અનુયાયીઓ

રવિવાર, 25 માર્ચ, 2012

ગુજરાતની હસ્‍તકલા અસ્‍મિતાને સરહદ પાર ઉજાગર કરીએ. – વિધાનસભાના અધ્‍યક્ષશ્રી ગણપતભાઇ વસાવા

રાજપથ કલબ ખાતે ક્રાફટરૂટસ ઉત્‍સવ –૨૦૧૨ ગુજરાત વિધાનસભાના અધ્‍યક્ષશ્રી ગણપતભાઇ વસાવાએ રાજપથ કલબ ખાતે ક્રાફટરૂટસ ઉત્‍સવ ૨૦૧૨ને ખૂલ્‍લો મુક્યો છે. અમદાવાદમાં યોજાયેલા આ ત્રિદિવસીય હસ્‍તકલા પ્રદર્શનનું ઉદઘાટન કરતાં વિધાનસભાના અધ્‍યક્ષશ્રી ગણપતભાઇ વસાવાએ જણાવ્‍યું હતું કે ગુજરાતની હસ્‍તકલા અસ્‍મિતાને સરહદ પાર ઉજાગર કરીએ. રાજયના કચ્‍છ,દાહોદ,ડાંગ,સોરાષ્‍ટ્રના ગ્રામ્‍યવિસ્‍તારની કલા સંસ્‍કૃતિને હસ્‍તકલાના માધ્‍યમથી દેશ વિદેશમાં લઇ જઇએ. મુખ્‍યમંત્રીશ્રીની મિશનમંગલમ યોજના અને સ્‍ત્રી સશકિતકરણના માધ્‍યમથી આજે છેવાડાની ગ્રામીણ મહિલાઓ વિસરાતી જતી હસ્‍તકલાને જિવંત રાખી રોજગારી મેળવી રહી છે ત્‍યારે ગ્રામશ્રી, સહજ, ખમીર અને અન્‍ય સહયોગી સંસ્‍થાઓ દ્વારા કલા પ્રદર્શનથી કલાકસબીઓને પ્રોત્‍સાહન અને રોજગાર મળશે. ક્રાફટરૂટસમાં ભરતગૂંથણ, ઘાડઘડતર, ભીંતચિત્ર, શિલ્‍પ, મંડાણ, માટી રમકડા, મોતીપરોંણા, શોભનભાત, હસ્‍તકલાક્રાફટ, સુથારી જેવા અનેક ક્ષેત્રોની કામગીરીમાં રાજયની અસ્‍મિતા ઝળકે છે. બજેટમાં હસ્‍તકલાની ચીજોને કરમુકિત આપવામાં આવી છે ત્‍યારે વિશ્વમાં તેના પ્રદર્શન સહ વેચાણનો લાભ લઇ ગુજરાતને હસ્‍તકલામાં વિશ્વ સ્‍થાને લાવવા પ્રયાસો કરીએ એમ તેમણે જણાવ્‍યું હતું. વિધાનસભાના અધ્‍યક્ષશ્રી ગણપતભાઇ વસાવાએ ગુજરાતની હસ્‍તકલાના વેચાણ માટેની વેબસાઇટ www.craftroots.org ને લોંચ કરી હતી. આ પ્રસંગે હસ્‍તકલાકારો, અમદાવાદ મહાનગરપાલિકાના પદાધિકારીઓ ઉપસ્‍થિત રહયા હતા.

ટિપ્પણીઓ નથી: