અનુયાયીઓ

રવિવાર, 25 માર્ચ, 2012

સમરસ ગામના સંકલ્પથી ગુજરાતે લોકશાહીનું ઉત્તમ સ્વરૂપ દેશને આપ્યું છે સમરસ સરપંચો સામૂહિક શકિતથી વિકાસ માટેનું નેતૃત્વ લે

સાત જિલ્લાની સમરસ ગ્રામપંચાયતો અને સમરસ સરપંચોનું અભિવાદન રૂા. ૭.૩૦ કરોડના પ્રોત્સાહક પુરસ્કારો પ્રદાન કરતા મુખ્યમંત્રીશ્રી પ્રત્યેક ધરોમાં શૌચાલય પ્રત્યેક ગામમાં દીકરી શિક્ષિત હોય પ્રત્યેક ગામના ખેડૂત ખાતેદારો ટપક સિંચાઇથી ખેતી કરે ગામ કુપોષણથી મુકત બને ગામના વિકાસ માટે અનેક એવા પ્રયોગો છે જેના માટે બજેટના નાણાંની પણ જરૂર નથી (માહિતી બ્યુરો, આણંદ) તા. ૨૩ માર્ચ - મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સર્વસંમતિથી ગ્રામપંચાયતોની ચૂંટણી કરીને સમરસ સરપંચ અને સમરસ ગ્રામપંચાયતોને રૂા.૭.૩૦ કરોડથી વધારે પ્રોત્સાહક પુરસ્કારોનું આણંદ ખાતે વિતરણ કરતા જણાવ્યું હતું કે, સમરસ ગ્રામ પંચાયત માટેના સંકલ્પને વિશાળ પ્રતિસાદ આપીને ગ્રામસમાજે ઉત્તમ લોકશાહીનો પથ બતાવ્યો છે. સમરસ ગામની પ્રાથમિક શાળા એ ગ્રેડની કેમ ના હોય? એવો કૃતસંકલ્પ કરવા તેમણે સરપંચોને આહ્‍વાન કર્યું હતું. સંધ્યાસમયે ગામની યુવા-બાળ પેઢી ભારતીય રમતો રમે તો ગામમાં નવી ઊર્જા, નવી પ્રાણશકિત મળી રહેશે. સમરસ ગ્રામપંચાયતોને વિકાસ માટે વિશેષ પ્રોત્સાહક અનુદાન આપવાની પ્રેરક યોજના હેઠળ આજે આણંદમાં મધ્યઝોનના સાત જિલ્લાઓની સમરસ ગ્રામપંચાયતોના સરપંચોનું શાનદાર અભિવાદન મુખ્યમંત્રીશ્રીના હસ્તે થયું હતું. અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા, દાહોદ, પંચમહાલ અને સુરેન્દ્રનગર જિલ્લાઓની મળીને કુલ ૨૯૮ સમરસ ગ્રામપંચાયતો અને સરપંચોને રૂા.૭.૩૦ કરોડ પ્રોત્સાહક પુરસ્કારો પણ મુખ્યમંત્રીશ્રીએ એનાયત કર્યા હતા.

ટિપ્પણીઓ નથી: