LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
રવિવાર, 25 માર્ચ, 2012
શિક્ષણક્ષેત્રની સિદ્ધિઓ વર્ણવતા શિક્ષણમંત્રીશ્રી રમણલાલ વોરા
સમરસ સરપંચ અને સમરસ ગ્રામ પંચાયત અભિવાદન તથા પુરસ્કાર પ્રદાન સમારોહ પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી રમણલાલ વોરાએ છેલ્લા દાયકામાં શિક્ષણ ક્ષેત્રે હાંસલ કરેલી સિદ્ધિનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રી, મંત્રી મંડળના મંત્રીઓ, વરિષ્ઠ સનદીઅધિકારીઓએ ધોમધોમતા તાપમાં ગામડાં ખૂંદી વળીને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજીને ૧૦૦ ટકા શાળા નામાંકન સહિત ૩૯ ટકા જેવો ઊંચો ડ્રોપ આઉટ રેશિયો સાત ટકાના દરે લઈ જવામાં આવ્યો છે. જેને આગામી સમયમાં શૂન્ય થઈ લઈ જવાની રાજય સરકારની પ્રતિબદ્ધતા છે.
માત્ર શિક્ષણ નહિ ગુણવત્તાસભર શિક્ષણ માટે દેશમાં એકમાત્ર ગુજરાતમાં ગુણોત્સવ યોજાય છે. ગુણોત્સવ દ્વારા વિઘાર્થીઓના અને શાળાઓને ગ્રેડ આપવાની સ્પર્ધાયુકત પ્રથા અમલી બની છે. પ્રાથમિક શાળાઓની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઈ છે.
કન્યા કેળવણીને વધુ વ્યાપક બનાવવા ૧૦૨૦૦ જેટલી પ્રાથમિક શાળાઓમાં ધોરણ આઠનો પ્રારંભ કરવા સાથે વધુ ૫૭૪૦ જેટલી શાળાઓમાં ધોરણ આઠનો પ્રારંભ કરવામાં આવશે. શિક્ષણના સુદઢીકરણ માટે ૨૧૦૦૦ વિઘાસહાયકોને નિમણૂક અપાઈ છે. તેની સાથે નવા શૈક્ષણિક સત્ર ૨૦૧૨-૧૩માં વધુ ૧૫૦૦૦ શિક્ષકેની ભરતી કરવાનું મોટું આયોજન કરવામાં આવ્યું છે. શિક્ષણના વ્યાપને લીધે દેશમાં એકમાત્ર ગુજરાત ૭૨ ટકા રોજગારી આપવામાં અગ્રેસર છે.
વાંચે ગુજરાત અભિયાન અંતર્ગત એક જ દિવસમાં ૫૦ લાખ લોકોએ ૫૦ લાખ કલાક વાચનનો વિશ્વ વિક્રમની નોંધ ગીનીસ બુકમાં નોંધ લેવા છે. એમ જણાવતા શ્રી વોરાએ પ્રાથમિક શાળામાં રૂા. ૩૪ કરોડના ખર્ચે ગ્રંથાલય ઊભા કરી ભાવિપેઢીને વાચન પ્રેરિત કરાશે.
૩૫ ટકા મહિલા શિક્ષણ દર વાળા ગામોની કન્યાઓને પ્રોત્સાહિત કરવા રૂા. ૧૦૦૦નો વિઘાલક્ષમી બોન્ડ નવા સત્રથી રૂા. ૨૦૦૦નો કરવામાં આવશે. એમ જણાવતા રાજયમાં ગુણવત્તા સભર શિક્ષણ ખસાથે સંસ્કારયુકત શિક્ષણની વિભાવના વ્યકત કરી હતી.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો