જેતપુરના પાંચ પીપળા ગામે દલિત આધેડ મહિલાને
જાતી પ્રત્યે હડધૂત કરનાર સામે એસ્ટ્રોસીટી
જેતપુર તા.4
જેતપુરના પાંચ પીપળા ગામે રહેતા રત્નાભાઈ ટપુભાઈ ડાભીના પત્ની દુધીબેન (ઉ.વ.45) ને તે જ ગામના નીતિન મગન લાલકીયા નામના યુવાને ભૂંડી ગાળો આપી, જાતી પ્રત્ર્યે અપમાનિત કરતા દુધીબેને જેતપુર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં દુધીબેને જણાવ્યું છે કે આજ થી અઠવાડિયા પહેલા તેના દીકરા વિજય સાથે નીતિનને બોલાચાલી થઇ હતી. જે વાતનો ખાર રાખી આજે નીતિને પોતાને(દુધીબેનને) બેફામ ગાળો આપી, જાતી પ્રત્યે હડધૂત કર્યા હતા. તાલુકા પોલીસે આ વાતની ફરિયાદ લઈને નીતિનને તજવીજ હાથ ધરી છે.
કશ્યપ જે. જોશી જેતપુર 9974262812

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો