જેતલસરની સીમમાં જુગાર દરોડો
રૂ.80800 ના મુદામાલ સાથે 6 ઝડપાયા
જેતપુર તા.29
જેતલસરની સીમમાં વાડી ધરાવતો જેતપુરનો રમેશ પટેલ નાલ ઉઘરાવી જુગાર રમાડતો હોવાની તાલુકા પોલીસને બાતમી મળી હતી. દરમિયાન તાલુકા ફોજદાર રઘુભાઈ કરમટીયાએ સ્ટાફના દિવ્યેશ આહીર વિગેરેને સાથે રાખી બાત્તમી વાળી જગ્યાએ દરોડો પાડતા વાડી માલિક રમેશ બાબુ પટેલ, પંકજ પરસોત્તમ પટેલ, નીલેશ વણઝારા, અશ્વિન ગોપાલ પટેલ, હરેશ રાવજી પટેલ, તથા હંસરાજ રાવજી પટેલ એમ 6 શખ્શો રોકડ રૂ.15800 તેમજ 3 બાઈક મળી કુલ રૂ.80,800-00 ના મુદામાલ સાથે પકડાઈ જતા તમામ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
(કશ્યપ જોશી જેતપુર 9974262812)
મેવાસા ગામેથી ગૌ રક્ષક વિલાયતી શરાબની 10 બોટલ સાથે પકડાયો
જેતપુર તા.29
જેતપુરના મેવાસા ગામે એક ભરવાડ શખ્સ વિલાયતી શરાબની હેરાફેરી કરતો હોવાની બાતમી પરથી ફોજદાર જોશીએ ત્રાટકી વિદેશી શરાબની 10 બોટલ કબજે કરી હોવાની વિગતો મળી છે.
મેવાસા ગામના ભરવાડ હિરેન ભનુ ધ્રાંગીયા નામનો યુવાન પોતાના ઘરમાં વિલાયતી શરાબ રાખતો હોવાની બાતમી મળતા વીરપુરના ફોજદાર સી.જી.જોશીએ સ્ટાફના રાજેન્દ્રસિંહ જાડેજાને સાથે રાકી હિરેનના ઘર પર છાપો મારતા ત્યાંથી વિદેશી શરાબની 10 બોટલ(કી.રૂ.3000) મળી આવી હતી. પીએસઆઈ જોશીએ જણાવેલ કે હિરેન કોઈ ગૌ રક્ષક નામની સંસ્થા સાથે જોડાયેલો અને ગૌ રક્ષક હોવાની વિગતો મળી છે.
(કશ્યપ જોશી જેતપુર 9974262812)

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો