અનુયાયીઓ

રવિવાર, 25 માર્ચ, 2012

ગુજરાત સરકાર જયારે માતાઓનું જીવન બચાવવાની શ્રેષ્ઠ વ્યવસ્થાઓ કરી રહી છે ત્યારે ભારત સરકાર મહિલા આરોગ્ય પ્રત્યે ધોર બેદરકારી દાખવે છે - સાંસદ સ્મૃતિ ઈરાની

સાંસદ સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે ચિરંજીવી અને બાળ સખા યોજનાઓ દ્વારા માતા અને બાળકોના જીવનની રક્ષાની શ્રેષ્ઠ વ્યવસ્થાઓ કરી છે. જયારે બીજી તરફ ભારત સરકાર માતા મરણ દરના ૨૦૦૫ના આંકડાઓના આધારે માતૃઆરોગ્યના આયોજનો કરીને ધોર બેદરકારીનો પુરાવો આપે છે. ગુજરાતના પ્રત્યેક ગામને મોડેલ ગામ બનાવીએ તેવી હાકલ કરતા સાંસદે જણાવ્યું હતું કે ભારત સરકારે સત્તા છીનવવાનો અભિગમ અપનાવ્યો છે ત્યારે ગુજરાત સરકારે સત્તાઓની સમતોલ વહેંચણી દ્વારા સરપંચોને ગ્રામવિકાસનો છૂટો દોર આપ્યો છે. રાજય સરપંચો પાસેથી વિકાસની વ્યૂહરચના અને અમલીકરણ શીખવા જેવું છે. પંચાયતો લોકશાહીનો પાયો છે અને સબળ પંચાયતો સક્ષમ રાજયની ખાતરી આપે છે. ત્યારે સમરસ ગ્રામપંચાયતની વિભાવના રાજયના મુખ્યમંત્રીશ્રીનું સહુનો સાથ, સહુનો વિકાસનું સૂત્ર સાકાર કરે છે. કુપોષણ સામે લડત આપવા રાજયના લોકોએ સદ્‍ભાવના અભિયાનમાં રૂા. ૪ કરોડનું યોગદાન કુપોષણ મુકિત માટે આપ્યું છે.

ટિપ્પણીઓ નથી: