LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
રવિવાર, 25 માર્ચ, 2012
ગામના ધન કચરામાંથી વર્મીકંપોસ્ટ ખાતર બનાવતું બાબેન ગામ બાબેન ગામના સરપંચે પોતાના ગામના વિકાસની ઝાંખી કરાવી
સુરતના બારડોલી તાલુકાના બાબેન ગામના એવોર્ડ વિનર સરપંચ શ્રી ભાવેશભાઇએ જણાવ્યું હતું કે, બીજી વખત તેઓ સમરસ સરપંચ તરીકે ચૂંટાયા છે. શ્રેષ્ઠ ગ્રામપંચાયત તરીકે ગામને ૨૫ લાખનો પુરસ્કાર અનુદાન પણ મળે છે.
ગામની સ્વચ્છતા જાળવવા માટે પંચાયત ડોર ટુ ડોર પ્રથા અપનાવી કચરાનો નિકાલ કરે છે. પંચાયતે બારડોલી નગરપાલિકા સાથે એમ.ઓ.યુ. કર્યા છે. જે અંતર્ગત ધનકચરામાંથી વર્મી કંપોસ્ટ ખાતર તૈયાર કરવામાં આવે છે, જેનો ઉપયોગ ગામના ખેડૂતો કરે છે.
ગામે આજે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. રાજયના મુખ્યમંત્રીએ કુપોષણ સામે જે જંગ છેડયો છે તેને સમર્થન આપવા ગ્રામજનો ગામના શિવાલયમાં જે અભિષેક માટે ચડાવાતા દૂધમાંથી અમુક પાત્ર એક ભાગ અલગ કરી ગામની આંગણવાડીના બાળકોને આપવામાં આવે છે, જેથી તેઓ કુપોષણરૂપી અભિશાપથી મુકત રહી શકે.
ગ્રામજનોને પીવાના પાણીની સુવિધા માટે ગામમાં સ્વજલધારા થકી આરઓ પ્લાન્ટની વ્યવસ્થા કરાઇ છે.
શાળાનો ડ્રોપ આઉટ રેશિયો, આજે ગુણોત્સવ તથા શાળા પ્રવેશોત્સવના પરિણામે બન્યો છે.
ગામમાં રસીકરણ, જન્મ તથા મરણની નોંધણી અને સંસ્થાકીય પ્રસૂતિ ૧૦૦ ટકા સુધી પહોંચી છે.
ગામમાં ૧૨૫ બહેનો સખીમંડળ સાથે સંકળાયેલ છે. તેઓ હેરકટિંગના વ્યવસાય થકી મહિને પ થી ૬ હજારની આવક મેળવી મહિલાઓ આત્મનિર્ભર બની છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપણે સરપંચો નસીબદાર છીએ કે રાજયના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ તળેના ગુજરાતના વિકાસયુગમાં પ્રજાની સેવા કરવાનો મોકો મળ્યો છે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો