શાવે છે. આજે દેશના કોઇ પણ ખુણેથી કોઇ પણ વિદ્યાર્થી પરીક્ષા આપી શકે છે. આ પ્રસંગે ‘ ઇગ્નુ ‘ ના રિજિયોનલ ડિરેક્ટર ડૉ. શ્રીકાંત મહાપાત્રએ જણાવ્યું હતું કે ‘ ઇગ્નુ ‘ ના ૨૫ માં વર્ષની ઉજવણીના ભાગ રૂપે આ વર્ષની શરૂઆતથી દેશમાં ઓન ડિમાંડ એજ્યુકેશનની શરૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત ‘ ઇગ્નુ ‘ દ્વારા કેટલાક કોર્ષ ગુજરાતીમાં પણ શરૂ કરાશે. આ કાર્યક્રમમાં ડૉ. પી. કે. મહેતા, ડૉ. ભૂષણ પૂનાની, ડૉ. ગણેશદેવી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

ગુજરાત દેશનું ઓટોમોબાઇલ હબ બનશે. -શ્રમ અને રોજગાર મંત્રીશ્રી વજુભાઇ વાળા સરસપુર આઇ.ટી.આઇ. ખાતે રૂ! ૭૦ લાખના ખર્ચે નિર્મિત ઓટોમોબાઇલ વર્કશોપનું લોકાર્પણ

વિશ્વની નામાંકિત કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરી રહી છે, જેના થકી રાજ્યના સ્થાનિક યુવાનોને રોજગારીનો લાભ મળે તેવા સક્રિય પ્રયાસો સરકારના છે તેમ શ્રમ અને રોજગાર મંત્રીશ્રી વજુભાઇ વાળાએ ફોક્સવેગન ગૃપ સેલ્સ ઇન્ડિયા દ્વારા રૂ! ૭૦ લાખના ખર્ચે નિર્મિત ઓટોમોબાઇલ વર્કશોપનું લોકાર્પણ કરતાં જણાવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા થયેલા સમજુતી કરારના ભાગ રૂપે ફોક્સવેગન ગૃપ દ્વારા ગુજરાતમાં ઓટોમોબાઇલ વર્કશોપ લોકાર્પિત કર્યો છે, તેમ તેમણે જણાવ્યું હતું. ઓટોમોબાઇલ વર્કશોપનું લોકાર્પણ કરતા મંત્રીશ્રી વજુભાઇ વાળાએ જણાવ્યું હતું કે ગુજરાત દેશનું ઓટોમોબાઇલ હબ બનશે. આ ક્ષેત્રે જરૂરી કૌશલ્યવાન માનવ બળ પુરૂ પાડવા રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા શરૂ કરાયેલ વિવિધ વ્યવસાયિક તાલીમ લઇ યુવાનો વ્યવસાયિક કૂનેહ પ્રાપ્ત કરી શકશે. યુવાનોને ગ્રામ્ય સ્તરે વ્યવસાયિક તાલીમ દ્વારા રોજગાર અવસર આપવાં મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યમાં કૌશ્યલવર્ધન કેન્દ્રો શરૂ કર્યા છે. શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી લીલાધરભાઇ વાઘેલાએ જણાવ્યું હતું કે રાજ્યના યુવાનો આર્થિક રીતે પગભર બને તે માટે મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં વિશ્વસ્તરીય કંપનીઓ બોલાવી છે, જેના ભાગ રૂપે સરસપુર ખાતે ફોક્સવેગન કંપનીએ વિનામુલ્યે તાલીમ આપવાં આ સહયોગ કર્યો છે. ફોક્સવેગન દ્વારા સંસ્થાના તાલીમાર્થિઓ માટે જેટા કારની ચાવી તથા VG-TAP ઓથોરાઇઝ ટ્રેનીંગ સેંટરની માન્યતાનું પ્રમાણપત્ર સરસપુર આઇ.ટી.આઇ. ના આચાર્યશ્રી જી.બી. જાડેજાને ફોક્સવેગન કંપનીના શ્રી સંજયકુમાર પાત્રા, ઓડીના શ્રી અનિલ મટવાલ અને સ્કોડાના એન. એન. શર્માએ અર્પણ કર્યા હતાં.

ગુજરાતની હસ્‍તકલા અસ્‍મિતાને સરહદ પાર ઉજાગર કરીએ. – વિધાનસભાના અધ્‍યક્ષશ્રી ગણપતભાઇ વસાવા

રાજપથ કલબ ખાતે ક્રાફટરૂટસ ઉત્‍સવ –૨૦૧૨ ગુજરાત વિધાનસભાના અધ્‍યક્ષશ્રી ગણપતભાઇ વસાવાએ રાજપથ કલબ ખાતે ક્રાફટરૂટસ ઉત્‍સવ ૨૦૧૨ને ખૂલ્‍લો મુક્યો છે. અમદાવાદમાં યોજાયેલા આ ત્રિદિવસીય હસ્‍તકલા પ્રદર્શનનું ઉદઘાટન કરતાં વિધાનસભાના અધ્‍યક્ષશ્રી ગણપતભાઇ વસાવાએ જણાવ્‍યું હતું કે ગુજરાતની હસ્‍તકલા અસ્‍મિતાને સરહદ પાર ઉજાગર કરીએ. રાજયના કચ્‍છ,દાહોદ,ડાંગ,સોરાષ્‍ટ્રના ગ્રામ્‍યવિસ્‍તારની કલા સંસ્‍કૃતિને હસ્‍તકલાના માધ્‍યમથી દેશ વિદેશમાં લઇ જઇએ. મુખ્‍યમંત્રીશ્રીની મિશનમંગલમ યોજના અને સ્‍ત્રી સશકિતકરણના માધ્‍યમથી આજે છેવાડાની ગ્રામીણ મહિલાઓ વિસરાતી જતી હસ્‍તકલાને જિવંત રાખી રોજગારી મેળવી રહી છે ત્‍યારે ગ્રામશ્રી, સહજ, ખમીર અને અન્‍ય સહયોગી સંસ્‍થાઓ દ્વારા કલા પ્રદર્શનથી કલાકસબીઓને પ્રોત્‍સાહન અને રોજગાર મળશે. ક્રાફટરૂટસમાં ભરતગૂંથણ, ઘાડઘડતર, ભીંતચિત્ર, શિલ્‍પ, મંડાણ, માટી રમકડા, મોતીપરોંણા, શોભનભાત, હસ્‍તકલાક્રાફટ, સુથારી જેવા અનેક ક્ષેત્રોની કામગીરીમાં રાજયની અસ્‍મિતા ઝળકે છે. બજેટમાં હસ્‍તકલાની ચીજોને કરમુકિત આપવામાં આવી છે ત્‍યારે વિશ્વમાં તેના પ્રદર્શન સહ વેચાણનો લાભ લઇ ગુજરાતને હસ્‍તકલામાં વિશ્વ સ્‍થાને લાવવા પ્રયાસો કરીએ એમ તેમણે જણાવ્‍યું હતું. વિધાનસભાના અધ્‍યક્ષશ્રી ગણપતભાઇ વસાવાએ ગુજરાતની હસ્‍તકલાના વેચાણ માટેની વેબસાઇટ www.craftroots.org ને લોંચ કરી હતી. આ પ્રસંગે હસ્‍તકલાકારો, અમદાવાદ મહાનગરપાલિકાના પદાધિકારીઓ ઉપસ્‍થિત રહયા હતા.

સૌજન્‍ય મુલાકાત

મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીની ભારતીય સેનાના ગોલ્‍ડન કટાર ડીવિઝનના જનરલ ઓફિસર કમાન્‍ડિંગ મેજર જનરલ આઇ.એસ.સીંધાએ લીધેલી સૌજન્‍ય મુલાકાત મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીની ગાંધીનગરમાં ભારતીય સેનાના ગોલ્‍ડન કટાર ડીવિઝનના જનરલ ઓફિસર કમાન્‍ડિંગ મેજર જનરલ આઇ.એસ.સીંધાએ સૌજન્‍ય મુલાકાત લીધી હતી અને સુરક્ષા સબંધી વિચાર - વિમર્શ કર્યો હતો.

ચેટીચાંદ દિવસની સાંસ્કૃતિક ઉજવણીમાં સિંધી સમાજ સાથે સહભાગી બનતાં મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી

નારાયણ સરોવર નજીક ભવ્ય ઝુલેલાલ ધામ બનશે
સિંધ પ્રાંત ભારતનો ભાગ બને તે દિવસ પણ આવશે
ચેટીચાંદની સિંધી સમાજને હાર્દિક શુભકામનાઓ
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સિંધી સમાજના ચેટીચાંદ દિવસની ઉજવણીમાં ઉત્સાહ-ઉમંગથી છલકાતાં સિંધી પરિવારોના ઉત્સવમાં સહભાગી બન્યા હતાં. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રંટ ખાતે ચેટીચાંદ સિંધીયત દિવસ ઉજવણી સમિતી દ્વારા આયોજીત ચેટીચાંદ પર્વના સાંસ્કૃતિક કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર સિંધી પરિવારોને ચેટીચાંદની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ સિંધુ સંસ્કૃતિની ભવ્ય વિરાસત સમાન સિંધ પ્રાંત સાથે જોડાવાનો અવસર આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
કચ્છમાં નારાયણ સરોવર નજીક ૭૨ એકર જમીનમાં જનભાગીદારીથી ભવ્ય ઝુલેલાલ ધામ બનાવવાની જાહેરાત પણ મુખ્યમંત્રીશ્રીએ કરી હતી. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સિંધુ સંસ્કૃતિની મહાન પરંપરાને જીવંત રાખવા માટે સિંધી સમાજને અભિનંદન પણ આપ્યા હતાં.
ચેટીચાંદ સિંધીયત દિવસ ઉજવણી સમિતીના કન્વીનર શ્રી નરેન્દ્ર સોમાણીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ધારાસભ્ય ડૉ. માયબેન કોડનાનીએ રાજ્યના વિકાસમાં સિંધી સમાજનું યોગદાન સદાય મળતું રહેશે તેવી ખાત્રી આપી મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વને બિરદાવ્યું હતું. આ પ્રસંગે સિંધી સમાજના બાળકો અને કલાકરોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતાં.

જેતપુરમાં વોર્ડ નંબર-૩ ના બિસ્માર રસ્તાથી પ્રજા ત્રસ્ત(Rajkot District)

જેતપુરમાં વોર્ડ નંબર-૩ ના બિસ્માર રસ્તાથી પ્રજા ત્રસ્ત(Rajkot District)

ડેડરવા, રૂપાવટીને બોરડી સમઢીયાળામાં ૧૪ માણસો-૧૦ પશુને હડકાયું કુતરૂં કરડતા ભય(Rajkot District)

ડેડરવા, રૂપાવટીને બોરડી સમઢીયાળામાં ૧૪ માણસો-૧૦ પશુને હડકાયું કુતરૂં કરડતા ભય(Rajkot District)