
જેતલસર સહીત પંથકના ગામોમાં વીજતાર સામસામાં ભટકાવાથી
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com

જેતપુરનો કાખાનેદાર યુવાન
વિદેશી દારૂ સાથે ઝડપાયો
જેતપુર તા.3
જેતપુરના એક સાડી કારખાનામાં મોટા પાયે વિદેશી શરાબનો જથ્થો પડ્યો હોવાની બાતમી પરથી લોકલ ક્રાઈમ બ્રાંચે પાડેલ દરોડામાં માત્ર દોઢ બોટલ શરાબ મળ્યો હોવાની નીરુભા વાળાએ જણાવ્યું હતું.
મળતી વિગતો મુજબ જેતપુરના નવાગઢ વિસ્તારમાં કે.બી.પ્રિન્ટ નામના સાડી કારખાનામાં મોટાપાયે વિદેશી શરાબનો જથ્થો પડ્યો હોવાની બાતમી પરથી આજે રાજકોટની લોકલ ક્રાઈમ બ્રાન્ચના ભુરાભાઈ પટેલ, નીરુભા વાળા વિગેરે દરોડો પાડતા કારખાનેદાર યુવાન કશ્યપ બાબુ પટેલ (રહે.પંચશીલ સોસાયટી)વાળો રૂપિયા 2100 ની કિમતની વિલાયતી શરાબની દોઢ બોટલ સાથે જડપાઈ ગયો હતો. પોલીસે શરાબ સાથે કશ્યપ ની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી ધરી છે.
ભાયાવદરની પરિણીતાને જેતપુરના યુવાને કાઢી મૂકી
જેતપુર તા.3
ભાયાવદરમાં હુસેની ચોક ખાતે રહેતા ઈબ્રાહીમભાઈ હાસમભાઈની પુત્રી ગુલશનબેનના નિકાહ નવાગઢના યાકુબ કાસમ ખેભર-સંધી સાથે થયા હતા.
સમય જતા યાજુબે ગુલશન ઉપર શારીરિક માનશીક ત્રાસ ગુજારવાનું ચાલુ કર્યું હતું. છેલ્લે રૂપિયા 30 હજાર સાસરીયેથી મંગાવીને યાકુબે રીક્ષા ખરીદી હતી. આ રીક્ષા પણ વેંચી હજુ વધુ પૈસા માવતરેથી લાવવાનો ત્રાસ આપી યાકુબે ગુલશનને 3 સંતાનો સાથે જેતપુર થી પહેરેલ કપડે કાઢી મૂકી માવતરે મોકલી દીધાની શહેર પોલીસ દફતરે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કશ્યપ જોશી જેતપુર

સિમેન્ટ કોન્ક્રીટના પાળા ધોવાઈ જતા 3 દરવાજા બંધ ન થતા હોય
ભાદર ડેમમાંથી લાખો કયુસેક પાણી વહી ગયું
સંબંધિત તંત્ર લીકેજીંગ રોકવા ઉંધે માથે !!
ફોન બંધ કરીને તંત્રએ આ ઘટના દબાવવા પ્રયાસ કર્યો, ઘટના છતી થઈને જ રહી ! 11,14 અને 24
નંબરના પાટિયામાં સર્જાઈ ખામી, આજ બપોર સુધીમાં લીકેજીંગ બંધ કરી દેવાનો તંત્રને આશાવાદ
જેતપુર તા.30
જેતપુર - રાજકોટને પીવાનું પાણી પૂરું પાડતા ભાદર ડેમને એક જ રાતમાં છલકાવી દેનાર કુદરતે આ ડેમને પુનઃ ખાલી પણ કરી દેવાનો જાણે કરિશ્મા સર્જ્યો હોય એમ ડેમના 3 પાટિયા છેલ્લા 48 કલાકથી વધુ સમય થયા બંધ ના થતા હોય, લાખો ક્યુસ્સેક પાણી ડેમમાંથી વહી ગયાની વિગતો મળી છે. જો કે ડેમ સ્થિત ફોન બંધ રાખી તંત્રએ અ ઘટનાને દબાવવા પ્રયાસ થયાનો અમુક પત્રકારોને અહેસાસ થયો હતો.
આ બાબતે મળતી વિગતો મુજબ એક જ રાતમાં કુદરતની મહેરથી ભાદર ડેમ છલકાઈ જતા જેતપુર રાજકોટની પ્રજામાં ખુશીની લહેર છવાઈ હતી કે હાશ... દોઢ વર્ષ ચાલે તેટલો જથ્થો આપણા ભાદર ડેમમાં આવી ગયો ! કુદરતના આ ચમત્કારથી રાજીપામાં ગરક જેતપુર રાજકોટની પ્રજાને આંચકો લાગે તેવો પણ કરિશ્મા બતાવી 11, 14, અને 24 નંબરના પાટિયા નીચેના સિમેન્ટ કોન્ક્રીટના પાળાનું ધોવાણ થઇ જતા રવિવાર સાંજથી આ ત્રણેય પાટિયા લાખ કોશિશ છતાં બંધ નહિ થતા ભાદર ઇરીગેશનના ટોપ ટુ બોટમમાં આવતા સત્તાધીસો ડેમ પર ઘસી જઈ, દરવાજા બંધ કેવી રીતે કરવા તેની ગડમથલમાં ઉંધે માથે કામગીરીમાં જોતરાયા હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે વિશેષ વિગતો આપતા ભાદર ઇરીગેશનના રાજકોટ સ્થિત ડેપ્યુટી એન્જીનીયર બલદાણીયાએ જણાવેલ કે 4,14 અને 17 નહિ પણ 11,14 અને 24 નંબરના પાટિયા બંધ ના થવાની ગંભીર ક્ષતિ પણ કુદરતનીજ એટલેકે આ ત્રણેય પાટિયા નીચેના ચેનલ ટાઈપ સિમેન્ટના કોન્ક્રીટના પાળા ભારે પાણી પ્રવાહમાં ધોવાઈ જતા આવો ફોલ્ટ સર્જાયો છે. જેને પૂર્વવત કરવા સંબંધિત નિષ્ણાંતો ડેમ પર આવી ગયા છે. જરૂરી મશીનરીથી ઉપરોક્ત ત્રણેય પાટિયા બંધ કરવા મજૂરોની ફૌજ કામે લગાડાઈ છે. આવતીકાલ બુધવારની બપોર સુધીમાં ડેમનો આ ફોલ્ટનું નિરાકરણ લાવી દેવાનો તંત્રને આશાવાદ છે.
બીજીબાજુ રવિવારે સાંજે સર્જાયેલ આ ફોલ્ટ બાબે જાણકારી લેવા ડેમ સ્થિત ટેલીફોન સંપર્ક કરાતા ફોન સતત બંધ મળતો હતો, કદાચિત ડેમની આ ક્ષતિને દબાવવા પ્રયાસ થયો હોય તેવો જેતપુર પત્રકારોને અહેસાસ થયો હતો. બંધ ફોન બાબતે બલદાણીયાએ જણાવેલ કે વાતાવરણને હિસાબે ઘણી વખત ડેમનો ફોન ડેડ થઇ જતો હોય, રવિવારે આવું બન્યું હોવું જોઈએ..
બોક્સ: હજારો કયુસેક પાણી વહી ગયું, પણ ડેમનું લેવલીંગ યથાવત..
જેતપુર : ભાદર ઇરીગેશનના ઈજનેર બલદાણીયાએ જણાવેલ કે છેલ્લી 48 કલાક દરમીયાન ઉપરોક્ત હજારો કયુસેક પાણી વહી ગયું તે સત્ય વાત છે પણ ડેમના નિયમો મુજબ તા.1.7.2015 સુધી ડેમની કુલ સપાટીમાંથી 2 ફૂટ ઓછી, તા.19.7 સુધીમાં 1 ફૂટ ઓછી અને 1-9.15 સુધીમાં ડેમ સંપૂર્ણ ભરેલો રહે તે તંત્રએ જોવું પડતું હોય છે, આ વાત સામે હાલમાં ડેમની સપાટી પાણી વહી ગયુ હોવા છતા યથાવત છે. ડેમના પાટિયા હવે કેમ બંધ કરી શકાશે ? તેવા સવાલના જવાબમાં ઉપરોક્ત અધિકારીએ જણાવેલ કે લીકેજીંગ બંધ કરવા માટે લોખંડના સળિયાની ફ્રેમ્સ, ખાલી બારદાનનો સહારો લેવાશે, તેમજ આ માટે જરૂરી મશીનરી લોડર, ક્રેઇન, જેસીબી વિગેરે ઉપયોગમાં લેવાઈ રહ્યું છે.
-----------------------------------------------------------------------------------------------
જેતલસરના 4 યુવાનોને પોલીસના સ્વાંગમાં લુંટનાર
ધોરાજી-ગોંડલના 2 શકશોને ઝાલી લેતી તાલુકા પોલીસ
જેતપુર તા.30
ગઈકાલે મોડી રાત્રીના જેતલસર ગામના 4 યુવાનોને તમાચા મારી રોકડ તેમજ મોબાઈલની લુંટ કરી પોલીસનો સ્વાંગ રચનાર ધોરાજી અને ગોંડલના 2 ટપોરીને જેતપુર તાલુકા પોલીસે પકડી પાડી તેઓની રીમાન્ડની તજવીજ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ ગઈકાલે મોડી રાત્રીના જેતલસરના ભરત રમણીક ધરજીયા, મુકેશ, કિશોર તથા સંજય રામજી એમ ચાર યુવાનો પાસે આવી, ધાક ધમકી આપી, પોલીસનો સ્વાંગ રચી, બીક બતાવી 2 ટપોરીઓએ ઉપરોક્ત યુવાનો પાસેથી રોકડ રકમ રૂપિયા 850 અને મોબાઈલની લુંટ કર્યાની તાલુકા પોલીસને જાણ કરતા તાલુકા પોલીસના ફોજદાર રઘુભાઈ કરમટીયા, સ્ટાફના ગૌત્તમ ત્રિવેદી, દિવ્યેશ આહીર વી.ને લઈને જેતલસર દોડી ગયા હતા.
આવા સપાટા કરતા બંને ટપોરીઓને પકડી લઇ પોલીસની ભાષામાં વાત કરાતા, બંને જુના રીઢા ગુનેગાર હોવાનું તેમજ તેઓના નામ સલીમ અકબર કાદરી સૈયદ(રહે.ધોરાજી) તેમજ અલ્તાફ્શાહ ગીગા શાહ શાહમદાર(રહે.ગોંડલ) હોવાનું જણાવેલ. દરમિયાન પોલીસે આગવી ઢબે બંનેની સરભરા કરતા બંને જુના લૂંટમાર હોવાનું તેમજ સાતેક મહિના પહેલા એક મદ્રાસી ટ્રક ચાલકને પણ માર મારી લુંટ ચલાવવાના બનાવમાં 7 માસ જેલવાસ ભોગવીને દોઢ મહિના પહેલા છૂટ્યા હોવાની પોલીસ સમક્ષ કબુલાત આપી હતી. ફોજદાર રઘુભાઇએ જણાવેલ કે આ બંને ગમે તે રોડ ઉપર ઉભા રહી, વાહનોને રોકી, કાગળો માંગી, કાગળો નાં હોય તો પોલીસનો સ્વાંગ રચી નાની મોટી રકમનો તોડ, લુંટ કરી નાશી જતા.
હાલ પોલીસે આ બંને ટપોરી જેતલસરના યુવાન પાસેથી લુંટેલ રૂપિયા 850 કબજે કરી, બંનેને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે.
--------------------------------------------------------------------------------------------------
જેતપુરના રૂપાવટી ગામે દલિત યુવાન પર 4 શખ્શોનો હુમલો
ઈજાગ્રસ્ત યુવાનને કિડનીમાં ગભીર ઈજા થતા રાજકોટ ખસેડાયો
જેતપુર તા.30
જેતપુર તાલુકાના રૂપાવટી ગામે ગત રાત્રીના જુના મનદુઃખનો ખાર રાખી ચાર દલિત શખ્શોએ તે જ ગામના એક દલિત યુવાન પર બેરહેમીથી હુમલો કરતા ઈજાગ્રસ્ત યુવાનને ગભીર હાલતમાં રાજકોટ ખસેડાયો છે.
મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના રૂપાવટી ગામના મુકેશ દિનેશ રાઠોડ નામના 22 વર્ષના યુવાન પર તે જ ગામના જયસુખ દાન સાદિયા, રમેશ દાન સાદિયા, નરશી દાન સાદિયા અને જેન્તી નરશી સાદિયા એમ ચાર શખ્શોએ ઢીકા પાટુનો આડેધડ માર મારતા મુકેશને કિડનીમાં ગંભીર ઈજા સાથે વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો છે. ઈજાગ્રસ્ત યુવાને પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, ગામમાં પેશકદ્મીનો પ્રશ્ન ઉભો થયો હોય, તેમને પોતાના 2 મકાન આપમેળે પાડી હટાવી લીધા હોવા છતાં અમારી સામે કેમ જોયા કરે છે ? તેમ કહીને તૂટી પડ્યા હતા. તાલુકા પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદો લઇ તમામ ની ધરપકડની વિધિ હાથ ધરી છે.
--------------------------------------------------------------------------------------------
જેતપુર નજીકથી દેશી દારુ ભરેલી કાર પકડાઈ
જેતપુર તા.30
ગત રાત્રીના જેતપુરના ધારેશ્વર વિસ્તારમાંથી પસાર થયેલી જી જે 12 જે 3642 નંબરની કારને પોલીસે શંકાશ્પદ હાલતમાં રોકી તલાશી લેતા તેમાંથી રૂપિયા 5 હજારની કિમતનો 250 લીટર દેશી દારુ પકડાયો હતો. બનાવ દરમિયાન કાર ચાલક ગાડી રેઢી મૂકી નાશી છુટતા, આં કોની કાર છે ? અને દારૂ વેંચાણ માટે લઇ જવાતો હતો કે સપ્લાય માટે ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર