LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
રવિવાર, 25 માર્ચ, 2012
બનાસકાંઠા જિલ્લામાં ૧૦૬ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી તા. ૧૫ મી એપ્રિલે યોજાશે.
રાજયની ૧૭૨૮ ઉપરાંતની ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી તા.૧૫/૪/૨૦૧૨ ના રોજ યોજવા રાજય ચૂંટણી ઓયોગે તા.૨૧/૩/૨૦૨ના રોજ જાહેરત કરી છે. જે મુજબ બનાસકાંઠા જિલ્લામાં ૧૦૬ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી બનાસકાંઠા દ્વારા જણાવાયું છે. આ ચૂંટણીમાં ઉમેદવારો અને રાજકીય પક્ષો માટે આદર્શ આચારસંહિતા તા.૨૧/૩/૨૦૧૨ ના રોજ સાંજના ૧૬-૦૦ કલાકથી ગ્રામ પંચાયતોની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી હેઠળના વોર્ડના વિસ્તારમાં અમલમાં આવે છે. ચૂંટણીનો કાર્યક્રમ નીચે મુજબ છે.
અ.ન.
વિગત તારીખ
૧ ચૂંટણીની નોટીસો/જાહેરનામા પ્રસિધ્ધ કરવાની તારીખ ૨૬/૦૩/૨૦૧૨
૨ ચૂંટણી અધિકારીશ્રીએ ચૂંટણી નોટિસ પ્રસિધ્ધ કરવાની તારીખ ૨૬/૦૩/૨૦૧૨
૩ ઉમેદવારીપત્રો રજુ કરવાની છેલ્લી તારીખ ૩૧/૦૩/૨૦૧૨
૪ ઉમેદવારીપત્રોની ચકાસણીની તારીખ ૦૨/૦૪/૨૦૧૨
૫ ઉમેદવારી પરત ખેંચવાની તારીખ ૦૩/૦૪/૨૦૧૨
૬
મતદાનની તારીખ અને સમય ૧૫/૪/૨૦૧૨
(રવિવાર) સવારના ૮-૦૦થી સાંજના ૫-૦૦ કલાક
૭ જરૂર જણાય પુનઃમતદાનની તારીખ ૧૬/૪/૨૦૧૨
૮ મતગણતરીની તારીખ ૧૭/૪/૨૦૧૨
(૧) આ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી હેઠળના વોર્ડોના વિસ્તારમાં આજરોજ જાહેરાતથી આદર્શ ચૂંટણી આચારસંહિતા અમલમાં આવે છે. (૨) આ અંદાજિત ગ્રામ પંચાયતોમાં ૧૭૨૮ સરપંચની ચૂંટણી તેમજ અંદાજિત ૧૪૧૪૩ વોર્ડોમાં સભ્યની ચૂંટણી યોજાશે. સાથોસાથ આ સિવાયની જે ગ્રામ પંચાયતોની મુદત તા.૩૧/૧૦/૨૦૧૨ પછી પુરી થાય છે તેમાં પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી યોજાશે. (૩) રાજય ચૂંટણી આયોગના તા.૧૩/૬/૨૦૧૧ના આદેશથી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવાના અધિકારો જે તે પ્રાંત અધિકારીશ્રીને સુપ્રત કરેલ હોઇ, ગ્રામ પંચાયતોની ચૂંટણીના જાહેરનામા તેઓ દ્વારા બહાર પાડવામાં આવશે.
(૪) ચૂંટણીમાં ઉમેદવારે ઉમેદવારી પત્ર સાથે પોતાનો ગુન્હાહિત ઇતિહાસ, શૈક્ષણિક લાયકાત, મિલ્કત અને દેવાં બાબતનું એકરારનામું ચૂંટણી અધિકારી સમક્ષ રજુ કરવાનું રહેશે. (૫) આ ચૂંટણીમાં મતદાન સમયે, મતદારે ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ ઓળખપત્ર (EPIC) રજુ કરવાનું રહેશે. પરંતું વ્યાજબી કારણસર રજુ કરી શકાય તેમ ન હોય તો, સબંધિત મતદારની ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે મતદાર, રાજય ચૂંટણી આયોગના તા.૨૧/૩/૨૦૧૧ના આદેશથી નિયત કરેલ ૧૩ (તેર) ફોટાવાળા દસ્તાવેજો પૈકી કોઇપણ એક દસ્તાવેજ રજુ કરી શકાશે. (૬) કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને નિર્ભય રીતે મતદારો મતદાન કરી શકે તે અંગે પુરતો પોલીસ બંદોબસ્ત પણ કરવામાં આવ્યો છે.
(૭) આ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણી વિજાણું મતદાન યંત્રોના ઉપયોગથી કરવામાં આવશે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો