LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
રવિવાર, 25 માર્ચ, 2012
ગુજરાત દેશનું ઓટોમોબાઇલ હબ બનશે. -શ્રમ અને રોજગાર મંત્રીશ્રી વજુભાઇ વાળા સરસપુર આઇ.ટી.આઇ. ખાતે રૂ! ૭૦ લાખના ખર્ચે નિર્મિત ઓટોમોબાઇલ વર્કશોપનું લોકાર્પણ
વિશ્વની નામાંકિત કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરી રહી છે, જેના થકી રાજ્યના સ્થાનિક યુવાનોને રોજગારીનો લાભ મળે તેવા સક્રિય પ્રયાસો સરકારના છે તેમ શ્રમ અને રોજગાર મંત્રીશ્રી વજુભાઇ વાળાએ ફોક્સવેગન ગૃપ સેલ્સ ઇન્ડિયા દ્વારા રૂ! ૭૦ લાખના ખર્ચે
નિર્મિત ઓટોમોબાઇલ વર્કશોપનું લોકાર્પણ કરતાં જણાવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા થયેલા સમજુતી કરારના ભાગ રૂપે ફોક્સવેગન ગૃપ દ્વારા ગુજરાતમાં ઓટોમોબાઇલ વર્કશોપ લોકાર્પિત કર્યો છે, તેમ તેમણે જણાવ્યું હતું.
ઓટોમોબાઇલ વર્કશોપનું લોકાર્પણ કરતા મંત્રીશ્રી વજુભાઇ વાળાએ જણાવ્યું હતું કે ગુજરાત દેશનું ઓટોમોબાઇલ હબ બનશે. આ ક્ષેત્રે જરૂરી કૌશલ્યવાન માનવ બળ પુરૂ પાડવા રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા શરૂ કરાયેલ વિવિધ વ્યવસાયિક તાલીમ લઇ યુવાનો વ્યવસાયિક કૂનેહ પ્રાપ્ત કરી શકશે. યુવાનોને ગ્રામ્ય સ્તરે વ્યવસાયિક તાલીમ દ્વારા રોજગાર અવસર આપવાં મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યમાં કૌશ્યલવર્ધન કેન્દ્રો શરૂ કર્યા છે.
શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી લીલાધરભાઇ વાઘેલાએ જણાવ્યું હતું કે રાજ્યના યુવાનો આર્થિક રીતે પગભર બને તે માટે મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં વિશ્વસ્તરીય કંપનીઓ બોલાવી છે, જેના ભાગ રૂપે સરસપુર ખાતે ફોક્સવેગન કંપનીએ વિનામુલ્યે તાલીમ આપવાં આ સહયોગ કર્યો છે.
ફોક્સવેગન દ્વારા સંસ્થાના તાલીમાર્થિઓ માટે જેટા કારની ચાવી તથા VG-TAP ઓથોરાઇઝ ટ્રેનીંગ સેંટરની માન્યતાનું પ્રમાણપત્ર સરસપુર આઇ.ટી.આઇ. ના આચાર્યશ્રી જી.બી. જાડેજાને ફોક્સવેગન કંપનીના શ્રી સંજયકુમાર પાત્રા, ઓડીના શ્રી અનિલ મટવાલ અને સ્કોડાના એન. એન. શર્માએ અર્પણ કર્યા હતાં.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો