અનુયાયીઓ

રવિવાર, 25 માર્ચ, 2012

ચેટીચાંદ દિવસની સાંસ્કૃતિક ઉજવણીમાં સિંધી સમાજ સાથે સહભાગી બનતાં મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી

નારાયણ સરોવર નજીક ભવ્ય ઝુલેલાલ ધામ બનશે
સિંધ પ્રાંત ભારતનો ભાગ બને તે દિવસ પણ આવશે
ચેટીચાંદની સિંધી સમાજને હાર્દિક શુભકામનાઓ
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સિંધી સમાજના ચેટીચાંદ દિવસની ઉજવણીમાં ઉત્સાહ-ઉમંગથી છલકાતાં સિંધી પરિવારોના ઉત્સવમાં સહભાગી બન્યા હતાં. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રંટ ખાતે ચેટીચાંદ સિંધીયત દિવસ ઉજવણી સમિતી દ્વારા આયોજીત ચેટીચાંદ પર્વના સાંસ્કૃતિક કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર સિંધી પરિવારોને ચેટીચાંદની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ સિંધુ સંસ્કૃતિની ભવ્ય વિરાસત સમાન સિંધ પ્રાંત સાથે જોડાવાનો અવસર આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
કચ્છમાં નારાયણ સરોવર નજીક ૭૨ એકર જમીનમાં જનભાગીદારીથી ભવ્ય ઝુલેલાલ ધામ બનાવવાની જાહેરાત પણ મુખ્યમંત્રીશ્રીએ કરી હતી. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સિંધુ સંસ્કૃતિની મહાન પરંપરાને જીવંત રાખવા માટે સિંધી સમાજને અભિનંદન પણ આપ્યા હતાં.
ચેટીચાંદ સિંધીયત દિવસ ઉજવણી સમિતીના કન્વીનર શ્રી નરેન્દ્ર સોમાણીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ધારાસભ્ય ડૉ. માયબેન કોડનાનીએ રાજ્યના વિકાસમાં સિંધી સમાજનું યોગદાન સદાય મળતું રહેશે તેવી ખાત્રી આપી મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વને બિરદાવ્યું હતું. આ પ્રસંગે સિંધી સમાજના બાળકો અને કલાકરોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતાં.

ટિપ્પણીઓ નથી: